Last Update : 27-July-2012, Friday

 

બોલીવૂડના કલાકારોની રક્ષાબંધનની ઉજવણી

 


પંચરંગી મુંબઈમાં બધા જ તહેવારો ધામઘૂમથી ઉજવવામાં આવે છે અને બધા જ તહેવારમાં લોકો ધર્મ કે સંપ્રદાયને ભૂલીને આત્મીયતાથી સહભાગી થાય છે. ભાઈ-બહેનના પ્રેમને સુદ્રઢ અને વઘુ આત્મીય બનાવતો રક્ષાબંધનો તહેવાર પણ મુંબઈકર ખૂબ જ આનંદ ઉલ્લાસથી ઉજવે છે. મુંબઈની અન્ય એક ખાસિયત છે. બોલીવુડ. ફિલ્મ ઉદ્યોગના કલાકારો પણ હોળી, દિવાળી, ઇદ, રક્ષાબંધન જેવા બધા જ તહેવારોને આનંદથી ઉજવે છે.
ફિલ્મ કલાકારો રક્ષાબંધનના તહેવારને પણ મહત્ત્વનો ગણે છે અને પ્રત્યેક કલાકાર આ દિવસ પોતાના કુટુંબ સાથે વિતાવે છે. ચાલો, રક્ષાબંધન વિશેના બોલીવૂડના કલાકારોના વિચારો જાણીઓ.
રાણી મુખર્જી ઃ મારો મોટોભાઈ રાજા જેને હું ‘દાદા’ કહું છું. તે મારી ખુશી માટે બઘું જ કરવા તત્પર હોય છે. અમારા માટે રક્ષાબંધનનું ખાસ મહત્ત્વ છે અને તે દિવસ અમે સાથે જ વિતાવીએ છીએ. મારા મતે મારો. ભાઈ જગતનો સર્વશ્રેષ્ઠ ભાઈ છે.
અમિષા પટેલ ઃ હું અને અશ્મિત (વિક્રમ ભટ્ટની ઇન્તેહા દ્વારા રૂપેરી પડદે પ્રવેશ્યો હતો.) એકબીજાની ખૂબ જ નજીક છીએ. નાનપણથી મેં તેના ઉછેરમાં અંગત રસ લીધો છે. રક્ષાબંધનના દિવસે સવારના હું પૂજા કરું છું. અશ્મિતને મીઠાઈ બહુ ભાવે છે. એટલે રાખડી બાંધી તેની માનીતી કાજુકતરી આપીને તેનું મોંઢું મીઠું કરાવું છું.
વિવેક ઓબેરોય ઃ મારી નાની બહેન મેઘના અને હું હંમેશાં રક્ષાબંધનને દિવસે સાથે જ હોઈએ છીએ. મેઘના એક ઉત્કૃષ્ટ બહેન છે અને તે મને કલાકાર તરીકે માન આપે છે. તેજ પ્રમાણે તે મારી પ્રખર ટીકાકાર પણ છે અને હું તેને ખૂબ જ ખુશ રાખું છું. તે ઘરમાં સૌથી નાની છે અને બધાની વ્હાલી છે.
હૃતિક રોશન ઃમારી મોટી બહેન સુનયના થોડી ‘બોસ’ જેવી છે પરંતુ તે મારી બીજી મમ્મી જેવી પણ છે. રક્ષાબંધનના દિવસે તેને લાડ કરવાનું મને બહુ ગમે છે. મારા મતે રક્ષાબંધન એટલે આટલા ખાસ બનવા માટે આભાર માનવાનો દિવસ છે.
બોબી દેઓલ ઃ મારી મોટી બહેન લગ્ન બાદ થોડો સમય લંડન હતી અને હું કામમાં વ્યસ્ત હતો એટલે ક્યારેક રક્ષાબંધન ચુકાઈ જતી હતી. ત્યારે ફોન પર વાત કરીને અને કુરિયર દ્વારા ગીફ્‌ટ મોકલાવીને ચલાવી લેતા હતા. આ વર્ષે મને આશા છે કે હું તેની સાથે જ રક્ષાબંધન ઉજવીશ.
અરબાઝ ખાન ઃ સલમાન અને સોહેલની સાથે હું રક્ષાબંધન અમારી બહેન અલવીરા અને અર્પિતાને વ્હાલ કરતાં જ વિતાવું છું. આ દિવસે અમે ભાગ્યે જ મુંબઈની બહાર જઈએ છીએ. અમારી માતા હિન્દુ છે એટલે તે અમને બધા જ ભારતીય ઉત્સવો ઉજવવાનું કહે છે. અમારા માટે આ દિવસ ઈદ જેટલો જ મહત્ત્વનો છે.
અમૃતા અરોરા ઃ મારા માટે રક્ષાબંધન ખૂબ જ મહત્ત્વનો દિવસ છે. હું અરબાઝ ખાન અને વિક્રમ ફડનીસને રાખડી બાંઘું છું. સવારના પૂજા કર્યા બાદ અમે બધા જ સાથે જમીએ છીએ. એક વખત મારા બંને ભાઈઓએ મને ભેટ ન આપીને આઘાત આપ્યો હતો. મને ખબર હતી કે અમારી વચ્ચે લાગણી અતૂટ છે છતાં આ દિવસે બહેન ભેટ પણ ઇચ્છે છે. જોકે, બીજે દિવસે બંનેએ મને ભેટ પણ આપી અને ભેટ લીધા વગર રાખડી બાંધવા ઉપર ભાષણ આપ્યું હતું.
બિપાશા બાસુ ઃ રક્ષાબંધનના દિવસે મને ભાઈની ગેરહાજરીનો અનુભવ થાય છે. મારે કોઈ નજીકના પિતરાઈ ભાઈ નથી અને દૂરના પિતરાઈઓ વિદેશમાં રહે છે. જ્યારે મારી માતા ગર્ભવતી હતી ત્યારે રાખડી બાંધવા ભગવાનને મને ભાઈ આપે એવી પ્રાર્થના કરતી. સ્કૂલમાં હતી ત્યારે બધા જ ઓળખતા છોકરાઓને રાખડી બાંધતી મને યાદ છે કે રક્ષાબંધને ભાઈની કમી પૂરી કરવા હું મારી મોટી બહેનના હાથે રાખડતી બાંધતી.
અમ્રિતા રાવ ઃ મારી પાસે રક્ષાબંધનની ઘણી મઘુર યાદો છે. હું મારા પિતરાઈઓને રાખડી બાંઘુ છું અને મને નાની રંગીન ફુમતાવાળી રાખડી બહુ ગમે છે. રાખડી બાંધીને તેમને મીઠાઈ ખવડાવું છું અને તેઓ ભેટમાં મને ફિલ્મની ટિકિટ આપે છે.
આર્યન વેદ ઃ હું જ્યારે અમેરિકામાં હતો ત્યારે રક્ષાબંધનના દિવસે મારી બહેન સાથે હતો. તે સિવાય તો આ તહેવાર ઉજવ્યાને વર્ષો વીતી ગયા. અમેરિકામાં બધા ભારતીય સાથે મળીને રક્ષાબંધન ઉજવે છે, જેમાં ખૂબ જ મજા આવે છે.
રિયા સેન ઃ મારે કોઈ સગો ભાઈ નથી. પરંતુ મારો પિતરાઈ છે. તે દિલ્હી અને જયપુરની વચ્ચે રહે છે તથા હું કોલકાતા અને મુંબઈ વચ્ચે રહેતી હોઉં છું. પરંતુ દુર્ભાગ્યવશ મને આજ સુધી કોઈ ભેટ મળી નથી. એક વખત તેણે રાખડી મોકલવા બદલ આભાર માનવા ફોન કર્યો હતો અને તે મારી યાદગીરી છે.
દિપાનીતા શર્મા ઃ હંુ મારા રાખીભાઈ સાથેની પહેલી રક્ષાબંધન તો ક્યારેય નહીં ભૂલું. હું ત્યારે દિલ્હીમાં હતી. એ તદ્દન અનોખો અનુભવ હતો. અચાનક મને એકદમ સુરક્ષાનો અનુભવ થયો તથા ભેટમાં મને ઘણી બધી ચોકલેટ અને મારા જીવનની પહેલી મેકઅપ કીટ મળી હતી.
એના સંિહ ઃ હું અને સલમાન ખાન કોલેજમાં સાથે હતા તે દિવસોમાં અમે નાના હતા એટલે બહુ ઝઘડતા. સૌથી મજાની વાત એ હતી કે, હું સલમાનને રાખડી બાંધતી અને તે મને ભેટરૂપે પૈસા આપતો. પરંતુ દિવસ પૂરો થતાં સુધીમાં તે પૈસા લઈ લેતો. તે છે, સલમાન મારો નાનો છેલછબીલો ભાઈ. જ્યારે મારો મોટોભાઈ જેકી એકદમ અલગ જ છે. તે મને ઘણી બધી ભેટ આપે છે.
મંદિરા બેદી ઃ ચાર વર્ષ પહેલાનો રક્ષાબંધનનો દિવસ મારા માટે ખૂબ જ યાદગાર હતો. મારો ભાઈ સંિગાપુરમાં રહે છે અને એની સાથે રક્ષાબંધન ઉજવી હતી. હવે ફરી ક્યારે આ રીતે મળીશું તે ખબર નથી.
અદિતી ગોવિત્રિકર ઃ મારો ભાઈ મારા કરતાં આઠ વર્ષ નાનો છે અને મને યાદ છે એ રક્ષાબંધન જ્યારે તેને ઓબેરોય ફ્‌લાઇટ સર્વિસમાં પહેલી નોકરી મળી હતી. તેણે મને ફોન કર્યો અને તે મળવા આવ્યો. મે તેને રાખડી બાંધી અને તેણે મને આઉટફિટ ભેટમાં આપ્યો. તેણે તેનો બધો પગાર તે ડ્રેસ ખરીદવામાં ખર્ચી નાખ્યો હતો.
સિમ્મી ગેરવાલ ઃ મારે કોઈ સગો ભાઈ નથી. હું મારા પિતરાઈને રાખડી બાંઘું છું. ફિલ્મ ઉદ્યોગમાંથી પણ કોઈને નહીં, કારણ કે, હું એવા સંબંધોમાં માનતી નથી. બે વર્ષ પહેલાંનો રક્ષાબંધનનો તહેવાર સૌથી યાદગાર છે. મારો પિતરાઈ રગ્બીનો ખેલાડી છે. મે તેને જમવા બોલાવ્યા હતો. મારી ઇચ્છા તેને કોઈ સારા રેસ્ટોરાંમાં લઈ જવાની ઇચ્છા હતી. પરંતુ મારા પિતરાઈને એમ હતું કે, મે તેને ઘરે જમવા બોલાવ્યો હતો. હું તેની સાથે મોબાઈલથી સંપર્કમાં હતી. છેવટે તે ઘરની નજીક પહોંચ્યો ત્યારે મેં તેને કમ્પાઉન્ડમાં ઊભેલી મારી ગાડી પાસે મળવાનું કહ્યું તે જ્યારે આવ્યો ત્યારે હું તેને જોતી જ રહી. કારણ કે તે રગ્બી શોર્ટ્‌સમાં સીધો જ આવ્યો હતો અને તેના કપડા ગંદા હતા. એટલે તેને જોઈને હું છળી ગઈ હતી. છેવટે અમે ક્યાંય ગયા નહોતા અને આમલેટ ખાઈને ઘરે જ રહ્યા હતા. ુ

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved