Last Update : 27-July-2012, Friday

 

મતભેદ ઉકેલાતા શરદ પવારે કૃષિ મંત્રાલયમાં કામ સંભાળી લીધું

એક સપ્તાહના રૃસણાં બાદ કૃષિ મંત્રીએ દુષ્કાળ સંદર્ભે વિવિધ બેઠકો યોજી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૬
કૃષિમંત્રી શરદ પવાર એક સપ્તાહ બાદ કૃષિ ભવન ખાતેના તેમના કાર્યાલયે કામપર હાજર થઈ ગયા છે. તેમના પક્ષ એન.પી.પી. અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી તંગદિલી ગઈકાલે ઉકેલી નાંખવામાં આવતા, તેઓ રાબેતા મુજબ કામે ચઢી ગયા હતા.
ેદેશના અનેક ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હોવાને કારણે તેમણે આવતા સાથે જ શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી. હવામાન વિભાગ સહિતના અનેક વરિષ્ઠ અધિકારીઓ સાથે તેમણે નબળા ચોમાસા અને વિકટ સ્થિતિને પહોંચી વળવા માટે શા પગલા લેવા તે અંગે ચર્ચા વિચારણા કરી હતી. તેમણે ખાદ્યાન્ન મંત્રી કે. વી. થોમસન સાથે પણ ટેલીફોનિક ચર્ચા કરી હતી.
તેમણે તેમજ તેમના સાથી અનેેે ભારે ઉદ્યોગોનું ખાતુ ધરાવતા પ્રફુલ પટેલે ગત ગુરૃવારે તેમના રાજીનામા મોકલી આપ્યા બાદ તે દિવસે જ યોજાયેલી પ્રધાન મંડળની બેઠકોથી દુર રહ્યા હતા. તેમજ ત્યારથી તેઓ દરેક સરકારી કાર્યક્રમોથી દુર રહેતા હતા. ગઈકાલે વડાપ્રધાન અને કોંગ્રેસના વડા સોનિયા ગાંધી સાથે આ મુદ્દે ચર્ચા વિચારણા કર્યા બાદ કોંગ્રેસે તેમની બન્ને પક્ષો વચ્ચે સંકલન સમિતી રચવાની માંગ મંજુર રાખતા તેમના મનનું સમાધાન થયું હતું અને તેઓ આજે રાબેતા મુજબ કાર્યરત થઈ ગયા હતા. શરદ પવાર ગુરૃવારે દુષ્કાળ અંગે સત્તાધારી પ્રધાનજુથ (ઈ.જી.ઓ.એમ.)ની બેઠક યોજીને વર્તમાન સ્થિતિની ચર્ચા કરશે. ત્યારબાદ તેઓ દુષ્કાળની સ્થિતિનો સામનો કરવા શા પગલા લેવા તે અંગેની માહિતી આપશે. તેમના સાથી પ્રફુલ પટેલ બન્ને પક્ષો વચ્ચેનું કોકડું ઉકેલાયા બાદ થોડા સમયમાંજ લંડન જવા રવાના થઈ ગયા હતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved