Last Update : 27-July-2012, Friday

 

મોદીની ઝાટકણી કાઢતા કેશુભાઈ પટેલ

-ગુજરાતના પ્રશ્નો ઉકેલો

 


-મુંગા મોઢે કામ કરતા રાજ્યો ગુજરાત કરતાં આગળ

ગાંધીનગર, ગુરુવાર
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે તેમના બ્લોગ ઉપર મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન યાત્રાની ઝાટકણી કાઢતાં જણાવ્યું છે કે, મુખ્ય પ્રધાન બુલેટ ટ્રેનના આભાસી ચિત્રોથી ગુજરાતની પ્રજાને આંજવાનું બંધ કરી ગુજરાતની ધરતીના પ્રશ્નો ઉકેલવાની સંવેદનશીલતા દાખવે, તમે ગુજરાતના કયા પ્રશ્નો ઉકેલ્યા તેનો પ્રજા જવાબ માગે છે.
કેશુભાઈ પટેલએ બ્લોગ ઉપર જણાવ્યું છે કે, ગુજરાત ઉપર અત્યારે પાણી અને ઘાસચારાના પ્રશ્નોના સંકટના વાદળો ઘેરાયા છે, ત્યારે કરોડો લોકોને સ્પર્શતા એ પ્રાણપ્રશ્નો ઉકેલવાને બદલે મુખ્ય પ્રધાન જાપાનના પ્રવાસે છે. વિદેશી મુલાકાતોથી ગુજરાતની પ્રજાના પૈસા વેડફાયા સિવાય પ્રજાને મળ્યું છે શું ? વાઇબ્રન્ટના તમાશા કર્યા વગર મૂંગા મોઢે કામ કર્યા કરતા રાજ્યો ફોરેન ડિરેકટ ઇન્વેસ્ટમેન્ટ - એફડીઆઈમાં ગુજરાતથી આગળ છે. ગુજરાત એફડીઆઈમાં પાંચમા ક્રમે છે. મુખ્ય પ્રધાને વૈભવી વિદેશ પ્રવાસોની રશિયાના અસ્ત્રાખાન પ્રાંતની મુલાકાતથી કરી હતી. આજ સુધી કોઇ મોટા રોકાણ અસ્ત્રાખાનથી આવ્યા ? શું જાપાનથી ગુજરાતની પ્રજાને પીવા માટે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે ? ગૂમ થયેલા બાળકો જાપાનથી મળશે ? ગુજરાતના ૭૦ ટકા આદિવાસી લોકો કુપોષણથી પીડાય છે. ૪૩ ટકાથી વધુ મહિલાઓ કુપોષણનો શિકાર છે, શું આ સમસ્યાનો ઊકેલ જાપાનયાત્રામાં છે ? ગુજરાતમાં લાખોની સંખ્યામાં રોજગારી આપતા મુખ્ય ઉદ્યોગો આજે મુશ્કેલીમાં છે. શું શ્રમિકોની અને ઉદ્યોગોની આ સમસ્યાનો ઉકેલ જાપાનમાં છે ? ભૂતકાળમાં ભાવનગરને શાંધાઈ, દક્ષિણ ગુજરાતને બ્રાઝિલ, ગુજરાતને સિંગાપોર અને જાપાન બનાવવાના વચન અપાયા છે, પણ આ વચનોનું શું થયું તે આપણે સહુ જાણીએ છીએ. હવે જાપાનની બુલેટ ટ્રેન ગુજરાતમાં લાવશે તેવો આભાસ ઉભો કરે છે, એ માટે ગુજરાતમાં કેટલી જમીન સંપાદન કરવી પડશે તે શું તેઓ જાણે છે ? આ ખર્ચાળ પ્રોજેકટ છે. તાજેતરમાં અમેરિકાના ધનાઢય ગણાતા રાજય કેલિફોર્નિયાએ બુલેટ ટ્રેનના પ્રોજેકટનો ખર્ચ જોયા પછી તેમાં ૫૦ ટકા કાપ મૂકી દીધો છે. એમાં પ્રતિ કિલોમીટરે આશરે ૧૧૦ કરોડનો ખર્ચ આવે છે. દર વર્ષે ફુગાવાનો ભાર ૧૦ ટકા વધે છે. નરેન્દ્રભાઈ, ગુજરાતની જીવાદોરી નર્મદા કેનાલના ૭૪,૬૨૬ કિલોમીટરના નેટવર્ક પૈકી માત્ર ૧૯,૮૮૩ કિલોમીટરનાં જ કામો થયા છે ત્યારે પહેલાં બાકી ૫૪,૩૭૯ કિલોમીટરની કેનાલો બાંધવાનું કામ પુરું કરો. જે ગુજરાતની ધરતીનો પ્રશ્ન છે. ગુજરાતના ધરતીપુત્રો એનો જવાબ માગે છે, તેમને આ બુલેટ ટ્રેનના આભાસી ચિત્રથી ના આંજો. કયારેક તો પ્રજાની વેદના સાંભળીને ધરતીના પ્રશ્નો ઉકેલવાની સંવેદનશીલતા દાખવો !!

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved