Last Update : 27-July-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૭-૭-૨૦૧૨ શુક્રવાર

 

શ્રાવણ સુદ નોમ - બગીચા નોમ
ગુજરાત સમાચરના ભીષ્મપિતા ધર્માનુરાગી
સ્વ. શાંતિદાદાની સાતમા વર્ષની પાંચમી માસિક પુણ્ય તિથિ

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૪ મિ.
નવકારસી સમયઃ (અ) ૬ ક. ૫૮ મિ. (સૂ) ૬ ક. ૫૯ મિ. (મું) ૭ ક. ૦૩ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૧૨ ક. ૪૪ મિ. સુધીમાં જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર ઃ સ્વાતિ સવારના ૭ ક. ૫૨ મિ. સુધી પછી વિશાખા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર - રાત્રે ૧૨ ક. ૪૪ મિ. સુધી તુલા પછી વૃશ્ચિક
વિક્રમ સંવત ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન વર્ષાૠતુ શ્રાવણ સુદ નોમને શુક્રવાર રા.દિ. શ્રા/પ./માસ-તિથિ-વાર ઃ શ્રાવણ સુદ નોમને શુક્રવાર.
- બગીચા, નકુલ નોમ. સ્વામિનારાયણ જંયતી.
- વંિછુંડો રાત્રે ૧૨ ક. ૪૪ મિ.થી શરૂ
- મહાપાત વૈદ્યૃતિ ૧૫-૦૮ થી ૨૪-૧૭ સુધી.
- ગોવંિદલાલજી કૃત સાત સ્વરૂપનો ઉત્સવ.
‘‘ગુજરાત સમાચાર’’ના ભીષ્મપિતા ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની સાતમા વર્ષની પાંચમી માસિક પુણ્યતિથિ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો ૬ રોજ
પારશી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પેર્દાંમંદ માસનો ૧૪ રોજ ગોશ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના કામમાં આનંદ રહે. અન્યના સહકારથી તમારા કામમાં સાનુકૂળતા રહે. પત્ની-સંતાન-પરિવારનું કામ થાય.

 

વૃષભ ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સીઝનલ ધંધો, આવક થાય. નોકરીમાં હળવાશ, રાહત અનુભવો. સ્થળાંતરના પ્રયત્નોમાં પ્રગતિ જણાય.

 

મિથુન ઃ નોકરી-ધંધાના કામમાં ચંિતા-મૂંઝવણ ઓછી થાય. સરકારી-ખાતાકીય- કાનૂની કામમાં રાહત અનુભવાય. ધંધાનું કામ થાય.

 

કર્ક ઃ આપના હૃદય-મનની ચંિતા-મુંઝવણ ન સહી શકો કે ન કોઈ ને કહી શકો. નોકરી-ધંધાના કામમાં ઘ્યાન રાખવું.

 

સંિહ ઃ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. અન્યના કામમાં તમારે ઘ્યાન આપવું પડે. તે અંગે બહાર કે બહારગામ જવાનું થાય.

 

કન્યા ઃ આપના રોજીંદા કામકાજમાં સાનુકૂળતા રહે. ધંધો-આવક થાય. વ્યવહારિક, સામાજીક, કૌટુંબિક કામ આવી જાય.

 

તુલા ઃ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપો. પરંતુ તમને ચંિતા-ભય-નકારાત્મક વિચારોના કારણે શાંતિ જણાય નહીં.

 

વૃશ્ચિક ઃ પરદેશના-બહારગામના નોકરી-ધંધાના કામ અંગે ખર્ચ થાય. પરંતુ કામમાં અન્યના સહકારથી સાનુકૂળતા રહે.

 

ધન ઃ આકસ્મિક કોઈ કામ થાય. ફાયદો-લાભ, નોકરી, ધંધામાં, પુત્ર પૌત્રાદિકના કામમાં જણાય, આનંદ રહે.

 

મકર ઃ હૃદય-મનની શાંતિ-આનંદ-હળવાશ ધર્મકાર્યથી અનુભવો. નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા પરંતુ આનંદ રહે.

 

કુંભ ઃ નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ચર્ચા વિચારણા થાય. સીઝનલ ધંધો આવકવાળો રહે. આનંદ રહે.

 

મીન ઃ પુત્ર-પૌત્રાદિકના કામમાં વ્યસ્તતા રહે, વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું. કામની ઉતાવળમાં નુકસાન થાય, પડવા વાગવાથી ઈજા થાય.

 

- પ્રા. અગ્નિદત્ત પદ્મનાભ

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૭ જુલાઈ ૨૦૧૨ શુક્રવાર

 

આજથી શરૂ થતાં આપના જન્મવર્ષમાં આપે આરોગ્યની કાળજી રાખવી તેમજ નાણાંકીય આયોજનમાં ચોકસાઈ-સાવધાની રાખવી. તે સિવાય વર્ષના ઉત્તરાર્ધમાં યશ-ધનમાં વધારો થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

 

- વર્ષની શરૂઆતથી વર્ષના મઘ્યભાગ સુધી અવાર-નવાર શારીરિક-માનસિક અસ્વસ્થતા પીડાના કારણે તમારા કાર્યક્ષેત્રમાં મુશ્કેલી અનુભવો. ચંિતા-ખર્ચ વધારે રહે અને કામ ઓછું થાય.

 

- વર્ષના ઉત્તરાર્ધમાં નોકરી-ધંધાના કામમાં ચંિતા-મુશ્કેલી હળવી થતાં આપના આત્મવિશ્વાસમાં વધારો થતાં સ્વસ્થતાપૂર્વક પ્રગતિ કરી શકો.

 

- સ્ત્રી વર્ગને વર્ષ આરોહ-અવરોહનું રહે. ગાયનેક તકલીફ, કમરની તકલીફથી સંભાળવું પડે. વર્ષ ઉત્તરાર્ધમાં પતિ-સંતાન-પરિવારથી સાનુકૂળતા રહે.

 

- વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસ દરમ્યાન આરોગ્યની કાળજી રાખવી પડે. વાહનથી સંભાળવું પડે. વર્ષના મઘ્યભાગ પછી ભણવા માટે સાનુકૂળતા સમય જણાય.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

શિક્ષક છગન પોતાના ક્લાસના વિદ્યાર્થીઓને કહી રહ્યો હતો, ‘હું જ્યારે ભણતો હતો ત્યારે હું દરેક સબ્જેક્ટમાં સો ટકા માર્કસ લાવતો હતો.’

 


‘તે હશે તે સાહેબ,’ ક્લાસમાં પાછળ બેઠેલો લલ્લુ બોલ્યો, ‘તમને કોઈ સારો શિક્ષક ભણાવતો હશે.’

[Top]
 

આજ ની રેસીપી

કેટલીક નોખી વાનગીઓનો રસથાળ

 

 

મટોકી (આફ્રિકન)

 

 

 

સામગ્રી ઃ ૪ કાચા કેળા, ૨ ચમચી આરારૂટ, ૧ ચમચી આદુ-મરચાં, પ્રમાણસર મીઠું, અડધા લીંબુનો રસ, ૨ ચમચી સાકર, તળવા માટે તેલ, વઘાર માટે ઘી.

 

 

 

રીત ઃ કેળાં છાલ સાથે કૂકરમાં બાફીને હાથેથી છૂંદવા અને થોડું ઘી મૂકી જીરાથી વધારવા. તેમાં મીઠું, આદુ-મરચાં, લીંબુ, સાકર, આરારૂટ નાખી સારી રીતે મિક્સ કરવું. નાના લીંબું જેવડા ગોળા બનાવવા અને તે થોડા આરારૂટમાં રગદોળી, તેલમાં મઘ્યમ તાપે લાલ તળી લેવા. ચટણી સાથે પીરસવા.

 

[Top]
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved