Last Update : 27-July-2012, Friday

 

મલ્લિકા શેરાવત

 

પૈસા લઈ લીધા પણ ફિલ્મમાં કામ કરવા તૈયાર નથીઃ સાઇનંિગ અમાઉન્ટ અને પ્રથમ હપ્તો લીધા બાદ આ અભિનેત્રી અચાનક જ ગાયબ થઈ ગઈ
અભિનેતા-નિર્માતા સચિન જોશીએ જ્યારે નિર્દેશક અંકુશ ભટ્ટને લઇને બીજી ફિલ્મ બનાવવાનું વિચાર્યું ત્યારે તે સમજી ગયો હતો કે જો ફિલ્મ સફળ બનાવવી હશે તો જાણીતા ચ્હેરાઓને લેવા પડશે. ‘સંિઘમ’માં વિલનની ભૂમિકા ભજવી ભારે લોકપ્રિયતા મેળવનારા પ્રકાશ રાજને તેમણે ફિલ્મમાં લીધો હતો. અભિનેતા પ્રશાંત નારાયણ હતો, દક્ષીણની અભિનેત્રી વિમલા રમણને લેવામાં આવી હતી અને ગ્લેમર માટે સચિને મલ્લિકા શેરાવતનો સંપર્ક કર્યો હતો. ફિલ્મનું નામ રાખવામાં આવ્યું ‘મુંબઈ મિરર’. બઘુ જ બરાબર હતું, પરંતુ આ મિરરમાં કોઇ દિવસ મલ્લિકાનું પ્રતિબંિબ પડ્યું જ નહીં. અવાવરુ જગ્યામાં મોબાઇલનું નેટવર્ક જતું રહે એમ મલ્લિકા અચાનક ગાયબ થઈ ગઈ. શું બન્યું એ વિગતવાર જાણવા માટે એક લટાર ફ્‌લેશબેકમાં મારવી પડશે.
સચિનની અઝાન ફિલ્મ રિલિઝ થઈ ત્યારે તેના પ્રિમિયરમાં મલ્લિકા શેરાવત પણ આવી હતી. તેણે સચિનની ફિલ્મને વખાણી હતી અને પોતે પણ ભવિષ્યમાં સચિનની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્તિ કરી હતી. થોડા જ સમયમાં એ તકનું પણ નિર્માણ થયું. મલ્લિકાએ સ્ક્રિપ્ટ સાંભળી, ડિરેક્ટરનું નામ સાંભળ્યું. તેને ખબર હતી કે અંકુશ ભટ્ટની છેલ્લી ફિલ્મ ‘ભીંડી બાઝાર’ હતી. વિવેચકોએ આ ફિલ્મને ખૂબ વખાણી હતી. તે ફિલ્મ કરવા માટે તૈયાર થઈ ગઈ. તેણે તગડી સાઇનંિગ અમાઉન્ટ લઇ લીધી અને ફિલ્મનું શૂટંિગ શરૂ થાય એ પહેલા પહેલો હપ્તો પણ એડવાન્સ પેટે લઈ લીધો.
દિગ્દર્શક અંકુશ આ વિશે વાત કરતા જણાવે છે કે ‘ફિલ્મનું નામ મુંબઈ મિરર છે અને અમે નક્કી કર્યું હતું. આથી અમે ફિલ્મનું શૂટંિગ મુંબઈમાં જ કરવાનું નક્કી કર્યું હતું. બે મહિનામાં ફિલ્મનું બઘું જ કામ પુરુ કરીને અમે માત્ર બે જ મહિનામાં એને રિલિઝ કરવા માગતા હતા. મલ્લિકાએ ફિલ્મની સ્ક્રિપ્ટમાં થોડા ફેરફાર કરવાનું સૂચન કર્યું. અમને ફિલ્મસર્જકોને એનું સૂચન ગમ્યું નહોતું, પણ અમે મલ્લિકાને ફિલ્મમાં રાખવા માગતા હતા. આથી અમે તેનું સૂચન માની લીઘું અને પટકથામાં ફેરફાર કરવા માંડ્યા. તેની મરજી પ્રમાણેના તમામ ફેરફારો અમે કરી નાખ્યા, પરંતુ અચાનક મલ્લિકાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીઘું. એસએમએસ અને ઇમેલના જવાબ આપવાનું પણ બંધ કરી દીઘું. ત્યાર બાદ અમે તેના મેનેજર સાથે વાત કરી.’
મલ્લિકાની આવી વર્તણૂકથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ડિરેક્ટર અંકુશ જણાવે છે કે ‘મલ્લિકા અચાનક શામાટે ગાયબ થઈ ગઈ એ હજી મને સમજાતું નથી. ’
તેમણે મલ્લિકાના મેનેજર રાકેશ તથા મલ્લિકાનું કામકાજ સંભાળતા તેના ભાઈ વિક્રમ સાથે વાત કરી, પરંતુ તેઓ હંમેશા ગોળ-ગોળ જવાબ આપીને છટકી જતા હતા.આ ઉપરાંત તેમણે પ્રોડક્શન ટીમ માટે માગણીઓની લાંબી યાદી ધરી દીધી. તેમની માગણીઓ અત્યંત વિચિત્ર અને પુરી ન કરી શકાય એવી હતી. જોકે મલ્લિકાનો તો અતોપતો જ નહોતો. આ દરમ્યાન એક દિવસ ઘણા બધા અખબારોમાં સમાચા છપાયા કે મલ્લિકા સચિનની મુંબઈ મિરરમાં કામ નહીં કરે. સમાચારમાં એવું લખ્યું હતું કે તેને ફિલ્મના નિર્દેશક અંકુશ ભટ્ટની ક્ષમતા પર શંકા છે. તેને નથી લાગતું કે અંકુશ આ ફિલ્મ બનાવી શકે.
અંકુશે કહ્યું કે ‘એ જ સાંજે મને મલ્લિકાના મેનેજર રાકેશનો ફોન આવ્યો. તેણે કહ્યું કે મલ્લિકાને મારી સામે કોઇ વાંધો નથી. તે મારી સાથે કામ કરવા તૈયાર છે. અખબારોમાં છપાયેલા સમાચાર ખોટા છે. મલ્લિકા શૂટંિગ માટે એટલા માટે નથી આવી રહી કારણ કે તે હજું સ્ક્રિપ્ટ વિશે વઘુ વિચારી રહી છે અને પોતાના રોલને બરાબર સમજવા માગે છે. ’
અંકુશ કહે છે કે ‘જો મલ્લિકા શૂટંિગ શરૂ ન કરવા માગતી હોય તો તેણે સાઇનંિગ અમાઉન્ટ અને પ્રથમ હપ્તો શામાટે લઇ લીધો?’
થોડા જ સમયમાં મલ્લિકાના મેનેજરે નિર્માણગૃહમાં ફોન કરીને કહ્યું કે ‘મલ્લિકાને પૈસા ઓછા પડી રહ્યા છે. ’
આ વાતને તદ્દન હાસ્યાસ્પદ ગણાવતા અંકુશે કહ્યું હતું કે ‘મલ્લિકા શેરાવતના સ્થાને હવે અમે બીજી અભિનેત્રીને લેવાનું વિચારી રહ્યા છીએ. તેના કારણે અમે બીજા કલાકારોનો સમય બરબાદ કરી શકીએ નહીં. મલ્લિકાનો રોલ હવે ગિહાના ખાન નામની અભિનેત્રી ભજવશે. ’
પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે મલ્લિકાએ તેને ચૂકવવામાં આવેલી સાઇનંિગ રકમ અને પેમેન્ટનો પહેલો હપ્તો પરત કરવામાં પણ ગલ્લાતલ્લા કરવાના શરૂ કરી દીધા. મલ્લિકાએ તેના મેનેજર અને ભાઈ મારફતે કહેવડાવ્યું કે તે સચિનની બીજી ફિલ્મમાં કામ કરીને વળતર વાળી દેશે. સચિન જ્યારે આ મામલો પ્રોડ્યુસર ગિલ્ડ પાસે લઈ ગયો છે.
મલ્લિકા કામ કરવા પણ તૈયાર નથી અને લીધેલા પૈસા પાછા આપવા પણ તૈયાર નથી. આના પરથી મલ્લિકામાં પ્રોફેશનલ કમિટમેન્ટનો સદંતર અભાવ હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.

Share |
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved