Last Update : 27-July-2012, Friday

 

તુષાર કપુર મારી કારકિર્દી મારા પિતા જીતેન્દ્ર અને બહેન એક્તા કપુરને લીધે બની છે એવું નથી

 

બોલીવૂડનો એક મોટો વર્ગ છે, જે એવું દ્રઢપણે માને છે કે તુષાર કપુર જીતેન્દ્રનો પુત્ર અને એક્તા કપૂરનો ભાઈ હોવાને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. જોકે તુષાર આ વાત માનવા તૈયાર નથી.
અભિષેક બચ્ચન, અક્ષય ખન્ના, બોબી દેઓલ, તુષાર કપૂર આ બધા નિષ્ફળ અથવા મહાપરાણે સફળ થયેલા સ્ટારપુત્રો છે. જેમ ઠોઠ વિદ્યાર્થીઓને ધક્કો મારીને પાસ કરવામાં આવતા હોય એમ આ બધા કથિત અભિનેતાઓને ફિલ્મ ક્ષેત્રે સેટ કરવામાં આવ્યા છે. જીતેન્દ્ર સાથે તુલના કરીએ તો તુષાર કપુરમાં તેના ટેલેન્ટનો એક છાંટોય નથી. જીતેન્દ્રનું બઘુ જ ટેલેન્ટ તેની ડિરેક્ટર અને પ્રોડ્યુસર પુત્રી એક્તા કપૂરમાં ઉતર્યું છે. બાપ કરતા બેટી સવાઈ પાકી છે. ટેલીવૂડ અને ત્યાર બાદ બોલીવૂડ બન્ને ક્ષેત્રે તેણે કાઠું કાઢ્‌યું છે. તુષાર કપુરની વાત કરીએ તો તેની ગાડી ધકેલ પંચા દોઢસો જેવી રહી છે. જોકે તેમાં તેનો પણ વાંક નથી. ટેલેન્ટ કુદરતની દેન છે. એ વારસાગત મળતું નથી અને મળે તો બધાને એ વારસો નથી જ મળતો. તુષાર કપુરની પ્રથમ ફિલ્મ ‘મુજે કુછ કહેના હૈ’માં તેણે અત્યારની સૌથી સફળ અભિનેત્રી કરીના કપુર સાથે જોડી જમાવી હતી અને આ ફિલ્મની કહાની પણ સારી હતી. તુષારનો અભિનય પણ બરોબર હતો, પણ એક્સિલન્ટ કહી શકાય એવો નહોતો જ. એમાં તુષારનો વાંક નથી, પરંતુ હકીકત એ છે કે તે કોઇપણ એન્ગલથી હીરો મટિરિયલ લાગતો નથી. અત્યાર સુધીમાં તુષાર કપૂરનું સૌથી નોંધપાત્ર કામ રહ્યું હોય તો તે રોહિત શેટ્ટી દિગ્દર્શીત ‘ગોલમાલ’માં છે. ગોલમાલમાં તેણે લકી નામના મુંગા યુવકનું પાત્ર ભજવ્યું હતું અને આ કેરેકટર બાળકો અને યુવાનોમાં ખૂબજ લોકપ્રિય રહ્યું હતું. આ સિવાય તુષારની ખાસ નોંધ લેવાઈ નથી. ‘ધ ડર્ટી પીક્ચર’માં પણ તુષાર કપુર છે, પરંતુ વિવેચકો સિવાય કોઇએ એ વાતની નોંધ લીધી નથી.
તુષાર કપુરને હીટ બનાવવામાં એક્તા કપુરે ભારે જહેમત ઉઠાવી છે. કુછ તો હૈ, ક્રિષ્ના કોટેજ, ક્યા કૂલ હૈ હમ, ધ ડર્ટી પીકચર આ બધી ફિલ્મો બાલાજીની છે, જેમાં તુષારને લેવામાં આવ્યો છે અને પ્રથમ ત્રણ ફિલ્મોમાં તો એ મુખ્ય હીરો છે. બોલીવૂડનો એક મોટો વર્ગ છે, જે એવું દ્રઢપણે માને છે કે તુષાર કપુર જીતેન્દ્રનો પુત્ર અને એક્તા કપૂરનો ભાઈ હોવાને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. જોકે તુષાર આ વાત માનવા તૈયાર નથી.
તે કહે છે કે ‘મેં એક્તા કપૂરની ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ એક્તા કપૂરની બધી જ ફિલ્મોમાં હું નથી હોતો અને બાલાજી બેનરની ન હોય એવી પુષ્કળ ફિલ્મો મેં કરી છે. વાશુ ભગનાનીની ફિલ્મ ‘મુજે કુછ કહેના હૈ’થી મેં મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. વાશુ ભગનાનીને ન તો જીતેન્દ્ર સાથે લેવાદેવા છે ન એક્તા કપુર સાથે. જો હું મારા પિતાને લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ બન્યો હોત તો મેં મારા પિતાના ઓળખીતા લોકોની ફિલ્મોમાં જ કામ કર્યું હોત, પરંતુ એવું નથી. ‘ગોલમાલ’માં મેં ભજવેલું લકીનું પાત્ર ખૂબજ લોકપ્રિય બન્યું છે. મારા પિતાએ એની જીન્દગીમાં ક્યારેય આવી ભૂમિકા કે એની નજીકની ભૂમિકા પણ ભજવી નથી. લોકોને તો બોલવું હોય છે. એટલા માટે તે સમીકરણો બેસાડી દે છે. આમ પણ ટીકાકારોના મોઢે ગળણાં બાંધવા જઈ શકાતું નથી.’
એક્તા કપુર ફિલ્મ જગતનું ખૂબજ મોટું નામ છે. તેની પાસે અબજોની સંપત્તિ છે. જીતેન્દ્ર પણ નીવડેલી શખ્સીયત છે. આ બન્ને પાસેથી લાભ લેવા માટે પણ અનેક લોકો તુષારને પટાવે, તેની સાથે મિત્રતા કરે એ સ્વાભાવિક છે. આ વિશે તુષાર જણાવે છે કે ‘કેટલાક મતલબી લોકો ક્યારેક આ રીતે મારી સાથે દોસ્તી કેળવે છે અને મારી નજીક આવવાની કોશિશ કરે છે, પરંતુ હું આવા લોકોને ન ઓળખી શકું એટલો મુર્ખ અને ભોળો પણ નથી. આવા લોકોથી હું હંમેશા અંતર જાળવી રાખું છું.’
તુષાર કપુર એક્તા કપુર પ્રોડક્શનની આગામી ફિલ્મ ‘ક્યા સુપર કુલ હૈ હમ’માં આવી રહ્યો છે. ક્યા કુલ હૈ હમ અત્યંત વલ્ગર ફિલ્મ હતી. દ્વીઅર્થી સંવાદોથી ભરેલી હતી. ક્યા સુપરકુલ હૈ હમ તેનાથી પણ ચાર ચાસણી ચડે છે. આ ફિલ્મમાં તુષાર કપૂરે ‘દોસ્તાના’ના જોહ્‌ન અબ્રાહમની માફક પોતાના નિતંબનું પ્રદર્શન કર્યું છે. તુષાર કપૂરની ફિલ્મને સફળ બનાવવા માટે વલ્ગર સંવાદો અને સેક્સનો સહારો લેવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શોર ઇન ધ સિટીમાં પણ તેણે અભિનેત્રી રાધિકા આપ્ટેનું બ્લાઉઝ ઉતારવાનું ઉત્તેજક દ્રશ્ય ભજવ્યું હતું.
ક્યા સુપર કુલ હૈ હમમાં નિતંબના પ્રદર્શન વિશે તુષારે કહ્યું કે ‘સની લિયોન કઇપણ કરે તો પણ કોઇને વાંધો નથી, પરંતુ હું મારા નિતંબ એક્સપોઝ કરું તો બધા તરત વિરોધ કરે છે. મારી સામે આરીતે ખોટા વિવાદો ઉભા કરવામાં આવે છે. જોકે હું તેનાથી જરા પણ ડરતો નથી. ક્યા સુપર કુલ હૈ હમ રિલિઝ થશે ત્યારે આ રીતના અનેક વિવાદો બહાર આવશે. ઠીક છે. ભલે આવતા. આવા દો એમને બહાર. જે થશે એ જોઇ લેશું.’
‘શોર ઇન ધ સિટી’ ફિલ્મમાં તુષાર કપુરના કામને વિવેચકોએ વખાણ્યું હતું, પરંતુ બોક્સ ઓફિસ પર તો કાગડા જ ઉડ્યા હતા. શું તું ગે યુવકની ભૂમિકા ભજવવા તૈયાર છો, એવો સવાલ પૂછવામાં આવતા તુષારે કહ્યું હતું કે ‘બોલીવૂડમાં આ એક ખૂબજ સંવેદનશીલ વિષય છે. જો હું એવું પાત્ર ભજવું તો એ મારી સાથે ટેગ બનીને ચિપકી જાય. આ ઉપરાંત ગે સમુદાય સાથે પણ અન્યાય થાય કે તેમને અપમાનજનક લાગે એવું કાઇ કામ કરવું જોઇએ નહીં. આથી અત્યારે તો હું આ વિષય પર આધારિત પાત્ર હરગીઝ ભજવવા માગતો નથી.’
તુષારનો દેખાવ તેનો દુશ્મન છે. નથી તેની પાસે એવો અવાજ. એનો લૂક ટીનેજર કે કોલેજિયન જેવો છે. તેમાં હીરો જેવી પરિપક્વતાનો અભાવ છે. આથી તેને રૂપેરી પડદા પર સોનેરી સફળથા મળવામાં ફાફા પડી રહ્યા છે. જીતેન્દ્ર પાસે આ બધી જ પ્રતિભાઓ હતી.
અત્યાર સુધીમાં તો તુષાર કપૂરે બંદૂક ફોડી નથી, પરંતુ ભવિષ્યમાં તે માઇલસ્ટોન સાબિત થાય એવું કામ કરે એવી આશા રાખીએ.ુ

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved