Last Update : 27-July-2012, Friday

 

રાજ કુન્દ્રા પોતાને શિલ્પા શેટ્ટીનો પતિ કહેવડાવામાં જરા પણ શરમ અનુભવતો નથી

 

બ્રિટિશ એશિયન બિઝનેસમેનને જ્યારે કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો ત્યારે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે ધંધામાં આટલી મોટી સફળતા મળશે
બ્રિટિશ એશિયન બિઝનેસમેન રાજ કુંદરાને શિલ્પા શેટ્ટીના પતિ તરીકે ઓળખાવામાં કોઇ વાંધો નથી. પત્નીના મોંફાટ વખાણ કરતા પણ એ થાકતો નથી.
જૂહુ બિચ પર રાજમહેલ જેવો તેનો ‘કિનારા’ બંગલો આવેલો છે. લિવંિગ રૂમ સ્વારોવસ્કી ક્રીસ્ટલ વડે સજાવવામાં આવ્યો છે. લાકડાના શિલ્પો અને એમ.એફ. હુસૈનના પૈઇન્ટંિગ સજાવવામાં આવ્યાં છે.
પોતાના તાજેતરના દિવસો વિશે વાત કરતા રાજ કુન્દ્રા કહે છે કે ‘છેલ્લા કેટલાક સપ્તાહો મારા માટે અત્યંત વ્યસ્તતાથી ભરેલાં રહ્યાં.’
શરૂઆતના કેટલાક અઠવાડિયાં તેઓ ઇન્ડિયન પ્રિમિયર લીગમાં વ્યસ્ત રહ્યા. ઉલ્લેખનીય છે કે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સની માલિકી ધરાવે છે. મે મહિનામાં શિલ્પા શેટ્ટીને સુવાવડ આવી અને ત્યાર બાદ તરત જ રાજે તરત જ સુપર ફાઇટ લીગ લોન્ચ કરી.
સુપર ફાઇટ લિગ ભારતમાં પ્રથમ વખત વ્યવાસાયીક ઢબે યોજવામાં આવેલી મિક્સ્ડ માર્શલ આર્ટ લીગ છે. તેમાં લડવાની કોઇ પણ શૈલી અપનાવી શકાય છે. બસ એક જ શરત છે કે આંખ ઉપર કે જાંઘનથી પેટ વચ્ચેના ભાગમાં ક્યાંય વાર કરી શકાતો નથી.
કુન્દ્રા સ્પોટ્‌ર્સ બિઝનેસમાં સાહસો ખેડવા માટે જાણીતો છે. આઇપીએલમાં ટીમ ખરીદવી એ પણ તેના માટે એક સાહસ જ હતું, જે સફળ નિવડ્યું. બોલિવૂડ અભિનેતા સંજય દત્ત સાથે મળીને તેણે બીજુ સાહસ સુપર ફાઇટ લિગમાં ખેડ્યું.
આ વિશે રાજ જણાવે છે કે ‘તમે શરૂઆતના વર્ષોમાં નુકસાન કરી શકો છો, પણ આ સ્પોટ્‌ર્સ લોકપ્રિય બનતાની સાથે બધા જ સમીકરણો સકારાત્મક બની જશે. અમે સુપર ફાઇટ લિગની સાથોસાથ એસપીએલ જીમ પણ શરૂ કર્યા છે. મિકસ્ડ માર્શલ આર્ટના ટ્રેનંિગ સેન્ટર શરૂ કર્યા છે. અમે મિકસ્ડ માર્શલ આટ્‌ર્સના ચેમ્પિયનો ઉભા કરીશું. ત્યાર પછી દર્શકો તેમના તરફ ચુંબકની જેમ આકર્ષાવા લાગશે.’
રાજ કુન્દ્રાએ સામેથી સંજય દત્ત પાસે જઇને તેને સુપર ફાઇટ લિગમાં પાર્ટનરશીપ કરવા માટે ઓફર કરી હતી. રાજે આ વિશે કહ્યું કે ‘એસએફએલ’ માટે મારે એક ચ્હેરાની જરૂર હતી અને બોલિવૂડ અભિનેતાથી બહેતર કોઇ ન હોઇ શકે. આથી મેં સંજય દત્તનો સંપર્ક કર્યો. એસએફએલનું માળખું સાવ સરળ છે. તેમાં આઠ લડાઈઓ થાય છે અને ત્યાર પછી ૪૫ મિનિટનો બોલિવૂડ જલસો.’
રાજ કુન્દ્રાને વિશ્વાસ છે કે આ સાહસ સફળ નિવડશે. તેણે કહ્યું હતું કે ‘રાજસ્થાન રોયલ્સ હોય કે સ્પોટ્‌ર્સ ફાઇટ લિગ, અમે બે વર્ષમાં નહીં નફો નહીં નુકસાનની સ્થિતિ સુધી પહોંચી જઇશું. મારો રોકડમેળ સકારાત્મક છે એ બાબતે હું ખૂબ જ ખુશ છું.’
આ ઉપરાંત તેના મનમાં બીજા પણ કેટલીય યોજનાઓ છે. તે આઠ શીખાઉ યુવકો અને આઠ શીખાઉ યુવતીઓને લઇને મિક્સ્ડ માર્શલ આર્ટનો રિયાલિટી શો કરવા માગે છે. આ રિયાલિટી શોમાં વિજેતા બનનારાને સુપર ફાઇટ લિગમાં સીધી એન્ટ્રી મળશે. જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ તેમની સાથે ભાગીદારી કરવા માટે તૈયાર છે. નાશિક, દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ અને ચંદીગઢમાં આ માટે ઓડિશન્સ પણ થઈ ચૂક્યા છે.
અત્યારે એક ટીવી ચેનલ પર ‘રંિગ કા કંિગ’ નામનો બોક્સંિગ પર રિયાલીટી શો ચાલી રહ્યો છે. આ વિશે રાજે કહ્યું હતું કે ‘આ શો પટકથા આધારિત હોવાથી તે ફ્‌લોપ ગયો હતો. અમારો રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ નહીં હોય. કારણ કે અમે મિકસ્ડ માર્શલ આર્ટ માટેનો દર્શકવર્ગ ઉભો કરવા માગીએ છીએ.’
રાજ કુન્દ્રા ૧૭ વર્ષનો હતો ત્યારે તેને લંડનની વિમ્બલ્ડન કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારે તેણે સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે આગળ જતા તે બિઝનેસનો એક્કો સાબિત થશે.
રાજ આ વિશે જણાવે છે કે ‘કોલેજ અઘૂરી રહી જતા હું મારા પિતાના રેસ્ટોરાં બિઝનેસમાં જોડાયો હતો, પરંતુ ત્રણ જ મહિનામાં મને ખબર પડી ગઈ કે હું આ માટે નથી બન્યો. ત્યાર પછી મને મારો ધંધો ગોઠવવા માટે છ મહિના આપવામાં આવ્યા. હું પૈસા લઈને નેપાળ અને કાશ્મીર ગયો અને ત્યાંથી પશ્મીનો ઘેટાના ઊનમાંથી બનતી શાલ ખરીદી લંડનમાં વેચી. થોડા સમયમાં માંગ એટલી વધી ગઈ કે હું આખેઆખી ફેક્ટરીનું સામટુ ઉત્પાદન ખરીદતો થઈ ગયો. જોકે આ બિઝનેસ બહું લાંબો ન ચાલ્યો. ત્યાર બાદ હું ખાણ અને ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનના ધંધામાં જોડાયો. ’
હાલ રાજ કુન્દ્રા સોના અને કિમતી ધાતુઓમાં રોકાણથી માંડીને રાજસ્થાન રોયલ્સ અને એસએફએલ સુધીના અનેક ધંધાઓ ધરાવે છે.
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથેના લગ્નને તે સૌથી મોટી સેલિબ્રિટી ઇવેન્ટ ગણે છે.
શિલ્પા સાથેની પ્રથમ મુલાકાત કઈ રીતે થઈ એવું પુછવામાં આવતા રાજે કહ્યું હતું કે ‘મેં સૌપ્રથમ શિલ્પા શેટ્ટીને ‘બિગ બ્રધર’ રિયાલિટી શોમાં જોઈ હતી. તેનો મરતે દમ તક લડતા રહેવાનો અને ક્યારેય હાર ન માનવાનો અભિગમ મને ખૂબજ ગમ્યો હતો. હું તેના ફારુક હુસૈન મારફતે મળ્યો. તેને એક પરફ્‌યુમના પ્રોમોશન માટે સાઇન કરવાની હતી. તે માની ગઈ અને મેં તેને વઘુ રકમ ચૂકવીને સાઇન કરી. કારણ કે હું સમજી ગયો હતો કે આ જ મારી જીવનસાથી બનશે.’
તેણે જરા ગંભીરતા સાથે કહ્યું કે ‘એ જ દરમિયાન પ્રથમ પત્ની સાથે મારા છૂટાછેડા થયા. અમે અલગ થયા ત્યારે મારુ બાળક ચાલીસ દિવસનું હતું, પરંતુ શિલ્પાએ મારા જીવનમાં આવીને તમામ કમીઓ પુરી કરી દીધી અને હવે તો તે પણ માં બની છે. તે મારી સૌથી પહેલી પ્રાયોરિટી છે અને મને શિલ્પા શેટ્ટીનો પતિ કહેવડાવામાં જરા પણ છોછ કે શરમ નથી. તેણે મને જે આપ્યું છે એ અપ્રતિમ છે.’

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved