Last Update : 27-July-2012, Friday

 

નેહા શર્મા:ચંિતિત કરી રહ્યાં છે ‘કયા સુપર ફૂલ હૈં હમ’ના તોફાની સંવાદો

 

અભિનેત્રી નેહા શર્માએ ‘કયા સુપર કૂલ હૈં હમ’માં કામ કરી લીઘું પછી તે કહે છે કે આ ફિલ્મ સાઈન કરવાથી પહેલા તેના કેટલાંક સંવાદો જોઈને તે થોડી ખચકાઈ હતી. પરંતુ હવે આ ફિલ્મનું શૂટંિગ પૂરું થઈ ગયું છે ત્યારે તેને એ વાતની ચંિતા સતાવે છે કે તેના તોફાની સંવાદો સાંભળીે તેના માતા-પિતાને કેવું લાગશે.
જોકે અભિનેત્રી કહે છે કે ફિલ્મના સંવાદો સમજવા તમારે ફિલ્મ જોવી પડે. ફિલ્મના લેખક-દિગ્દર્શક સચિન યાર્ડીએ જોકે તેને સુરૂચિપૂર્ણ રીતે બનાવી છે. આમ છતાં અમે ફિલ્મના કલાકારો પણ ઘણીવાર તેમાં રહેલા જોક્સ સમજી નહોતા શકતા. જેમ કે એક દ્રશ્યમાં મને એમ કહેવાનું હતું કે ‘મુઝ બડે અચ્છે લગતે હૈં’. આનો અર્થ મને થોડીવાર પછી સમજાયો. પણ જે પ્રૌઢ મહિલા સામે હું આ સંવાદ બોલી હતી તે આ દ્રશ્ય ફિલ્માવાઈ ગયું ત્યાર બાદ પણ ઘણીવાર સુધી તેનો અર્થ નહોતી સમજી શકી. તેવી જ રીતે ‘રોઝમેરી લેલો’ જેવો પુરાણો જોક હું નહોતી સમજી શકી અને મને તેનો અર્થ સમજાવવામાં આવ્યો ત્યારે ઘણાંને બહુ ગુસ્સો આવ્યો હતો. મને હવે એ વાતની ચંિતા થાય છે કે ફિલ્મના સંવાદો સાંભળીને મારી મમ્મીને કેવું લાગશે.
જોકે ફિલ્મ કરી લીધા પછી હું એકદમ ખુશ છું, આ સંપૂર્ણ મનોરંજક ફિલ્મ જોવાની દર્શકોને ભારે મઝા પડશે. બસ, મારા મમ્મી-પપ્પા પણ તેને હળવાશથી લે તો મને હાશકારો થાય. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં નેહાએ સારા-જેન ડિઆસ સાથે લેસ્બિયનની નાનકડી ભૂમિકા પણ ભજવી છે.
નેહા વઘુમાં જણાવે છે કે મેં એ વાત સ્વીકારી લીધી છે કે આ પ્રકારના તોફાની સંવાદો આજની પેઢીના દર્શકોને ગમે છે. તેણે તોફાની સંવાદોવાળા દ્રશ્યો આપ્યા પછી પણ એકેય વખત મોનિટર નહોતું જોયું. તે કહે છે કે પોતાના જ ડાયલોગ ઓનસ્ક્રીન જોવાનું મને એકદમ વિચિત્ર લાગે છે. દરેક શોટ પછી રિતેશ દેશમુખથી લઈને તુષાર કપૂર સુધી બધા મોનિટર જોવા દોડી જતા હતા ત્યારે પણ હું તેનાથી દૂર જ રહેતી હતી. કોઈ મને મોનિટરમાં જોઈને એમ કહેતું કે મેં સારું કામ કર્યું છે તો હું આંખો બંધ કરીને એમ વિચારતી કે કદાચ ડબંિગ વખતે હું આટલું સારી રીતે નહીં કરી શકું.
જોકે તે સમજે છે કે શો બિઝનેસમાં તેને નિતનવા પડકારોનો સામનો કરવાનો છે. અને હજી તો તેણે માત્રે બે જ ફિલ્મો કરી છે. તેથી તેણે હજી ઘણું શીખવાનું બાકી છે. આમ છતાં પ્રત્યેક વસ્તુને એક મર્યાદા હોય એમ અદાકારા દ્રઢપણે માને છે. તે કહે છે કે ‘કયા સુપર કૂલ હૈં હમ’ સેક્સ કોમેડી છે તેથી તેમાં તોફાની સંવાદો હોય તે સ્વાભાવિક છે. આરંભના તબક્કામાં હું પણ ખચકાતી હતી. પણ પછી મને ખ્યાલ આવ્યો કે તે સંપૂર્ણ મનોરંજક ફિલ્મ છે. અને હવે ફિલ્મના પ્રોમોને મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદે નેહાને ખુશ કરી દીધી છે.

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved