Last Update : 28-July-2012, Saturday

 

ખેડૂતોને રાહત આપવા તેમની

નાના અને મધ્યમ ખેડૂતોની ટૂંકા ગાળાની ક્રોપ લોન્સને રિસ્ટ્રકચર્ડ કરાશે

દુકાળને નજર સામે રાખી સરકાર દ્વારા રાહતના પગલાં અંગે વિચારણા ચાલુ ઃ સ્થિતિની સમીક્ષા કરવા પ્રધાનોના જુથની મંગળવારે બેઠક

નવી દિલ્હી, શુક્રવાર
દેશના કેટલાક ભાગોમાં નૈઋત્યના ચોમાસાની ખાધ ચાલુ રહેતા અને દુકાળ જેવી સ્થિતિ ઊભી થવાના ભણકારા વાગવા લાગતા સરકાર કેટલાક વિસ્તારો માટે વ્યાપક રાહતના પગલાં અંગે વિચારી રહી છે. જેમાં ખેડૂતોને રાહત આપવા તેમની ટૂંકા ગાળાની ક્રોપ લોન્સ ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોની ક્રોપ લોન્સને રિસ્ટ્રકચર્ડ કરવા જેવા પગલાં પર વિચાર થઈ શકે છે. ચોમાસાની અત્યારસુધી સામાન્ય કરતા ૨૨ ટકા ખાધ છે. જો કે હજુ સુધી કોઈપણ રાજ્યએ દુકાળ જાહેર કર્યો મ નથી આમછતાં જો આગામી આઠ-દસ દિવસમાં ચોમાસુ સક્રિય નહીં બને તો મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાન દુકાળમાં ધકેલાઈ જઈ શકે છે. દેશમાં ચોમાસાની સ્થિતિ અંગે સમીક્ષા કરવા પ્રધાનોના જુથની આગામી મંગળવારે ખાસ બેઠક યોજાનાર છે. કૃષિ પ્રધાન શરદ પવાર બેઠકના અધ્યક્ષ સ્થાને હશે.

નબળા ચોમાસાની અસરને કાબુમા ંલેવા અસરગ્રસ્ત ખેડૂતોની ટૂંકા ગાળાની ક્રોપ લોનનું રિસ્ટ્રકચરિંગ કરવા સહિતના અન્ય પગલાં વિચારી શકાય છે, એમ એક ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ખેડૂતોને લોનના રિસ્ટ્રકચરિંગમાં રિપેમેન્ટનો સમયગાળો લંબાવીને, એનપીએનું રિ-કલાસીફિકેશન જેવી રાહત આપવા વિચારી શકાય છે. જે ખેડૂતોએ એક વર્ષના ટૂંકા ગાળા માટે લોન્સ લીધી છે તેમને તેના રિ-પેમેન્ટ માટે ૪થી ૫ વર્ષનો સમય આપી શકાય છે.
ખેડૂતોની લોનનું રિસ્ટ્રકચરિંગ એ તેમને મદદ કરવાનો યોગ્ય માર્ગ છે. ખેડૂતોને વધારાનું ઈન્ટરેસ્ટ સબવેન્સન પણ પૂરું પાડવા વિચારી શકાય એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. દુકાળની સ્થિતિને કારણે પાક નિષ્ફળ જવાથી ખેડૂતો માટે ક્રોપ લોનની ચૂકવણી કરવાનું મુશ્કેલ બની જાય છે. ખેડૂતોને ઈન્ટરેસ્ટ સબવેન્શન પેટે આ વર્ષે રૃપિયા ૧૧૦૦૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
જો કે ૨૦૦૮માં લોનની જે સંપૂર્ણ માફી અપાઈ હતી તેવી માફીને જો કે હાલના સ્તરે નકારી કઢાઈ છે. ધ કમિશન ફોર એગ્રિકલ્ચલ કોસ્ટસ એન્ડ પ્રાઈસિસના ચેરમેન અશોક ગુલાટીએ જણાવ્યું હતું કે, જે ખેડૂતોએ પોતાની આવક ગુમાવી છે તેમને નાણાંના સ્વરૃપમાં દુકાળ રાહતનો થોડોઘણો હિસ્સો સીધેસીધો પહોંચતો કરવો જોઈએ. આ ઉપરાંત ઘાસચારા અને વીજમાં પણ રાહત પૂરી પડાવી જોઈએ.
ખેત ક્ષેત્રનો ચાર ટકાના દરે વિકાસ થશે તો આ વર્ષે રૃપિયા ૫,૭૫,૦૦૦ના કૃષિ ધિરાણ લક્ષ્યાંક સિદ્ધ થઈ શકશે એમ આયોજન પંચના કારોબારી જુથની ધારણાં છે. કુલ કૃષિ ધિરાણમાં ૭૦ ટકા ધિરાણ ટૂંકા ગાળાનું ધિરાણ છે. પચાસ ટકા ટૂંકા ગાળાનું ધિરાણ નાના અને મધ્યમ ખેડૂતોને જાય છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું. રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા શુક્રવારે જારી કરાયેલા અહેવાલમાં જણાવાયું હતું કે દેશમાં ચોમાસાની હાલમાં જે રીતે પ્રગતિ થઈ રહી છે તેવી જ પ્રગતિ ૨૦૦૯માં જ્યારે દુકાળ પડયો ત્યારે જોવા મળી હતી. ૨૦૦૯માં ખેત ક્ષેત્રનો વિકાસ દર ૧ ટકા રહ્યો હતો. નબળા ચોમાસાને કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાનમાં ખેત ઉત્પાદન પર અસર પડી શકે છે. નબળા ચોમાસાને કારણે જુવાર, બાજરા, મગફળી, સોયાબીન અને તુવેરના પાક પર અસર થવાની ક્રિસિલે ભીતિ વ્યક્ત કરી છે.

ખેડૂતો પર દેવાનો બોજો

વર્ષ

કૃષિ લોનના

નાના/સીમાંત

કુલ લોનના

-

કુલ ખાતા

ખેડૂતોના લોનના

ખાતામાં નાના/

-

-

ખાતા

સીમાંત ખેડૂતોના

-

-

-

ખાતાનો હિસ્સો

૨૦૦૮-૦૯

૪૫.૬૧

૨૪.૫૪

૫૩.૮૦

૨૦૦૯-૧૦

૪૮.૨૩

૨૮.૪૭

૫૯.૦૪

૨૦૧૦-૧૧

૫૪.૯૬

૩૩.૬૦

૬૧.૧૩

૨૦૧૧-૧૨ (કામ ચલાઉ આંકડા)

૬૩.૪૯

૩૯.૬૦

૬૨.૩૩

(ખાતાની સંખ્યા મીલીયનમાં)

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved