Last Update : 27-July-2012, Friday

 

દારા સંિહને શ્રઘ્ધાંજલિ છેલ્લી ફિલ્મ રિલિઝ થતા પહેલા જ
‘અતા પત્તા’ પાછળ મૂકીને ‘લાપતા’ થઈ ગયા

 

દારા સંિહ ઉર્ફે દીદાર સંિહ રંધાવા માત્ર કુસ્તીબાજ કે પહેલવાન નહોતા. તેઓ લોકકથાના હીરો હતા. એક પહેલવાન તરીકે તેમણે ઘણો વિજય મેળવ્યો હતો અને કોમનવેલ્થમાં પણ તેમણે ભારતનું નામ રોશન કર્યું હતું. કુસ્તીની દુનિયામાં તેઓ અજોડ હતા.
૧૯૫૨માં ‘સંગદીલ’ ફિલ્મથી દારા સંિહે બૉલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. કુસ્તીની રંિગની જેમ તેઓ રંિગની બહાર પણ લડવૈયા હતા. તેમની સજ્જનતા તેમનો પરિચય હતી. રામાનંદ સાગરની ટીવી સિરિયલ ‘રામાયણ’માં રામ ભક્ત હનુમાનની ભૂમિકા ભજવીને તેમણે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. પડદા પરના હનુમાન તરીકે તેઓ જાણતા હતા કે તેઓ ગુંડા કે ઠગ બની શકે તેમ નથી. ‘દાદા’ બને ત્યાં સુધી તેમની ઈમેજને કોઈ ધક્કો પહોંચી શકે તેમ નથી.
ફિલ્મોનો પ્રશ્ન છે તો તેઓ ક્યારે પણ નવા પ્રયોગો કરતા અચકાયા નહોતા. હંિદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક જમાનાના એક્શન કંિગ તરીકે ઓળખાતા દારા સંિહ તે જમાનાના સલમાન ખાન હતા. જો કે સલમાન ખાન બાલિશ છે જ્યારે દારા સંિહે મેચ્યોર હતા. તેમણે બૉલીવૂડને મુમતાઝની ભેટ આપી હતી. જેની સાથે તેમણે ૧૬ ફિલ્મો કરી હતી.
ભારતીય જનતા પક્ષે તેમની કદર કરીને તેમને ૨૦૦૩થી ૨૦૦૯ સુધી રાજ્ય સભાનું સભ્યપદ સોંપ્યું હતું. તેઓ માત્ર હંિદી ફિલ્મો પૂરતા સીમિત નહોતા. તેમણે તમીળ ફિલ્મોમાં પણ નસીબ અજમાવ્યું હતું. ‘મર્દ’ની રિમેક ‘માવેરન’માં તેમણે રજનીકાંતના પિતાનું પાત્ર ભજવ્યું હતું. ‘આનંદ’માં તેમની મહેમાન કલાકારની ભૂમિકા હતી. કારકિર્દી દરમિયાન તેમણે ૧૧૮ ફિલ્મો કરી હતી અને શાહિદ કપૂર અને કરીના કપૂરની ફિલ્મ ‘જબ વી મેટ’ તેમની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમણે કરીનાના દાદાની ભૂમિકા ભજવી હતી. જો કે આ ફિલ્મમાં તેઓ અભિનય કરતા હોય એમ લાગ્યું જ નહોતું. પડદા પર દારા સંિહ પોતાની વાસ્તવિક ભૂમિકા જ ભજવતા હોવાની દર્શકોને લાગણી થઈ હતી.
૫૯ મે વર્ષે હનુમાનનું પાત્ર ઑફર થયું ત્યારે તેઓ આ પાત્ર સ્વીકારતા અચકાયા હતા. આ ઉંમરે આ રોલ માટે તેમની પાસે શારીરિક ઑરા છે કે નહીં એવો વિચાર તેમને આવ્યો હતો. જો કે આ સિરિયલ જોયા પછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે હનુમાનના પાત્રને તેમના સિવાય બીજું કોઈ આટલો સરસ ન્યાય આપી શક્યું નહોત.
તેમની કારકિર્દી માત્ર પહેલવાન અને અભિનેતા પૂરતી જ સીમિત નહોતી. તેમણે હંિદી અને પંજાબી ફિલ્મોના નિર્માણ, દિગ્દર્શન અને ફિલ્મોની વાર્તા લખવામાં પણ હાથ અજમાવ્યો હતો. ચંડીગઢના મોહાલીમાં તેમણે એક સ્ટુડિયોની સ્થાપના પણ કરી હતી.
કુસ્તીના મુકાબલા લડતા દારા સંિહના ચાહકોમાં જવાહરલાલ નહેરુનો પણ સમાવેશ થતો હતો. દિલ્હીમાં મુકાબલો હોય તો તેઓ સમય કાઢીને દારા સંિહને કુસ્તી કરતા જોવા પહોંચી જતા હતા.
‘રૂસ્તમ-એ પંજાબ’ અને ‘રૂસ્તમ-એ-હંિદ’નો તાજ પહેરનારા દારા સંિહે ૧૯૮૩માં કુસ્તીના ક્ષેત્રમાંથી સંન્યાસ લીધો હતો.
બલવંત કૌર અને સુરત સંિહ રંધાવાના ઘરમાં દારા સંિહે ૧૯૨૮ના નવેમ્બર મહિનામાં જન્મ લીધો હતો. પંજાબના અમૃતસર જિલ્લાના ધર્મુચાઠમાં જન્મેલા દારા સંિહને પહેલવાનીની તાલીમ લીધી હતી.
પ્રથમ લગ્નથી તેમને પ્રદ્યુમન સંિહ રંધાવા નામનો એક પુત્ર છે જ્યારે બીજા લગ્ન દ્વારા તેમને બે પુત્ર અને ત્રણ પુત્રીઓ છે જેમાં અભિનેતા વંિદુ દારા સંિહનો સમાવેશ થાય છે.
ઑક્ટોબર મહિનામાં રિલિઝ થનારી રાજપાલ યાદવ દિગ્દર્શિત ફિલ્મમાં પહેલી વાર અને છેલ્લી વાર પહેલવાન દારા સંિહ અને ૨૦૧૧ની સાલની ૨૫મી ડિસેમ્બરે મૃત્યુ પામનારા હંિદી થિયેટરના બેતાજ અભિનેતા સત્યદેવ દૂબે દર્શકોને જોવા મળશે. આ ફિલ્મના શૂટંિગ દરમિયાન પણ ઉંમરને કારણે નબળા પડી ગયેલા દારા સંિહના પ્રોફેશનલિઝમ તેમજ જુસ્સામાં કોઈ ફરક પડ્યો નહોતો. ડબંિગ દરમિયાન તેઓ પ્રવાસ કરી શકે તેમ નહોવાથી તેમનું ડબંિગ તેમના ઘરમાં કરવામાં આવ્યું હતું. દારા સંિહના ડબંિગ માટે ડબંિગ આર્ટિસ્ટનો અવાજ મેળવવાનો પ્રયાસ થયો હતો. પરંતુ તેમના અવાજ અને વ્યક્તિત્વને મેળ ખાય એવો કોઈ પણ કલાકાર તેમને મળ્યો નહોતો.
સાતમી જુલાઈએ તેમનું સ્વાસ્થ્ય કથળી જતા તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સાજા થવાના કોઈ સિહન જણાતા તેમજ અંતિમ દિવસો તેમને પોતાના ઘર અને પરિવાર સાથે ગાળવા હોવાથી તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ૧૨થી જુલાઈએ તેઓ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા હતા. ુ

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved