Last Update : 27-July-2012, Friday

 
મોટી બહેનના આશીર્વાદ લેતા પ્રણવદા

-બંગાળના નાનકડા ગામ મિરીટીના પોલ્ટુબાબુ નવી દિલ્હીના રાયસીના ગામના રાષ્ટ્રપતિભવન પહોંચ્યા

 

 

-રાષ્ટ્રપતિ બનવાની ખ્વાહિશ પ્રણવ બાબુએ ૧૧ વર્ષ પહેલાં ૨૦૦૧માં વ્યક્ત કરેલી

નવી દિલ્હીના રાયસીના હિલ્સ ઉપર બંધાયેલા ભવ્ય મહાલયથી બંગાળનું નાનકડું ગામ મીરીટી કેટલું દૂર ?
આ સવાલ સન ૨૦૦૧માં ઉઠ્યો હતો. કોલકાતા આવેલા પ્રણવ મુખર્જી ટોળટપ્પા કરી રહ્યા હતા. એમણે કહ્યું ઃ ‘હું કદી વડાપ્રધાન થઈ શકું એમ નથી કે કદી બંગાળનો મુખ્યપ્રધાન નથી થઈ શકું કારણ કે એના ત્રણ કારણ છે. એક તો હિન્દીમાં હું વાતચીત નથી કરી શકતો. બીજું, મારી પાસે જવાહરલાલ નેહરુ કે ઇંદિરા ગાંધી કે અટલબિહારી બાજપેયીએ કે જ્યોતિબસુ કે રાજીવ ગાંધી કે મમતા બેનરજી જેવું ભીડ ખેંચી શકે તેવું વ્યક્તિત્વ નથી પણ ભારતીય રાજકારણનો હું વિદ્યાર્થી રહ્યો છું અને ઇતિહાસ સમજું છું અને શક્યતાઓને જોતા મને આવડે છે. મારી ખ્વાહિશ છે કે હું એક દિવસ રાષ્ટ્રપતિ બનું.’
એટલે શું આ સપનું ૧૧ વર્ષથી પાળવામાં આવી રહ્યું હતું ?
આ સવાલનો જવાબ પ્રણવ મુખરજીના બહેન અન્નપૂર્ણા બંદોપાઘ્યાય પાસે છે કદાચ.
એમના બહેન પ્રણવદાના બાપ-દાદાના ગામ મિરીટીથી ત્રણ જ કિ.મી. દૂર વીરભૂમ જિલ્લાના કીર્ણાહારમાં રહે છે. તેઓ કહે છ કે, ‘૧૯૬૯ની વાત છે. પોલ્ટુ (પ્રણવ મુખરજીનું બાળપણનું નામ) પહેલીવાર રાજ્યસભા માટે ચૂંટાયેલા સંસદસભ્યો માટે રીવાજ છે કે નવા પહેલીવાર ચૂંટાયેલા સભ્યને રહેવા માટે દિલ્લીમાં ફ્‌લેટ મળે છે... સાઉથ એવન્યુમાં. પોલ્ટુને જે ફ્‌લેટ મળેલો એની સામે જ રાષ્ટ્રપતિના ઘોડાઓ રાખવાની ધોડાહાર દેખાતી હતી. એ દિવસે પોલ્ટુ મને દિલ્લી ફરવા લઈ ગયેલો. ફ્‌લેટમાં બેઠાબેઠા અમે ગપાટા મારતા અને ત્યાંથી ઘોડા જોતા. એ કહેતા ‘જોયું ! ઘોડાની પણ અહીં કેવી ખાતરબરદાસ્ત રાખવામાં આવે છે ?’’ એમાં એક દિવસ પોલ્ટુને શું સૂઝ્‌યું કે એમણે કહ્યું, ‘આ જોઈને રાષ્ટ્રપતિનો ઘોડો બનું !’ ત્યારે મેં કહેલું કે, ‘પોલ્ટુ, તું ઘોડો શા માટે બને ? તું તો રાષ્ટ્રપતિ જ બનીશ.’ આ સાંભળીને એ બોલેલો, ‘શું વાત કરે છે ? રાષ્ટ્રપતિ બનવાનું કંઈ સહેલું નથી.’
વાત સાચી છે એમની. રાષ્ટ્રપતિ બનવાનું એમ કાંઈ સહેલું નથી. ૧૯૮૪, ૨૦૦૪ અને ૨૦૦૯માં પ્રણવ મુખરજી વડાપ્રધાન બનવા માટે સશક્ત દાવેદાર હતા. પરંતુ ધીરજ રાખીને તેઓ પોતાનો વારો આવવાની રાહ જોતા રહ્યા. દરમ્યાનમાં એમણે ‘ચાણક્ય’ તરીકેની પોતાની છાપને મજબૂત કરી.
પ્રણવ મુખર્જી ભાઈ જેમાંના અમિય દિવંગત થઈ ગયા છે, પછીના પીયૂષ અને નાના પ્રણવ. પીયૂષ ભૂતકાળને યાદ કરતા કહે છે કે, ‘એકવાર માએ પોલ્ટુને અને મને કરિયાણાનો કોઈ સામાન લાવવા પૈસા આપ્યા. જેટલા જરૂરી હતા એટલા જ રૂપિયા માએ આપેલા તો પણ પોલ્ટુએ થોડાક પૈસા બચાવ્યા. કેવી રીતે ખબર છે ? એમણે થોડુંક ઓછું ખરીદેલું. મેનેજમેન્ટ કરવાની બાબતમાં પોલ્ટુ ઘણો હોંશિયાર. પાછો ફ્‌લેક્સીબલ નેચર કામ કરવાની પણ ગજબની શક્તિ.’
પ્રણવના મિરીટી ગામના બાળપણના દોસ્ત કિરીટમોહન ઘોષ અને ધનપતિ ચૌધરી હવે વૃદ્ધ બુજુર્ગોમાં છે. એમની મિત્ર મંડળીમાંની સવિતારાણી મજમુદાર આજે યાદ કરતા કહે છે કે, ‘ગામના બીજા છોકરાઓની જેમ માટીમાં રમવું મિરીટીથી કર્ણાહાર સુધી દોડવું એવા એમને શોખ હતા. ભણવામાં પણ એ ઘણા હોંશિયાર હતા. અમે ભાઈબંધો વચ્ચે એણે ઘણીવાર ઝધડા પણ કરાવેલા. ત્યારે ચોથા ધોરણમાં સ્કોલરશીપ માટે પરીક્ષા થતી હતી. એમાં આખા જિલ્લામાં એ ટોપ ઉપર રહેલા.’
બળદેવ રાય પણ સ્કૂલમાં સાથે ભણતા હતા એ યાદ કરે છે, ‘જ્યારે દસમું ધોરણ પાસ કરેલું ત્યારે એમણે બધા દોસ્તોને કહેલું કે આજથી હવે એ બધા સાથે અંગ્રેજીમાં જ વાતચીત કરશે. તમે પણ બોલવાનું શરું કરજો, આવડી જશે.’
પ્રણવ મુખરજીના પિતા કામદા કંિકરે એમના જિલ્લામાં સર્વોદય આંદોલન શરુ કરેલું. આમ પ્રણવદાને રાજકારણ ગળથુથીમાંથી મળેલું. બંગાળ કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ ભટ્ટાચાર્ય કહે છે કે, ‘પ્રણવ બાબુ ‘ડાઉન ટુ અર્થ’ છે.
એમનો એ ગુણ હંમેશા કામ લાગ્યો છે. તેઓ જેટલું જરૂરી હોય એટલું જ બોલે છે. ભવિષ્યનો વિચાર કરીને રાજકારણની શતરંજ ઉપર પ્યાદા ગોઠવે છે.’
જ્યારે તેઓ પોતાના ઘરમાં હોય છે ત્યારે તેઓ બાળકોના દાદુ હોય છે. પૌત્રી ૠતુપર્ણા કોલેજમાં છે તો પણ જ્યારે દાદુને મળે ત્યારે ચોકલેટ એમની પાસેથી લેવાનું નથી ભૂલતી. જ્યારે તેઓ આરામ કરતા હોય છે ત્યારે પુસ્તકો વાંચે છે. કવિ રવીન્દ્રનાથ અને કવિ સુકાન્ત ભટ્ટાચાર્ય એમના પ્રિય છે.
રાષ્ટ્રપતિપદની ઉમેદવારી કર્યા પછી તેઓ પોતાના ગામ પહોંચ્યા તો બંગાળમાં શુભ પ્રસંગે શંખઘ્વનિ કરવાનો રીવાજ છે એમ એમનું સ્વાગત શંખઘ્વનિથી કરાયેલું. ગામના લોકો સાથે બેસીને એમણે બાળપણને તાજું કરેલું.
એમનું જે ઘર છે એ માટીનું બનેલું છે જેમાં કુળદેવતા રાધાકૃષ્ણની મૂર્તિ છે.
બાજુમાં જ દુર્ગાસ્થાન છે. બંને જગ્યા પર પૂજાઅર્ચના કર્યા પછી બુઝુર્ગ અને બાળકોના સમાચાર પૂછેલા. પોતાના મોટા ભાઈના આશીર્વાદ લીધા.
એ પછી કીર્ણાહાર જઈને પોતાની મોટી બહેનના પગમાં પડ્યા.
જમવામાં રસગુલ્લા અને બાલુશાહી હોય તો પોલ્ટૂબાબુ પોતાને રોકી શકતા નથી. એમનો પુત્ર અભિજીત કહે છે કે, ‘અમારા ઘરમાં મા (શુભ્રા મુખર્જી) અને મારી પત્ની (ચિત્રલેખા)ની જવાબદારી છે કે એમને મીઠાઈ ખાતા અટકાવે.’
એમના સ્કૂલના સર્ટિફિકેટ વગેરે કાગળો તેમણે હજી પણ સાચવીને રાખ્યા છે. સ્કૂલના મકાનનો એક ભાગ એમણે પોતાના ખર્ચે બંધાવ્યો છે. સ્કૂલથી ઘર સુધીની સડકનું નામ પિતાના નામે ‘કામદા કંિકર મુખોપાઘ્યાય સરણી’ રાખ્યું છે. કીર્ણાહાર સુધી જતી સડક પણ એમણે પોતાના ખર્ચના ક્વોટામાંથી બનાવરાવી છે અને એનું નામ પણ પિતાના નામ પર છે.
- ગુણવંત છો. શાહ

 

 

સાચવી રાખો કામ લાગશે!

 

સંતરાનો રસ દરરોજ પીવાથી અમુક પ્રકારનો કેન્સર નથી થતો

 

હાથવગી એવી ઘણી વસ્તુઓ હોય છે કે જેનો ઉપયોગ આપણે નિયમીત કરીએ તો ઘણા રોગો દૂર રહે.
‘નેટવર્ક’માં એવી માહિતી અવારનવાર અપાય છે.
સંતરાનો રસ એમાંની એક આઈટમ છે. સાધારણ રીતે સંતરાના રસના ગુણ વિષે ઘણા જાણતા હોય છે પણ આ તો અમેરિકન ઈન્સ્ટીટ્યુટ ઓફ કેન્સર રિસર્ચે સંશોધન કર્યું છે કે સંતરાનો રસ જો દરરોજ વર્ષો સુધી નિયમીત લેવામાં આવે તો અમુક પ્રકારનો કેન્સરનો રોગ થવાની શક્યતા ઓછી થઈ જાય છે.
સંતરામાં બોટાક્રાઈપ્ટોએક્સાનયિન નામનું તત્ત્વ મળી આવે છે જે ઘણા પ્રકારના કેન્સરના રોગોને દૂર રાખે છે.
સંતરામાં કેરો ટિનાઈડસ લ્યુટિન તેમજ જીયાએક્વાનસીન છે એ આંખોના આરોગ્ય માટે લાભકારક છે.
સંતરાની છાલમાં પણ લાઈમોનેનન અને કોયમેરિસ છે જે પણ કેન્સરને દૂર રાખે છે.

 

હોય નહીં!

 

સાચી સાંકડી શેરી!

 

 

અમદાવાદમાં સાંકડી શેરી છે પણ દિલ્લીની આ સાંકડી શેરી સાચી સાંકડી શેરી છે. એને દિલ્લીવાળા ‘‘પતલી ગલી’’ કહે છે. એમાં એક માણસ પણ માંડ ચાલી શકે તેમ છે. દિલ્લીમાં નઇસડક નામના વિસ્તારમાં ચોપડીઓનું મોટું બજાર છે. ત્યાં જવા માટે આ ‘‘પાતળી ગલી’’નો ઉપયોગ થાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved