Last Update : 27-July-2012, Friday

 

કેટલીક નોખી વાનગીઓનો રસથાળ

 

 

દહીં વડાં

 

સામગ્રી ઃ ૨ કપ કંદના ટુકડા, ૧/૨ કપ સૂરણના ટુકડા, ૨ મીડિયમ બટાટા, ૨ ચમચા સાબુદાણા, તળવા માટે તેલ, પ્રમાણસર મીઠું, ૨ ચમચી પીસેલા આદું-મરચાં, જરૂર પૂરતું દહીં, શેકેલું જીરું, લાલ મરચાંની ભૂકી ૧ ચમચી, કોથમીર, તળવા માટે તેલ.

 

રીત ઃ કંદ, સૂરણ અને બટાટા બાફી નાખવા. સાબુદાણા પલાળી ફુલાવવા. કંદ, સૂરણ અને બટાટા ચડ્યા પછી બિલકુલ ઠંડા પડી જાય પછી ખમણીને સારી રીતે મસળી નાખવા. સાબુદાણા વાટીને ઉમેરવા. બટાટા છૂંદી નાખવા. બઘું સારી રીતે મિક્સ કરી તેમાં મીઠું અને આદું-મરચાં નાખવા. જરા પાણી કે તેલ હથેળીમાં લઈ લોટના ચપટા વડા બનાવવા. ગરમ તેલમાં તળી જરા ઠરે એટલે પાણીમાં નાખવા. થોડા પોચા થાય એટલે થાળીમાં કાઢતા જવા. બધા વડા તળીને પલાળીને પોલે હાથે હથેળીથી દબાવી પાણી નીચોવી નાખવું. દહીંને સંચાથી ઝેરીને તેમાં મીઠું નાખવું, પછી બધા વડા દહીમાં બોળી ડિશમાં ગોઠવવા.

 

રીત નં. ૨

 

સામગ્રી ઃ ૧/૨ કપ કૂટીનો ડારો, ૧ બટાટા, મીઠું આદું-મરચાં ૧ ચમચી, ૧ ચમચો આરાલોટ, દહી જરૂર પૂરતું, જીરું, કોથમીર, તળવા માટે તેલ.

 

રીત ઃ કૂટિના ડારાને ધોઈ પાણીમાં પલાળવો. બટાટું બાફી નાખવું. કૂટિના ડારાને ઢોકળાની જેમ વરાળમાં બાફી ઠરે ત્યારે બટાટા છૂંદીને તેમાં નાખવું. આ મિશ્રણમાં મીઠું, આદુ-મરચાં અને ૧ ચમચો આરોલોટ નાખવો. આના ચપટા વડા બનાવી તેલમાં તળી નાખવા. ઠરે ત્યારે રીત નંબર એક પ્રમાણે દહીંમાં બોળીને ડિશમાં મૂકી જીરું, લાલ મરચું અને કોથમીર ભભરાવવા.

 

નોંધ ઃ આ વડા પાણીમાં નાખવા નહીં.

 

રીત નં. ૩

 

સામગ્રી ઃ ૧ કપ રાંધેલો સામો, પોણો કપ રાજગરાનો લોટ, ૧/૪ કપ આરાલોટ, તળવા માટે તેલ, પ્રમાણસર મીઠું, આદુ-મરચાં, પાણી, દહી, જીરું લાલ મરચું, કોથમીર.

 

રીત ઃબંને લોટ તથા સામો, મીઠું, આદું-મરચાં મિક્સ કરી પાણી વાળો હાથ કરી વડા બનાવી તેલમાં તળી લેવા. ઠરે ત્યારે રીત નંબર ૧ પ્રમાણે દહીંમા બોળી ડિશમાં ગોઠવવા. ઉપરથી જીરું લાલ મરચું, કોથમીર ભભરાવવા.

 

નોંધ ઃ પાણીમાં નાખવા નહીં.

 

કપુરિયા

 

સામગ્રી ઃ ૧ કપ રાજગરાની ધાણી, ૧ કપ સામો, ૧ કપ કૂટિનો ડારો, ૧ કપ શીંગોડાના ટુકડા, મોણ માટે તેલ, મીઠું પ્રમાણસર, ૨ ચમચી આદું-મરચાં, ૨ ચમચા લીલું કોપરું, હળદર, ૧ ચમચો કોથમીર.

 

રીત ઃ સામાને કોરી કડાઈમાં શેકી નાખવો. સામો કુટિનો ડારો, ધાણી, શીંગોડાના ટુકડા કરો ભરડાવવા. લોટમાં તેલનું મૂઠી વળતું મોણ દેવું. બધો મસાલો અને કોપરું નાખી મિક્સ કરવું.
સાડા ત્રણ કપ પાણી ઉકળવા મૂકવું. ઉકળે એટલે ધીમો તાપ કરી ધીમે-ધીમે લોટ નાખવો. સારી રીતે વેલણથી હલાવીને ધીમા તાપે બે-ત્રણ મિનિટ ઢાંકી રાખવો. નીચે ચીટકે નહીં તે જોવું. બહાર કાઢી તેના લાડવા વાળવા. અંગૂઠાથી વચ્ચે ખાડો કરી પછી ચારણીમાં અથવા ઘાસમાં (સગવડ હોય તો) વરાળમાં બાફવા. તલના તેલ અને ચટણી સાથે ગરમ ગરમ પીરસવા.

 

કુલ્ફી

 

સામગ્રી ઃ ૬ કપ દૂધ, ૧ ટીન કન્ડેન્સ્ડ મિલ્ક, અડધી ચમચી એલચીનો ભૂકો, ૨ ચમચી આરાલોટ, ૫-૬ ટીપા કેવડાનું એસેન્સ અથવા થોડું કેસર.

 

રીત ઃ દૂધ ઉકળે એટલે કન્ડેન્સ્ડ મિલ્ક નાખવું. સતત ૩થી ૫ મિનિટ ઉકાળવું. બે ચમચા પાણીમાં આરાલોટ ધોળીને ઉમેરવું. એલચીનો ભૂકો નાખવો. કેસર નાખવું હોય તો થોડા દૂધમાં પલાળી રાખીને નાખવું. ૨-૪ મિનિટ હલાવ્યા કરવું. ઘટ્ટ થાય એટલે ઉતારીને ૧૦ મિનિટ પછી એસેન્સ નાખી થોડું વધારે ઠરે એટલે કૂલ્ફીના બીબામાં અથવા બરફની ટ્રેમા ભરીને ફ્રીઝમાં બરફના ખાનામાં મૂકવું. ૨-૪ કલાકમાં જામી જાય એટલે ઉપયોગમાં લેવી.

 

સક્કરિયાનાં ઢોકળાં

 

સામગ્રી ઃ ૧-૧/૨ કપ બાફેલા સક્કરિયાનું છીણ, ૧ કપ શીંગોડાનો લોટ, પોણો કપ સામાનો લોટ, પોણો કપ ખાટું દહીં, જરૂર પૂરતું ગરમ પાણી, ૨ ચમચી આદું-મરચાં, ૧ ચમચી હળદર, પા ચમચી લીંબુના ફૂલ, ૨ ચપટી સોડા, મીઠું. પ્રમાણસર, ૨ ચમચા મોણ ૨ ચપટી લાલ મરચું, થોડી કોથમીર.

 

રીત ઃ બંને લોટ મિક્સ કરીને મોણ દઈ દહીંમાં મિક્સ કરવા. સક્કરિયા છીણી માવો કરી કણી ન રહે તેમ લોટમાં મિક્સ કરી જરૂર પૂરતું પાણી નાખી છ-આઠ કલાક રાખવું. લોટ જરા ઘટ્ટ રાખવો. બનાવતી વખતે મીઠું, આદું, મરચાં, હળદર, લીંબુ નાખવા. ઢોકળા બાફવા. માટેનું પાણી ગરમ થાય તેમાંથી બે ત્રણ ચમચી પાણી એક વાટકીમાં કાઢી ૧ ચપટી સોડા નાખી અડઘું ખીરું જુદું કાઢી તેમાં નાખી ઝટપટ હલાવી થાળીમાં પાથરી વરાળમાં બાફવા મૂકી તેના ઉપર થોડું લાલ મરચું અને કોથમીર ભભરાવવા. ઉપર ઊંધી થાળી ઢાંકી વજન મૂકવું. ત્રણ-ચાર મિનિટમાં બફાઈ જશે. તરત જ બીજી થાળી મૂકી આ રીતે બનાવવી.
આ ઢોકળા તેલ કે ઘી અને ચટણી સાથે પીરસવા.

 

સૂરણનાં વડાં

 

સામગ્રી ઃ ૨ કપ બાફીને છૂંદેલું સૂરણ (અંદાજે), ૨ ચમચા શીંગોડાનો લોટ, ૨ ચમચી આરાલોટ, પ્રમાણસર મીઠું ૧ ચમચી પીસેલા આદું-મરચાં, ૧ ચપટી હળદર, અડધા લીંબુનો રસ, તળવા માટે તેલ, ૨ ચમચી સાકર (ઐચ્છિક).

 

રીત ઃ સૂરણના છૂંદામાં શીંગોડાનો લોટ, આરાલોટ તથા બધો મસાલો ભેળવી સારી રીતે મિક્સ કરી ગોળ વડા બનાવી તેલમાં કાચાપાકા તળી લેવા.
થોડા ઠરે ત્યારે પોલી હથેળીથી અથવા જારાથી હલકે હાથે દબાવી દેવા એટલે ગોળ ટિક્કી જેવા થશે તેને ફરીથી ધીમે તાપે તળી લાલ થવા દેવા. ક્રિસ્પી થશે.
આવી રીતે બે વખત તળવાથી આ વડા ફરસા થાય છે.

 

જામ ટાર્ડ

 

સામગ્રી ઃ ૧-૧/૪ કપ રાજગરાનો લોટ, ૧ ચમચો આરાલોટ, લગભગ અડધો કપ ઠંડુ માખણ, ૨ ચમચી દળેલી સાકર, પસંદગીનો જામ (લેમન, પાઇનેપલ સ્ટ્રોબરી, એપલ વિ.) ટાર્ટના બીબા ૧૬થી ૨૦, બરફનું પાણી.

 

રીત ઃ બન્ને લોટ સાકર સાથે ચાળી નાખવા. માખણ ચાકુથી કાપી કાપીને આંગળીના ટેરવાથી લોટમાં મુઠ્ઠી વળતું મોણ દેવું. બરફના પાણીથી વણાય તેવો લોટ ધીરે-ધીરે બાંધવો. પૂરી કરતા કઠણ હોવો જોઈએ.
આ લોટમાંથી થોડો થોડો લઈ ટાર્ટના બીબામાં (અડધા ઇંચની જાડાઈ રાખી) બન્ને હાથના અંગૂઠાથી દાબવો. પછી ઓવનમાં ૪૫૦૦ ફેરનહીટથી ટાર્ટ શેકવા. બદામી થાય એટલે કાઢી લેવા. ઠંડા પડે પછી જામ ભરીને ખાવાના ઉપયોગમાં લેવા.

 

નોંધ ઃ બીબા ન હોય તો મોટો, અડધો ઇંચ જાડો રોટલો વણી કટરથી કાપીને ટાર્ટનો આકાર આપવો.

 

મટોકી (આફ્રિકન)

 

સામગ્રી ઃ ૪ કાચા કેળા, ૨ ચમચી આરારૂટ, ૧ ચમચી આદુ-મરચાં, પ્રમાણસર મીઠું, અડધા લીંબુનો રસ, ૨ ચમચી સાકર, તળવા માટે તેલ, વઘાર માટે ઘી.

 

રીત ઃ કેળાં છાલ સાથે કૂકરમાં બાફીને હાથેથી છૂંદવા અને થોડું ઘી મૂકી જીરાથી વધારવા. તેમાં મીઠું, આદુ-મરચાં, લીંબુ, સાકર, આરારૂટ નાખી સારી રીતે મિક્સ કરવું. નાના લીંબું જેવડા ગોળા બનાવવા અને તે થોડા આરારૂટમાં રગદોળી, તેલમાં મઘ્યમ તાપે લાલ તળી લેવા. ચટણી સાથે પીરસવા.

 

બકુલ વડાં

 

સામગ્રી ઃ ૬ કાચાં કેળા, ૧૦૦ ગ્રામ શંિગોડાનો લોટ, મરચાંનો ભૂકો, મીઠું, કોથમીર, લીલાં આદુ-મરચાં, કોપરું, લીંબુ, ખાંડ, તળવા માટે ઘી.

 

રીત ઃ કેળાંના ગોળ મોટા ટુકડા કરી છાલ સાથે જ બાફી નાખવા. બફાઈ ગયા પછી છાલ ઉતારીને સરખું મસળી નાખોને પ્રમાણસર મીઠું, આદુ-મરચાં, ખાંડ, લીંબુ- કોપરું, કોથમીર વગેરે ભેળવો. પછી શીંગોડાનો લોટમાં તેલનું મોણ નાંખીને મીઠાના પાણીમાં લોટ બાંધોને પછી રોટલીની જેમ વણો. તેની ઉપર કેળાનો મસાલો સરખી રીતે ચોપડો, ને પછી ગોળ વાળો. પછી ચપ્પુ વડે નાના ટુકડા કરો તે ટુકડાને હાથ વડે દાબીને કડાઈમાં તેલ ગરમ મૂકીને તળો. બદામી થાય એટલે કાઢી લેવા.
જો ફરાળ માટે ન કરવા હોય તો ગરમ મસાલો તથા લાલ મરચાં નાંખવા.
જ્યોત્સના

 

[Top]
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved