Last Update : 27-July-2012, Friday

 
સેટેલાઈટથી અપહૃત દસ્તગીરની હત્યાનો ભેદ અચાનક ઉકેલાયો!
બે લૂંટારાઓએ કાર મેળવવા પોલીસપુત્રની હત્યા કરી હતી

રાજકોટમાં લૂંટ કરવા ઈસ્કોન સર્કલ પાસે પિસ્તોલ બતાવી કાર લૂંટનાર શક્તિસિંહ, દિનેશે સરખેજ પાસે દસ્તગીરને ગોળી મારી

અમદાવાદ, ગુરૃવાર
ગાંધીનગરમાં રહેતા પોલીસપુત્રની હત્યા બે લૂંટારાઓએ કાર મેળવવા માટે કરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કર્યો છે. ગત જાન્યુઆરી માસમાં અમદાવાદના ઈસ્કોન સર્કલ પાસેથી ફીયાન્સીને લેવા આવેલા દસ્તગીર નામના યુવકની અપહરણ બાદ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. છ મહીનાથી અણઉકેલ કેસમાં ક્રાઈમ બ્રાંચે હથિયારોની હેરાફેરીના આરોપસર પકડાયેલા રાજકોટના શક્તિસિંહ ચુડાસમા અને દિનેશ શુકલાની ધરપકડ કરી હતી.
ગત તા. ૮-૧-૨૦૧૨ના રાતે સવા દસ વાગ્યાના અરસામાં અમદાવાદના દેવાર્ક મોલ પાસે વાગ્દત્તાને ગાંધીનગરથી લેવા આવેલો પોલીસપુત્ર દસ્તગીર રહસ્યમય સંજોગોમાં કાર સાથે ગૂમ થયો હતો. દસ્તગીરની છાતીમાં ગોળી મારી હત્યા કરાઈ હતી અને મૃતદેહ થાનના માલવણ પાસે ગરનાળા નીચેથી મળ્યો હતો. જ્યારે, બીજા દિવસે કાર ચોટીલા પાસેથી મળી હતી. સુરેન્દ્રનગર પોલીસની તપાસ છતાં દસ્તગીરના હત્યારાઓ મળતાં નહોતાં.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આજે રાજકોટના શક્તિસિંહ ઉર્ફે લાલો જશુભા ચુડાસમા અને દિનેશ રામજનક શુકલાની ધરપકડ કરી છે. એ.સી.પી. મયૂર ચાવડાએ કહ્યું કે, તાજેતરમાં ક્રાઈમ બ્રાંચે એમ.પી. યુ.પી.થી વેચવા માટે લવાતા હથિયારો સાથે અતુલ યાદવ અને વિજય કોરીને પકડી પાડયા હતા. બન્નેની પૂછપરછ કરતાં તેઓ રાજકોટના શક્તિસિંહ મારફતે દિનેશ ઉર્ફે દેવ શુક્લા પાસેથી પિસ્ટલ ખરીદી લાવ્યાની વિગતો મળી હતી. પોલીસે ટ્રાન્સફર વોરન્ટના આધારે બન્નેની પૂછપરછ કરતાં દસ્તગીરની હત્યાનો ભેદ ઉકેલાયો છે.
ક્રાઈમ બ્રાંચના પી.આઈ. ભાવેશ રોજીયાએ કહ્યું કે- રાજકોટ, ગોંડલ સહીતના વિસ્તારમાં લૂંટ, હત્યા, હત્યાની કોશિષ અને ચોરીના ગૂના આચરનાર શક્તિસિંહ અને દિનેશે ગત ડીસેમ્બર-૨૦૧૧માં રાજકોટમાં ચાર લૂંટ કરી હતી. પોલીસના ધ્યાને ચડી ગયા હોવાથી બન્ને દિનેશ ઉર્ફે દેવના યુ.પી.- ભીંડ ચાલ્યા ગયા હતા. એક મહિના પછી તા. ૮ જાન્યુઆરીની સવારે બન્ને બસમાં અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પહોંચ્યા હતા. રાજકોટના જ્વેલર્સને લૂંટવા માટે અમદાવાદથી કાર ચોરવાની કે લૂંટવાની યોજના ઘડી હતી.
રાતે ૧૦-૩૦ વાગ્યાના અરસામાં દેવાર્ક મોલ પાસે દસ્તગીરને કારમાં એકલો બેઠેલો જોઈ શક્તિ અને દેવ પિસ્તોલ અને ચપ્પુ બતાવી દસ્તગીરને કારમાં જ ઉઠાવી ગયા હતા. સરખેજ પાસે દસ્તગીરને છાતીમાં ગોળી મારી દીધી હતી અને મૃતદેહ માલવણ પાસે ફેંકી દીધો હતો. બન્ને કાર લઈને રાજકોટ ગયા હતા પણ જ્વેલર્સને લૂંટવાનું શક્ય ન જણાતાં કાર ચોટીલા પાસે મુકી દીધી હતી. આમ, નામચિન લૂંટારાઓએ કાર લૂંટવા માટે પોલીસ પુત્રની હત્યા કર્યાની ચોંકાવનારી વિગતો ખૂલી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved