Last Update : 27-July-2012, Friday

 

શ્રીદેવી પુનરાગમનની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે

૧૪વરસ પછી શ્રીદેવી પુનરાગમન કરી રહી હોવાથી તેના ચાહકો ખુશખુશાલ છે. અને તેઓ તેની ફિલ્મ રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શ્રીદેવીની ફિલ્મની રિલીઝ નજીક આવતી જતી હોવાથી તેની સાથેની એક મુલાકાત પર એક નજર ફેરવવી તેના ચાહકોને જરૂર ગમશે...
૧૪ વરસ પછી તું ‘ઈંગ્લિશ વંિગ્લિશ’ ફિલ્મમાં જોવા મળશે. આટલા લાંબા ગાળા પછી પુનરાગમન કરવા પાછળ કયું કારણ કામ કરી ગયું હતું?
ફિલ્મની સ્ક્રિપ્ટ અને ફિલ્મની દિગ્દર્શિકા ગૌરી શંિદે. મેં આ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે તરત જ મારા મનમાં વસી ગઈ હતી. આ ફિલ્મ સારી બને એવી હું આશા રાખું છું. કેમેરાનો સામનો કર્યાંને મને ઘણા વરસો થઈ ગયા છે. આ કારણે હું ઉત્સાહિત અને નર્વસ છું પરંતુ મારા કરતા તો મારા સંતાનો અને પતિ વઘુ ઉત્સાહિત છે.
કારકિર્દી પહેલી વાર જ તું કોઈ મહિલા દિગ્દર્શક સાથે કામ કરી રહી છે...
આ વાત સાચી છે અત્યાર સુધી મેં ક્યારે પણ મહિલા દિગ્દર્શક સાથે કામ કર્યું નથી. પરંતુ ગૌરી અને મારી વચ્ચે ઘણી પોઝિટીવ એનર્જી છે. તે ઘણી મીઠડી છે.
લાંબા સમયથી ઈન્ડસ્ટ્રી અને તારા પ્રશંસકોને તારી ખોટ સાલતી હતી તો શું તને પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખોટ સાલતી હતી?
જરા પણ નહીં, એક નિર્માતાની પત્ની હોવાને કારણે આ ઈન્ડસ્ટ્રીથી દૂર જવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. ફિલ્મ સંબંધિત કોઈને કોઈ વાત અમારા જીવનમાં બન્યા જ કરે છે.
લગ્ન અને માતૃત્વ માટે તે સફળ કારકિર્દીને તિલાંજલિ આપી હતી તારી પુત્રીઓને ઘરે એકલા છોેડીને કામ કરવા બાબતે શું તને ચંિતા થાય છે?
ફરી કામ કરવાની આ જ મઝા છે. તેમની રજા દરમિયાન જ હું શૂટંિગમાં જાઉ છું. આથી તેઓ મારી સાથે જ હોય છે. આથી ચંિતાનું કોઈ કારણ જ નથી. મારે માટે માતાની મારી ભૂમિકા મારી યાદીમાં સૌથી પહેલાં ક્રમાંકે છે.
આજકાલ તારા ફિગર પર લોકોનું ઘ્યાન ખેંચાયું છે. આકર્ષક ફિગર બનાવવા માટે તે ઘણી મહેનત કરી હોય એમ લાગે છે...
હવે હું સ્વાસ્થ્ય બાબતે ઘણી જાગૃત બની છું. મારી પુત્રીઓ, ખાસ કરીને મોટી પુત્રી જાહ્‌નવી આ બાબતે ઘણી સજાગ છે. તે હેલ્ધી ફૂડ જ ખાય છે. મારી બંને પુત્રીઓ જંક ફૂડને હાથ જ લગાડતી નથી. ધીરે ધીરે મને પણ બોની (કપૂર)ને હેલ્ધી ફૂડ ખાવાની આદત પાડવામાં સફળતા મળી રહી છે.
તાજેતરમાં બોનીની બીમારીએ તને ચંિતામાં મૂકી દીધી હશે...
હા, આ કારણે મને ઘણી ચંિતા થઈ હતી. મેં આને ગંભીરતાથી લીધી હતી. તેને હોસ્પિટલના બીછાના પર જોવો એ મારે માટે નાની વાત નથી. મેં તેને ક્યારે પણ હોસ્પિટલમાં જોયોે નથી. હું ઘણી અપસેટ થઈ હતી. શક્ય હોય તેટલી ઝડપથી તે ઘરે આવી જાય એમ હું ઈચ્છતી હતી. હવે તે યોગ્ય આહાર અને પૂરતી ઉંઘ લે એ વાતનો હું પૂરેપૂરો ખ્યાલ રાખું છું.
ચાર વર્ષની હતી ત્યારથી તું અભિનય કરે છે. કારકિર્દીના કોઈ તબક્કામાં તને કેમેરાનો સામનો કરવાનો કંટાળો આવ્યો હતો ખરો?
તમે જે કરો તે મહેનત, નિષ્ઠા અને પ્રામાણિકતાથી કરવું જોઈએ. અને એનો આનંદ માણવો જોઈએ એમ હું માનું છું. કામ કરતી વખતે મારા કામનો મને આનંદ થતો હતો. અને માતા બન્યા પછી મેં મારું બઘું જ ઘ્યાન મારી પુત્રીઓના ઉછેરને આપ્યું હતું. એક માતા હોવાની ખુશી અને સંતોષ હું શબ્દોમાં વર્ણવી શકતી નથી. દરેક છોેકરીને હું માતા બનવાની સલાહ આપું છું.
તારી પુત્રીઓ તારી ફિલ્મો જુએ છે?
હા, પરંતુ મેં તેમને કહ્યું નથી. તેમણે ટીવી અને ડીવીડી પર મારી ફિલ્મો જોઈ છે. મારી ફિલ્મો જોતી વખતે મારી નાની પુત્રી પડદા પર અને મારી સામે જોતી રહે છે. પડદા પર તેની મમ્મી છે એવાત તેના માન્યામાં આવતી જ નથી.
તારી મોટી પુત્રી જાહ્‌ન્વીના દેખાવની લોકોએ નોંધ લેવાની શરૂઆત કરી છે...
તે હજુ ૧૪ વર્ષની જ છે. તે મારી ખાસ દોસ્ત છે. તેનામાં કળાની સારી સૂઝ છે. તેની ડ્રેસંિસ સેન્સ પણ ગજબની છે. મને શું શોેભે છે અને નથી શોભતું તેની તે મને સલાહ આપે છે. અમે દર શનિવારે સાથે શોેપંિગ કરવા જઈએ છીએ.
તારી પુત્રીઓને અભિનય કરતી તું કલ્પે છે ખરી?
તેમના પર હું કોઈ પણ પ્રકારનું દબાણ લાવવા માગતી નથી. કારકિર્દી બાબતે વિચાર કરવા માટે હજુ તેઓ ઘણા નાના છે. ભગવાનની કૃપાથી તેઓ ભણવામાં હોશિયાર છે. તેમની મનપસંદ કારકિર્દી તેઓ અપનાવી શકે છે.
અભિનેત્રીઓ તને એક આદર્શ ગણે છે. આ વાતે તને કેવું લાગે છે?
મને મળેલા પ્રેમની હું આભારી છું. આ કારણે મને ગૌરવ થાય છે કારણ કે વર્ષોે સુધી મેં ઘણી મહેનત કરી છે. આથી મારી મહેનતનું ફળ મળ્યું હોવાનું મને લાગે છે.
શું હવે તુ વઘુ ફિલ્મોમાં જોવા મળશે?
જોઈએ વાત આગળ કેવી રીતે વધે છે. મારી પુત્રીઓ મારી સાથે રહી શકે એ યોજના કરી મેં આ ફિલ્મ સ્વીકારી હતી. પરંતુ, આ પછી દરેક વખતે તેઓ મારી સાથે આવી શકે તેમ નથી. જો કે મેં ક્યારે પણ યોજના બનાવી નથી. બધા પાસા આપોઆપ જ ઠીક થઈ જતા હતા.

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved