Last Update : 27-July-2012, Friday

 

બિમારીને કારણે સલમાનની કારકિર્દી પર પ્રશ્નચિહ્ન મૂકાશે?

 

સુપરસ્ટારના મુશ્કેલીના સમયે કેટરીના કૈફ એની પડખે અડીખમ બનીને ઊભી છે
સલમાન ખાન કદી લાંબો વખત સુખ ભોગવી નથી શકતો. એની કુંડળી જ એવી છે કે સુખ આવે ત્યારે દુઃખ બારણે ટકોરા મારતુ ઊભુ હોય. સલ્લુ અત્યારે પોતાની કારકિર્દીમાં સફળતાની ટોચ પર છે ત્યારે એને સ્વાસ્થ્યની ગંભીર તકલીફ ઊભી થઈ છે. પરિસ્થિતિ એટલી કટોકટીભરી હોવાનું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાય છે કે સલમાન જો જટિલ સર્જરી કરાવવા અમેરિકા નહિ જાય તો ‘દબંગ-ટુ’ બાદ એની અભિનય કારકિર્દી પર પ્રશ્નચિન્હ મૂકાઈ જશે. એટલે જ બૉલીવુડનો સુપસ્ટાર જુલાઈમાં ‘દબંગ-ટુ’નું શૂટીંગ પુરું કર્યા બાદ ઓપરેશન માટે તુરત ન્યૂ જર્સી ઉપડી જવાની તૈયારી કરી રહ્યો છે.
ખાનને ખરેખર શું થયું છે? એક્ટરને ચહેરાની જમણી બાજુની નસમાં સખત દુખાવો રહે છે, જેને તબીબી ભાષામાં ‘ટ્રિજેમિનલ ન્યૂરેલ્જિયા’ કહેવાય છે. વળી, સલમાનને ચહેરાની જે નસમાં દુઃખાવો થાય છે એને મગજના ટિસ્યુજ સાથે સીધો સંબંધ છે, જે વઘુ ચંિતા ઉપજાવનારી બાબત છે. અઘુરામાં પુરુ, એને એન્યુરિઝમની પણ તકલીફ છે, જેમાં રક્તવાહિનીની દીવાલની નબળાઈને કારણે ધમનીના અમુક હિસ્સામાં અસાધરણ સોજો આવી જાય છે. જાણીતા અંગ્રેજી ફિલ્મ સામયિક ‘સ્ટારડસ્ટ’ના જુલાઈ, ૨૦૧૨ના અંકમાં સલમાનના એક નજીકના મિત્રને એમ કહેતો ટાંકવામાં આવ્યો છે કે, ‘ધમનીના સોજાનું ઓપરેશન કરવું બહુ જોખમી છે. જો ઓપરેશન નિષ્ફળ જાય તો દર્દી કોમામાં સરી જઈ શકે.’
ખાનનો ચહેરાની નસનો અસહ્ય દુખાવો કોઈ નવી વાત નથી. એક વરસ પહેલાં એક્ટરે અમેરિકામાં આઠ કલાક લાંબુ એનું જ ઓપરેશન કરાવ્યું હતું. એ વખતે સલમાને પોતે જ એક અખબારી નિવેદનમાં એમ જણાવ્યું હતું હતું કે ચહેરાની નસનો દુખાવો છ મહિનામાં મટી શકે અથવા તો એને ત્રણથી ચાર વરસ પણ લાગી જાય. મારે મેક-અપ કરાવવા પાછા અમેરિકા જવું પડશે.’ એણે એ વખતે એવો હળવો સંકેત આપ્યો હતો કે આ રોગમાં આગળ જતા નવી ગુંચવણો ઊભી થઈ શકે છે. એક વાત ચોક્કસ છે કે ખાન રેગ્યુલર ચેક-અપ માટે અમેરિકા નથી જઈ રહ્યો. એણે બીજી ફુલ-ફ્‌લેજ્ડ સર્જરી કરાવવી પડશે. ખરૂં જોતા, સલમાને શક્ય એટલી વહેલી સર્જરી કરાવવાની જરૂર છે. પરંતુ પોતે એક સાચો પ્રોફેશનલ એક્ટર હોવાથી યશરાજ ફિલ્મસની ‘એક થા ટાઈગર’ અને નાના ભાઈ, અરબાઝ ખાનની ફિલ્મ ‘દબંગ-ટુ’ પુરી કરવી એની પહેલી પ્રાથમિક્તા બની ગઈ છે. બીજી તરફ, સલ્લુને ચહેરા પર ગમે ત્યારે દુખાવો ઉપડે છે, જે ક્યારેક અસહ્ય પણ બની જાય છે. દુખાવાથી છુટકારો મેળવવા એ એન્ટીબાયોટિક્સના હાય ડોઝ લે છે પણ એનાથી તાત્પુરતી રાહત જ મળે છે. ટૂંકમાં, સલમાનને ફરી સર્જરી કરાવ્યા વિના ચાલે એમ નથી. આ એક એવી વિચિત્ર અને જટિલ બિમારી છે, જેમાં દર્દીની જીવનશૈલી પણ બદલાઈ જાય છે. એને માટે બ્રશ કરવા, દાઢી કરવા, ખાવા અને વાત કરવા જેવી સામાન્ય પ્રવૃત્તિઓ પણ પીડાદાયક બની જાય છે. એનાથી પણ વઘુ ચંિતા એ વાતની છે કે જોરથી ફુંકાતો પવન, લોકોના ટોળાં, ઘોંઘાટ અને ચ્યુંઈગમ પણ એની તબિયત વઘુ બગાડી શકે. આ રોગમાં નસમાં ઈલેક્ટ્રીક શૉક લાગવા જેવો દુખાવો થાય છે. સલમાનની નજીકની એક વ્યક્તિના જણાવવા મુજબ એને ચહેરાના જમણી બાજુથી દુખાવો શરૂ થયો હતો પણ હવે વરસો બાદ દુખાવો નસની બીજી શાખાઓમાં પણ પ્રસરે છે.
એક બીજી નોંધવા જેવી બાબત એ છે કે ઉંમર પણ ખાનની તરફેણમાં નથી. એ પિસ્તાળીસની ઉંમર વટાવી ચુંક્યો હોવાથી એણે કામમાંથી નિયમિત બ્રેક લેતા રહેવું જોઈએ. એને બદલે સલ્લુ છેલ્લા બે દાયકાથી ઊંઘુ ઘાલીને કામ કર્યે રાખે છે. વળી, એ કામ અઘુરુ મૂકીને નિર્માતાઓને મુશ્કેલીમાં પણ નથી મૂકવા માગતો. એના અનુજ અરબાઝે એને દબંગ-ટુના શૂટીંગમાંથી બ્રેક લઈ સર્જરી કરાવી લેવાની વિનંતિ કરી ત્યારે પણ એણે સાફ ઈન્કાર કરી દીધો હતો. સલ્લુ પોતાનું તમામ પેન્ડંિગ કામ પૂરું કરીને જ સર્જરી માટે અમેરિકા જવા માગે છે. એમ તેના એક મિત્રે જણાવ્યું હતું.
સલમાનનો ચહેરાની નસનો દુખાવો નવો નથી. એ ડેવિડ ધવનની ફિલ્મ ‘પાર્ટનર’નું ૨૦૦૭માં શૂટીંગ કરી રહ્યો હતો ત્યારે આ દુખાવો શરૂ થયો હતો. કપાળ પર નજીવી પીડાથી રોગની શરૂઆત થઈ ત્યારે એને વીજળીનો હળવો કરંટ લાગ્યો હોય એવો અનુભવ થતો. ધીમે ધીમે દુખાવો એના ગાલ સુધી ફેલાયો અને છેલ્લે, અનિલ શર્માની ફિલ્મ ‘વીર’ના શૂટીંગ દરમ્યાન સલમાનનું આખુ ડાબુ જડબુ પકડાઈ ગયું. ચહેરાની આ નસ સીધેસીધી મગજ સાથએ જોડાયેલી હોય છે અને એટલે જ ટ્રિજેમિનલ ન્યુરેલ્જિયા ‘સુસાઈડ ડિસીઝ’ તરીકે પણ જાણીતો છે. આ નસ મગજમાંથી નીકળી ચહેરાના ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે. એટલે જ રોગની સર્જરી બહુ મુશ્કેલ ગણાય છે. જો જરાક પણ ભૂલ થાય તો મસ્તિષ્કના ટિસ્યુઝને નુકસાન થઈ શકે, જે સુપરસ્ટાર માટે ઘાતક નીવડી શકે. આ લેસર સર્જરી છે અને દુનિયાના ટોચના સર્જનો ન્યુ જર્સીમાં સલમાનનું ઓપરેશન કરવાના હોવા છતાં ખાન પરિવાર અને એક્ટરના નજીકના મિત્રો મોટી ચંિતામાં મૂકાઈ ગયા છે. સંકટ સમયે માણસને પોતાના મિત્રોની સાચી ઓળખ થઈ જાય છે. સલમાન સાથે એવું જ બન્યું છે. ખાનના કેટલાક મિત્રો અને હિરોઈનો એના જોર પર પોતાની કારકિર્દી બનાવી લીધા બાદ મુશ્કેલીના સમયે એની નજીક પણ ફરકતા નથી. એવા વખતે સલ્લુની એક સમયની પ્રેમિકા અને હાલ ‘બેસ્ટ ફ્રેન્ડ’ કેટરીના કૈફ અત્યારે એની પડખે શક્તિ બનીને ઊભી છે. થાઈલેન્ડમાં ‘એક થા ટાઈગર’નું શૂટીંગ ચાલતું હતું ત્યારે કેટરીના પોતાના શેડ્યુલથી ઘણી વહેલી ત્યાં પહોંચી ગઈ હતી. એ દરમ્યાન કેટરીનાએ સતત સલમાનની સાથે રહી એની તબિયતની કાળજી લીધી હતી. દુખાવો વધે નહિ એ માટે ડૉક્ટરોએ સલમાનને અમુક તકેદારીઓ લેવાની સૂચના આપી હતી. કેટરીનાએ એ બધી સૂચનાઓ જાણી લઈ સલમાન પાસે એનું ચુસ્ત પાલન કરાવ્યું હતું.
એક થા ટાઈગરના શેડ્યુલ દરમ્યાન સલમાન પોતે જ પોતાના સ્ટંટ કરવાનો આગ્રહ રાખતો હતો. સ્ટંટ કરતી વખતે એને બહુ પીડા થતી હતી પણ એ ચહેરા પર કળાવા નહોતો દેતો. કેટરીના આ બઘુ જોતી અને સમજતી હતી. પોતાના બેસ્ટ ફ્રેન્ડને તકલીફમાં જોઈને એ પોતાના આંસુ રોકી નહોતી શકતી. ક્યારેક તો કેટરીના સલીમ ખાનને ફોન પર સલમાનની પીડાની વાત કરી ચોધાર આંસુએ રોઈ પડતી હતી. એમ યુનિટના એક સભ્યે જણાવ્યું હતું.
આ પરિસ્થિતિમાં સલ્લુ લાંબો પ્રવાસ ખેડી શકે એમ નથી. મિસ કૈફ એ જાણે છે. એટલે જ એણે ખાનને કરણ જોહરની બર્થ-ડે પાર્ટીમાં હાજરી આપવા બેંગકોકથી મુંબઈ આવવા નહોતો દીધો. એટલું જ નહંિ, ન્યુ જર્સીમાં સલમાનના ઓપરેશન દરમ્યાન હાજર રહેવા કેટરીનાએ યશરાજ ફિલ્મસની બે ફિલ્મો ‘ઘુમ-૩’ અને શાહરૂખ ખાન સાથેની ફિલ્મનું શૂટીંગ શેડ્યુલ પણ એ રીતે જ ગોઠવ્યું છે. મિસ કૈફની આવી અસીમ લાગણી અને પ્રેમ જોઈને સલમાન આજકાલ ઘણીવાર એને મજાકમાં કહે છે કે ‘મને તારા જેવી એક છોકરી ગોતી આપ.’ુ

 
Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved