Last Update : 28-July-2012, Saturday

 

યુરોપના પોઝિટીવ સમાચારે એશીયાના બજારોની તેજી નબળા કંપની પરિણામો વચ્ચે
પીએસયુ બેંક સ્મોલ- મિડ કેપ શેરોમાં ધબડકો ઃ ફ્રન્ટલાઇન શેરોની તેજીએ સેન્સેક્ષ ૧૯૯ પોઇન્ટ ઉછળ્યો

આરંભમાં સેન્સેક્ષ ૩૩૫ પોઇન્ટ ઉછળી ૧૬૯૭૫ બોલાયો ઃ મેટલ, એફએમસીજી, આઇટી, ટાટા ગુ્રપ શેરોમાં તેજી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શુક્રવાર
યુરોપીય સેન્ટ્રલ બેંક (ઇસીબી)ના પ્રેસીડેન્ટ દ્વારા ગઇકાલે યુરોના અસ્તિત્વને ગમે તે રીતે ટકાવવામાં આવસે એને માટે જરૃરી બધા પગલાં લેવાશે એવા નિવેદન અને યુ.એસ.માં બેરોજગારીમાં ઘટાડો થયાના સંકેત વચ્ચે ગઇકાલે અમેરિકા-યુરોપના બજારોમાં સાર્વત્રિક તોફાની તેજી બાદ આજે એશીયાના બજારો અપેક્ષીત તેજીએ ખુલ્યા હતા. મુંબઇ શેબજારોમાં ગઇકાલે બદલા ફાઇનાન્સરોએ સ્મોલ-મિડ કેપ શેરોનો કચ્ચરઘાણ કાઢી પ્રમોટરો-ઓપરેટરોને સપાટામાં લઇ લીધા બાદ આજે ટ્રેડીંગની શરૃઆત સંખ્યાબંધ સ્મોલ-મિડ કેપ શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યા સાથે નેગેટીવ છતાં ઇન્ડેક્ષ બેઝડ ટાટા ગુ્રપ શેરોની આગેવાનીએ મેટલ, બેંકિંગ, એફએમસીજી, આઇટી, ઓઇલ ગેસ, ઓટો ફ્રન્ટલાઇન શેરો ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટીસીએસ, ટાટા પાવર સાથે બેંકિંગ જાયન્ટ આઇસીઆઇસીઆઇ બેંકના ઉત્કૃષ્ટ પરિણામ પૂર્વેથી જ બેંકિંગ શેરો એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ સહિતમાં લેવાલી અને સ્ટરલાઇટ, હિન્દાલ્કો, આઇટીસી, કોલ ઇન્ડિયામાં આકર્ષણે સેન્સેક્ષ ૧૬૬૩૯.૮૨ સામે ૨૨૦.૩૪ પોઇન્ટ ગેપમાં ઉપર ૧૬૮૬૦.૧૬ મથાળે ખુલ્યો હતો. જે આઇસીઆઇસીઆઇ બેંકના ધારણાથી સારા પરિણામે ખાનગી બેંકિંગ શેરોમાં લેવાલી વધતા અને મેટલ, આઇટી શેરોમાં લેવાલીના જોરે સેન્સેક્ષ ઝડપી ચાલે એક તબક્કે ૩૩૫.૨૧ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૬૯૭૫.૦૩ સુધી પહોંચી ગયો હતો. પરંતુ વધ્યામથાળે પીએસયુ બેંકો પીએનબી, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના નબળા પરિણામ સાથે એનપીએ-ડૂબત લોનમાં વધારો થયાના પ્રત્યાઘાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત પીએસયુ બેંક શેરોમાં વેચવાલી અને ભેલ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, સિપ્લા, ડૉ. રેડ્ડી'ઝ લેબ.માં વેચવાલીએ સેન્સેક્ષનો સુધારો બપોરે ૧૨૦.૯૦ પોઇન્ટ મર્યાદિત થઇ જઇ નીચામાં ૧૬૭૬૦.૭૨ સુધી આવી ગયો હતો. પરંતુ ઘટયામથાળે ફરી એનટીપીસીના સારા પરિણામ અને આઇટીસીની મેગા રોકાણ યોજનાએ લેવાલી સાથે ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કોલ ઇન્ડિયા, ઇન્ફોસીસ, સન ફાર્મામાં આકર્ષણે સેન્સેક્ષે ફરી ૨૦૦થી વધુ પોઇન્ટની તેજીની કૂચ કરી અંતે ૧૯૯.૩૭ પોઇન્ટ વધીને ૧૬૮૩૯.૧૯ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ ૫૦૪૩થી ઉછળી ૫૧૫૦ થઇ ૫૧૦૦ ઃ ૫૧૬૫ મજબૂત પ્રતિકાર સપાટી
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૦૪૩ સામે ૫૧૨૪.૩૦ મથાળે ખુલીને ઉપરમાં ૫૧૪૯.૪૫ સુધી ઉછળી જઇ પાછો ફરી આ ઉછાળો મર્યાદિત બની બપોરે ૨.૩૦ વાગ્યા નજીક નીચામાં ૫૦૭૭.૫૦ સુધી આવી ગયો હતો, પરંતુ ફરી મેટલ શેરો ટાટા સ્ટીલ, સ્ટરલાઇટ, સેસાગોવા, હિન્દાલ્કો, સેઇલની તેજી સાથે આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક, સારા પરિણામે એનટીપીસી સાથે ભારતી એરટેલ, સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ કોર્પ, ગ્રાસીમમાં લેવાલીએ ફરી ૫૧૦૦ની સપાટી કુદાવી અંતે ૫૬.૮૫ પોઇન્ટના ઉછાળે ૫૦૯૯.૮૫ બંધ હતો. ટેક્નીકલી નિફ્ટીમાં નીચામાં સપોર્ટ ૫૦૪૮ અને મજબૂત પ્રતિકાર સપાટી ૫૧૬૫ બતાવાઇ રહી છે. ૫૦૪૮ નીચે બંધ થવાના સંજોગોમાં ટેક્નીકલી ટ્રેન્ડ બદલાશે.
નિફ્ટી ૫૨૦૦નો કોલ ૫૦.૭૫થી ઉછળી ૮૩.૪૦ થઇ ૬૫.૨૫ ઃ ઓગસ્ટ ફ્યુચર ૫૦૮૧થી ૫૧૮૦ થઇ ૫૧૩૨
ડેરીવેટીવ્ઝમાં નવા ઓગસ્ટ વલણના આરંભે નિફ્ટી ઓગસ્ટ ફ્યુચર ૩,૪૧,૨૭૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૭૭૦.૬૨ કરોડના ટર્નઓવરે ૫૦૮૧.૩૦ સામે ૫૧૪૪.૪૫ ખુલી ઉપરમાં ૫૧૭૯.૭૫ થઇ પાછો ફરી નીચામાં ૫૦૯૫.૫૦ થઇ અંતે ૫૧૩૨ હતો. નિફ્ટી ૫૨૦૦નો કોલ ૩,૫૭,૭૨૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૯૪૨૧.૭૫ કરોડના ટર્નઓવરે ૫૦.૭૫ સામે ૬૬.૩૦ ખુલી ઉપરમાં ૮૩.૪૦ અને નીચામાં ૫૩.૮૫ થઇ અંતે ૬૫.૨૫ હતો. નિફ્ટી ૫૧૦૦નો પુટ ૧૧૧.૫૫ સામે ૯૦ ખુલી નીચામાં ૬૫.૨૦ અને ઉપરમાં ૧૦૩ થઇ અંતે ૮૬.૬૫ હતો.
આઇસીઆઇસીઆઇ બેંકના સારા પરિણામે બેંક નિફ્ટી ઉછળી ૧૦૪૬૭ થઇ પીએનબીના પરિણામે તૂટીને ૧૦૨૩૬
બેંકિંગ શેરોમાં આરંભમાં આજે આઇસીઆઇસીઆઇ બેંકના પરિણામે તેજી બાદ પીએનબી, યુનીયન બેંક ઓફ ઇન્ડિયાના નબળા પરિણામે બેંક શેરોમાં મોટાપાયે હેમરીંગ થયું હતું. બેંક નિફ્ટી ઓગસ્ટ ફ્યુચર ૧,૩૭,૭૧૪ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૩૫૫૪.૮૫ કરોડના ટર્નઓવરે ૧૦૧૫૧.૮૫ સામે ૧૦૨૮૩.૫૦ ખુલી ઉપરમાં ૧૦૪૬૭ સુધી જઇ નીચામાં ૧૦૧૬૨.૫૦ સુધી ખાબકી જઇ અંતે ૧૦૨૩૬ હતો.
કોલકતાના ફાઇનાન્સની ફૂટતી મોટી પોઝિશન ઃ પાર્શ્વનાથ, પીપાવાવ, ગ્લોડાઇન, પૂર્વાન્કશ, બીએફ યુટીલીટી, અમર રેમેડીઝ, ગોકુલ રીફોઇલ્સ તૂટયા
સેન્સેક્ષ- નિફ્ટીને ફ્રન્ટલાઇન શેરોની તેજીએ ૧૬૦૦૦ની ઉપર રાખીને સંખ્યાબંધ સ્મોલ-મિડ કેપ, 'એ' ગુ્રપના શેરોમાં ઓફલોડીંગ ચાલુ રહી આજે પણ કોલકતાના બદલા ફાઇનાન્સર સિંઘાનીની મોટી પોઝિશન ફૂટતી જોવાઇ હતી. આ ફાઇનાન્સરની ચાર જગ્યાએ મોટી પોઝિશન ફૂટી રહ્યાની ચર્ચા હતી. ગ્લોડાઇન ટેક્નો રૃા. ૫૪.૭૦ તૂટી સતત બીજી ૨૦ ટકા નીચલી સર્કિટે રૃા. ૨૧૮.૯૦, પાર્શ્વનાથ ડેવલપર્સ રૃા. ૯.૨૦ તૂટીને રૃા. ૩૭.૦૫, પીપાવાવ ડીફેન્સ રૃા. ૬.૫૫ તૂટીને રૃા. ૫૫.૬૦, પૂર્વાન્કરા પ્રોજેક્ટ રૃા. ૪.૯૫ તૂટીને રૃા. ૬૭.૮૫, અમર રેમેડીઝ રૃા. ૨૨.૦૫ તૂટીને રૃા. ૮૮.૪૫, ગોકુલ રીફોઇલ્સ રૃા. ૧૧.૯૫ ગબડીને રૃા. ૫૦.૨૦, ડેક્કન ક્રોનિકલ રૃા. ૪.૩૫ તૂટીને રૃા. ૧૮.૫૫, એવરોન રૃા. ૮.૩૫ તૂટીને રૃા. ૧૩૭.૪૫, બીએફ યુટીલીટી રૃા. ૨૧.૪૦ તૂટીને રૃા. ૩૮૩.૭૦ રહ્યા હતાં.
આઇસીઆઇસીઆઇ નફામાં ૩૬ ટકા ઉછાળે રૃા. ૨૧ વધ્યો ઃ પીએનબી એનપીએ વધતા રૃા. ૪૦ તૂટયો ઃ સ્ટેટ બેંક રૃા. ૭૬ ગબડયો
બેંકિંગ શેરોમાં આઇસીઆઇસીઆઇ બેંકનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૩૬.૩ ટકા વધીને રૃા. ૧૮૧૫ કરોડ થતાં અને એનપીએ પણ ઘટતા શેરમાં લેવાલીએ રૃા. ૨૧.૩૦ વધીને રૃા. ૯૨૮.૨૦, એચડીએફસી બેંક રૃા. ૧૭.૭૫ વધીને રૃા. ૫૮૪.૨૫, એચડીએફસી રૃા. ૩.૧૦ વધીને રૃા. ૬૭૩.૬૦ રહ્યા હતાં. જ્યારે પીએનબી- પંજાબ નેશનલ બેંકનો નેટ નફો ૧૨.૭૨ ટકા વધીને રૃા. ૧૧૭૧૦.૯૭ કરોડ થયા સામે નેટ એનપીએ- ડૂબત લોન ૧.૫૨ ટકાથી વધીને રૃા. ૧.૬૮ ટકા થતાં શેરમાં વેચવાલીએ રૃા. ૪૦.૩૫ તૂટીને રૃા. ૭૧૫.૮૫, યુનીયન બેંક ઓફ ઇન્ડિયાનો ચોખ્ખો નફો ૧૦.૧૫ ટકા વધીને રૃા. ૫૧૧.૫૯ કરોડ અને કુલ આવક ૨૧.૫ ટકા વધીને રૃા. ૬૫૬૧.૧૦ કરોડ થવા છતાં નેટ એનપીએ ૧.૭ ટકા વધીને ૨.૨ ટકા થતાં શેરમાં વેચવાલીએ રૃા. ૧૪ ઘટીને રૃા. ૧૬૪.૦૫ રહ્યા હતાં.
દેના બેંક સારા પરિણામ છતાં ઘટયો ઃ કેનરા બેંક નવા તળીયે ઃ બીઓઆઇ, સેન્ટ્રલ બેંક તૂટયા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમુખ દરોમાં ઘટાડો નહીં થવાની અટકળો અને પીએસયુ બેંક કેનરા બેંકનો ચોખ્ખો નફો માત્ર ૬.૮ ટકા વધીને રૃા. ૭૭૫.૨૮ કરોડ અને કુલ આવક ૧૮.૯૧ ટકા વધીને રૃા. ૯૧૬૫.૪૭ કરોડ થતાં પરંતુ નેટ એનપીએ- ડૂબત લોન ૧.૩૩ ટકાથી વધીને ૧.૬૬ ટકા થતાં શેરમાં વેચવાલીએ રૃા. ૧૩.૧૫ તૂટીને રૃા. ૩૪૮.૧૦, બેંક ઓફ ઇન્ડિયા પણ રૃા. ૧૬.૪૫ તૂટીને રૃા. ૨૯૧.૩૫, ઇન્ડિયન બેંક રૃા. ૯.૭૫ ઘટીને રૃા. ૧૭૪.૪૦, સેન્ટ્રલ બેંક રૃા. ૪.૪૫ તૂટીને રૃા. ૬૮.૮૫, યુકો બેંક રૃા. ૨.૮૫ ઘટીને રૃા. ૬૭.૩૫, અલ્હાબાદ બેંક રૃા. ૪.૦૫ ઘટીને રૃા. ૧૨૯, આઇઓબી રૃા. ૨.૧૦ ઘટીને રૃા. ૭૦, દેના બેંકનો ત્રિમાસિક નેટ નફો ૪૨ ટકા વધીને રૃા. ૨૩૮.૬૩ કરોડ અને નેટ એનપીએ ૧.૦૮ ટકાથી ઘટીને ૧.૦૧ ટકા થવા છતાં શેરમાં ઉછાળે વેચવાલીએ રૃા. ૩.૭૫ ઘટીને રૃા. ૮૭.૩૦, ઓેરિએન્ટલ બેંક રૃા. ૧૩.૪૫ ઘટીને રૃા. ૨૧૩.૧૦, યુનાઇટેડ બેંક રૃા. ૨.૦૫ ઘટીને રૃા. ૫૩.૩૫, આંધ્ર બેંક રૃા. ૪.૩૫ ઘટીને રૃા. ૧૦૦.૪૦ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૪૬.૨૨ પોઇન્ટ વધીને ૧૧૬૩૩.૧૬ રહ્યો હતો.
લંડન મેટલ પાછળ મેટલ શેરોમાં તેજી ઃ સ્ટરલાઇટ નબળા પરિણામ છતાં વધ્યો ઃ ટાટા સ્ટીલ રૃા. ૧૫ વધ્યો
મેટલ શેરોમાં યુરોપના પોઝિટીવ સમાચારે લંડન મેટલ એક્ષચેન્જમાં નોન-ફેરસ મેટલના ભાવો વધતા અને કંપનીઓના પરિણામોમાં સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો નેટ નફો ૨૭ ટકા ઘઠીને રૃા. ૧૨૦૨ કરોડ થવા છતાં શેરમાં આકર્ષણે રૃા. ૩.૧૫ વધીને રૃા. ૧૦૦.૯૦, ટાટા સ્ટીલ રૃા. ૧૫.૧૫ વધીને રૃા. ૩૯૯.૩૦, સેસાગોવા રૃા. ૩.૯૫ વધીને રૃા. ૧૮૨.૩૫, હિન્દુસ્તાન ઝીંક રૃા. ૨.૩૦ વધીને રૃા. ૧૧૬.૭૦ રહ્યા હતાં. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૨૦૮.૭૩ પોઇન્ટ ઉછળીને ૧૦૧૯૩.૭૬ રહ્યો હતો.
ટાટા ગુ્રપ શેરોમાં આકર્ષણ ઃ ટાટા મોટર્સ, ટીસીએસ, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ગ્લોબલ વધ્યા
ટાટા ગુ્રપ કંપનીઓના શેરોમાં ફંડોના વેલ્યુબાઇંગે ટાટા સ્ટીલ રૃા. ૧૫.૧૫ વધીને રૃા. ૩૯૯.૩૦, ટાટા મોટર્સ રૃા. ૭.૯૫ વધીને રૃા. ૨૧૨.૮૦, ટીસીએસ રૃા. ૨૩.૧૦ વધીને રૃા. ૧૨૨૫.૭૫, ટાટા પાવર રૃા. ૧.૧૫ વધીને રૃા. ૯૪.૬૦, ટાઇટન રૃા. ૪ વધીને રૃા. ૨૨૬.૪૫, ટાટા ગ્લોબલ રૃા. ૧૨૦.૫૫ રહ્યા હતાં.
આઇટીસીની મેગા યોજનાએ રૃા. ૫ વધીને રૃા. ૨૫૪ ઃ ગોદરેજ કન્ઝ્યુમર રૃા. ૨૯ ઉછળીને રૃા. ૬૩૬
એફએમસીજી શેરોમાં પણ આઇટીસી દ્વારા ગઇકાલે નેટ નફામાં ૨૦ ટકા વૃદ્ધિ નોંધાવતા અને આગામી સાત વર્ષમાં રૃા. ૨૫ હજાર કરોડની રોકાણ યોજના થકી એફએમસીજી બિઝનેસ આવક ત્રણ ગણી રૃા. ૧૫ હજાર કરોડ કરવાના લક્ષ્યથી શેરમાં લેવાલીએ રૃા. ૪.૯૫ વધીને રૃા. ૨૫૪.૪૦, ગોદરેજ કન્ઝ્યુમર રૃા. ૨૯.૩૦ ઉછળીને રૃા. ૬૩૬.૩૫, ડાબર ઇન્ડિયા રૃા. ૧.૪૦ વધીને રૃા. ૧૧૮.૨૫, હિન્દુસ્તાન યુનીલીવર રૃા. ૨.૭૫ વધીને રૃા. ૪૬૪.૭૦ રહ્યા હતાં.
સ્મોલ કેપ ઇન્ડેક્ષ ૬૨, મિડ કેપ ઇન્ડેક્ષ ૫૩ પોઇન્ટ ઘટયા ઃ ૨૩૯ શેરોમાં ઓનલી સેલર
સ્મોલ-મિડ કેપ 'બી' ગુ્રપના સંખ્યાબંધ શેરોમાં વેચવાલીએ માર્કેટ બ્રેડથ ખરાબ રહી હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૯૨ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૭૦૩ અને વધનારની ૧૦૬૦ રહી હતી. અલબત ૨૩૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી. જ્યારે ૧૭૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
પીએનબીનો નેટ નફો ૧૬ ટકા વધ્યો ઃ નેટ એનપીએ ૦.૮૬ ટકાથી વધીને ૧.૬૮ ટકા થઇ
પંજાબ નેશનલ બેંક- પીએનબી દ્વારા ૩૦, જૂન, ૨૦૧૨ના પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકમાં ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૧૨.૭૨ ટકા વધીને રૃા. ૧૨૪૫.૬૭ કરોડ અને કુલ આવક ૨૪.૫૯ ટકા વધીને રૃા. ૧૧૭૧૦.૯૭ કરોડ થયા છે. અલબત બેંકની કુલ એનપીએ બે ટકાથી વધીને ૩.૩૪ ટકા અને નેટ એનપીએ ૦.૮૬ ટકાથી વધીને ૧.૬૮ ટકા થઇ છે. બેંક દ્વારા પ્રથમ ત્રિમાસિકમાં પ્રોવિઝન્સ અને કન્ટીજન્સી જોગવાઇ ૧૫.૫૫ ટકા વધારીને રૃા. ૧૦૩૨.૪૯ કરોડ કરાઇ છે.
યુનીયન બેંકની એનપીએ વધીને ૩.૭૬ ટકા ઃ નેટ નફો ૧૦ ટકા વધ્યો
યુનીયન બેંક ઓફ ઇન્ડિયાએ ૩૦, જૂન, ૨૦૧૨ના પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકમાં ડૂબત લોન- નેટ એનપીએ ગત વર્ષના સમાન સમયગાળાના ૧.૩૨ ટકાથી વધીને ૨.૨ ટકા નોંધાવી છે. જ્યારે કુલ એનપીએ ૨.૫૭ ટકાથી વધીને ૩.૭૬ ટકા થઇ છે. જે માર્ચ, ૨૦૧૨ના અંતના ત્રિમાસિકમાં કુલ ૩.૦૧ ટકા અને નેટ એનપીએ ૧.૭ ટકા હતી. બેંકનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાની તુલનાએ ૧૦.૧૫ ટકા વધીને રૃા. ૫૧૧.૫૯ કરોડ અને કુલ આવક ૨૧.૫ ટકા વધીને રૃા. ૬૫૬૧.૧૦ કરોડ થયા છે. પ્રોવિઝન્સ અને કન્ટીજન્સી જોગવાઇઓ ૨૧.૦૩ ટકા વધીને રૃા. ૫૧૮.૪૭ કરોડ કરાઇ છે. જેથી શેર ઘટયો હતો.
એનટીપીસીનો નફો ૨૦ ટકા વધ્યો ઃ શેર વધ્યો ઃ સન ટીવી-સ્પાઇસ જેટ સીબીઆઇ ચાર્જશીટ અહેવાલે તૂટયા
એનટીપીસીએ ૩૦, જૂન, ૨૦૧૨ના પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકમાં ચોખ્ખો નફો ૨૦.૩૭ ટકા વધીને રૃા. ૨૪૯૮.૬૭ કરોડ અને ચોખ્ખુ વેચાણ ૧૨.૬૨ ટકા વધીને રૃા. ૧૫૯૫૯.૯૬ કરોડ હાંસલ કરતા શેર રૃા. ૧.૫૦ વધીને રૃા. ૧૫૩.૦૫ રહ્યો હતો. સન ટીવી નેટવર્ક પ્રમોટરો ધ્યાનીધિ મારન અને કલાનીધિ મારન વિરુદ્ધ મેક્સીસ ટેલીકોમ લાઇસન્સ કેસમાં સીબીઆઇ તપાસ બાદ હવે ધરપકડ માટે ચાર્જશીટ દાખલ થવાના અહેવાલે તૂટયા હતા. સન ટીવી નેટવર્ક રૃા. ૩૨.૯૦ તૂટીને રૃા. ૨૬૧.૬૫, સ્પાઇસ જેટ રૃા. ૩ તૂટીને રૃા. ૨૫.૨૦ રહ્યા હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved