Last Update : 27-July-2012, Friday

 

યે ન પૂછો ઈસમેં અપની હાર હૈ કી જીત હૈ
ઈસે અપનાલો જો ભી જીવન કી રીત હૈ

 

અભિનય, રાજકારણ અને જીવન વિશે રાજેશખન્નાએ ૧૯૯૬માં આપેલા ઈન્ટરવ્યુમાં હાજરજવાબીનો સુંદર નમૂનો
ગાંધીનગર લોકસભા બેઠકની પેટાચૂંટણીનું ફોર્મ ભર્યા બાદ ‘કાકા’નો ફીલોસોફીક્લ ઈન્ટરવ્યુ
૧૯૯૬માં ગાંધીનગર લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બાદ રાજેશખન્નાએ આપેલી એક ખાસ મુલાકાતમાં પોતાની હાજરજવાબીના કેટલાક સુંદર નમૂના પેશ કર્યા હતા.
તેમને પૂછવામાં આવ્યું કે સામાન્ય રીતે આ સીટ ભાજપની જ ગણાય છે અને જંગી બહુમતીથી કાયમ જીતે છે. તો આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાના જોખમ અને જીતવાની તકો વિશે શું કહેવું છે?
તેમણે કહ્યું કે એકવાર તમે સ્પર્ધામાં ઉતરો, એટલે ઓલિમ્પિક્સની જેમ શ્રેષ્ઠ પ્રયત્ન કરવો જ પડે, પછી પરિણામ જે આવે તે. તેમને ફરીથી પૂછવામાં આવ્યું કે આ બેઠક પરથી લડવા માટે કોઈ કોંગ્રેસી આગેવાન તૈયાર ન હોવાથી તમને ટીકીટ આપવામાં આવી છે અને ‘સોફટ ટારગેટ’ બનાવવામાં આવ્યા છે એવી વાતો કોંગ્રેસમાં થાય છે, એ અંગે શું કહેવું છે? એમણે તરત જ જવાબ આપ્યો, ‘મારી ઉંમર કેટલી છે? મારામાં કોમન સેન્સ નથી? આ ઉંમરે દરેક વ્યક્તિના નિર્ણય પોતાના જ હોય, બીજા કોઈના નહીં. મેં જાતે આ નિર્ણય લીધો છે. પરિણામ જે આવે તે, હું ફાઈટ આપીશ.’
૧૯૯૬ના આગળના પાંચ વર્ષોથી રાજેશખન્ના સાંસદ હતા, પરંતુ તેમની અભિનય કારકીર્દી કઈ દિશામાં જઈ રહી હતી તે તેઓ ખુદ નક્કી કરી શકે તેવી સ્થિતિ નહોતી. આ તબક્કો કદાચ એક સુપર સ્ટાર માટે ઘણો વિષમ હતો. તેમ છતાં તેમના ચહેરા પર એક જબરજસ્ત સ્વસ્થતા હતી અને સ્હેજ પણ અકળાયા વિના સ્વસ્થતા અને ક્યારેક હળવા હાસ્યથી પણ જવાબ આપતાં હતા. આ દરમિયાન રૂમમાં અચાનક ધૂસી આવેલા એક ચેનલના રિપોર્ટરે ટીખળ કરતો સવાલ પૂછ્‌યો, ‘ગાંધીનગરની ટીકીટ લેવા હાઈકમાન્ડ પાસે કેટલી ‘આરાધના’ કરવી પડી?’
રાજેશખન્નાએ પહેલાં તો એને સીઘું જ કહ્યું કે, ‘મેં અત્યારે તમને મુલાકાતનો સમય નથી આપ્યો, પણ તમે જે સંદર્ભમાં પૂછ્‌યું, એ હું સમજી ગયો. હવે સાંભળો મારો જવાબ, આરાધના પણ કરી, દોસ્તી પણ નિભાવી, ખામોશી પણ દેખાડી, સબૂર પણ કરી, અંદાજ પણ બદલ્યો, દર્દ પણ સહ્યું અને આનંદમાંય રહ્યો.’
પેલા રીપોર્ટરને આ જવાબની કલ્પના જ નહોતી. રાજેશખન્નાએ ‘બીટવીન ધ લાઈન્સ’ કહી દીઘું કે કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા આરાધના કરવી જ પડે. દોસ્તી પણ નિભાવીનો મતલબ એ હતો કે રાજીવ ગાંધીના કહેવાથી જ, અમિતાભની જેમ તેઓ રાજકારણમાં આવ્યા હતા. ખામોશી પણ દેખાડીનો મતલબ એ હતો કે ઘણી બધી વખત ઘણું બઘું કહી શકાય એમ હતું, પણ ગરિમા જાળવીને બઘું હૃદયમાં જ ધરબી દીઘું. સફર પણ કરી, એનો મતલબ જીંદગી અને કારકિર્દીના વિવિધ મોડ, મુશ્કેલીઓ અને સિદ્ધિઓ એમ ત્રિવિધ હતો. અંદાજ પણ બદલ્યો, એનો મતલબ સમય પ્રમાણે બદલાવાની વાત હતી, દર્દ પણ સહ્યું એનો તો સીધો જ સંદર્ભ જીવનની અનેક ઘટનાઓ સાથે હતો અને આનંદમાંય રહ્યો, તેનો મતલબ તો સ્પષ્ટ છે. આ લાંબા જવાબમાં તેમણે પોતાની હીટ ફિલ્મોના નામ પણ વણી લીધા.
રાજેશખન્નાએ એ પછી લગભગ એક કલાક સુધી પોતાની ફિલ્મ કારકિર્દી, સહઅભિનેતાઓ અને અભિનેત્રીઓ, દિગ્દર્શકો, રાજકારણ વગેરે વિશે ઘણી વાતો કરી, પરંતુ તેમાંની મોટાભાગની વાતો સૌને ખબર હોવાથી તેનો ઉલ્લેખ ફરીથી કરવો નથી. આખાય ઈન્ટરવ્યુનો સાર રાજેશખન્નાએ, જે તે ક્ષેત્રમાં વ્યક્તિએ શ્રેષ્ઠ પરફોર્મ કરવા પર ભાર મુકીને આપ્યો, પરંતુ સાથે સાથે, પરિણામોને કેવી રીતે સ્વીકારવા, તે અંગે આ ગીતની લાઈન્સ ગણગણી,
‘યે ન પૂછો ઈસમેં અપની હાર હૈ કી જીત હૈ,
ઈસે અપનાલો જો ભી જીવન કી રીત હૈ.’
- દક્ષેશ પાઠક

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved