Last Update : 28-July-2012, Saturday

 

ઓડિટરના અહેવાલમાં ભ્રષ્ટાચારની ઢગલો વિગતો
કૌભાંડો કાબુમાં લેવામાં નિષ્ફળ મેયર રાજીનામું આપે ઃ મ્યુનિ. બોર્ડમાં માગણી

અમદાવાદમાં બાંધકામ વખતે વધુ એફએસઆઈ આપવા ગંભીરતા પૂર્વક વિચારણા ચાલી રહી છે ઃ મેયર

અમદાવાદ, શુક્રવાર
મ્યુનિ. બોર્ડની મેયરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં વિપક્ષના નેતાએ કોર્પોરેશનના જ ઓડિટરે તેમના વાર્ષિક રિપોર્ટમાં રજૂ કરેલા ઢગલો કૌભાંડો અને ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, વહિવટી તંત્ર પર તમારી કોઈ પકડ રહી નથી. તમામ ક્ષેત્રે ભ્રષ્ટાચાર ફેલાયો છે. આ સંજોગોમાં તમને સત્તા પર રહેવાનો અધિકાર નથી. આ સંજોગોમાં મેયરે તેમના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ તેવી અમારી માગણી છે.
આ તબક્કે ભાજપના સભ્યો હો... હો... કરીને એક તબક્કે ઉભા થઈ ગયા હતા. કેટલાંકે તમારા કેન્દ્રમાં શું ચાલે છે તે જુઓ, તેવા ટોણાં પણ માર્યા હતા. દરમ્યાનમાં બદરૃદ્દીન શેખે તેમનું વક્તવ્ય ચાલુ રાખતા જણાવ્યું હતું કે, ઓડિટ રિપોર્ટને તમે હળવાશથી લો છે. તેમાં જણાવેલા કરોડો રૃપિયાના કૌભાંડોની તપાસ કરાવવા અધિકારીઓને જણાવતા નથી. તમે રિપોર્ટને ગંભીરતાથી નથી લેતાં એટલા માટે તો અમારે તપાસ કરાવવા રાજ્યપાલશ્રી સમક્ષ રજૂઆત કરવી પડી હતી. જેએનએનયુઆરએમની રકમમાં મોટી ગેરરીતિ થઈ છે.
દરમ્યાનમાં ભાજપના કોર્પોરેટરો ઉભા થઈ જતા અને વિપક્ષના નેતાનું માઈક બંધ કરાવી દેતાં વાતાવરણ તંગ બની ગયું હતું. બાદમાં મેયર અસિત વોરાએ દરમ્યાનગીરી કરી વાતાવરણ ઠંડુ પાડતાં તેમણે એફએસઆઈનો મુદ્દો ઉપાડી જણાવ્યું હતું કે કોટ વિસ્તારમાં બીઆરટીએસના રૃટ પસાર થાય છે તેની બન્ને તરફ તેમજ અન્ય જરૃરી હોય તેવા રોડ પર બાંધકામ માટે વધુ એફએસઆઈ આપવી જોઈએ જેથી ગેરકાયદે બાંધકામો અટકી શકે. સુરતમાં ૪ એફએસઆઈ અને ૭૦ મીટર ઉંચા મકાનોની પ્રક્રિયા ચાલે છે. આ સંજોગોમાં અમદાવાદમાં વધુ એફ.એસ.આઈ. મળવી જોઈએ.
પ્રત્યુત્તરમાં મેયરે જણાવ્યું હતું કે, આ અંગે અમે સંપૂર્ણપણે પોઝીટીવ છીએ. જુદા જુદા સ્તરે ત્રણેક બેઠકો પણ યોજાઈ ગઈ છે અને બહુ જ ઝડપથી અમે આ દિશામાં આગળ વધવાના છીએ.
ઉપરાંત ઔડાના સમયમાં જુદી જુદી ૧૦ જેટલી શાળાઓને રમતગમત માટે પ્લોટો અપાયા હતા. આ પ્લોટો ખુલ્લા રાખવાની શરત હતી છતાં ત્યાં કેટલાંકે કમ્પાઉન્ડ વોલ કરીને દરવાજા મુકી દીધા હોવાથી પગલાં લેવા માગણી કરી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved