Last Update : 27-July-2012, Friday

 

અજય દેવગણની ફિલ્મી-બિનફિલ્મી વાતો

 

મારી છેલ્લી રિલિઝ થયેલી ફિલ્મ ‘બોલબચ્ચન’ કોમેડી હતી. એક એકશન ફિલ્મ પછી કોમેડી ફિલ્મ કરવાની મારી હંમેશા કોશિશ રહે છે. જેમ કે ‘સંિઘમ’ પછી ‘રાસ્કલ’ પછી ‘તેઝ’ અને હાલની ‘બોલબચ્ચન’. હવે હું મારી હોમ પ્રોડકશન ફિલ્મ ‘સન ઓફ સરદાર’નું શૂટંિગ કરી રહ્યો છું જે એક એકશન ફિલ્મ છે.
ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટી બેમિસાલ છે. કોમેડી હોય કે એકશન દરેક પ્રકારની ફિલ્મને સુંદર રીતે બનાવવાની તેમનામાં આવડત છે. તેને મસાલા ફિલ્મ ડાિયરેકટર કહી શકો.રોહિત એ વાત સારી રીતે જાણે છે કે ઓડિયન્સને શું ગમશે તેમજ ફિલ્મને મનોરંજક બનાવવા ક્યો મસાલો કઇ રીતે વાપરવો.
અનિલ કૂપર સાથે કામ કરવાનું ગમે છે. તે પોતાના કામને સમર્પિત છે. તેની સાથે ‘તેઝ’માં કામ કરતી વખતે તેની પાસેથી ઘણું નવું-નવું જાણવા મળ્યું.મારા વિચારે ફિલ્મમાં બે પાત્ર હોય જેમાં એક સારો અને બીજો ખરાબ.બસ તેના શેડ્‌સ બદલાયાકરતા હોય છે. આટલા વરસો ઇન્ડસ્ટ્રીમાં ગાળ્યા બાદ હું ઇન્ડસ્ટ્રીના માંધાતાઓનો એટલો વિશ્વાસ તો જીતી શક્યો છું કે મને દરેક પ્રકારના રોલ મળે છે.
સ્વયંને પ્રમોટ કરવાની બાબતે હું થોડો આળસુ છું. મને ટોપ હીરોની કેટગરીમાં ન રાખવાનું કારણ કદાચ આ પણ હોઇ શકે.
સ્ટેજ શો, ફંકશન વગેરેમાં ડાન્સ કરવો એ અંગત બાબત છે. જે મને પસંદ નથી. મને લાગે છે કે મારું કામ કેમેરાની સામેનું જ હોય તો વધારે સારું. પરંતુ દરેક વ્યક્તિના પોતપોતાના વિચાર અને પ્રાથમિકતા છે. તેથી જેને જે સારુ ંલાગે તે કરે.
કાજોલ એક સમજદાર પત્નીની સાથે-સાથે બહેતરીન એકટ્રેસ પણ છે. ઇન્ડસ્ટ્રીમાં તેના જેવી એકટ્રેસ ઓછી છે. તે મારી પત્ની છે એટલે હું આમ નથી કહેતો. પરંતુ મેં તેની સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હોવાથી મને થયેલા અનુભવથી હું કહું છું.
હું મારુ ંકામ સંપૂર્ણ ઇમાનદારીથી કરું છું. મારું એવું માનવું છે કે તમને તમારા કામથી લગાવ હોવો જોઇએ તેમજ કામ કરતી વખતે ધીરજ રાખવી જરૂરી છે. ત્યારે જ તમે કાંઇક કરી શકો છો.
એકશન ફિલ્મો કરતો હું ત્યારે પણ મને કોઇ વાતથી ડર નથી લાગતો. મારા પિતાએ કોઇ પણ પરિસ્થિતિથી ન ડરીને તેનો સામનો કરવાનું શીખવ્યું છે.
મારી સ્મોકંિગની આદત છોડવાના પ્રયાસ કરું છું ક્યારે સફળ થઇશ કોણ જાણે.
સ્વયંને વિવાદોથી દૂર રાખવાના પૂરતા પ્રયાસ કરું છું.પરંતુ સેલિબ્રિટી હોવાથી મારે કંિમત તો ચુકાવવી જ પડે છે.
વાસ્તવમાં કલાકાર પબ્લિક પ્રોપર્ટી હોય છે. અને અમારા માટે કોઇ કાંઇ પણ લખી શકે છે. તેના પર કોઇ પાબંધી ન લગાવી શકાય. સુપર સ્ટાર જેવો કોઇ મેડલ મને જોઇતો નથી એટલું જ હું એ મેળવવા માટે કામ નથી કરતો. લોકો મને એક સારા કલાકાર તરીકે પ્રેમ અને સન્માન આપે તે જ મારા માટે બહુ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેક માટે કામ છે અને પોતપોતાની રીતે ઉત્તમ કામ આપીને સ્થાન બનાવી શકે છે.

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved