Last Update : 27-July-2012, Friday

 
સોનુ સુદ વાત માંડે છે દાઉદ ઈબ્રાહીમની ભૂમિકા, સલમાન સાથેના સંબંધો અને પોતાના નિર્માણગૃહની

 

અરૂંધતી’ ફિલ્મમાં પશુપતિની ભૂમિકા ભજવીને ‘નંદી એવોર્ડ’નો હકદાર બનેલા સોનુ સુદને ફિલ્મી રસિયાઓ ‘દબંગ’ના છેદી સંિહના નામે વઘુ ઓળખે છે. સોેનુને પણ પોતાને છેદી સંિહ કહેવડાવવાનું ગમે છે. આમ છતાં આશ્ચર્યની વાત એ છે કે તેણે ‘દબંગ-૨’ માં કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેણે જ્યારે ‘દબંગ’ની સિક્વલ ન સ્વીકારી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે મૂળ ફિલ્મનું દિગ્દર્શન અભિનવ કશ્યપે કર્યું હતું. જ્યારે સિક્વલનું દિગ્દર્શન અરબાઝન ખાન કરવાનો છે અને તેને અરબાઝના દિગ્દર્શનમાં વિશ્વાસ ન હોવાથી તેણે ‘દબંગ-૨’ ન સ્વીકારી. જો કે સોેનુ આ વાતનો રદિયો આપતાં કહે છે કે, ના મને આ ફિલ્મમાં જે ભૂમિકા આપવામાં આવી હતી તે મને નહોતી ગમી તેથી મેં તે ભજવવાની ના પાડી. મને પહેલેથી જ ખબર હતી કે ‘દબંગ’ની સિક્વલનું દિગ્દર્શન અરબાઝ કરવાનો છે. પણ અરબાઝ મુખ્ય વિલનનું પાત્ર પ્રકાશ રાજને સોેંપવા માગતો હતો. આવી સ્થિતિમાં હું મારી મૂળ ફિલ્મની ભૂમિકા કરતાં ઉતરતું પાત્ર શી રીતે ભજવી શકું. મારા દર્શકો મને તેના કરતાં સબળ ભૂમિકામાં જોવાનું પસંદ કરે, ઉતરતા પાત્રમાં નહીં.
ઘણાંને એમ લાગતું હતું કે આને કારણે સલમાન ખાન તેનાથી નારાજ થઈ ગયો હશે. પણ અભિનેતા કહે છે કે ના, સલમાન મારાથી જરાય નારાજ નથી થયો. બલ્કે તેણે મને ક્રિકેટ રમવા તેના ફાર્મ હાઉસ પર બોલાવ્યો હતો. હું પણ હૈદ્રાબાદમાં ચાલી રહેલી મારી તેલુગુ ફિલ્મના શૂટંિગમાંથી સમય કાઢીને પનવેલ ગયો હતો અને એક આખોે દિવસ સલમાન સાથે ગાળ્યો હતો. તે મારો મિત્ર છે અને હમેશાં રહેશે. તે પોતે પણ એક કલાકાર છે તેથી અન્ય કલાકારની પસંદ-નાપસંદને તે સારી રીતે સમજી શકે છે.
માત્ર ‘દબંગ-૨’ માટે જ સોનુએ ના નહોતી પાડી. તેણે ‘ઝિલ્લા ગાઝિયાબાદ’માં કામ કરવાની પણ ના પાડી હતી. પછીથી આ રોલ વિવેક ઓબેરોયને આપવામાં આવ્યો હતો., મઝાની વાત એ છે કે સંજય ગુપ્તાની ફિલ્મ ‘શૂટઆઉટ એટ વડાલા’ માં વિવેકને જે ભૂમિકા મળવાની હતી તે હવે સોેનું ભજવવાનો છે. અભિનેતા આ વાતનો ખુલાસો કરતાં કહે છે કે આ એક યોગાનુયોગ માત્ર છે. મને ‘ઝિલ્લા ગાઝિયાબાદ’ની ઓફર મળી ત્યારે હું ‘મેક્સિમમ’ના શૂટંિગમાં વ્યસ્ત હતો.
સંજય ગુપ્તાની ફિલ્મ ‘શૂટઆઉટ એટ વડાલા’માં સોનુ દાઉદ ઈબ્રાહમની ભૂમિકા ભજવી રહ્યો છે તે કહે છે કે મારા માટે આ અત્યંત પડકારજનક ભૂમિકા છે. વળી હું હમેશાંથી સંજય ગુપ્તાના દિગ્દર્શનમાં કામ કરવા ઈચ્છતો હતો. આ ફિલ્મ મળવા સાથે મારી આ તમન્ના પૂરી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં અનિલ કપૂર અને જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે.
સોનુ કહે છે કે દાઉદની ભૂમિકા ભજવવાનું આસાન નથી. મેં આ રોલમાં વાસ્તવિકતા લાવવા તેની કેસ સ્ટડી કરી હતી. આને માટે મેં જૂના અખબારો અને સામયિકો વાંચ્યા હતા. આ ફિલ્મ ૧૯૮૨ના શૂટઆઉટ પર આધારિત છે જેમાં માન્યા સૂર્વે નામનો અપરાધી માર્યો ગયો હતો. આ ફિલ્મમાં ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમના ઉદયની કહાણી છે. મહત્ત્વની વાત એ છે કે ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ની સિક્વલમાં અક્ષયકુમાર પણ આવું જ પાત્ર ભજવી રહ્યો છે. આને કારણે ઘણાંને એમ લાગે છે કે અક્ષયના સ્ટાર પાવર અને લોેકપ્રિયતા સામે સોનુ એક જ પ્રકારના રોલમાં ટકી શકશે કે નહીં. જો કે અભિનેતાને આ વાતની ચંિતા નથી. તે કહે છે કે જો આપણે ભગત સંિહ પર પાંચ ફિલ્મો બનાવી શકીએ તો દાઉદ પર બે ફિલ્મ કેમ ન બનાવી શકીએ? વળી અક્ષયની ફિલ્મનું નિર્માણ એકદમ અલગ રીતે થવાનું છે. મહત્ત્વની વાત એ છે કે એકતા જ બંને ફિલ્મની નિર્માત્રી છે, તો તેણે બેઉ ફિલ્મ વચ્ચે ફરક તો રાખ્યો જ હશે ને.
દક્ષિણ ભારતના ફિલ્મોદ્યોગમાં સોેનુની ભારે બોલબાલા છે. તે એકમાત્ર એવો ઉત્તર ભારતીય કલાકાર છે જેને સમગ્ર દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગમાં આટલું માન મળે છે. તેને ત્યાંના મેઘા-સ્ટાર રજનીકાંત સાથે તમિલ-તેલુગુ - હિન્દી, ત્રણે ભાષામાં બનનારી ફિલ્મ ‘રાણા’માં લેવામાં આવ્યો છે તે જ તેને ટોલીવૂડમાં મળતાં સન્માનનો સૌથી મોટો પુરાવો છે. આ ફિલ્મમાં તેને વિલનની ભૂમિકા મળી છે. દિગ્દર્શક કે.એસ. રવિ કુમાર આ ફિલ્મ હોલીવૂડની ફિલ્મ ‘૩૦૦’ની તર્જ પર બનાવવાના છે. વિદેશી ટેક્નિશિયનોની મદદથી બનનારી ‘રાણા’ ભારતમાં અત્યાર સુધી બનેલી ફિલ્મોમાં સૌથી વઘુ મોંઘી ફિલ્મ હશે.
અભિનેતાને ‘હલ્ક’ ફિલ્મ બનાવનાર ફિલ્મ સર્જક આંગ લીએ બુકર પ્રાઈઝ વિજેતા નોવેલ ‘ધ લાઈફ ઓફ પાઈ’ પરથી બનનારી ફિલ્મમાં ‘પાઈ’ના પિતાનો રોલ ભજવવાની ઓફર કરી હતી. પણ તેઓ સોનુ પાસેથી સાત મહિનાની તારીખ માગતા હતા. અને અભિનેતા અગાઉથી આ તારીખોે ફાળવી ચૂક્યો હોવાથી તેને માટે આ ફિલ્મ સ્વીકારવાનું શક્ય નહોતું. તે કહે છે કે આંગ લી જેવા ફિલ્મ મેકર સાથે કામ કરવાની તક ચૂકી જવાનો વસવસો મને હમેશાં રહેશે.
હવે સોનુ તેના કોલેજિયન મિત્ર અજય ધામા સાથે નિર્માણગૃહ શરૂ કરવાનું આયોજન કરી રહ્યો છે. આ પ્રોડક્શન હાઉસમાં તે સૌથી પહેલી ફિલ્મ ‘લકી અનલકી’ બનાવશે. આને માટે તેણે અભિનેત્રી મલ્લિકા શેરાવતને સાઈન કરી છે. તે કહે છે કે આ વર્ષના અંત સુધી અમે ફિલ્મ પૂરી કરી લઈશું. મલ્લિકાને આ ફિલ્મ માટે લેવાનું કારણ જણાવતાં તે કહે છે કે માત્ર તેની સેક્સ અપીલ માટે જ નહીં, બલ્કે તેની ભાષા માટે પણ અમે તેને આ ફિલ્મમાં લીધી છે. તે કહે છે કે હું જાટ લોકો સાથે રહ્યો છું. તેથી મને તેમની ભાષા ફાવે છે. મલ્લિકા પણ જાટ લોકો સાથે રહી હોવાથી આ ભાષાનો મહાવરો ધરાવે છે. આ ફિલ્મનું દિગ્દર્શન ‘પિપલી લાઈવ’ના દિગ્દર્શક અનુષા રિઝવીનો ભાઈ અફઝલ રિઝવી કરશે. અભિનેતા કહે છે કે હું મારા નિર્માણ હેઠળની ફિલ્મ દ્વારા લોકોને મનોરંજન પીરસવા માગું છું. ુ

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved