Last Update : 27-July-2012, Friday

 

આઘુનિકતાનો ઈસ્લામમાં કયાંય વિરોધ નથી

વિચાર વિહાર - યાસીન દલાલ
- જગત શબ્દને વળગી રહે છે તેના સાચા અર્થ બાબતે બેખબર બની જાય છે.

આપણો દેશ બિનસાંપ્રદાયિક છે. આપણો દેશ બીજી રીતે બહુ આયામી, બહુ ધર્મી, સેંકડો જ્ઞાતિઓવાળો, અનેક પ્રદેશોમાં વહેંચાયેલો અને અનેક ભાષી દેશ છે. દક્ષિણના લોકોની ભાષા તથા રીતરિવાજ બાકીના ભારતથી તદ્‌ન ભિન્ન છે. ગુજરાતી અને મરાઠી તથા ગુજરાતી અને બંગાળીમાં સામ્ય જોવા મળે પણ ગુજરાતી અને તામિલમાં બિલકુલ સામ્ય નથી. આ સંદર્ભમાં આપણા દેશમાં કોઇ એક પંથ કે કોઇ એક સંપ્રદાય કે કોઇ એક પેટા સંપ્રદાયની સંકીર્ણ વિચારધારા ચાલી શકે જ નહીં. એટલા માટે જ આપણી બંધારણ સભાના વિદ્વાન સભ્યોએ બિનસાંપ્રદાયિક બંધારણ તૈયાર કર્યું. આ બંધારણને લીધે જ આપણો દેશ હજી સુધી એક રહી શક્યો છે. દેશમાં ૮૦ થી ૮૫ ટકા વસતી હંિદુ છે. બીજીબાજુ કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી છે, પંજાબમાં શીખ બહુમતી છે તો પૂર્વના ચાર રાજ્યોમાં ખ્રિસ્તી બહુમતી છે. દક્ષિણમાં દ્રવિડ બહુમતી છે. આવી પરિસ્થિતિમાં દેશને ટકાવવા માટે બિનસાંપ્રદાયિકતા જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે.
આવા ગહન વિષય ઉપર અનેક વિદ્વાનોએ ચંિતન કરીને પુસ્તકો આપ્યા છે. અસગરઅલી ઇન્જિનીયર ઉપરાંત ડૉ. રપીક ઝકરીયા જેવા વિદ્વાનોએ અંગ્રેજી અને હંિદીમાં પુસ્તકો લખ્યા છે. હવે શ્રી આરીફ મોહમ્મદખાન ‘વિચાર અને સંદર્ભ’ નામનું પુસ્તક લઇને આવ્યા છે. મૂળ અંગ્રેજી ‘ટેકસટ એન્ડ કન્ટેન્ટ’ નામના અંગ્રેજી પુસ્તકનો એ અનુવાદ છે. પુસ્તકમાં લેખકે ઈસ્લામ અને કુરાન વિશેની કેટલીક ગેરસમજો દૂર કરીને એનો સાચો અર્થ સમજાવ્યો છે જે અત્યારે કેટલાક માથા ફરેલા લોકો તાલિબાન અને જૈશે મોહમદ તથા અલકાયદાને નામે મુસ્લિમોને ગુમરાહ કરે છે અને હંિસાનો આશરો લે છે, બોંબ ધડાકાઓ કરે છે, પરિણામે મુસ્લિમ ઉપરાંત સામાન્ય પ્રજામાં પણ ઈસ્લામ અને કુરાન વિશે ગેરસમજ ફેલાય છે. વાસ્તવમાં કુરાનમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ‘લા ઇકરા ફીદ દીન’ મતલબ કે ધર્મમાં બળજબરી હોય જ નહીં. બીજો એક દાખલો વઘુ સ્પષ્ટ છે. પયગંબરે એક દિવસ યહુદીઓના એક જૂથને ચર્ચા માટે બોલાવ્યા. ઈસ્લામની મહત્તા વિશે એમને સમજણ આપી અને પછી ઈસ્લામ અપનાવવાનું આમંત્રણ આપ્યું. યહુદીઓએ વિનયપૂર્વક ના પાડી ત્યારે પયગંબરે જવાબમાં કહ્યું કે, ‘લકુમ દી નકુમ વલીય દીન’ મતલબ કે તમારો ધર્મ તમને મુબારક, મારો ધર્મ મને મુબારક’ આમ આ એક ઘટના સ્પષ્ટ કરે છે કે ઈસ્લામમાં પણ બિનસાંપ્રદાયિકતાની ભાવના રહેલી છે જ. એમાં કયાંય બીજા ધર્મના અનુયાયીઓ તરફ અસહિષ્ણુ બનવાનું કહ્યું જ નથી. પણ અત્યારના કેટલાક લોકો ગેરસમજથી પ્રેરાઇને ઈસ્લામ વિશે અને કુરાન વિશે ખોટો પ્રચાર કરે છે પરિમામે દેશ અને દુનિયાને મોટુ નુકશાન થાય છે.
અલીગઢ યુનિવર્સિટીના સ્થાપક સર સૈયદ એહમદખાન એક વખત વિદેશ પ્રવાસે ગયા ત્યાં એમને ગીતા અને રામાયણ વિશે પૂછવામાં આવ્યું. જવાબમાં એમણે કહ્યું કે આ બંને ગ્રંથો તો હંિદુ ધર્મને લગતા છે. તરત જ એમને કહેવામાં આવ્યું કે તમે ભારતીય છો છતાં આ બંને ગ્રંથો વિશે કશું ન જાણતા હો એ કેમ બને ? તરત જ સર શૈયદ શરમાઈ ગયા અને દેશમાં આવીને તરત જ રામાયણ અને મહાભારતનો અભ્યાસ કરી નાખ્યો. એમને સમજાઈ ગયું કે દરેક ભારતીયે આ ગ્રંથો વાંચેલા હોવા જ જોઈએ.
મૌલાના આઝાદ ૧૮૫૭ના બળવા પછી હિજરત કરી ગયા હતા. ૧૮૯૦માં એમનું કુટુંબ ફરીથી ભારત આવીને કલકત્તામાં સ્થાયી થયું. તેઓ ૧૯૨૩માં કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા. એમણે કુરાનનો અનુવાદ કર્યો અને બતાવ્યું કે કુરાનમાં એવી કોઈ વાત નથી જે રાજકીય એકતામાં વચ્ચે આવે. તેઓ કહેતા, ‘એક રાષ્ટ્રની સ્થાપના અર્થે હંિદુઓ સાથે પૂરી નિષ્ઠા અને સદભાવ સાથે જોડાઈ જવું એ જ ભારતનાં મુસ્લિમોનું ધાર્મિક કર્તવ્ય છે.’ તેઓ માનતા કે ભારતીય રાષ્ટ્રીયતાની ભાવના એ અમુક લોકોના પ્રયાસોનું પરિણામ નથી પણ એક હજાર કરતાં પણ વઘુ વરસોના સહવાસે કારણે પેદા થયેલી લોકલાગણી છે. તેઓ એમ પણ માનતા કે આ બઘું કંઈ કૃત્રિમ રીતે થયું નથી. મૌલાના એક ચૂસ્ત મુસ્લિમ હોવા છતાં હંિદુ મુસ્લિમ એકતા અને સાંપ્રદાયિક સુમેળ માટે એમણે અથાગ પુરુષાર્થ કર્યો. તેઓ સ્પષ્ટ માનતાં કે ધર્મ બે સંપ્રદાયોને અળગા રાખવાની વૃત્તિથી વિરુઘ્ધ છે. સત્ય તો સર્વત્ર એક જ છે. પરંતુ તે જુદા જુદા વાઘા પહેરીને આવે છે. જગત શબ્દને વળગી રહે છે તેના સાચા અર્થ બાબતે બેખબર બની જાય છે. તેઓ કહેતા કે દીન સર્વત્ર અને સદાકાળ એક જ છે પણ શરીઅતનો કાનૂન મુસ્લિમોને એમના ધર્મપાલનમાં મદદરૂપ થાય છે પણ બીજી કોમો સાથે એક થવામાં એ કયાંય અડચણરૂપ થતું નથી. સાચો ધર્મ એવા માણસનું નિર્માણ ઝંખે છે જે ઈશ્વરી સૌંદર્ય અને સનાતન માનવતાનું પ્રતિબંિબ પાડી શકે. આપણી કરુણતા એ છે કે એકતા માટેના અસરકારક સાધનને આપણે વિખવાદનું સાધન બનાવી નાખ્યું.
એક માન્યતા દારૂલ ઉલૂમ અને દારૂલ હરબ વિશેની છે. દારૂલ ઉલૂમ એટલે મુસ્લિમ રાષ્ટ્ર અને દારૂલ હરબ એટલે બિનમુસ્લિમ રાષ્ટ્ર. લેખક કહે છે કે કુરાનમાં આ શબ્દોને બિલકુલ મહત્વ આપવામાં આવ્યું નથી. ઈસ્લામ દ્વારા એને કયારેય માન્યતા મળી નથી. ઉલટુ કુરાન એમ કહે છે કે ઈશ્વરે પોતાની કૃપાની વહેંચણી બાબતમાં તમામ માનવસમૂહને એક પ્રજાના રૂપમાં જ જોયા છે. અને આ ધરતી એ બધી પ્રજાઓનું સહિયારું નિવાસસ્થાન છે. અહીં કુરાનમાં સમસ્ત સંસારની વાત કરવામાં આવી છે. કુરાનનો દ્રષ્ટિકોણ એવો છે કે વિશ્વના અમુક ભાગમાં ઈશ્વરીય શ્રઘ્ધા અને ધર્મ કેન્દ્રિત થયેલા છે એવું નથી. કુરાન કહે છે કે આ સંસાર સમગ્ર માનવજાત માટે છે. આમ આ સિવાયની બધી બાબતો અજ્ઞાન દર્શાવે છે. અને પ્રજામાં ભ્રમ ઊભો કરે છે. તે પૃથ્વીને એક પ્રયોગશાળા એટલે કે દારૂલ ઇબ્તિલા ગણે છે. કાફિર શબ્દ વિશે પણ લોકોમાં જાતજાતની ગેરસમજ પ્રવર્તે છે. કેટલાક લોકો માને છે કે કાફિર એટલે બિનમુસ્લિમ પણ વાસ્તવમાં આવું નથી. કાફિર શબ્દનો અર્થ નોન બિલિવર એટલે કે ઈશ્વરમાં નહીં માનનાર એવો થાય છે. મુસ્લિમ લીગનું એક જૂથ એમ માનતું હતું કે કૉંગ્રેસ એ નાસ્તિકોનો પક્ષ છે. એટલે એની સાથે રહી શકાય નહીં પણ આ વાત ખોટી હતી. કુરાન તમામ ધર્મગ્રંથો અને તમામ પયગંબરોમાં શ્રઘ્ધા રાખવાની હિમાયત કરે છે. પ્રથમ કલમાનો અર્થ જ આ થાય છે. કાફિર શબ્દનો ઉપયોગ કુરાનમાં દુરાચારી, અત્યાચારી અને ઉપદ્રવી લોકો માટે થયો છે.
અભિવ્યકિતના સ્વાતંત્ર્યને પણ કુરાન અને ઈસ્લામ સમર્થન આપે છે. મોટાભાગના મુસ્લિમ રાષ્ટ્રોમાં લોકશાહી અને નાગરિક સ્વાતંત્ર્ય નથી એટલે એવો આરોપ થાય છે કે ઈસ્લામ લોકશાહીમાં માનતું નથી. વાસ્તવમાં કુરાન અને હદીસનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે આ વાત ખોટી છે. કુરાન સમાનતામાં પણ માને છે. અને તમામ રાષ્ટ્રો અને જાતિઓની એકતામાં પણ માને છે. કુરાનમાં સ્પષ્ટ કહ્યું છે કે ધર્મમાં કંઇ ફરજિયાત નથી. મનુષ્યની ગરિમા અને પરિવારના તમામ સભ્યોની એકતા ઉપર ભાર મૂકે છે. દીનનો અર્થ શ્રઘ્ધા, માન્યતા, વિવેકબુદ્ધિ, અંતઃકરણ અને જીવનશૈલી એવો થાય છે. ફરજિયાત કે બંધનકર્તા શબ્દોનો જ છેદ અહીં ઊડી જાય છે. કુરાન એમ પણ કહે છે કે શાસકો ઉપર નજર રાખવામાં ન આવે ત્યારે તેઓ જુલ્મી અને અત્યાચારી બની જાય છે. આવા શાસકો સામે અવાજ ઉઠાવવો એટલે જ જેહાદ. આમ જેહાદનો સાચો અર્થ આવો થાય છે. અત્યારે કહેવાતા આતંકવાદીઓ જેહાદનો જુદો જ અર્થ કાઢે છે, પણ ઈસ્લામની આવી પરંપરા રહી જ નથી. વિખવાદોના નિરાકરણ માટે પણ કુરાનમાં નિર્દેષ કરવામાં આવ્યો છે. વ્યકિતના આંતરિક રૂપાંતરણ સુધારણા અને વિકાસ ઉપર અહીં ભાર મૂકવામાં આવ્યો છે અને કહેવાયું છે કે સ્વાર્થ અને લાલચ માણસ માત્રની નબળાઈ છે. આવી ઇચ્છાઓની પૂર્તિ માટે તે અનિષ્ટોનો સહારો પણ લઇ શકે છે. પણ માનવજીવનની પવિત્રતા અને મહત્તા ઉપર કુરાન ભાર મૂકે છે. નિષ્ટ અને અનિષ્ટની ઉંડી ચર્ચા કુરાનમાં કરવામાં આવી છે.
ત્રાસવાદ અને કટ્ટરતાવાદ એ માનવતા ઉપરનો અભિશાપ છે. બધી જાતના ત્રાસવાદ સરખા જ ખરાબ છે. ત્રાસવાદની કોઇ કોમ હોતી જ નથી. યુનોએ પણ આ પ્રશ્નની ચર્ચા કરીને વ્યૂહરચના ઘડી કાઢી છે અને જણાવ્યું છે કે દરેક ત્રાસવાદી જૂથને આપણે શોધી નહીં શકીએ અને તેઓની પ્રવૃત્તિઓ ઉપર કાયમી પૂર્ણવિરામ નહી મૂકીએ ત્યાં સુધી ત્રાસવાદ વિરુઘ્ધના આ જંગનો અંત નહીં ંઆવે. ત્રાસવાદમાં ઈસ્લામિયતનું કોઈ તત્ત્વ જ નથી. તેમજ હંિદુત્વ પણ ઉગ્રવાદને સ્વીકારતું નથી. માનવ જીવનની મહત્તા સામેનો આ એક અપરાધ છે. પાકિસ્તાનની અમુક સંસ્થાઓ ત્રાસવાદીઓને ઉશ્કેરીને ભારતમાં મોકલે છે. પણ અત્યારે પાકિસ્તાન પોતે જ ત્રાસવાદથી પીડાય છે. ત્યાં દરરોજ બોંબધડાકા થાય છે. એ લોકો પોતે જ અંદર અંદર ઝઘડે છે. જયાં મનસૂબાઓ મલિન હોય ત્યાં આવું જ થાય. સદનસીબે દેવબંદ અને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ જેવી સંસ્થાઓ હવે સત્તાવાર રીતે ત્રાસવાદને વખોડે છે. દિલ્હીના રામલીલા મેદાનમાં લાખો મુસ્લિમોએ એકઠા થઈ ત્રાસવાદને વખોડી કાઢયું હતું. હવે સાધારણ મુસ્લિમ પણ સમજતો થઇ ગયો છે કે આ લોકો સમાજને ગેરમાર્ગે દોરે છે.
શ્રી આરિફ મહમદખાને આ પુસ્તક લખીને મોટું પ્રદાન કર્યું છે અને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ત્રાસવાદીઓ જેહાદી નહીં પણ ફસાદી છે. પુસ્તકની પ્રસ્તાવના જાણીતા પત્રકાર એમ.જે. અકબરે લખી છે અને એમ લખ્યું છે કે આરીફે વિષદ્‌ અભ્યાસ કરીને હજારો વરસોની ભારત અને વિશ્વના બીજા દેશોની સહિયારી બૌઘ્ધિક પ્રવૃત્તિઓ ઉપર પ્રકાશ ફેંકયો છે. કનક નામનો એક ખગોળવિદ ભારતનું ઢગલાબંધ સાહિત્ય પોતાની સાથે બગદાદ લઇ ગયો હતો અને ત્યાંના અભ્યાસુઓએ એ બધા ગ્રંથોનો અરબીમાં અનુવાદ કર્યો હતો. આરીફભાઈ વિચારક તરીકે ઉદાર અને વિશાળ મત ધરાવે છે. તેઓ પહેલીવાર બીબાઢાળ વિચારમાંથી બહાર આવીને ભવિષ્ય તરફ મીટ માંડી છે. અને બતાવ્યું છે કે ઈસ્લામ અને આઘુનિકતા વચ્ચે કોઈ ઘર્ષણ નથી. આરીફ મોહમદખાન રાજીવ ગાંધીની સરકારમાં પ્રધાન હતા. અને શાહબાનુ કેસમાં તલ્લાકના પ્રશ્ન અંગે મતભેદ થતાં એમણે રાજીનામું આપ્યું હતું. આજે તેઓ સ્વતંત્ર ઢબે ચંિતન કરે છે અને પુસ્તકો લખે છે. ગુજરાતી આવૃત્તિની પ્રસ્તાવના શ્રી ઇલ્યાસખાન પઠાણે લખી છે. એકંદરે આ પુસ્તક દેશની અત્યારની પરિસ્થિતિને સમજવામાં ખૂબ ઉપયોગી થઇ શકશે અને એ જાણીને સૌને આનંદ થશે કે ભારતમાં વિજ્ઞાનની ભૂમિકા અંગે ઈસ્લામ કયાંય અવરોધરૂપ નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 

 

 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved