Last Update : 27-July-2012, Friday

 

એક્શન, શ્રદ્ધાંજલિ, કટ

મરણનો પ્રસંગ જ એવો ઊભરાવનારો હોય છે કે સમતા જાળવવી અઘરી પડે. ફક્ત સ્વજનના જ નહીં, સ્ટારના મરણમાં પણ એ ક્રમ લાગુ પડે છે. રાજેશ ખન્નાના મૃત્યુપ્રસંગે, ઉભરાટના માર્યા એવું જ લખાઇ જાય કે એક યુગનો અંત આવ્યો. હા, દારા સંિઘનું અવસાન થાય તો પણ એક યુગનો અંત ને રાજેશ ખન્નાનું મૃત્યુ થાય તો પણ યુગનો અંત. એવું લાગે જાણે યુગથી નાનાં સ્કેલમાપ હવે રહ્યાં જ નથી.
રાજેશ ખન્ના બેશક સુપરસ્ટાર અને સફળ અભિનેતા હતા, પરંતુ તેમના યુગનો અંત છેક સિત્તેરના દાયકામાં જ આવી ચૂક્યો હતો. સલીમ-જાવેદ અને અમિતાભ બચ્ચનના ‘એંગ્રી યંગ મેન’ સામે પતંગની ખેંચ મારતી કે આંખો બંધ કરીને ડોકને હળવો ઝટકો આપતી રાજેશ ખન્નાની સ્ટાઇલ ત્યારે જ આઉટડેટેડ બની ગઇ હતી. એ જ સ્ટાઇલે તેમને સુપરસ્ટાર બનાવ્યા હતા, પણ ફિલ્મી દુનિયામાં ‘જે પોષતું, તે મારતું’નો નિયમ બરાબર લાગુ પડે છે. રાજેશ ખન્નાની દંતકથાનો સૌથી મોટો હિસ્સો યુવતીઓમાં તેમના માટેની ઘેલછા હતી. ફિલ્મોની વાત કરતી વખતે સમાજશાસ્ત્ર વચ્ચે લાવવાની નવી ફેશન પ્રમાણે, ઘણાએ રાજેશ ખન્નાને કે એ સમયની યુવતીઓને પણ ખબર નહીં હોય એવાં કારણો-પરિબળો શોધી કાઢ્‌યાં અને રાજેશ ખન્ના યુગને (એટલે કે એ ચાર-પાંચ વર્ષને) ‘અભ્યાસપૂર્ણ’ સ્પર્શ આપ્યો.
રાજેશ ખન્નાના મહત્ત્વને જરાય ઓછું આંક્યા વિના, પણ મગજ ઠેકાણે રાખીને વિચારતાં સમજાય કે મૃતકની પાછળ અંજલિઓ લઇને ધસી જવામાં અને પ્રમાણભાન ચૂકી જવામાં ભારતીયોને પહોંચવું અઘરું છે. મરેલા માણસનાં વખાણ કરવામાં ઘણી નિરાંત હોય છે- ફિલ્મ લાઇનમાં તો ખાસ. મરેલો માણસ એવું કહી શકતો નથી કે ‘મારા માટે તમને આટલો બધો આદરભાવ હોય તો તમારી આવતી ફિલ્મમાં મને રોલ આપો.’ મૃતકને શ્રદ્ધાંજલિ આપતી વખતે ભરપૂર ઉદારતા દેખાડવાના ઘણા ફાયદા હોય છે. પહેલો ફાયદો એ કે મૃતક એ સાંભળી શકતો નથી અને બીજો ફાયદો એ કે બાકીના બધા સાંભળી શકે છે. એ લોકો અંજલિ આપનારની ઉદારતા પર વારી વારી જાય છે. જરા ખટકે એવી ભાષામાં કહીએ તો, મૃતકને શ્રદ્ધાંજલિ આપતી વખતે પણ ઇમેજ બિલ્ડંિગનું કામ થઇ શકે છે. સ્મશાનયાત્રામાં બાઇટ આપતાં પહેલાં વાળ સરખા કરી લેવાતા હોય તો પછી બાકી બઘું થાય એમાં શી નવાઇ?
મરણપ્રસંગનો દંભ ફક્ત ફિલ્મી દુનિયામાં જ નહીં, બહારની દુનિયામાં પણ છે. એટલે જ સાહિરે ‘પ્યાસા’માં મૃત જાહેર થયેલા શાયર (ગુરુદત્ત) ઉપર ખડકાયેલા અંજલિના ઢગથી ત્રાસીને ‘યે દુનિયા હૈ મુર્દાપરસ્તોંકી બસ્તી’ એવું કહ્યું હતું.
ટીવી ચેનલોનું અને બીજાં પ્રસાર માઘ્યમોમાં ફિલ્મી સમાચારોનું આટલું વર્ચસ્વ ન હતું ત્યારે કંઇક નામી કલાકારો ગુમનામ અવસાન પામ્યા અને કેટલાય છાપાંની સંિગલ કોલમમાં અંદરના પાને ક્યાંક પથરાઇ ગયા. એ એક અંતીમ હતો. તેમને મળવું જોઇએ એટલું મહત્ત્વ પણ ન મળ્યું. હવે બીજો અંતીમ ચાલે છેઃ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી કોઇ પણ હસ્તીનું અવસાન થાય ત્યાં સુધી પણ ચેનલો રાહ જોતી નથી. એ ઉંમરલાયક હોય અને બીમાર પડે ત્યારથી જ તેની આગોતરી શ્રદ્ધાંજલિઓ ચાલુ થઇ જાય છે. દારા સંિઘ અને રાજેશ ખન્ના તેનાં તાજાં ઉદાહરણ છે.
રાજેશ ખન્ના જેવા એક સમયે ભારતને ઘેલું કરનારા સુપરસ્ટારને અંતીમ વિદાય વેળાએ યથાયોગ્ય અંજલિ અપાય, તે વાજબી છે. પરંતુ તેમાં અતિશયોક્તિ થાય ત્યારે જેટલું સાચું હોય તેનો સ્વાદ પણ જળવાતો નથી. કારણ કે અંજલિઓ આપનારા ધડો રાખવાને બદલે, ટકે શેર ભાજી, ટકે શેર ખાજાંના હિસાબે મૃતક પર શબ્દફૂલ વરસાવવા મચી પડે છે. પરિણામે, રાજેશ ખન્નાની મુગ્ધ પ્રશંસા કરતા લેખોનો ખડકલો થાય છે, પણ તેમની કારકિર્દીનું સાચું, તટસ્થ આલેખન-મૂલ્યાંકન કરતા લેખો ભાગ્યે જ જોવા મળે છે. સ્ટારની નજીક રહેલા ફિલ્મી પત્રકારોની દૃષ્ટિ અતિપરિચયથી ઘૂંધળી બની હોય તો, મુખ્ય ધારાના પત્રકારોનું દર્શન મુગ્ધ અહોભાવથી અથવા ‘અમે આ જોઇને મોટા થયા હતા’ એવાં અંગત સંભારણાંના ભાવથી ગ્રસ્ત થાય છે. તેના લીધે રાજેશ ખન્ના જેવા સુપરસ્ટારનું મૃત્યુ માપસરના સ્મરણોત્સવને બદલે અતિશયોક્તિભરી અંજલિઓના ઘોડાપૂર માટેનું નિમિત્ત બની રહે છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved