Last Update : 27-July-2012, Friday

 
યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

અનધિકૃત રીતે રોકાવા માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા

(પી.ટી.આઈ.) લંડન, તા. ૨૬
બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રોકાણ કરવા યુનિવર્સિટીના બનાવટી દસ્તાવેજો જમા કરાવનાર એક ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.
૨૭ વર્ષીય સંકેત ઠાકરે વોરવિક ક્રાઉન કોર્ટ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે છેતરપિંડી દ્વારા બ્રિટનમાં રેહવાની મંજૂરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના સ્ટુડન્ડ વિઝા લંબાવવા ૯મેએ તે વેસ્ટ મિડલેન્ડસમાં સોલિહલ સ્થિત યૂકે બોર્ડર એજન્સીમાં ગયો હતો.
તેની સાથે વાત કરનાર અધિકારીને તેણે અરજી સાથે રજૂ કરેલા યુનિવર્સિટી ઓફ હર્ટફોર્ડશાયર અને સીટી ઓફ લંડન કોલેજનાબે દસ્તાવેજો શંકાસ્પદ જણાયા હતા. યુ.કે. બોર્ડર એજન્સીના એન્ડી બાયરન-સ્મિથે જણાવ્યું હતું કે 'દસ્વાવેજોની નબળી છાપકામની ગુણવત્તા જોતા જ તેમને ખ્યાલ આવી ગયો હતો કે એ દસ્તાવેજો અસલ નથી. અને સંબંધિત સંસ્થાઓમાં તપાસ કરતા અધિકારીની શંકા સાચી ઠરી હતી.'
તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે સંકેત ઠાકરે બંને સંસ્થાઓમાં પ્રવેશ તો મેળવ્યો હતો. પરંતુ યુનિવર્સિટી ઓફ હર્ટફોર્ડશાયરમાંથી તેને ડિસેમ્બર ૨૦૦૭માં કાઢી મૂકવામાં આવ્યો હતો અને આ વર્ષના માર્ચ મહિનામાં તેને સીટી ઓફ લંડન કોલેજમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. ૨૮મી જૂને તેના ઘરેથી તેની ઘરપકડ કરવામાં આવી ત્યારે તેણે કબૂલ કર્યું હતું ક બંને બનાવટી દસ્તાવેજો તેણે જાતે કમ્પ્યુટર પર તૈયાર કર્યા હતા.
બાયરન-સ્મિથે જણાવ્યું યુ.કે. ઇમિગ્રેશન સત્તાવાળાઓને છેતરવાનો આ એક નિંદનીય અને ગંભીર પ્રયાસ હતો. ઠાકરનો ઇરાદો બ્રિટનમાં શક્ય તેટલા લાંબા રોકાણનો અને રોજગારીની તકો મેળવવાનો હતો. તેની કબૂલાતથી તેને બ્રિટનમાં લાંબો સમય રોકાવા તો મળશે પણ તેણે ઇચ્છયું હતું એવી રીતે નહી. તેમણે ઉમેર્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved