Last Update : 27-July-2012, Friday

 

ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ

 

- શહેરમાં ઓર્ગેનિક ખારેકનો ફેસ્ટિવલ યોજાયો છે, આ ફેસ્ટિવલમાં ઓર્ગેનિક ખારેકની જુદી જુદી જાતિઓ જાવા મળી રહી છે. કચ્છમાં સૌથી મોટી માત્રામાં ખારેકના અવનવા પ્રયોગો થાય છે.

હાલમાં દરેક ખાવાની વસ્તુઓ ઓર્ગેનિક ખેતી કરીને પકવવામાં આવે છે. ત્યારે હવે માર્કેટમાં પણ ઓર્ગેનિક ખારેકને ખેતી કરીને પકવવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં અત્યારે ઠેર ઠેર ઓર્ગેનિક ખારેક મળવા લાગી છે. તો સામેની બાજુ હેલ્થ કોન્શિયસ શહેરીજનો પણ ઓર્ગેનિક ખારેકની જ માંગ કરી રહ્યા છે.ઓર્ગેનિક ખારેક એટલે કોઈપણ રસાયણિક પ્રક્રિયા વગરની ખારેક કે જે ફક્ત કચ્છ જીલ્લાના ઝરપરા વિસ્તારમાંથી તૈયાર થાય છે. ઓર્ગેનિક ખારેક ઈઝરાયલી ખારેકના ટિશ્યુ કલ્ચર પર અલગ અલગ પ્રકારની માંથી તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ખારેકનું ઉત્પાન લાલ રંગ અને પીળા રંગમાં થાય છે. આ ટિશ્યુ કલ્ચરમાંથી તૈયાર કરવામાં આવેલી એક ખારેક માંથી હજારો ખારેકનું ઉત્પાદન કરી શકાય છે. સાદી ખારેક કરતા ઓર્ગેનિક ખારેક માનવીના શરીરમાં વધારે ભૂખ જગાડતી હોવાથી આ ઓર્ગેનિક ખારેકની માંગ અત્યારે વધારે છે. કચ્છમાં તૈયાર કરવામાં આવતી ઓર્ગેનિક ખારેકની અત્યારે ૬૦ જેટલી અલગ અલગ જાતિઓ છે. ટિશ્યુ કલ્ચર પર તૈયાર કરવામા આવતી ખારેકમાંથી ખારેકની બીજી કેટલીય જાતિઓ પણ તૈયાર કરી શકાય છે. ઓર્ગેનિક ખારેકનો ગુણધર્મ ગરમ હોવાથી શરીરમાં એનર્જી પણ આપે છે અને આ કારણે જ ઓર્ગેનિક ખારેક સાદી ખારેક કરતા ચડિયાતી ગણવામાં આવે છે. ઓર્ગેનિક ખારેકની ખેતી જુન મહિનાની શરૂઆત થી લીને જુલાઈ મહિના સુધીમાં થઈ જાય છે. અને જુલાઈના અંત સુધીમાં ઓર્ગેનિક ખારેક માર્કેટમાં મળવા પણ લાગે છે.
આ અંગે ઓર્ગેનિક ખારેકની ખેતી કરતા લક્ષ્મણભાઈ ગઢવી કહે છે કે ઓર્ગેનિક ખેતીના કારણે જમીન પણ સારી રહે છે. તો સાથે સાથે પાકમાં પણ ફુલેલો ફાલેલો જોવા મળે છે. આમ જોવા જઈએ તો સાદી ખારેક કરતા ઓર્ગેનિક ખારેક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી જ રહે છે. ઓર્ગેનિક ખારેકનો ગુણધર્મ ગરમ હોવાથી ઓર્ગેનિક ખારેક શરીરમાં ગરમી પેદા કરે છે. ઓર્ગેનિક ખારેકના ઉત્પાદન માટે ખાસ વાતાવરણની જરૂર હોય છે. અને કચ્છના ઝરપરા વિસ્તારમાં એ રીતેનું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યુ છે. જેનાથી આ ખારેકનું ઉત્પાદન થાય છે. જો કે આ ખારેક લીલી હોય ત્યારે બે રંગમાં જ પેદા થાય છે. જો ઓર્ગેનિક ખાતરને ડ્રાય ફ્રુટ તરીકે પણ ઉપયોગમાં લેવી હોય તો પણ લઈ શકાય છે. આ ખારેકમાંથી અલગ અલગ વિટામીન પણ મળે છે.
આ અંગે બિપીનભાઈ કહે છે કે મારા ઘરમાં ફક્ત ઓર્ગેનિક ખારેક જ ખવાય છે. કારણ કે આ ખારેક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી રહે છે. ઓર્ગેનિક ખારેક ગરમ હોવાથી પણ આપણી બોડીમાં અનોખી સ્ફુર્તિ રહે છે. લીલી ખારેક આપણા શરીરના જોઈતા પ્રમાણના વિટામિન પણ પુરા પાડે છે.
આ ઉપરાંત ખારેકમાં ઈન્ડારેક્ટ સુગર હોવાથી શરીર વઘતું પણ નથી અને સાથે શરીરને પૂરતી ઉર્જા પણ મળી રહે છે. સિઝનમાં લીલી ખારેક ખાવાથી આખા દિવસમાં પૂરતી માત્રામાં ઉર્જા મળી રહે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved