Last Update : 27-July-2012, Friday

 

સંિગલ હોવા છતાં ભરપૂર આનંદ માણી રહેલા કલાકારો

 

તેઓ સુંદર, ક્યુટ તેમજ સ્માર્ટ છે પરંતુ હજી લાઇફ પાર્ટનર વગર એકલી ભટકી રહી છે છતાં જીવનનો ભરપૂર આનંદ માણી ખુશખુશાલ જીવન પસાર કરી રહી છે.
સુમોના ચક્રવર્તી
હાલ તે ‘ બડે અચ્છે લગતે હૈ’માં નતાશાનું પાત્ર ભજવી રહી છે. સંિગલ વિશેનો પોતાનો અનુભવ જણાવતા કહે છે કે, મારે સાથીની ઉતાવળ ન હોવાથી હું હજી સુધી સંિગલ છું. સંિગલ હોવાનો એક ફાયદો એ પણ છે કે તમારે કોઇને જવાબ આપવાનો નથી હોતો. હા, પણ મારા કપલ ફ્રેન્ડ્‌સને એકમેકના પ્રેમમાં ધૂંટર-ગૂં કરતાં જોઉં ત્યારે થોડો જીવ બળી જતો હોય છે અને ત્યારે ડ્રિન્કને મારો સાથી બનાવી લઉં છું.હાલ મારે એકમાંથી બે થવું જોઇએ તે હું જાણતી નથી.એ તો નસીબમાં હશે ત્યારે જ થવાશે.
જિયા માણેક
જિયા માણેકે ‘ગોપી વહુ’ તરીકે સારી લોકપ્રિયતા મેળવી છે. જોકે હવે તો તેે એ પાત્ર નથી ભજવતી. ‘ઝલક દિખલા જા’માં તે જોવા મળે છે. જિયા માણેક સંિગલનો અનુભવ જણાવતાં કહે છે કે, સંિગલ રહેવાનો ફાયદો એ છે કે પઝેસિવ બોયફ્રેન્ડની તકલીફથી મુક્તિ ઓછી તાણ, ઓછી જવાબદારી અને કોઇ પણ જાતની પાબંધી નહીં. જોકે મારા સંબંધો વિશે ઘણી અફવાઓ ચગી છે છતાં હુ સંિગલ હોવાની સ્વતંત્રતાનો ભરપૂર આનંદ ઉઠાવી રહી છું. હાલ મારે કોઇ પણ બંધનમાં બંધાવવાની ઇચ્છા નથી.
શિલ્પા આનંદ
‘દિલ મિલ ગયે’માં તે જોવા મળી છે. કોઇ ખોટી વ્યક્તિની સાથે સંબંધ જોડવા કરતા સંિગલ રહેવું વધારે સારું છે. મને જ્યાં સુધી મિ.રાઇટ ન મળે ત્યાં સુધી હું ઉતાવળ કરવાની નથી. સંિગલ રહેવામાં પણ ઘણા ફાયદા છે. એક વાર બંધનમાં બંધાયા પછી તમારો સઘળો સમય સામાન્ય રીતે તમાસા સાથી સાથે જ પસાર થઇ જતો હોય છે અને પોતાના માટે સમય ન રહ્યાની પીડા થાય છે. મોટા ભાગના ભારતીય પુરુષોને પોતાના અહમ નડતા હોય છે તેથી તેમની સાથે પનારો પાડવોપણ અઘરો છે તેમ શિલ્પાનું માનવું છે. એકમાંથી બે થવા માટે હું હજી તૈયાર નથી.
અનુપ્રિયા કપૂર
‘તેરે લિયે’ની આ અભિનેત્રીને અંગત સંબંધ બાંધવા જેવો કોઇ પુરુષનો હજી ભેટો નથી થયો. સંિગલ રહેવામાં સોથી વઘુ આનંદ એ છે કે તમારા જે મિત્રોને સાથી મળી ગયા છત્તેઓ તમારું કોઇ નથી જાણીને તમારી વધારે કાળજી રાખે છે.
આસ્થા ચૌધરી
‘બાબુલ કા આંગન છૂટે ના’ની આ અભિનેત્રીને હજી સુધી તેનો મનનો માણીગર મળ્યો ન હોવાથી સંિગલ છે. સંિગલ રહેવાનો સૌથી મોટો ફાયદો તેના માટે એ છે કે તમારે કોઇને જવાબ આપવાનો નથી હોતો. ક્યારે પણ જાવ, ક્યાંય પણ જાવ બોયફ્રેન્ડને કોઇ જવાબ આપવાનો હોતો નથી. પરંતુ અમુક સંજોગોમાં તમારું કોઇ હોય એ જરૂરી છે. જે તમને સંભાળી લે છે. ુ

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved