Last Update : 27-July-2012, Friday

 

અસિન પોતાની સિદ્ધિનો ઢંઢેરો પીટવામાં માનતી નથી

 

દક્ષિણમાં સ્ટારડમનો સ્વાદ માણ્યા પછી બોલીવૂડમાં આવેલી અસિન થોટ્ટુમકલને અહીં પણ દર્શકો તેમજ ફિલ્મસર્જકોએ બહોળો આવકાર આપ્યો છે. તેને સલમાન ખાન, અજય દેવગણ, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર, આમિર ખાન જેવા ટોચના કલાકારો સાથે કામ કરવાની તક મળી છે એટલું જ નહીં રૂા. ૧૦૦ કરોડની કલબમાં સામેલ થનારી ગણીગાંઠી અભિનેત્રીઓની યાદીમાં તેને સ્થાન મળ્યું છે. આમ છતાં પણ અસિન તેની સિદ્ધિના છાપરે ચઢીને નગારા પીટતી નથી. હકીકતમાં તો તેની ‘ગજની’, ‘રેડી’ અને ‘હાઉસફૂલ-ટુ’ જેવી ત્રણ ફિલ્મોએ રૂા. ૧૦૦ કરોડનો આંકડો વટાવી દીધો હતો. ‘‘હા, મને મારી સિદ્ધિનો ઢંઢેરો પીટીને જાહેરાત કરવાની આદત નથી. તેમજ હું કોઈ બીજા કલાકાર માટે શુકનિયાળ છું એવો દાવો કરવાનું પણ મને ગમતું નથી. મને લાગે છે કે મારી જાતનું માર્કેટંિગ કરવામાં હું ઘણી નબળી છું. મારું માનવું છે કે કોઈ ફિલ્મ સફળ થાય તો એનો શ્રેય એ ફિલ્મ સાથે સંકળાયેલા બધા જ લોકોને જાય છે. અને એ માટે માત્ર કોઈ અભિનેતા કે અભિનેત્રી જવાબદાર નથી. આથી કોઈ પણ જાતની ક્રેડિટ લીધા વિના સફળતા માણવી જોઈએ,’’ અસિન કહે છે.
‘બોલ બચ્ચન’ પછી હવે અસિન તેની બીજી ફિલ્મો તરફ આગળ વધી ગઈ છે. અને તેને જે પ્રકારની ફિલ્મો મળે છે એનાથી તે ખુશ છે. ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સ સાથે કામ કરવાની તક મળી એ માટે તે પોતાની જાતને નસીબદાર માને છે.
ફિલ્મો પસંદગી વખતે તે સૌપ્રથમ સ્ક્રિપ્ટને મહત્ત્વ આપે છે એ પછી તે દિગ્દર્શક, નિર્માતા અને તેના સહ કલાકારને મહત્ત્વ આપે છે.
‘ખિલાડી ૭૮૬’માં તે અક્ષય કુમાર સાથે કામ કરી રહી છે. ‘ખિલાડી’ જેવી મોટી ફ્રેન્ચાઈઝના એક ભાગ બનવા મળ્યું એનો તેને આનંદ છે. આ ફિલ્મમાં અસિને નરગિસ ફખ્રીનું સ્થાન લીઘું હતું. અને ફિલ્મના શૂટંિગનું એક શેડ્યૂલ પૂરું થઈ ગયું છે.
‘બોલ બચ્ચન’ પહેલાં અસિને અજય સાથે લંડન ડ્રીમ્ઝ કરી હતી. અજય એક ટેલન્ટેડ અભિનેતા હોવાનું અસિન કહે છે. જો કે ‘લંડન ડ્રીમ્ઝ’ અને ‘બોલ બચ્ચન’ એક બીજાથી અલગ પ્રકારની ફિલ્મો હોવાથી તેને માટે બોલ બચ્ચનનો અજય સાથે કામ કરવાનો અનુભવ અલગ જ હતો, એમ અસિનનું કહેવું છે.
અસિન કહે છે કે રોહિત શેટ્ટીની કામ કરવાની પદ્ધતિ દક્ષિણના દિગ્દર્શક જેવી જ છે. તે વ્યવસ્થિત રીતે કામ કરે છે અને દક્ષિણના દિગ્દર્શકની જેમ તેને પણ થોડી ભરાવદાર કાયા ધરાવતી અભિનેત્રીઓ પસંદ છે.
‘હાઉસ ફૂલ-ટુ’ અને ‘બોલ બચ્ચન’ જેવી કોમેડી ફિલ્મો કર્યાં પછી હવે અસિનને કોમેડી ફિલ્મો કરવામાં ફાવટ આવી ગઈ છે અને તેને આ પ્રકારની ફિલ્મો કરવામાં આનંદ પણ મળે છે.
આજે નારી પ્રધાન ફિલ્મો બનવાની શરૂ તઈ ગઈ હોવા છતાં પણ અસિનનું માનવું છે કે આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પુરુષ પ્રધાન જ છે. અને અભિનેતા ફિલ્મનો રિયલ સ્ટાર છે. જોકે નારી પ્રધાન ફિલ્મો બનતી હોવાની વાત પ્રશંસનીય છે, પરંતુ આ ફિલ્મો ઘણી ઓછી બને છે એવો તેનો અભિપ્રાય છે.
બોલીવૂડ અને લિન્ક અપને એકબીજાથી છૂટા કરી શકાય તેમ નથી. આ બન્ને એકબીજાના પૂરક છે. તો પછી તુ આનો સામનો કેવી રીતે કરે છે? આ પ્રશ્વ્નના ઉત્તરમાં અસિન કહે છે, ‘‘મારે તેનો સામનો કરવાની જરૂર પડતી જ નથી. આવી અફવાઓ આપમેળે જ શાંત થઇ જાય છે. હું એ બાબતે ભાગ્યશાળી છું કે મારા માતા-પિતા આ ઇન્ડસ્ટ્રી કેવી રીતે કામ કરે છે એનાથી પરિચિત છે. આથી કોઈ સાથે મારું નામ જોડાય તો મારે મોં છૂપાવવાની જરૂર પડતી નથી. મારા માતા-પિતાને રૂપમાં મારી પાસે મજબૂત ટેકો છે. અને આ વાત આવી બધી અફવાઓનો સામનો કરવા માટે પૂરતી છે.’’
આ વર્ષે અસિન ઘણી વ્યસ્ત હતી, પરંતુ તેનું કહેવું છે કે તેના સહ કલાકારો સારા હોવાથી તેને પોતે કામ કરતી હોય એવું લાગતું જ નહોતંુ. સેટ પર તેઓ એટલી મોજમજા કરે છે કે તે એક પિકનિક પર આવી હોય એવું જ તેને લાગે છે.
છેલ્લા કેટલાક વરસોથી ઘડિયાળને કાંટે કામ કરતી અસિન હાથમાંની તેની ફિલ્મો પૂરી થયા પછી એક લાંબુ વેકેશન માણવાની યોજના બનાવી રહી છે અને કોમેડી પછી હેવ ‘ખિલાડી ૭૮૬’માં એકશનનો પ્રશ્વ્ન છે તો, ‘‘મને એકશન ફિલ્મ કરવાની ઇચ્છા છે પણ આ ફિલ્મમાં હું એકશન કરવાનું કામ અક્ષયને જ સોંપું છું.’’
‘કાવલન’, ‘પોખિરી’ જેવી અસિન ની કેટલીક દક્ષિણની ફિલ્મોની હંિદી રિમેક બની છે, પરંતુ ‘ગજની’ સિવાય અસિન કોઈ પણ રિમેકમાં જોવા મળી નથી. આ વાતનો ખુલાસો કરતા અભિનેત્રી કહે છે, ‘ગજની’ મારી પહેલી હંિદી ફિલ્મ હોવાને કારણે મેં એ ફિલ્મ કરી હતી. બીજી રિમેક માટે પણ ઑફરો મળી હતી. ‘બોડીગાર્ડ’ની ઑફર પણ મારી પાસે આવી હતી, પરંતુ ‘રેડી’ જેવી કોમેડી ફિલ્મ પછી રોમાન્ટિક ફિલ્મ સાથે કરવાની સલમાન અને મારી ઇચ્છા નહોતી. આ ઉપરાંત એક વાર મેં જે કામ કર્યું છે એ વારેવાર કરવાની મારી ઇચ્છા નથી. આથી એક રિમેક ફિલ્મ કરવાને બદલે હું બીજી નવી ફિલ્મ કરવાનું વઘુ પસંદ કરીશ.’’

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved