Last Update : 28-July-2012, Saturday

 

કાપણીના સમય દરમિયાન તુવેરનો ભાવ મજબૂત રહેવાની સંભાવના

તુવેરના વિશ્વના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૭૫થી ૮૦ ટકા

અમદાવાદ, શુક્રવાર
ભારત તુવેરનું ઉત્પાદન અને વપરાશ કરતો મુખ્ય દેશ છે, કે જે વિશ્વનાં ઉત્પાદનમાં ૭૫-૮૦ ટકા જેટલો ફાળો ધરાવે છે. ભારતમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, આન્ધ્ર પ્રદેશ અને ગુજરાત એ તુવેર પકવતા મુખ્ય રાજ્યો છે. ગુજરાતમાં, તુવેરનું વાવેતર મુખ્યત્વે મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં (વડોદરા, ભરૃચ, સુરત, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં) થાય છે. અગાઉના વર્ષ ૨૦૧૧-૧૨માં અંદાજે ૨.૭૭ લાખ હેક્ટરમાં તુવેરનું વાવેતર થયેલ અને ઉત્પાદન અંદાજે ૨.૭૩ લાખ ટન જેટલું થયેલ, જે અગાઉના વર્ષ કરતાં સારું રહેલ.
સને ૨૦૧૧-૧૨માં ગુજરાતમાં તુવેરનું અંદાજીત ૨.૪૨ લાખ હેકટરમાં વાવેતર થયેલ અને ઉત્પાદન ઓછું થાય એવી સંભાવના હતી. ભારત સરકારશ્રીના ત્રીજા આગોતરા અંદાજ મુજબ ગત વર્ષ ૨૦૧૧-૧૨માં દેશમાં તુવેરનું ઉત્પાદન ૨૭.૧ લાખ ટન થયેલ હતું. મ્યાનમાર તુવેરના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે અને ભારત મહદઅંશે મ્યાનમારથી તુવેરની આયાત કરે છે. વિશ્વમાં તુવેરનું વાવેતર અંદાજે ૪૯ લાખ હેક્ટર જેટલું થાય છે, અને વાર્ષિક ઉત્પાદન ૪૨ લાખ ટન જેટલું મળે છે.
સરકાર કઠોળ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ વધારેલ હોવાથી આ કઠોળ પાકોનું વાવેતર વધશે. વર્ષ ૨૦૧૧-૧૨ ખરીફ ઋતુમાં તુવેરનો લઘુત્તમ ટેકાનો ભાવ વધારીને ૩૨૦૦ પ્રતિ ક્વિંટલ (રૃા. ૬૪૦ પ્રતિ ૨૦ કિલોગ્રામ) નક્કી કરવામાં આવેલ હતો. જુન ૨૦૧૨ સુધી ભારતમાં અંદાજીત ૧.૭૨ કરોડ ટન કઠોળનું ઉત્પાદન થયેલ. જ્યારે વપરાશ ૧.૮૫ કરોડ ટન થવાનો અંદાજ છે. આ વર્ષે ચોમાસાની પરિસ્થિતિ હજુ અનિશ્ચિત છે.
દેશમાં અને ગુજરાતમાં થતું તુવેરનું ઉત્પાદન, વેપારીઓના ચાલુ સિઝનમાં રહેનાર ભાવના અંદાજે ધ્યાનમાં રાખીને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયની સંશોધન ટીમે વિશ્લેષણ કરીને આપેલા તારણ અને હાલમાં બજારમાં પ્રવર્તી રહેલ ભાવને ધ્યાનમાં લેતાં તુવેરનો ભાવ ફેબુ્રઆરીથી માર્ચ, ૨૦૧૩ દરમિયાન (કાપણીના સમય દરમ્યાન) મણના રૃા. ૭૦૦થી ૮૫૦ રહેવાના શક્યતા જણાયેલ છે. આથી ખેડુતભાઈઓને આ ભાવને ધ્યાનમાં રાખીને તુવેરના વાવેતર અંગે પોતાની અનુકૂળતા મુજબ નિર્ણય લેવા સૂચન કરવામાં આવે છે. જો ચોમાસું નબળું રહેશે તો અછતની પરિસ્થિતિમાં ભાવ વધવાની શક્યતા રહેલી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved