Last Update : 27-July-2012, Friday

 

મુમતાઝ, શર્મિલા ટાગોર, હેમા માલિની, આશા પારેખ, શબાના આઝમી, ઝિન્નત અમાન

 

રાજેશ ખન્નાને સ્મરણસુમન અર્પતી વિતેલા જમાનાની તારિકાઓ
રોમેન્ટિક હીરોની ઇમેજ ધરાવતાં રાજેશ ખન્નાએ અત્યંત શિષ્ટ રીતે પ્રેમની અભિવ્યક્તિ કરીને મહિલા ચાહકોનો પ્રેમ મેળવ્યા હતો .મુમતાઝ ,હેમા માલિની ,શર્મિલા ટાગોર ,આશા પારેખ ,શબાના આઝમી અને ઝિન્નત અમાન સાથે તેમણે રોમેન્ટિક ફિલ્મો કરી છે અને તેમની જોડી હજુ આજે પણ વખણાય છે. આ અભિનેત્રીઓએ રાજેશ ખન્નાના નિધન બાદ તેમની સાથેના અનુભવોને યાદ કરતાં તેમની અનેક વિશેષતાઓ પણ જણાવી હતી.
રાજેશ ખન્ના અને મુમતાઝનું નામ સાથે લેતાં જ આપણને તેમનું ‘જય જય શિવ શંકર’ ગીત યાદ આવી જાય છે. તેમણે ‘રોટી ’ ,‘આઇના’ ,‘અપના દેશ ’,‘દો રાસ્તે’ ,‘સચ્ચા જૂઠા’ અને ‘આપ કી કસમ’જેવી આઠ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મુમતાઝે ભૂતકાળમાં સરી પડતાં કહ્યું હતું કે, રાજેશ ખન્ના સાથેની મારી જોડી લકી ગણાતી હતી. અમે સાથે અભિનય કરેલી એક પણ ફિલ્મ ફલોપ ગઇ નથી. હા ,‘આઇના’ ખાસ ચાલી નહોતી પણ તેમાં તેઓ મહેમાન ભૂમિકામાં હતા. અમારી પહેલફિલ્મ ‘દો રાસ્તે’ હતી જે સુપરહીટ ગઇ હતી. તેમા ‘બંિદીયા ચમકેંગી ..’ અને ‘છુપ ગયે સારે નઝારે..’એકદમ લોકપ્રિય થયા હતા. ત્યાર બાદ અને સાથે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને સફળતા મેળવી હતી. મારા લગ્ન બાદ મેં ફિલ્મોદ્યોગ છોડી દીધો હોવાથી મારો તેમની સાથેનો સંપર્ક પણ છૂટી ગયો હતો. આમ છતાં જેમ લગ્ન વખતે ગ્રહમેળ જોવામાં આવે છે તેમ અમારો ગ્રહમેળ ખૂબ જ સારો હતો. અમારી ઓન સ્ક્રીન જોડી પર ઇશ્વરના આશીર્વાદ હતા.
રાજેશ ખન્ના ઝાઝું કોઇ હળતા ભળતા નહિ. થોડાક મિત્રો સાથે જ તેઓ બહાર જવાનું પસંદ કરતા હતા. જો કે મારી સાથે તો તેઓ પ્રેમાળ વર્તન રાખતાં હતા. અમને એકબીજા સાથે સારું બનતું હતું. અમે ગીતના ફિલ્માંકન બાબતે એકમેકને ટીપ્સ આપતાં હતા.‘પ્રેમ કહાની’ ના ‘ચલ દરિયા મેં ડૂબ જાયે ..’ ગીતના શૂટંિગ વેળા તેમને રીધમમાં સમસ્યા થતી હતી ત્યારે હું તેમને સંકેત આપતી હતી. અમે ઘરે કલાકો સુધી રિહર્સલ પણ કરતા હતા પણ કયારેય અમારો અહમ ટકરાયો નહોતો.
મનમોહન દેસાઇની ‘રોટી’ ફિલ્મના કલાઇમેકસમાં તેમણે મને ઉંચકીને બરફમાં ચાલવાનું હતું. આની પ્રેકટીસ માટે દરરોજ સવારના શૂટંિગ શરૂ થતાં રાજેશ ખન્ના મને કહેતા ‘એ મોતી , ચલ આ જા ’ અને હું કૂદીને તમના ખભે ચડી જતી હતી. હું ઊંચી અને ભરાવદાર હતી .આથી છેલ્લે તેમના ખભા પર લાલ ચાઠા ંપડી ગયા હતા. આમ છતાં તેમણે આ વાતને હસવામાં ઉડાડી દીધી હતી.
ચાહકોએ તેમને અભૂતપૂર્વ પ્રેમ આપ્યો છે. જો કે સફળતા ક્ષણભંગુર હોય છે અને મોટા સ્ટારની આવન જાવન ચાલુ જ રહે છે એમમુમતાઝે કહ્યું હતું.
‘અંદાઝ ’ ,‘બંદિશ’ ,‘કુદરત’ અને ‘પ્રેમનગર’ જેવી યાદગાર ફિલ્મો રાજેશ ખન્ના અને હેમા માલિનીની જોડીએ આપી હતી. આ અભિનેતાના નિધનથી હેમાને આઘાત લાગ્યો છે. તેણે કહ્યું હતું કે, તેઓ આટલા જલદી જશે એની કલ્પના નહોતી. અમે પહેલી વખત ‘અંદાઝ’ ફિલ્મમાં સાથે અભિનય કર્યો હતો. આ ફિલ્મનું ‘જંિદગી એક સફર હૈ સુહાના’ ગીત કદાપિ ભૂલાશે નહિ. એક અભિનેતા તરીકે હું એમ કહીશ કે ભગવાનના એમના પર ચાર હાથ હતા. તેમને પોતાના સંવાદો સરળતાથી યાદ રહી જતાં હતા અને લાગણી સહજતાથી વ્યક્ત કરી સકતા હતા. તેઓ મૂડી હતા અને બધા સાથે ભળતા નહોતા. તેઓ હંમેશા બધાથી થોડું અંતર રાખીને રહેતા હતા. ‘અંદાઝ ’ બાદ અમે કેટલીક ફિલ્મો સાથે કરવાના હતા પણ તે શકય ન બન્યું.ત્યાર બાદ ‘પ્રેમ નગર’ આવી અને અમે એકમેક સાથે સંબંધ કેળવી શકયા હતા.
રાજેશ ખન્ના કયારેય સેટ પર એકલા આવતા નહોતા તેમની સાથે આઠ થી દસ માણસો તો રહેતા જ . આને લોકો પોતાની લોકપ્રિયતા તરીકે ઓળખાવે છે પણ આ એવા લોકો હોય છે જે તમારા સારો સમય પૂરો થતાં તમને છોડીને જતા રહે છે. તેમની સાથે પણ ૅઆવું જ બન્યું .તેમણે એકલતામાં જ જીવન વિતાવ્યું હતું .આમ છતાં તેમની માંદગી વખતે તેમનો પરિવાર તેમની સાથે હતો તે જોઇને સારું લાગ્યું હતું. છેલ્લા થોડા વર્ષોથી હું તેમના સંપર્કમાં નહોતી પણ તેમની સાથે મારા જીવનની યાદગાર ક્ષણો જોડાયેલી છે એમ હેમાએ ભાવુક થઇને કહ્યું હતું.
ફિલ્મ ‘આરાધના’ માં રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરની જોડીએ રંગ જમાવ્યો હતો. આ ફિલ્મનું ‘રૂપ તેરા મસ્તાના ..’ ગીત હજુ આજે પણ અત્યંત રોમેન્ટિત ગીતોની યાદીમાં ટોચના સ્થાને છે. ત્યારબાદ આ જોડીએ ‘સફર’ ‘આવિષ્કાર ’ અને ‘અમર પ્રેમ’ ફિલ્મમાં સાથે અભિનય કર્યો હતો અને તે બધી જ હિટ ગઇ હતી. અભિનેતા સાથેની પોતાની છેલ્લી મુલાકાત યાદ કરતાં શર્મિલાએ કહ્યું હતું કે, છેલ્લે હું કોલકાતા ખાતે એક કાર્યક્રમમાં તેમને મળી હતી. ત્યારે તેમનું વજન એટલું ઉતરી ગયું હતું કે ઓળખાતા નહોતા. બીમારીને કારણે તેઓ એકદમ કૃષ થઇ ગયા હતા. અમે આત્મીયતાથી વાત કરી હતી અને તેમણે મારા પરિવાર વિશે પૃચ્છા કરી હતી. હું જયારે તે કાર્યક્રમમાંથી જતી હતી ત્યારે મેં તેમને પત્રકારોને ઇન્ટરવ્યુ આપતા સાંભળ્યા હતા. તેમનો સ્વર બદલાયો નહોતો. તેમના માદક સ્વર અને આંખના તેજે જ તેમને લોકપ્રિય બનાવ્યા હતા.
રાજેશ ખન્ના પાછળ તેમના ચાહકો કેટલા ઘેલા હતા તેનો અનુભવ શર્મિલાને પણ થયો હતો. ‘આરાધના’ ફિલ્મના શૂટંિગ વખતે મને ખબર નહોતી કે મારે આવી સ્થિતિનો સામનો કરવો પડશે. મેકઅપ રૂમથી સેટ સુધી જવામાં પણ મુશ્કેલી થતી હતી કારણકે રસ્તામાં ચાહકોની ભીડ રહેતી હતી. તે આખો રસ્તો છોકરીઓથી ભરાયેલો રહેતો હતો અને તે રાજેશ ખન્ના પર ઝળુંબતી હતી. તે અગાઉ મેં કયારેય આવું ગાંડપણ જોયું નહોતું.
શું સફલતા મળ્યા બાદ તે બદલાઇ ગયા હતા? એમ પૂછતાં શર્મિલાએ કહ્યું હતું કે, હા, તેઓ સેટ પર મોડા આવતાં હતા. આમ છતાં તેઓ શત્રુધ્ન સંિહા અને સંજીવ કુમારને મોડા આવવામાં માત નહોતા કરી શકયા. અમે ઘણી ફિલ્મોમા સાથે કામ કર્યું છે પણ અમારી વચ્ચે ઝાઝો સંબંધ નહોતો. હું કયારેય પાર્ટીઓમાં જતી નહોેતી. મને કામ પતાવીને જલદી ઘરે પહોંચી જવામાં જ રસ રહેતો હતો. આમ છતાં અમારી વચ્ચે ટયુનંિગ સારું હતું અને અમારી ફિલ્મોને સફળતા પણ મળી છે. હું અને કાકા એક જ પ્રેાફાઇલને આગળ રાખવાનું પસંદ કરતા હતા. કેમેરા સામે અમારા ચહેરાનો ડાબો ભાગ આવે એમ જ રહેતા હતા. આથી સિનેમેટોગ્રાફર્સે અમારી આ આદત સાથે સમાધાન કરવું પડતું હતું. અમારી વય સરખી હોવાથી અમારા વિચારો સરખા હતા. અમારો જન્મ દિન પણ ડિસેમ્બર મહિનામાં જ આવે છે. ૬૮ વર્ષ કઇ દુનિયામાંથી વિદાય લેવાનો સમય નથી. તેમની દીકરીઓ જીવનમાં સ્થાયી થઇ ગઇ હતી અને તેમના અંતિમ સમયે ડિમ્પલ તેમની સાથે હતી. તેઓ મરજી મુજબ જીવ્યા અને શાંતિથી દુનિયા છોડી ગયા .
‘થોડી સી બેવફાઇ’ થી લઇને ‘અવતાર’ જેવી ફિલ્મોમાં રાજેશ ખન્ના અને શબાના આઝમીની જોડી લોકપ્રિય થઇ હતી. શબાના પેાતાના સંસ્મરણો વાગોળતાં જણાવે છે કે ,તેમના જેવું સ્ટારડમ મેં કયારેય જોયું નથી. અમે સાથે અનેક ફિલ્મો કરી છે.ત્યારે યુવા હોય કે વયસ્ક હોય કોઇ પણ વયની મહિલા તેમની ચાહક હતી. મને યાદ છે એક વખત તો સેટ પર એક છોકરી આવી હતી અને તેણે રાજેશ ખન્નાને જોઇને એટલા જોરથી બૂમ પાડી હતી કે તે પોતે જ ચક્કર આવીને પડી ગઇ હતી. તેમની ફિલ્મી કારકિર્દીના અંતિમ વર્ષોમાં તેઓ મને તેમની લકી મેસ્કોટ માનતા હતા., અમને એકબીજા સાથે ફાવતું હતું. મેં તેમના નખરાં વિશે સાંભળ્યું હતું પણ તે જોયા નથી. મારામાટે તેઓ એક સજ્જન અને બાળક જેવું વ્યક્તિત્વ ધરાવનાર હતા. તેઓ સ્ટાર પણ હતા અને સાધારણ પુરુષ પણ હતા . તેમનામાં બંનેના ગુણ હતા.તેઓ ઉદાર દિલ હતા. તેઓ સેટ પર પોતાના ખર્ચે ભવ્ય પાર્ટી આપતા હતા. ‘અવતાર ’ ફિલ્મના ગીતના શૂટંિગ માટે અમે વૈષ્ણોદેવી ગયા ત્યારે તેઓ જમીન પર માત્ર ધાબળો લઇને સૂતા હતા.
છેલ્લે તાજેતરમાં હું એક એવોર્ડ સમારંભમાં તેમને મળી હતી. તેઓ મને ઓળખી શકયા નહોતા. મેં તેમને કહ્યું હતું કે ,કાકાજી મને ઓળખી નહિ? તેમણે મારી સામે જોયું અને પછી કહ્યું કે તારી વય ઓછી થતી જાય છે તો હું શુ કરું? એ હતા રાજેશ ખન્ના .તેમના દેહાંત બાદ તેમના ઘરની બહાર રહેલી ચાહકોની ભીડ તેમનું સ્ટારડમ પુરવાર કરતી હતી એમ શબાનાએ જણાવ્યું હતું.
રાજેશ ખન્ના અને આશા પારેખ બન્ને તેમના જમનાના સુપરસ્ટાર હતા. તેમની સૌથી મોટી ફિલ્મહતી ‘કટી પતંગ’.આશાએ રાજેશ ખન્ના સાથેના સમયને યાદ કરતા જણાવ્યું હતું કે, અમારી પહેલી ફિલ્મ ‘બહારો કે સપને’ હતી. તે તેમની કારકિર્દીની બીજી ફિલ્મ હતી અને અમે બંને ગ્લેમરવિહોણી ભૂમિકા ભજવતાં હતા. ત્યારે તેઓ એકદમ શરમાળ અને અંતર્મુખી હતા. જો કે અમારી બીજી ફિલ્મ ‘કટીપતંગ ’સુધીમાં તો બઘું બદલાઇ ગયું હતું. તેઓ એવા સુપરસ્ટાર બની ગયા હતા જે ભારતીય સિનેમામાં અગાઉ કયારેય જોવા મળ્યો નહોતો. યુવતીઓ તેમની પાછળ દોડતી હતી ,તેમના કપડા ફાડી નાખતી ,તેમની કારને ચુંબન કરતી હતી તથા તેમને જેવા કલાકો સુધી તેમના બંગલા બહાર ઊભી રહેતી હતી.
મને યાદ છે નૈનિતાલ ખાતે અમે ‘જિસ ગલી મે તેરા ઘર ..’ ગીતનું શૂટંિગ કરતા હતા ત્યારે અમારે અધવચ્ચે અટકી જવું પડયું હતું કારણકે તેમને જોવા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. અમે‘આન મિલો સજના ’ફિલ્મ કરી હતી ત્યાં સુધીમાં તો સફળતાને કારણે તેમનામાં આત્મ વિશ્વાસ આવી ગયો હતો. તેઓ વાચાળ બની ગયા હતા અને મજાક મશ્કરી કરતા હતા. જેા કે ૧૯૮૪માં અમે છેલ્લી ફિલ્મ ‘ધરમ ઓર કાનૂન’ કરી હતી અને ત્યાં સુધીમાં તેઓ ફરી અંતર્મુખી બની ગયા હતા અને કોઇ સાથે વાત કરતા નહોતા એમ આશાએ ઉમેર્યું હતું.
કાકાજી સ્ટાર બની ગયા બાદ ઝિન્નત અમાને તેમની સાથે ફિલ્મ કરી હતી. તેમની પહેલી ફિલ્મ ‘અજનબી’ હતી. ઝિન્નત આ વાતોને યાદ કરતાં કહે છે કે આ ફિલ્મ શક્તિ સામંતની હતી. તેમની ફિલ્મ ‘આરાધના’ માં તેઓ રાજેશ ખન્ના સાથે કામ કરી ચૂકયા હતા. આથી હું તેમની ટીમમાં નવી હતી .પરંતુ તેમણે મને એક વખત પણ નવોદિત હોવાનો અહેસાસ કરાવ્યો નહોતો. તેઓ અંતર્મુખી હતા તો હું પણ તેવી જ હતી. આમ છતાં અમે મજાક પણ કરતા હતા. આ ફિલ્મમાં અમે ટ્રેનના છાપરે રહીને ‘હમ દોનો દો પ્રેમી..’ ગીત ગાયું હતું. કાકાજીને ગીતો અને રોમેન્ટિક દ્રશ્યો ખૂબ જ ગમતા અને તેઓ તેમાં ઉત્તમ અભિનય કરતા હતા. ‘અજનબી’ બાદ અમે ‘આશિક હું બહારોં કા’ ,‘છલિયા બાબુ’ ,‘જાનવર ’ અને ‘જાનાઃ લેટ’સ ફોલ ઇન લવ’ ફિલ્મમાં સાથે અભિનય કર્યો હતો અને એકબીજાને ઓળખતાં થયા હતા. જો કે અમે છેલ્લી ફિલ્મ કરી તે સમય સુધીમાં તો તેઓ એકદમ અંતર્મુખી બની ગયા હતા. તેમણે મને કહ્યું હતું કે તેઓ તેમની મેમેારેબિલિયાનું મ્યુઝિયમ બનાવવા ઇચ્છે છે. બસ ,પછી અમારી વચ્ચે વાતચીત થઇ નથી ,મને ખબર નહોતી કે તેઓ બીમાર હતા. લાંબા સમય અગાઉ અમે મળ્યા હતા અને હવે તો મળવું શકય જ નહિ બને. દેવસાબ બાદ તેઓ મારા બીજા મનપસંદ અભિનેતા હતા જેણે દુનિયામાંથી વિદાય લીધી એમ ઝિન્નતે ગળગળા સાદે કહ્યું હતું. ુ

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved