Last Update : 27-July-2012, Friday

 

તમારી સામે લડવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ન કરશો
'ભીષ્મ પિતામહ' કેશુભાઇ પટેલને 'અર્જુન' સુરેન્દ્ર પટેલની ચેતવણી

વ્યક્તિની કાર્યપધ્ધતિ સામેનો અણગમો પક્ષવિરોધી બની રહ્યો છે ઃ ભાજપ દ્વેષી લોકો તમારા ખભે બંદૂક ફોડી રહ્યા છે

અમદાવાદ, ગુરૃવાર
ભાજપના પ્રદેશ કોષાધ્યક્ષ અને ઔડાના પૂર્વ ચેરમેન, પૂર્વ સાંસદ સુરેન્દ્ર પટેલ ભાજપના મુખપત્ર 'મનોગત' પાક્ષિકના તંત્રી પણ છે. તા. ૩૧ જુલાઈના અંકમાં તેમણે ચાર ફકરાના તંત્રીલેખ દ્વારા કેશુભાઈ પટેલ પ્રત્યેની પોતાની લાગણી, આદર અને સન્માન વ્યક્ત કર્યા છે સાથે સાથે તેમણે સ્પષ્ટ પણ કર્યું છે કે, કેશુભાઈ જે પણ કાંઈ બોલી રહ્યા છે તેમાં તેમનો વિરોધ પક્ષ માટે નહિ પણ વ્યક્તિ પ્રત્યે છે. સાથેસાથે તેમણે વિનંતી પણ કરી છ કે, અમારે આપની સામે લડવું પડે એવી સ્થિતિનું નિર્માણ ન કરો.
સુરેન્દ્ર પટેલે તંત્રી લેખના પ્રારંભમાં મુરબ્બી વડીલ માનનીય શ્રી કેશુભાઈ પટેલના સંબોધન સાથે લખ્યું છે, ''એક સુજ્ઞા નાગરિક પણ ન ઉચ્ચારે તેવા આપના ઉચ્ચારણો વર્તમાનપત્રમાં વાંચી આ જાહેર પત્ર લખવા પ્રેરાયો છું.
એ બાબત સર્વવિદિત છે કે, ગુજરાત ભાજપના વટવૃક્ષનું સિંચન કરવામાં આપનો સિંહફાળો રહ્યો છે. કોંગ્રેસના વિકલ્પ તરીકે ભાજપને જનમાનસમાં સ્વીકૃત કરવામાં આપની છબીએ મહત્ત્વનો સહયોગ આપ્યો હતો.''
આગળના ફકરામાં સુરેન્દ્ર પટેલે ટૂંકમાં ઘણું બધું કહી દીધું છે. તેમણે લખ્યું છે કે, ''આપના વર્તમાન ઉચ્ચારણો એવું સ્પષ્ટ કરી રહ્યા છે કે, વ્યક્તિની કાર્યપદ્ધતિ પ્રત્યેનો આપનો અણગમો પક્ષવિરોધી બની રહ્યો છે. વ્યક્તિથી પક્ષ ઉપર છે એ તો આપણો મૂળ વિચાર છે.''
સુરેન્દ્ર પટેલે કેશુભાઈ પટેલને કોંગ્રેસનો હાથો બની રહ્યા હોવાનો આડકતરો ઉલ્લેખ કર્યો છે. ''વળી, સ્વાર્થી, વિકાસ વિરોધી અને ભાજપદ્વેષી લોકો આપના ખભે બંદુક ફોડી રહ્યા છે. ત્યારે એક કાર્યકર તરીકે આપને વિનંતી કરવાની ઇચ્છા થાય છે કે આપને આપનું આ કૃત્ય ભવિષ્યમાં ગિલ્ટી ફીલ ન કરાવે તે માટે પણ આ હાથો બનવાની બાબતથી આપ અળગા થઈ જાઓ.''
સુરેન્દ્ર પટેલે પોતાની મનઃસ્થિતિનો પડઘો છેલ્લા ફકરામાં પાડયો છે.
''આપ વડીલ છો, સન્માનનીય છો. મહાભારતના કાળમાં જેમ અર્જુને દ્રોણાચાર્ય અને ભિષ્મ પિતામહની સામે પણ લડવું પડયું હતું તેવી સ્થિતિનું આપ નિર્માણ ન કરો એવી હૃદયપૂર્વકની વિનંતી.''
સુરેન્દ્ર પટેલના આ જાહેર પત્રમાં અનેક ગર્ભિતાર્થ રહેલા જોવા મળે છે. તેઓ કેશુભાઈની વેદના સાથે સંમંત થાય છે વ્યક્તિની કાર્યપદ્ધતિનો ઉલ્લેખ કરી સ્વીકારે છે કે મુખ્યમંત્રીની કાર્યપદ્ધતિ સામે રોષ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૯૮માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા પછી તેમણે સુરેન્દ્ર પટેલને ઔડાના ચેરમેન બનાવ્યા હતા. ૧૯૯૯થી ૨૦૦૫ સુધીમાં સુરેન્દ્રભાઈ પટેલ તેમની આગવી કાર્યપદ્ધતિ અને વિકાસના દ્રષ્ટિકોણથી શહેરના નાગરિકોમાં અને ભાજપમાં છવાઈ ગયા હતા. શરુઆતમાં મુખ્યમંત્રી પણ તેમનાથી ખુશ હતા પરંતુ પક્ષમાં સુરેન્દ્રભાઈ પટેલને ભાવિ મુખ્યમંત્રી તરીકે જોવાનું- બોલાવાનું શરુ થયું આ એક જ કારણથી મુખ્યમંત્રીએ તેમને ઔડાનું ચેરમેનપદ છોડાવી છ વર્ષ માટે રાજ્યસભામાં મોકલી આપ્યા હતા. આ સાંસદનું સ્થાન પણ એક વર્ષથી છૂટી ગયું છે. અમદાવાદ શહેરના પ્રભારી હતા તે સ્થાન પણ હવે આનંદીબેન સંભાળે છે સુરેન્દ્ર પટેલ સંનિષ્ઠ કાર્યકર હોવાથી પોતાનો અણગમો ક્યારેય વ્યક્ત કરતા નથી પરંતુ કાર્યકરો બોલતા હોય છે કે, 'કાકાને ખુણામાં ધકેલી દીધા.'
આવી માનસિકતા સાથે મનોગતના તંત્રી તરીકે તેમણે તંત્રીલેખ દ્વારા પોતાના આદરણીય નેતા સામે લખવાની ફરજ પડી છે. આ ફરજ તેમણે પોતાની લાગણીના પડઘા સાથે બજાવી હોય એવું દેખાઈ રહ્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રભાઈ પટેલ અડવાણીના ખાસ પ્રીતિપાત્ર છે. અત્યારે જ્યારે નરેન્દ્ર મોદી અડવાણીની અવગણના કરતા હોય એવા પ્રસંગો ઉભા થયા છે ત્યારે કેશુભાઈને આ જાહેર પત્ર લખવામાં તેમણે કેટલું મનોમંથન કરવું પડયું હશે એ સમજી શકાય એમ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved