Last Update : 27-July-2012, Friday

 

‘પાકિઝા’માં એ ઠુમરી કોણે ગાઇ હશે, કલ્પી શકો છો ?

સિનેમેજિક - અજિત પોપટ
 

રાજકુમારીજીની થવી જોઇએ એવી કદર ક્યારેય ન થઇ
વાત થોડી જૂની પરંતુ રસપ્રદ છે. ૧૯૭૦ના દાયકાના પૂર્વાર્ધમાં કમાલ અમરોહીની પાકિઝા ફિલ્મ બની રહી હતી ત્યારનો પ્રસંગ છે. ફિલ્મના સંગીતકાર ગુલામ મોહમ્મદનું અવસાન થતાં પાકિઝાના સર્જક કમાલ અમરોહીએ નૌશાદને બાકીનું કામ સોંપ્યું. સદ્‌ગત ગુલામ મોહમ્મદે નૌશાદના સહાયક તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું અને બંને વચ્ચે સરસ ટ્યુનંિગ હતું. ટીકાકારો એમ પણ કહેતા કે નૌશાદના નામે ચડેલી ઘણી તર્જો ગુલામ મોહમ્મદની હતી. બોલનારા બોલે. એમ તો અગાઉ એમ કહેવાયેલું કે નૌશાદની ઘણી તર્જો ગીતકાર પંડિત દીનાનાથ મધોકે બનાવી હતી. હકીકત એટલી જ કે ગીતકાર પ્રદીપજી અને નરેન્દ્ર શર્માની જેમ ડી એન મધોક પણ સંગીતના ઊંડા અભ્યાસી હતા. સંગીતકારને પ્રસંગોપાત સૂચન કરી શકતા. ખેર, આપણે આગળ ચાલીએ. પાકિઝાના એક રેકોર્ડંિગમાં નૌશાદ ગયા ત્યારે પાછલી હરોળમાં કોરસમાં બેઠેલી એક જૈફ પણ જાજરમાન મહિલા પર એમની નજર પડી. ‘અરે આપ ! હું ભૂલતો ન હોઉં તો આપ તો રાજકુમારીજી છો ને... !’ તેમણે પ્રશ્ન કર્યો. પેલી મહિલા હતી એના કરતાં વઘુ સંકોચાઇ ગઇ.
એક સમય હતો જ્યારે આ મહિલાના બંગલાના દરવાજે અડધો ડઝન ઇમ્પોર્ટેડ કાર ઊભી રહેતી અને નિર્માતાઓ એને ત્યાં લાઇન લગાડતા. આજે એ કોરસમાં ગાતાં હતાં. સમય સમય બલવાન હૈ...નૌશાદે રાજકુમારીજી માટે ખાસ ગીત તૈયાર કર્યું જે તેમણે જૈફ વયે પણ એવી મૃદુતા અને મોજથી ગાયું કે આજે પણ સાંભળીએ તો મુગ્ધ થઇ જવાય. નહીં તો એ તો રાજકુમારીજીના જીવનનો સાયંકાળ હતો. અહીં ઔર એક વાત. ઓ પી નય્યર અને મદન મોહનની જેમ રાજકુમારીજીએ કદી સોગન ખાવા પૂરતીય સંગીતની પ્રાથમિક તાલીમ પણ લીધી નહોતી. પરંતુ એમના કંઠમાં કુદરતી બક્ષિસ એવી હતી કે ગમે તેવું મુશ્કેલ શાસ્ત્રીય ગીત એ હસતાં રમતાં ગાઇ નાખતાં એવું સંગીતકાર નૌશાદે આ લેખકને કહ્યું હતું.
નૌશાદની ટૂંકી આત્મકથા જેવાં સંભારણાં લખતી વખતે નૌૈશાદ ક્યારેક ‘યહ નહીં લીખના’ એવી શરતે કેટલીક એવી વાતો કહી દેતા જે આપણને સ્તબ્ધ કરી દે. રાજકુમારીજી વિશે બોલતા નૌશાદે કહેલું કે આ કલાકારની થવી જોઇએ એવી કદર ન થઇ. એમનો સાયંકાળ સાવ મુફલીસીમાં વીત્યો. નારાયણ મૂલાણી જેવા કેટલાક સંગીતરસિકો ચૂપચાપ એમને આર્થિક અને તબીબી સારવારની મદદ કરતા રહ્યા. રાજકુમારીજી ગયાં ત્યારે જેમને સેલેબ્રિટી કહેવાય એવા કોઇ ફિલ્મ કલાકાર હાજર નહોતા.
ખેર, વાત પાકિઝાની ચાલતી હતી. આ ફિલ્મમાં નૌશાદે એક બે પ્રાચીન ઠુમરી ઉમેરાવી હતી. તવાયફોના કોઠા વાસ્તવિક અને સાચુકલા લાગે એટલી હદે નૌશાદ કોન્શ્યસ (સભાન) હતા. આ ઠુમરી આજે પણ તમે સાંભળો તો તમને અવાજની તાજગી અને માઘુર્ય સાંભળીને આશ્ચર્ય થાય. શબ્દો અગેઇન મજરુહ સુલતાનપુરીના છે. રાજકુમારીજીએ ગાયેલી એ ઠુમરીના શબ્દો આ રહ્યાઃ ‘ નજર કા વાર થા, દિલ કી તડપ ને છોલ દી, ચલી થી બરછી કિસી પર, કિસી પર આ ન પડી, નજરિયા કી મારી, મારી મોરી ગુઇયાં...કોઇ જરા જા કર બૈદ કો બુલાઓ, ધરે મોરી નાડી, હાય રામ ધરે મોરી નાડી, નજરિયાં કી મારી...’ કમાલ અમરોહીએ સંગીતકાર નૌશાદને કે આસિફની ફિલ્મ મુઘલે આઝમમાં કામ કરતાં જોયેલા.
એ ફિલ્મમાં જે ચાર સંવાદ લેખકો હતા એમાં એક કમાલ અમરોહી પણ હતા. પોતાની આખીય ફિલ્મ તવાયફોના કોઠા પર આધારિત હતી એટલે એમને સૌથી વાસ્તવિક અને સચોટ (ઓથેન્ટિક ) લાગે એવું સંગીત પીરસનાર કસબીની જરૂર હતી. એ દ્રષ્ટિએ વિકલ્પો બહુ ઓછા હતા. નૌશાદ, ગુલામ મોહમ્મદ અથવા ખય્યામ. આ ત્રણ કસબીઓ ઉત્તર ભારતના કોઠાઓના સંગીતથી સુપેરે પરિચિત હતા અને ઉંમર તથા ઉત્તર ભારતના લોકલ વાતાવરણથી પણ પરિચિત હતા. કારકિર્દીની દ્રષ્ટિએ નૌૈશાદ સાહેબનો પણ સાયંકાળ ચાલતો હતો.
જો કે પાકિઝા પૂરતંુ એમ કહેવાય કે નૌશાદે ગુલામ મોહમ્મદનું કામ પણ દીપી ઊઠે એ રીતે દોર સાંધી લીધો. રાજકુમારીજીનો સાયંકાળ થોડા સમય માટે સુધર્યો. નૌશાદે એમને સારું એવું વળતર અપાવ્યું હતું. પરંતુ એ વાત અહીં અસ્થાને છે. આ ફિલ્મમાં તો બેગમ પરવીન સુલતાના અને આરતી અંક્રોલીકર જેવી શાસ્ત્રીય ગાયિકાઓનો કંઠ પણ વપરાયો હતો. એ બધાંની સામે સંગીતની કોઇ ઔપચારિક તાલીમ વિનાના રાજકુમારીજી ટકી ગયાં એ એમની કુદરતી બક્ષિસ હતી. એમના કંઠે આ ઠુમરીએ સરસ જમાવટ કરી હતી એમ કહી શકાય.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 

 

 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved