Last Update : 27-July-2012, Friday

 

રાજ્યમાંથી માયાવતીનાં તમામ પૂતળાં દૂર કરો ઃ નવનિર્માણ સેના
લખનઉમાં માયાવતીની પ્રતિમા તોડી પડાતાં ઉત્તર પ્રદેશમાં તંગદિલી

ઉ.પ્ર. નવ નિર્માણ સેનાએ જવાબદારી સ્વીકારી ઃ કૃત્ય સપાના કાર્યકરોનું ઃ બસપા

(પી.ટી.આઈ.) લખનઉ, તા. ૨૬
ઉત્તર પ્રદેશમાં લખનઉ ખાતેના ગોમતીનગરમાં મુકવામાં આવેલું માયાવતીનું પુતળું કેટલાક તોફાની તત્વોએ તોડી નાંખતા ઉત્તર પ્રદેશમાં સ્થિતિ તંગ બની છે. જયારે રાજકીય ક્ષેત્રે બહુ ઓછી જાણીતી સંસ્થા ઉત્તર પ્રદેશ નવ નિર્માણ સેનાએ આ બનાવની જવાબદારી સ્વીકારી છે. એટલું જ નહીં પણ આગામી ૭૨ કલાકમાં માયાવતીના તમામ પુતળાં હટાવી લેવાની અન્યથા ઉત્તર પ્રદેશ નવ નિર્માણ સેના સેના તેને હટાવી દેશે તેવી ધમકી આપી છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખીલેશ યાદવે બનાવને વખોડયો છે અને જવાબદારો સામે કડક પગલાની ખાત્રી ઉચ્ચારી છે. જયારે માયાવતીએ આ સ.પા.ના કેટલાક તત્વોનું કૃત્ય હોવાનો આક્ષેપ કર્યો છે.
આ બનાવ ગોમતીનગર ખાતે આશરે ૧ વાગે બન્યો હતો. માર્ગ પર વાહન વ્યવહાર અને અવર જવર પાંખી હતી ત્યારે કેટલાક અજાણ્યા યુવાનોએ ત્યાંના ભીમરાવ સામાજીક પરીવર્તન સ્થળ ખાતે ગોઠવવામાં આવેલી ચાર ફુટની માયાવતીની પ્રતિમાનું હથોડાથી માથું તોડી નાંખ્યું હતું. હાથના ભાગોને પણ નુકસાન પહોંચાડયું હતું. હાલ આ પ્રતિમાને વાદળી કપડાથી ઢાંકી દેવામાં આવી છે. તોડફોડ કરનારા નાસી છુટયા હતા.
રાજયના ડી.જી.પી. અંબરીષચંદ્ર શર્માએ જણાવ્યું હતું કે ઘટના સથળે પત્રકારો હાજર હતા અને ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ થયું છે તેનો અર્થ એવો થાય છે કે આ ઘટના પૂર્વયોજીત હતી. આ બનાવ સંદર્ભે અશોક શ્રીવાસ્તવ તેનો પુત્ર અર્પીત શ્રી વાસ્તવ અને એક પી.આર. એજન્સીના એકઝીકયુટીવ વિશાલ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. આ સંદર્ભે ફરિયાદ દાખલ કરાઇ છે.
આ સંદર્ભે રાજયના મુખ્ય પ્રધાન અખીલેશ યાદવે આ બનાવને વખોડયો છે. તેમણે રાજયના શાંત વાતાવરણને ડહોળી નાંખવાનું કાવત્રુ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે પ્રતિમાને તાત્કાલીક રીપેર કરવામાં આવશે તેમજ જવાબદારો સામે કડક પગલા લેવામાં આવશે તેવી ખાત્રી ઉચ્ચારી છે. સ.પા.ના વડા મુલાયમ સિંહે પણ આ બનાવને વખોડી જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાત્રી આપી છે. દરમ્યાન આ બનાવની જવાબદારી ઉત્તર પ્રદેશ નવ નિર્માણ સેનાએ સ્વીકારી છે. મેરઠના વતની અમિત જાની આ સંસ્થાનું કામકાજ સંભાળતા હોવાનું માલુમ પડયું છે. તેની સામે ખૂનના પ્રયાસ સહિતના સાત કેસ ચાલી રહ્યા છે. તેમની ટુંકમાં ધરપકડ થશે તેવું પોલીસ વડા શર્માએ જણાવ્યું હતું.
દરમ્યાન ઉ.પ્ર. નવ નિર્માણ સેનાએ સ્પષ્ટતા કરી હતી કે રાષ્ટ્રીય ગ્રામ્ય આરોગ્ય યોજના (એન.આર.એસ.એમ.) સહિત અનેક કૌભાંડોમાં સંડવાયેલા મુખ્ય પ્રધાન માયાવતીની પ્રતિમાઓ રાજય માટે કલંક સમાન છે. આગામી ૭૨ કલાકમાં તેની તમામ પ્રતિમા સરકાર હટાવી લે અન્યથા અમે અમારી રીતે હટાવી દઈશું. આ અમારી વિરોધ કરવાની આગવી રીત છે તેમ સેનાએ જણાવ્યું હતું. જયારે બ.સ.પ.ના સદસ્ય સ્વામી પ્રસાદ મૌર્યએ બનાવ સરકારની જાણ બહાર બની ન શકે તેવો આક્ષેપ કર્યો હતો.
બ.સ.પા.ના કાર્યકરોએ માર્ગ પરનો વાહન વ્યવહાર રોકવા પ્રયાસ કરતા સુલતાનપુર ખાતે માયાવતીના પૂર્વ પ્રધાનો લાલજી વર્મા, ઇન્દ્રજીત સરોજ અને વિનોદ સિંહની ધરપકડ કરાઇ હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved