Last Update : 27-July-2012, Friday

 

યુ.એસ.ના રોજગારીના આંકડા પોઝિટીવ ઃ યુરોપમાં ગાબડાં બાદ સાંજે તોફાની ઉછાળો

રીયાલ્ટી, બેંકિંગ, પાવર- કેપિટલ ગુડઝ, મેટલ શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્ષ ૧૬૬૪૦, નિફ્ટી ૫૦૪૩ના છ સપ્તાહના તળીયે

સ્મોલ-મિડ કેપ શેરોમાં બદલા ફાઇનાન્સરો ત્રાટક્યા ઃ જુલાઇ અંતે છેલ્લા કલાકમાં નિફ્ટી ૬૬, સેન્સેક્ષ ૨૦૬ પોઇન્ટ તૂટયા
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, ગુરુવાર
ડેરીવેટીવ્ઝમાં જુલાઇ વલણના અંતિમ દિવસે શેરોમાં સાર્વત્રિક ધબડકો બોલાઇ ગયો હતો. ટ્રેડીંગની શરૃઆત જ કોલકતાના બદલા ફાઇનાન્સરે સંખ્યાબંધ મિડ કેપ કંપનીઓના પ્રમોટરોના શેરો આજે વલણના અંતિમ દિવસે જ બજારમાં વોલ્યુમ સાથએ ઉતારી દેતાં અને સેબીએ એફએન્ડઓમાં સ્ક્રીપના સમાવેશ સહિત પસંદગીના માપદંડો આકરાં બનાવતા એનએસઇએ ૫૧ સ્ક્રીપને એફએન્ડઓ સેગ્મેન્ટમાંથી દૂર કરવાની ફરજ પડતા આજે આ શેરો પૈકી અનેકમાં રોલઓવર નહીં થઇ ઊભા ઓળીયા ફૂટવા લાગતા મિડ કેપ- સ્મોલ કેપ શેરોમાં કડાકો બોલાઇ ગયો હતો. અલબત શરૃઆતના કલાકોમાં બજારમાં ઇન્ડેક્ષ બેઝડ સાંકડી વધઘટે નિરસતા છવાયેલી રહી હતી. પરંતુ બપોરે બે વાગ્યા બાદ ઇન્ડેક્ષ બેઝડ શરૃ થયેલા પેનીકમાં હવામાન ખાતાએ ભારતમાં ઉત્તર-પશ્ચિમી અને દક્ષિણ ભાગોમાં ચોમાસુ નબળું હોવાની ચિંતા વ્યક્ત કરતા અને પીએસયુ બેંકોને તેમના ઢીલા રવૈયા માટે ફાઇનાન્શિયલ સર્વિસિઝ સેક્રેટરીએ ઠપકો આપતા તેમજ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ દ્વારા બ્રિક દેશોમાં બેંકો પર આગામી વર્ષે દબાણ વધવાના એસેટસ ગુણવતા નબળી પડવાનો અહેવાલ આપતા બેંકિંગ શેરો સાથે રીયાલ્ટી, કેપિટલ ગુડઝ પાવર, એફએમસીજી શેરોમાં ધોવાણે સેન્સેક્ષ- નિફ્ટીમાં મોટા ગાબડાં પડવા લાગ્યા હતા. સેન્સેક્ષ આગલા બંધ ૧૬૮૪૬.૦૫ સામે ૧૬૮૮૭.૮૪ મથાળે ખુલીને શરૃઆતમાં ૧૬૮૯૯.૭૭ થઇ ઘટીને ૨૫થી ૩૫ પોઇન્ટનો ઘટાડો લાંબો સમય બતાવતો રહ્યો હતો. જે બપોરે યુરોપના બજારોની નરમાઇ અને મેટલ કંપનીઓના નબળા પરિણામ આઇટીસી, ભેલના સારા પરિણામ છતાં ચોમાસાની ચિંતાએ વલણના અંત પૂર્વે શેરોમાં એકાએક બે વાગ્યા બાદ હેમરીંગ સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક સાથે ઇન્ફોસીસ, ટાટા મોટર્સ, ટાટા પાવર, વિપ્રો, ભેલ, લાર્સન, આઇટીસી સહિતમાં ધોવાણે સેન્સેક્ષ ૧૬૮૦૫થી ૧૬૮૧૦ની સપાટીથી તૂટવા લાગી એક સમયે ૨૪૭.૫૭ પોઇન્ટના કડાકે નીચામાં ૧૬૫૯૮.૪૮ સુધી ગબડી ગયો હતો. જે અંતે ૨૦૬.૨૩ પોઇન્ટના ઘટાડે ૬ સપ્તાહના તળીયે ૧૬૬૩૯.૮૨ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ ૨૦ મિનિટમાં ૪૨ પોઇન્ટ તૂટયો ઃ ૫૦૩૨ની છ સપ્તાહની નીચી સપાટીએ
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૧૦૯.૬૦ સામે ૫૧૨૬.૩૦ ખુલી શરૃઆતમાં સાંકડી વધઘટે ૫૧૧૦થી ૫૦૯૦ની રેન્જમાં અથડાતો રહ્યો હતો. જે બપોરે બે વાગ્યા બાદ પીએનબી, સ્ટેટ બેંક, એક્સીસ બેંક, એચડીએફસી શેરોમાં મોટા ધોવાણ સાથે આરંભથી જ ઇન્ફોસીસ, ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા સ્ટીલમાં વેચવાલી અને આઇટીસી, ભેલ સારા પરિણામ છતાં ઘટી આવતા નિફ્ટી ૭૭.૨૦ પોઇન્ટના કડાકે નીચામાં ૫૦૩૨.૪૦ સુધી ગબડી જઇ અંતે ૬૬.૬૦ પોઇન્ટ તૂટીને ૫૦૪૩ બંધ રહ્યો હતો. નિફ્ટી બપોરે ૨.૧૨ વાગ્યે ૫૦૯૬ નજીક હતો, એ ૨.૫૨ વાગ્યે તૂટીને ૫૦૭૫.૯૫ સુધી આવી ગયા બાદ તીવ્ર કડાકામાં ૨૦ મિનિટમાં જ ૪૩ પોઇન્ટ તૂટી જઇ નીચામાં ૫૦૩૨.૪૦ સુધી આવી ગયો હતો.
જુલાઇ વલણનો અંત ખુવારીનો નીવડયો ઃ નિફ્ટી ઓગસ્ટ ફ્યુચર ૫૧૪૮થી તૂટી ૫૦૭૦
ડેરીવેટીવ્ઝમાં જુલાઇ વલણનો અંત આજે ખુવારીનો રહ્યો હતો. નિફ્ટી જુલાઇ ફ્યુચર ૩,૩૮,૪૧૮ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૫૯૭.૦૬ કરોડના ટર્નઓવરે ૫૧૧૨.૫૫ સામે ૫૧૨૪ ખુલી ૫૧૨૪થી જ નીચામાં ૫૦૩૪.૧૦ સુધી ગબડી જઇ અંતે ૫૦૪૨.૯૫ નજીક સેટલ થયો હતો. નિફ્ટી ઓગસ્ટ ફ્યુચર ૨,૪૫,૯૬૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૬૨૮૧.૫૨ કરોડના ટર્નઓવરે ૫૧૩૯.૨૦ સામે ૫૧૪૭.૯૫ ખુલી ૫૧૪૮થી નીચામાં ૫૦૭૦.૧૦ સુધી ગબડી જઇ અંતે ૫૦૮૩.૫૦ હતો.
કોલકતાના બદલા ફાઇનાન્સરે મિડ કેપ શેરોમાં પ્રમોટરોને ડબ્બામાં લીધા! મુંબઇ- દિલ્હીના બ્રોકર- ઓપરેટરો પણ સપાટામાં
જુલાઇ વલણનો અંત ડેરીવેટીવ્ઝમાંથી ૫૧ સ્ક્રીપને એમએસઇ દ્વારા બહાર કરવાના નિર્ણય સાથે આ પૈકી અનેક સ્ક્રીપમાં પોઝીશન સરખી કરવાની ફરજે તૂટયાની સાથે ફ્રન્ટલાઇન શેરોમાં છેલ્લા કલાકમાં ગાબડાં પડતા ખુવારીનો નીવડયો છે, પરંતુ બજારમાં આરંભથી જ આજે બદલા ફાઇનાન્સરોએ પ્રમોટરોના પ્લેજ શ ેરોની પોઝિશન એકાએક ઉતારી દેતા મિડ કેપ- સ્મોલ કેપ સંખ્યાબંધ શેરોના ભાવોમાં ૧૦થી ૩૫ ટકા સુધીના ગાબડાં પડયા હતા. બદલા ફાઇનાન્સરો- બ્રોકરોમાં કોલકતાના મારવાડી સિંઘાની ફાઇનાન્સરે મોટો ઉથલો કર્યાની ચર્ચા હતી. આ સાથે દિલ્હીમાં રેલી અને મુંબઇમાં શરદ સહિતના બ્રોકર- ઓપરેટરો પણ સપાટામાં આવી ગયાની ચર્ચા હતી.
તુલીપ ટેલીકોમ ઇન્ટ્રા-ડે ૩૫ ટકા તૂટી અંતે ૨૬ ટકા ગબડી રૃા. ૮૮ ઃ ફીચે રેટીંગ ડાઉનગ્રેડ કર્યું
કહેવાતા બદલા ફાઇનાન્સરના સપાટા સાથે ફીચ રેટીંગ્સ દ્વારા તુલીપ ટેલીકોમના લોંગ ટર્મ રેટીંગને ફીચ એ પ્લસથી ડાઉનગ્રેડ ફીચ માઇનસ એ કરીને રેટીંગ વોચ નેગેટીવ પર મૂકતા શેરમાં જંગી વોલ્યુમ બીએસઇમાં ૧૦૨.૭૨ લાખ શેરોના વોલ્યુમે ઇન્ટ્રા-ડે ૩૪થી ૩૫ ટકા તૂટી ગયા બાદ અંતે ૨૫.૯૮ ટકા (રૃા. ૩૦.૯૦) ગબડીને રૃા. ૮૮.૦૫ રહ્યો હતો.
ગ્લોડાઇન ટેક્નો, એરા ઇન્ફ્રા., પીપાવાવ ડીફેન્સ, પાર્શ્વનાથ ડેવલપર્સ ગોકુલ રીફોઇલ્સ ૨૦ ટકા તૂટયા
આરંભથી જ અન્ય તૂટેલા શેરોમાં એરા ઇન્ફ્રા. રૃા. ૨૮.૭૦ (૨૦ ટકા) ગબડીને રૃા. ૧૧૪.૯૦, ગ્લોડાઇન ટેક્નો રૃા. ૬૮.૩૫ (૨૦ ટકા) ગબડીને રૃા. ૨૭૩.૬૦, પીપાવાવ ડીફેન્સ રૃા. ૧૫.૫૦ (૧૯.૯૬ ટકા) તૂટીને રૃા. ૬૨.૧૫, પ્રદિપ ઓવરસીઝ રૃા. ૧૭.૦૫ (૧૯.૯૪ ટકા) તૂટીને રૃા. ૬૮.૪૫, એરા ઇન્ફ્રા. રૃા. ૨૮.૭૦ (૨૦ ટકા) તૂટીને રૃા. ૧૧૪.૯૦, પાર્શ્વનાથ ડેવલપર્સ રૃા. ૧૧.૫૦ (૧૯.૯૧ ટકા) તૂટીને રૃા. ૪૬.૨૫, ગોકુલ રીફોઇલ્સ રૃા. ૧૫.૧૫ (૧૯.૬૦ ટકા) તૂટીને રૃા. ૬૨.૧૫, રેડીકો ખૈતાન રૃા. ૧૩.૬૫ (૧૧.૮૭ ટકા) ગબડીને રૃા. ૧૦૧.૩૦, કેમરોક ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૭૪.૪૫ (૧૬.૮૬ ટકા) તૂટીને રૃા. ૧૪૫.૮૦, એસઆરએઐફ રૃા. ૨૮.૪૫ (૧૨.૪૧ ટકા) ગબડીને રૃા. ૨૦૦.૭૫, મોનેટ ઇસ્પાત રૃા. ૫૮.૩૫ (૧૫.૧૨ ટકા) તૂટીને રૃા. ૩૨૭.૫૦, અમર રેમેડીઝ રૃા. ૨૭.૬૦ (૨૦ ટકા) ગબડીને રૃા. ૧૧૦.૫૦ રહ્યા હતાં.
એફએન્ડઓમાંથી બહાર નીકળનાર ૫૧ શેરોમાં જુલાઇના અંતે વધુ ગાબડાં ઃ બી ગુ્રપના શેરોનું પતન
જુલાઇ વલણના અંતે એનએસઇએ ૫૧ સ્ક્રીપને એફ એન્ડ ઓમાંથી સેબીના નવા માપદંડ મુજબ સપ્ટેમ્બર બાદ બહાર કરવાના લીધેલા નિર્ણયે રોલ ઓવર નહીં થઇ પોઝિશન સરખી થતાં આ શ ેરોમાં પણ આજે વધુ ગાબડાં પડયા હતાં. જેમાં બજાજ હિન્દુસ્તાન રૃા. ૨.૫૦ તૂટીને રૃા. ૩૧.૦૫, શ્રી રેણુકા સુગર રૃા. ૨.૦૫ તૂટીને રૃા. ૩૧.૧૫, બીએફ યુટીલીટી રૃા. ૨૫.૦૫ તૂટીને રૃા. ૪૦૫.૧૦, અબાન ઓફશોર રૃા. ૨૧.૯૫ ગબડીને રૃા. ૩૫૯.૬૫, ડેલ્ટા કોર્પ રૃા. ૩.૩૦ ઘટીને રૃા. ૫૪.૯૦, આઇએફસીઆઇ રૃા. ૨.૧૦ ઘટીને રૃા. ૩૫.૧૦, ટીટીકે પ્રેસ્ટિજ રૃા. ૧૮૯.૧૦ ઘટીને રૃા. ૩૨૪૩.૪૦, બીઇએમએલ રૃા. ૧૮.૧૫ ઘટીને રૃા. ૩૧૯.૪૫, બોમ્બે ડાઇંગ રૃા. ૧૮.૮૫ ઘટીને રૃા. ૪૮૮.૮૦, ઓર્ચિડ કેમિકલ્સ રૃા. ૯ તૂટીને રૃા. ૧૧૦.૧૫, બલરામપુર ચીની રૃા. ૪.૨૫ તૂટીને રૃા. ૫૫.૧૦, બોમ્બે બર્મા રૃા. ૨૯.૮૫ તૂટીને રૃા. ૫૪૨.૪૦, એસ. કુમાર નેશનવાઇડ રૃા. ૨.૩૫ તૂટીને રૃા. ૨૭.૩૦ રહ્યા હતાં. 'બી' ગુ્રપના અનેક શેરોમાં પેનીક સેલીંગ સાથે ઓછા વોલ્યુમે ગાબડાં પડતા અનેક શેરોનું અસ્તિત્વ જોખમમાં આવી ગયા જેવો ઘાટ હતો.
અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં મોટાપાયે ધોવાણ ઃ આરકોમ નવા તળીયે ઃ કેપિટલ, પાવર પણ તૂટયા
અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં પણ રિલાયન્સ કોમ્યુનિકેશન્સની ફ્લેગ ટેલીકોમ સિંગાપુરમાં આઇપીઓ લાવવામાં ફરી નિષ્ફળ રહેતા ગાબડાં પડયા હતા. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) સતત નવી ઐતિહાસિક નીચી સપાટીએ ઉતરી જઇ રૃા. ૨.૬૫ તૂટીને રૃા. ૫૬.૨૦, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૃા. ૧૬.૫૦ તૂટીને રૃા. ૪૭૬.૨૫, રિલાયન્સ કેપિટલ રૃા. ૧૩.૧૦ તૂટીને રૃા. ૩૨૧.૧૫, રિલાયન્સ પાવર રૃા. ૬.૧૫ તૂટીને રૃા. ૮૯.૩૫ રહ્યા હતાં.
પીએસયુ બેંકોની એસેટ ગુણવત્તા નબળી પડશે ઃ રિઝર્વ બેંક વ્યાજ દર નહીં ઘટાડે ઃ બેંક શેરોમાં ગાબડા
બેંકિંગમાં એક તરફ પીએસયુ બેંકોને તેમના ઢીલા વલણ માટે ફાઇનાન્સ સર્વિસિઝ સચિવે ઠપકો આપતા અને સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ દ્વારા ભારતની બેંકો સહિત બ્રિક દેશોની એસેટસ ગુણવત્તા નબળી પડવાના અહેવાલ અને હવે નબળા ચોમાસાએ બેંકોની એનપીએ વધવાના જોખમ તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નકારતા બેંકિંગ શ ેરોમાં ફંડો મોટાપાયે વેચવાલ બન્યા હતાં.
બેંકેક્ષ ૧૯૭ પોઇન્ટ તૂટયો ઃ આઇઓબી, યુકો બેંક, એક્સીસ, સ્ટેટ બેંક, પીએનબી ગબડયા
આઇઓબી રૃા. ૮.૭૦ તૂટીને રૃા. ૭૨.૧૦, યુકો બેંક રૃા. ૪.૪૦ તૂટીને રૃા. ૭૦.૨૦, વિજ્યા બેંક રૃા. ૨.૮૦ તૂટીને રૃા. ૫૩.૦૫, દેના બેંક રૃા. ૪.૫૫ તૂટીને રૃા. ૯૧.૦૫, પીએનબી રૃા. ૩૫.૬૫ તૂટીને રૃા. ૭૫૬.૨૦, ઓરિએન્ટલ બેંક રૃા. ૮.૮૦ ઘટીને રૃા. ૨૨૬.૫૫, સ્ટેટ બેંક રૃા. ૫૩.૫૦ તૂટીને રૃા. ૨૦૧૭.૧૫, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૧૦.૨૫ ઘટીને રૃા. ૩૦૭.૮૦, સિન્ડિકેટ બેંક રૃા. ૩.૪૦ ઘટીને રૃા. ૯૪.૬૦, કેનરા બેંક રૃા. ૧૩.૬૫ ઘટીને રૃા. ૩૬૧.૨૫, એક્સીસ બેંક રૃા. ૨૨.૮૫ તૂટીને રૃા. ૧૦૦૫.૫૦ રહ્યા હતાં.
હવે રીયાલ્ટી ક્ષેત્રે અટવાયેલા ઇન્વેસ્ટરો પેનીક લાવશે! પાર્શ્વનાથ યુનીટેક, ઇન્ડિયાબુલ્સ તૂટયા
રીયાલ્ટી કંપનીઓના શેરોમાં પણ આજે બદલા ફાઇનાન્સરે મોટું ઓફલોડીંગ કર્યાની સાથે રીયાલ્ટી ક્ષેત્રે તેજીનો ફુગ્લો ફૂટી જવાની તૈયારીના એંધાણે પેનીકમાં રીયલ એસ્ટેટમાં રોકાણ કરી અટવાયેલા ઇન્વેસ્ટરો મોટા ડિસ્કાઉન્ટમાં પ્રોપર્ટી વેચવાની શરૃઆત કરશે એવી શક્યતાએ શેરોમાં મોટું ઓફલોડીંગ થયું હતું. પાર્શ્વનાથ ડેવલપર્સ રૃા. ૧૧.૫૦ તૂટીને રૃા. ૪૬.૨૫, યુનીટેક રૃા. ૧.૩૫ તૂટીને રૃા. ૨૦.૭૦, ઇન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃા. ૨ તૂટીને રૃા. ૫૪.૭૫, ડીએલએફ રૃા. ૫.૮૦ ઘટીને રૃા. ૧૯૭.૬૦, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૨૦ ઘટીને રૃા. ૪૭.૩૦, ઓબેરોય રીયાલ્ટી રૃા. ૩.૯૦ ઘટીને રૃા. ૨૩૧.૦૫ રહ્યા હતાં.
જેએસડબલ્યુ સ્ટીલના નેટ નફામાં ૫૩ ટકાનું ગાબડું, શેર રૃા. ૨૫ તૂટયો ઃ મેટલ શેરોમાં ધોવાણ
મેટલ શેરોમાં આર્સેલર મિતલ દ્વારા ગઇકાલે નબળા પરિણામ સાથે વૈશ્વિક સ્ટીલની માગમાં ઘટાડાના અંદાજે વેચવાલી બાદ આજે જેએસડબલ્યુ સ્ટીલનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૫૩.૪૯ ટકા ઘટીને રૃા. ૨૬૯ કરોડ અને કુલ આવક ૨૮ ટકા વધીને રૃા. ૯૧૦૯.૮૭ કરોડ થતાં શેરમાં વેચવાલીએ રૃા. ૨૪.૫૫ તૂટીને રૃા. ૬૪૪.૯૦, સેઇલ રૃા. ૩.૦૫ તૂટીને રૃા. ૮૨.૪૫, સેસાગોવા રૃા. ૪.૯૫ ઘટીને રૃા. ૧૭૮.૪૦, સ્ટરલાઇટ રૃા. ૨.૬૫ ઘટીને રૃા. ૯૭.૭૫ રહ્યા હતાં.
આઇટીસીના નફામાં ૨૦ ટકા વૃદ્ધિ, ભેલના નફામાં ૧૩ ટકા વધારો છતાં બન્ને શેરો ગબડયા
એફએમસીજી જાયન્ટ આઇટીસી દ્વારા ત્રિમાસિક નેટ નફો ૨૦.૨૧ ટકા વધીને રૃા. ૧૬૦૨.૧૪ કરોડ અને ચોખ્ખુ વેચાણ ૧૫.૩૪ ટકા વધીને રૃા. ૬૬૫૨.૨૧ કરોડ થવા છતાં શેરમાં ઉછાળે નીકળેલી વેચવાલીએ ઉપરમાં રૃા. ૨૫૭થી નીચામાં રૃા. ૨૪૮ થઇ અંતે રૃા. ૫.૧૫ ઘટીને રૃા. ૨૪૯.૪૫, ભેલનો નેટ નફો ૧૨.૯૨ ટકા વધીને રૃા. ૯૨૦.૯૦ કરોડ અને આવક ૧૬.૪૬ ટકા વધીને રૃા. ૮૮૦૫.૨૮ કરોડ થવા છતાં શેર રૃા. ૩.૯૦ ઘટીને રૃા. ૨૧૨.૩૫ રહ્યા હતાં.
સ્મોલ-મિડ કેપ શેરોમાં ગાબડાં ઃ ૧૯૩૪ શેરો ઘટયા ઃ ૨૧૬ શેરોમાં ઓનલી સેલર
સ્મોલ મિડ કેપ, બી ગુ્રપના અનેક શેરોમાં ગભરાટમાં વેચવાલીએ આજે માર્કેટ બ્રેડથ અત્યંત ખરાબ થઇ હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૯૭ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૯૩૪ અને વધનારની ૮૪૨ રહી હતી. ૨૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૯૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
ડોલર ૬૩ પૈસા તૂટીને રૃા. ૫૫.૫૩ ઃ યુરોપમાં આરંભિક ગાબડાં બાદ સાંજે તોફાની ઉછાળો
યુરોપના બજારોમાં આજે બપોરે ૪૦થી ૬૦ પોઇન્ટની નરમાઇ બતાવાતી હતી, એ એશીયાના બજારો બંધ થયા બાદ સાંજે એકાએક ઉછાળામાં ૭૦થી ૧૦૦ પોઇન્ટની તેજી બતાવાતી હતી. લંડનનો ફુત્સી ૭૪ પોઇન્ટ, ફ્રાંસનો કેક ઇન્ડેક્ષ ૯૧ પોઇન્ટ, જર્મનીનો ડેક્ષ ૧૦૮ પોઇન્ટનો ઉછાળો બતાવતા હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બાલ ઠાકરેની તબિયત સારી હોવાનો ડોક્ટરોનો મત
રેગિંગ વિરોધી વેબસાઈટ શરૃ કરાઈ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ હવે ફેસબુક પર

અણ્ણા ટીમના ઉપવાસીઓની તબિયત લથડી
પેટ્રોલ કારના વેચાણમાં ધરખમ ઘટાડો

લંડન ઓલિમ્પિક માટે ૪૦,૦૦૦ સિક્યોરિટી સ્ટાફનો કાફલો તૈનાત

પ્રથમ આધુનિક એટેક હેલિકોપ્ટર વિકસાવ્યાનો ચીને કરેલો દાવો
પાકિસ્તાને સલામતીના મુદ્દે નાટોના સપ્લાય રૃટ બંધ કર્યા

બોલ્ટની ફાઇનલ રેસ વખતે ભારતમાં મધરાતના ૨.૨૦ થયા હશે

ટ્રેક એન્ડ ફિલ્ડઃ ફાઇનલ
ઓલિમ્પિકમાં મેડલ જીતીએ તે ભારત માટે અત્યંત જરૃરી
ઓલિમ્પિક સ્ટેડિયમમાં ચે ગ્યુઇવરાની ટીશર્ટ પર પ્રતિબંધ
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા

યુ. કે. વિઝામાં છેતરપિંડી બદલ ભારતીય વિદ્યાર્થીને છ મહિનાની સજા

હાડકાંના નવસર્જન માટે જીન થેરાપી વિકસાવ્યાનો દાવો
 
 

Gujarat Samachar Plus

ભાર વગરના ભણતરમાં ટેબ્લેટ તરફ ટર્ન
પ્રત્યેક વ્યક્તિ માનસિક રીતે ચોક્કસ વેબસાઈટ સાથે જ જોડાયેલો રહે છે
ઓર્ગેનિક ખારેકનો અનોખો મહોત્સવ
સુગમ ગાયકીને કેળવવા શાસ્ત્રીય રાગનો સહારો
યંગસ્ટરમાં ટાઇનું પ્રમાણ વધી રહ્યું છે...
 

Gujarat Samachar glamour

ઝિન્નત અમાને ‘ઘોડા બચાવો’ અભિયાન શરૂ કર્યું
ઉદય ચોપરા ‘યશરાજ’ની ફિલ્મો ‘‘યોમિક્સ’’માં લાવે છે
રાની લાવણી-નૃત્ય પર ઠુમકા લગાવશે
કામુક થ્રિલર ‘જિસ્મ-૨’ની સાથે માણો ‘રાજ-૩’નું ટ્રેલર
નવ અભિનેત્રીઓ સાથે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ થતી દેખાશે
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved