Last Update : 28-July-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૮-૦૭-૨૦૧૨, શનિવાર
શ્રાવણ સુદ દશમ - વંિછંુડો
સૂર્યાસ્ત પણ વાદળ ન હોય તો વરસાદની ખેંચ?

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૦ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૨ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૪ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૮ મિ. (સૂ) ૭ ક. ૦૦ મિ. (મું) ૭ ક. ૦૩ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ વિશાખા સવારના ૬ ક. ૨૮ મિ. સુધી પછી અનુરાધા ૨૩ ક. ૪૫ મિ. સુધી ત્યારપછી જયેષ્ઠા. જયેષ્ઠામાં જન્મેલ બાળકની જ્યેષ્ઠા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - કર્ક, મંગળ - કન્યા, બુધ - કર્ક, ગુરૂ - વૃષભ
શુક્ર - વૃષભ, શનિ - કન્યા, રાહુ - વૃશ્ચિક, કેતુ - વૃષભ
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન - કુભ, પ્લુટો - ધન, ચંદ્ર - વૃશ્ચિક
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ૠતુ રા.દિ. શ્રા/૬/
માસ-તિથી-વાર ઃ શ્રાવણ સુદ દસમને શનિવાર
- આજે વંિછુંડો છે.
- આજે સૂર્યાસ્ત પછી જો વાદળ ન હોય તો વરસાદ થાય નહીં.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો ૭ રોજ
પાસસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પેદાંમંદ માસનો ૧૫ રોજ દએપમહેર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ કામની ચંિતા, ઉતાવળમાં, રૂકાવટ તકલીફમાં આપને શાંતિ જણાય નહીં. નોકરી ધંધાનું કામ છેલ્લી ઘડીએ કરવું નહીં.

 

વૃષભ ઃ પેટ, કમર, મસ્તકમાં દર્દ પીડા, નોકરી ધંધાના કામમાં થવાથી કામમાં આનંદ, સ્ફૂર્તિ, ઝડપ જણાય નહીં. અનિશ્ચાએ કામ કરવું પડે.

 

મિથુન ઃ કૌટુંબિક કામ અંગે ચંિતા રહે. કોઈને સિઝલ બીમારી આવી જાય. નોકરી ધંધાના કામમાં અન્યથી ચંિતા ઉચાટ રહે.

 

કર્ક ઃ વાણીની મીઠાશ અને વ્યવહારની નમ્રતા તમારી ચંિતા-મુંઝવણ ઓછી કરે, નોકરી ધંધાનું કામ કરી શકો.

 

સંિહ ઃ માતા-પિતા, મિત્ર વર્ગના પ્રશ્ને ચંિતા ઉચાટ રહે. નોકરી ધંધાના કામમાં હૃદય-મન ઉદ્વેગ ચંિતામાં રહે.

 

કન્યા ઃ કામમાં રૂકાવટ ચંિતા છતાં કામના ઉકેલથી હળવાશ રહે. વ્યવહારિક, સામાજીક, પારિવારિક, કૌટુંબિક ચંિતા અનુભવાય.

 

તુલા ઃ નોકરી ધંધાના કામમાં સનુકુળતા રહે. સીમીત ધંધો આવક થાય. વડીલોને આરોગ્યની અસ્વસ્થતા જણાય.

 

વૃશ્ચિક ઃ ઉશ્કેરાટ, ગુસ્સો, ઉતાવળ કર્યા વગર શાંતિથી તમારું તેમજ અન્યનું કામકાજ કરવું. બેચેની રહ્યા કરે.

 

ધન ઃ નોકરી, ધંધાના નાણાંકીય જવાબદારીના પ્રશ્ને આપને ચંિતા મુશ્કેલ અનુભવાય. વાહન શાંતિથી ચલાવવું.

 

મકર ઃ આપના રોજીંદા કામની વ્યવસ્થા રહે. પરંતુ આપ શાંતિથી, હળવાશથી અન્ય કામ પણ કરી શકો. બહાર જવાનું થાય.

 

કુંભ ઃ નોકરી ધંધાના, ઘર પરિવારના કામમાં ચંિતા ઉચાટ રહ્યા છતાં ધર્મકાર્યથી હળવાશ, રાહત, શાંતિ અનુભવો.

 

મીન ઃ બહાર જવા આવવામાં મુલાકાતમાં, ચર્ચાવિચારણામાં ઘ્યાન રાખવું. નોકરી ધંધાના કામમાં જાગૃતિ રાખવી.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૮-૦૭-૨૦૧૨, શનિવાર

 

આજથી શરૂ થઈ રહેલા જનવર્ષમાં વર્ષારંભે પત્ની-સંતાનના પ્રશ્ને માનસિક-પરિતાપ-ચંિતા રહે પરંતુ ઈ.સ. ૨૦૧૩ના પ્રારંભ પછીનો સમય પત્ની, સંતાન, પરિવારની પ્રગતિ, સફળતા, સહકારથી આપને હળવાશ, રાહત, આનંદ અનુભવાય. નોકરી ધંધામાં આવક વધે, સફળતા જણાય.

 

* મસ્તક, ગરદન, કમર, પેટમાં દર્દપીડાથી તમારા રોજીંદા કામમાં એકગ્રતા જાળવી શકો નહીં.

 

* પત્ની - પ્રેમ - મિત્રતા - લાગણીના સંબંધમાં શાંતિ રાહત જણાય નહીં. મિત્રવર્ગના કારણે ખર્ચ, નુકસાન, વિવાદ, આક્ષેપ અપયશ મળે.

 

* નોકરી-ધંધાના કામમાં માનસિક પરિતાપ છતાં કામમાં પ્રગતિ- સફળતા જણાય. આકસ્મિક ફાયદો લાભ થાય. તમારી આવક વધે પરંતુ ખર્ચા આવવાના કારણે બચત કરે નહીં. વ્યવહાર સચવાય.

 

* સ્ત્રી વર્ગને પુત્ર પૌત્રા દીકરીની ચંિતા હળવી થતી જાય અવિવાહિત સંતાનના વિવાહ લગ્ન પ્રસંગ ઉકેલાય. પતિને પ્રગતિ પરંતુ સાંસરિક જીવનમાં એકબીજાને મતભેદ રહ્યા કરે.

 

* વિદ્યાર્થીઓને ભણવામાં સનુકૂળતા રહે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

વિમાન ઊડી રહ્યું હતું અને એન્જીનમાં ગડબડ થતા પાયલોટ છગને ક્રુના સ્ટાફને કહ્યું કે... ‘‘ઉતારુઓને કહો કે ઈમરજન્સી લેન્ડીંગ માટે બધા તૈયાર રહે...’’
એ પછી થોડીવારે સ્ટાફને પૂછ્‌યું, ‘‘બધા તૈયાર છે ને?’’
જવાબ મળ્યો, ‘‘હા, બધા જ તૈયાર છે પણ એક વકીલ અને એક ડૉકટર છે એ બધા પેસેન્જરોને પોતાના કાર્ડ આપી રહ્યા છે.’’

[Top]
 

આજ ની રેસીપી

કેટલીક નોખી વાનગીઓનો રસથાળ

 

 

મટોકી (આફ્રિકન)

 

 

 

સામગ્રી ઃ ૪ કાચા કેળા, ૨ ચમચી આરારૂટ, ૧ ચમચી આદુ-મરચાં, પ્રમાણસર મીઠું, અડધા લીંબુનો રસ, ૨ ચમચી સાકર, તળવા માટે તેલ, વઘાર માટે ઘી.

 

 

 

રીત ઃ કેળાં છાલ સાથે કૂકરમાં બાફીને હાથેથી છૂંદવા અને થોડું ઘી મૂકી જીરાથી વધારવા. તેમાં મીઠું, આદુ-મરચાં, લીંબુ, સાકર, આરારૂટ નાખી સારી રીતે મિક્સ કરવું. નાના લીંબું જેવડા ગોળા બનાવવા અને તે થોડા આરારૂટમાં રગદોળી, તેલમાં મઘ્યમ તાપે લાલ તળી લેવા. ચટણી સાથે પીરસવા.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved