Last Update : 27-July-2012, Friday

 
 

ભારતે બેજવાબદાર શોટ ફટકારી વિકેટ ફેંકી દીધી હતી
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

શ્રીલંકાની ૧૩૯ રનમાં એક જ વિકેટ પડી હતી

હેમ્બાનટોટા, તા. ૨૫
ભારતના કેપ્ટન ધોનીએ મંગળવારે રમાયેલી શ્રીલંકા સામેની બીજી વન ડેમાં કંગાળ પરાજય માટે આશ્ચર્યજનક રીતે પીચને જવાબદાર ઠેરવી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને ૩૩.૩ ઓવરોમાં માત્ર ૧૩૮ રનમાં જ ખખડી ગયું હતું. જવાબમાં શ્રીલંકાએ વિજયી રન માત્ર એક વિકેટ ગુમાવીને જ કરી લીધા હતા.
ખરેખર તો બેટ્સમેનોએ આઘાતજનક રીતે વિકેટ વેડફતા શોટ રમ્યા હતા. આ એ જ પીચ હતી જેમાં ત્રણ દિવસ પહેલા ભારતે પ્રથમ વન ડે જીતવા દરમ્યાન ૩૦૦થી વધુ રન કર્યા હતા.
ખરેખર તો ધોની અને ટીમ મેનેજમેન્ટે આત્મમંથન કરતા બેટ્સમેનોની બેટિંગ ટેકનિક અને બોલરોની શ્રીલંકાની એક જ વિકેટ પાડી શકતી બોલિંગ બદલ આત્મમંથન કરવું જોઈએ. તેની જગાએ પીચનું બેહુદુ બહાનું બેહુદુ ગણાય છે. જો પીચ જ ખરાબ હતી તો શ્રીલંકાની એક જ વિકેટ કેમ પડી? શું પીચ ભારત રમ્યું તે ૩૩.૩ ઓવરો જ ખરાબ હતી? જેવા પ્રશ્નો ધોનીને પુછવા જોઈએ. ધોનીએ વધુ આશ્ચર્ય જન્માવતા કહ્યું કે શરૃમાં પીચ સ્લો હતી પણ કોહલી આઉટ થયો તે સાથે જ બદલાઈ ગઈ. અમે બે-ત્રણ વિકેટો ઝડપથી ગુમાવતા ઈરફાન અને અશ્વીન માટે મુશ્કેલી વધી.
જોકે શ્રીલંકાનો કેપ્ટન જયવર્દને ધોની સાથે સહમત નહોતો થયો. તેણે કહ્યું કે પીચ ખરાબ નહોતી. અમે કેટલાક બોલ ખરેખર રમવા કઠીન પડે તેવા નાંખ્યા હતા. સતત બેટ્સમેનો નિયંત્રણમાં રહે તે એરિયામાં અમે બોલિંગ નાંખી હતી.
ધોનીએ કહ્યું હતું કે અમારા યુવા ખેલાડીઓ માટે અહીંનું વાતાવરણ ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનમાં હોય છે તેવું સુસવારા સાથેના પવનનું હતું. હેમ્બાનટોટામાં બીજી વન ડેમાં બોલ બેટ પર ધારણા પ્રમાણે નહોતા આવતા. એટલું જ નહીં અમુક બોલ અંદર તરફ ધસી જતા હતા. ધોનીએ રોહિત શર્મા બોલ્ડ થયો તેમાં તેનો નહીં પણ પીચનો દોષ જણાવ્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved