Last Update : 27-July-2012, Friday

 

અમેરિકાના સેનેટ સભ્યો મોં ખોલતા થયા છે પાકિસ્તાનને અપાતી અમેરિકી સહાયમાં કાપ, ગમે ત્યારે ચૂંટણી

પાકિસ્તાનની પ્રજામાં અમેરિકાનો વિરોધ ઃ ત્રાસવાદી સંગઠનોને ટેકો
અમેરિકાએ પાકિસ્તાનને અપાતી સહાયમાં ૬૫૦ મીલીયન ડોલર જેવો જંગી કાપ મૂકીને પોતે પાકિસ્તાનથી નાખુશ છે એમ બતાવી દીઘું હતું. રિપબ્લીકન ટેકવોએ પાકિસ્તાનને વિશ્વાસઘાતી જણાવ્યું હતું. પૉએ ૧.૩ અબજ ડોલરની કપાત માટે માગ કરી હતી પરંતુ અંતે ૬૫૦ મીલીયન ડોલર પર માની ગયા હતા. હવે આ ઠરાવ સેનેટમાં એપ્રુવલ માટે જશે. પાકિસ્તાન માટે આ અહેવાલ આઘાતજનક છે ત્યારે ભારતે માટે તે ખુશીજનક છે.
અમેરિકાએ મદદમાં મુકેલા કાપથી પાકિસ્તાનને કોઈ અસર થવાની નથી કેમ કે તે નફ્‌ફટ દેશ બની ચૂકયો છે. પાકિસ્તાનના શાસકો ત્રાસવાદી સંગઠનોને ટેકો આપે અને આ સંગઠનો વિશ્વમાં નિર્દોષ લોકોને હણવાનું ચાલુ રાખે ત્યારે વિશ્વમાં તે બદનામ થાય છે. પાકિસ્તાનની આજની રાજકીય સ્થિતિ કટોકટીભરી છે. અહીં ચૂંટાયેલી સરકાર અને કાયદા તંત્ર વચ્ચે ખેંચાખેંચ ચાલે છે. કોર્ટના આદેશનો અનાદર કરનાર યુસુફ ગીલાનીને સત્તા છોડવી પડી હતી.
ભારત સામે અબુ ઝુંડાલનો કેસ ઉભો છે. ભારત ઇચ્છે છે કે પાકિસ્તાન મોસ્ટ વોન્ટેડ એવા દાઉદને ભારતને સોંપી દે. પાકિસ્તાન સાથે કડકાઈ બતાવવામાં આવે એમ ભારત ઇચ્છે છે. પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદે ભારતમાં ડર ફેલાવી રાખ્યો હતો. પાકિસ્તાને ત્રાસવાદી પ્રવૃત્તિમાં પોતાની કોઇ એજન્સીઓના હાથ નથી એમ કહીને હાથ અઘ્ધર કરી નાખ્યા હતા પરંતુ અબુ ઝુંડાલે આપેલી વિગતો ચોંકી જવાય એવી હતી. મુંબઈ પરના હુમલા પર નજર રાખવા ૧૦ જણાની ટીમ પાકિસ્તાનના એક સ્થળે બેસીને હુમલાનું સંચાલન કરતી હતી.
ઝુંદાલની વઘુ તપાસમાં એમ બહાર આવ્યું છે કે તેની પત્નીનું નામ મરીયમ છે. પાકિસ્તાનમાં તેમના પાંચ મકાનો છે. તે એપ્રિલ ૨૦૧૧ સુધી પાકિસ્તાનમાં રહ્યો હતો અને પછી સાઉદી અરેબિયા જતો રહ્યો હતો. જુંદાલ ઇન્ટરનેટના માઘ્યમથી પોતાના ત્રાસવાદી સંગઠનમાં નવી ભરતો કરતો હતો. ઇસ્લામીક ચેટ દ્વારા તે બધાના સંપર્કમાં રહેતો હતો.
પાકિસ્તાનને મદદ એ સાપને દુધ પીવડાવવા સમાન છે. અમેરિકાએ આપેલી મદદથી પાકિસ્તાન પ્રેરીત ત્રાસવાદ તગડો થાય છે અને આ ત્રાસવાદ અમેરિકાને પરેશાન કરે છે. અહીં મહત્વની વાત એ છે કે અમેરિકાના સાંસદો પાકિસ્તાન વિરૂઘ્ધ મોં ખોલીને બોલતા થયા છે. અમેરિકાએ કરેલી મદદને અંતે અમેરિકનોના સંહારમાં વપરાય છે તે વાત જાણીને અમેરિકાનો પણ ચોંકી ઉઠયા હતા.
આમ અમેરિકી મદદ લેતું પાકિસ્તાન અંતે તો અમેરિકા સાથે વિશ્વાસઘાત કરી રહ્યું છે
અફઘાનિસ્તાન સરહદે પાકિસ્તાન અલ કાયદાના ત્રાસવાદીઓને આશરો આપે છે ેએવા અમેરિકી આરોપોનો જવાબ પાકિસ્તાન પાસે નથી. અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યા ગયેલા પાકના નિર્દોષ નાગરિકો અંગે અમેરિકાએ કોઇ ખાસ હમદર્દી વ્યક્ત કરી નહોતી. બહુ ઉહાપોહ થયા બાદ પાકિસ્તાનને સોરી કહીને મામલો ઠંડો પાડયો હતો પરંતુ આ ડ્રોન હુમલા બાદ અલકાયદાના ત્રાસવાદીઓ વઘુ મજબૂત બન્યા હતા, પ્રજા પણ તેમને સાથ આપવા લાગી હતી. અમેરિકાના પ્રમુખ પદે જયારે બુશ હતા ત્યારે પાકિસ્તાનમાં રોજ એક વાર બુશ વિરોધી દેખાવો થતા હતા, ત્યાર બાદ બરાક ઓબામા આવ્યા ત્યારે હવે સવાર-સાંજ ઓબામા વિરોધી દેખાવો થાય છે. ઓબામા બીજી ટર્મ માટે અમેરિકાની ચૂંટણી લડી રહ્યા છે છતાં પાકિસ્તાનમાં તેમને કોઈ માનથી જોતુ નથી.
ઓસામા બીન લાદેનને ઓબાટા બાદ ખાતે ખતમ કરનાર અમેરિકા ત્રાસવાદીઓની આંખમાં ખૂંચે છે. પાકિસ્તાનની સરકાર ભ્રષ્ટ છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાઓ સામે કોર્ટમાં કેસો ચાલે છે. પીપીપીના પ્રમુખ આસીફ અલી ઝરદારી સામે કેસ ચાલે છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ શાસકો દેશનીકાલ થયા છે. છતાં પરવેઝ મુશર્રફ જેવાઓ બહાર બેઠા બેઠા પાકિસ્તાનમાં રાજકીય બળવાના પ્રયાસો કરે છે.
પરવેઝ મુશર્રફ પાકિસ્તાન પાછા ફરવા પ્રયાસ કરે છે પરંતુ તેમને ધરપકડનો ડર છે. પાકિસ્તાનની પ્રજા અને ત્રાસવાદી સંગઠનો બંને માને છે કે પાકિસ્તાનમાં અમેરિકી ચંચુપાત પરવેઝ મુશર્રફના શાસનમાં વધી હતી.
પાકિસ્તાનની રાજકીય સ્થિતિ ડામાડોળ છે. માર્ચ - ૨૦૧૩માં ત્યાં ચૂંટણીઓ છે પરંતુ હવે તે ગમે ત્યારે યોજાય એવી સ્થિતિનું રાજકારણ ઉભું થયું છે. પાકિસ્તાનના રાજકારણીઓ ચારે બાજુથી ખુલ્લા પડી ગયા છે. જેમ જેમ તેમનું ત્રાસવાદીઓ સાથેનું કનેકશન ખુલ્લું પડતું જાય છે એમ એમ તે વઘુ સમાધાનકારી વલણ અપનાવતા થઇ ગયા છે. ભારત-પાકિસ્તાન વચ્ચેનો સંભવિત ક્રિકેટ જંગ આ સમાધાનકારી વલણનો એક ભાગ નથી ને ?!

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 

 

 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved