Last Update : 27-July-2012, Friday

 

નીલ નિતીન મુકેશ અને તેની ‘તીન દેવિયાં’ની પ્રેમ કહાણી


પ્રેમમાં હોવાનો એકરાર કરી પાછળથી ફેરવી તોળવાની અભિનેતાને આદત પડી ગઈ છે
એવોર્ડ સમારંભોમાં ખોટા દાવા કરનારા કલાકારનો એવોર્ડ શરૂ કરવામાં આવે તો આ એવોર્ડના બધા જ નોમિનેશન નીલ નીતિન મુકેશને મળે એટલે સ્વાભાવિક છે કે આ એવોર્ડ તેને જ મળે. અત્યાર સુધી ત્રણ કિસ્સા એવા છે જેમાં ત્રણ અભિનેત્રીઓના પ્રેમમાં હોવાનું તેણે જાહેર કર્યું હતું, પરંતુ આ અભિનેત્રીઓએ આ બાબતે ઇનકાર કર્યાં પછી તરત જ તેણે ફેરવી તોળ્યું હતું. આ અભિનેત્રીઓ દીપિકા પુકોણ, અસિન અને તેની વર્તમાન ‘પ્રેમિકા’ સોનલ ચૌહાણ છે. દીપિકા અને અસિને આ બાબતે ચૂપકીદી જાળવીને તેમનું ગૌરવ જાળવી રાખ્યું હતું, પરંતુ સોનલે સ્પષ્ટતા કરવાનો માર્ગ અપનાવ્યો છે.
તાજેતરમાં નીલે જાહેર કર્યું હતું કે, ‘‘હું સોનલ ચોહાણના પ્રેમમાં છું. એક સ્ત્રીમાં મને જે ગુણોની તલાશ હતી એ બધા જ ગુણો તેનામાં છે. તેને પણ મારા પ્રત્યે આવી જ લાગણી છે એ વાતની મને ખાતરી છે. અમારો પ્રેમ સાચો છે એ વાતની અમારે ખાતરી કરવી છે. સોનલ મારા માતા-પિતાએ પણ મળી છે. લગ્નમાં માત્ર તેનો હાથ જ કેમ? તે મને મંજુરી આપશે કે તરત જ હું તેને જ માગી લઈશ.’’
આના ઉત્તરમાં સોનલે નીલના આ દાવાનો અસ્વીકાર કરતા તેની એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, ‘‘કોઈ સાથે મને પ્રેમ હોય તો એ છૂપાવવામાં હું માનતી નથી. મારા પ્રેમીથી તો એ વાત હું ક્યારે પણ છૂપાવીશ નહીં. નીલના માતા-પિતાને મળવાની વાત છે તો હું તેમને ક્યારે પણ મળી નથી. અસિન સાથેના તેના સંબંધનો અંત આવ્યા પછી તેના આઘાતમાંથી બહાર નીકળવા માટે તેણે મદદ કરી હોવાના નીલના દાવા વિશે પૂછતા સોનલે વળતા પ્રહારમાં કહ્યું હતું કે, ‘‘તેણે મારી સાથે તેના ભૂતકાળના પ્રેમ સંબંધ વિશે વાત જ કરી નથી એક વ્યક્તિ તરીકે નીલ મને ગમે છે મારા ભવિષ્યમાં શું છૂપાયું છે એ હું જાણતી નથી. પરંતુ તે આવા દાવા કેમ કરે છે એ મને સમજાતું નથી. હું નીલના પ્રેમમાં નથી. અને મને અસ્થાયી પ્રેમમાં વિશ્વ્વાસ નથી. નીલને હું ચાર મહિનાથી જ ઓળખું છું. અને પ્રેમ અને લગ્ન જેવો મોટો નિર્ણય લેવા માટે આ સમય ઘણો ઓછો છે.’’
સોનલની આ મુલાકાત પછી બીજે જ દિવસે નીલે તેના માઈક્રો બ્લોગંિગ અકાઉન્ટ પર જાહેર કર્યું હતું કે, ‘‘મને સોનલ ચૌહાણ ગમે છે. અમે અંગત મિત્રો છીએ અને નક્કી કરવા માટે તેને સમયની જરૂર છે અને તેના આ નિર્ણયને હું માન આપું છું. આનાથી વિશેષ માટે કશું કહેવું નથી. આ સિવાય બધી અટકળો છે.’’
આના એક કલાક પછી તેણે સોનલને ટોણો મારતા કહ્યું હતું, ‘‘મારા દાદાના કેટલાક ગીતોમાં ઘણંુ ઊંડાણ છે. ‘સજન રે ઝૂઠ મત બોલો ખુદા કે પાસ જાના હૈ’ ગીત હમણા હું સાંભળતો હતો.’’
દીપિકા પદુકોણ સાથેના ફિયાસ્કાની વાત કરીએ તો તેણે કહ્યું હતું કે ‘લફંગે પરંિદે’ની રિલિઝ દરમિયાન હાથમાં ફૂલોના ગુચ્છા સાથે તે દીપિકાના ઘરની બહાર તેની રાહ જોતા ત્રણ કલાક ઊભો રહ્યો હતો, પરંતુ તે ઘરમાં નહોતી તેને દીપિકાને એક સરપ્રાઈઝ આપવી હતી. છેવટે તે ફૂલોના ગુચ્છા સાથે ઘરે પાછો આવ્યો હતો. અને બીજા વાર તાજા ફૂલો લઈ પાછા જવાનો વિચાર પણ તેણે વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આ બન્ને એક ફિલ્મ સાથે જોતા પણ દેખાયા હતા. દીપિકા પ્રત્યેની તેણે લાગણી વિશે પૂછતા નીલે કહ્યું હતું કે, ‘‘દીપિકા અને મારી વચ્ચે મિત્રો કરતા પણ વિશેષ સંબંધ છે, પરંતુ એનો અર્થ અમારી વચ્ચે પ્રેમ છે એમ નથી. મેં કામ કર્યું છે એમાંની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની દીપિકા ેએક છે અને તેની સાથે વારે-વારે કામ કરવું મને ગમશે.’’
આ સમયે દીપિકા સિઘ્ધાર્થ માલ્યા સાથે પ્રેમમાં હતી. ‘‘નીલ પ્રેરણા પૂરી પાડે અને મદદ કરે એવો સહ કલાકાર છે. તેની જરૂર હોય નહીં એ દિવસે પણ તે સેટ પર આવતો હતો.’’ એમ દીપિકાએ કહ્યું હતું.
નીલ અસિન સાથે ફરતો હોવાની પણ એક અફવા હતી, પરંતુ આ બન્ને ક્યારે પણ સાથે જોવા મળ્યા નહોતો. તેણે અસિનનું નામ આપ્યા વિના તાજેતરમાં એક મેગેઝિનની આપેલી એક મુલાકાત દરમિયાન આડકતરી રીતે અસિન તરફ ઇશારો કરીને કહ્યું હતું કે, ‘‘તેનું નામ લેવું પણ ‘અ સીન’ છે. હું લાંબા સમયથી એક પ્રેમસંબંધમાં હતો, પરંતુ એ છોકરી અને તેનો પરિવાર અપ્રમાણિક હતા તેઓ ‘ચીટર્સ’ હતા. હું સીધો સાદો છું અને મારું જીવન એક ખુલ્લી કિતાબ જેવું છે એ છોકરીને વચનબઘ્ધ થવું નહોતું. આથી મેં આ સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. જે છોકરી તમારી થઈને રહેશે એવો વિશ્વ્વાસ આપવા તૈયાર હોય નહીં તેની સાથે સંબંધ આગળ વધારવાનો અર્થ શું છે? એ સ્ત્રી સાવ દંભી હતી. અમે સાથે હતા ત્યારે તેના બધા બહાના હું સમજી શકતો હતો. મને તેના પ્રત્યે જરા પણ માન નથી કારણ કે, જુઠા લોકો મને ગમતા નથી. મને ‘રિબાઉન્ડ’ સંબંધો અને ‘હેપ્પી સેક્સ’માં વિશ્વ્વાસ નથી મને પ્રેમ કરતી હોવાનો તે ડોળ કરતી હતી.
આ બાબતે અસિને દાવો કર્યો હતો કે તે ક્યારે પણ નીલ સાથે ફરતી નહોતી. ‘‘મારા જીવનમાં હું તેને માત્ર બે જ વાર મળી હતી!.’’ ુ

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved