Last Update : 27-July-2012, Friday

 

સોનામાં આગળ ધપતી તેજીઃ ભાવો દિલ્હી બજારમાં ઉંચામાં રૃ.૩૦૩૧૦ બોલાઈ ગયા!

ચાંદીમાં પણ નવો ઉછાળોઃ વિશ્વબજારમાં આગેકૂચઃ ઘરઆંગણે જોકે ડોલરના ભાવો ઉંચેથી તૂટી રૃ.૫૬ની અંદર ઉતરી ગયા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, ગુરુવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધી હતી. ચાંદીના ભાવો આજે કિલોના વધુ રૃ.૬૪૫ વધ્યા હતા જ્યારે સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના વધુ રૃ.૨૦૫થી ૨૧૦ ઉછળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ઔંશના ભાવો ૧૬૦૫થી ૧૬૦૫.૫૦ ડોલરવાળા આજે નીચામાં ૧૬૦૦ થયા પછી વધી ૧૬૧૪.૭૦ ડોલર થઈ સાંજે ૧૬૧૪.૭૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૭૦૦ વાળા રૃ.૨૯૯૧૦ ખુલી રૃ.૨૯૯૦૫ જ્યારે ૯૯.૯૦ના રૃ.૨૯૮૩૦ વાળા રૃ.૩૦૦૪૦ ખુલી રૃ.૩૦૦૪૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૨૯૬૫ વાળા રૃ.૫૩૩૨૫ ખુલી રૃ.૫૩૬૧૦ બંધ રહ્યા હતા. સાંજે ભાવો જોકે ઉંચેથી સાધારણ ઘટી રૃ.૫૩૪૦૦થી ૫૩૪૫૦ તથા કેશમાં રૃ.૫૩૩૦૦થી ૫૩૩૫૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવો ૨૭.૪૯ ડોલરવાળા નીચામાં ૨૭.૨૨ થયા પછી ઉછળી ૨૭.૮૧ થઈ સાંજે ૨૭.૬૮ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે બજારમાં આજે કિંમતી ધાતુઓમાં વેચનારા ઓછા તથા લેનારા વધુ રહ્યા હતા. જોકે ડોલરના ભાવો આજે રૃપિયા સામે વધતા અટકી ઝડપી તૂટી ગયા હતા. મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૬.૧૬ વાળા નીચામાં રૃ.૫૫.૫૦ થઈ છેલ્લે રૃ.૫૫.૫૨ રહ્યા હતા. વિશ્વબજારમાં યુરોપના દેશોની નબળાઈ વચ્ચે સોનામાં હેજફંડો લેવાલ રહ્યા હતા. જોકે આજે સાંજે અમેરિકામાં જોબ ડાટા પોઝીટીવ આવ્યાની ચર્ચાએ સાંજે સોનાના ભાવો ઉંચેથી ફરી નીચા આવ્યાના સમાચારો હતા. દિલ્હીબજારમાં આજે સોનાના ભાવો વધુ રૃ.૧૫૦ વધી ૯૯.૫૦ના રૃ.૩૦૧૧૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૩૧૦ રહ્યાના સમાચારો હતા જ્યારે ત્યાં ચાંદીના ભાવો આજે હાજરમાં રૃ.૪૦૦ વધી રૃ.૫૩૦૫૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૩૮૦ વધી રૃ.૫૩૩૫૦ રહ્યા હતા. ત્યાં ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો રૃ.૧૦૦૦ વધી રૃ.૬૩થી ૬૪ હજાર રહ્યાના સમાચારો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved