Last Update : 26-July-2012, Thursday

 

પ્રણવબાબુનું ‘વિલંબિત’ રાષ્ટ્રપતિ-જીવન...

- મન્નુ શેખચલ્લી
જે માણસ બાળપણમાં રાષ્ટ્રપતિ ભવનની બગીનો ઘોડો બનવાનાં સપનાં જોતા હતા એ જ માણસ આજે રાષ્ટ્રપતિ બની ગયા છે! વડીલ પ્રણવ મુખરજીને ત્યાં ફાવશે કે નહિ?
એમના ભવિષ્યના એક દિવસની એક ઝલક...
* * *
‘‘એખાને શોબ વિલોંમ્બિત આચ્છે...’’ બિચારા પ્રણવદા ૩૫૦ કમરાના વિશાળ રાષ્ટ્રપતિ ભવનમાં કંટાળી ગયા હશે.
આ અગાઉ એમણે એમના સેક્રેટરીને સૂચના આપી હતી કે ‘‘હવેથી રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ વાતે ‘વિલંબ’ ના થવો જોઈએ’’ એ સૂચનાનું પાલન કરાવવા માટે સેક્રેટરી ગયો એ ગયો... કંઈ કેટલાય દિવસ સુધી દેખાયો જ નહિ !
વચ્ચે વચ્ચે સમાચાર મળતા રહ્યા કે...
રાષ્ટ્રપતિ ભવનની બગીના ઘોડા વિલંબથી ધીમા ધીમા ના ચાલે અને ઝડપથી ચાલે એ માટે ‘ટ્રેઈનર’ મંગાવવા માટેનાં ‘ટેન્ડર’ બહાર પાડવાની ‘કાર્યવાહી’ ચાલી રહી છે...
- રાષ્ટ્રપતિ ભવનના ૫૦ એકર વિસ્તારમાં પથરાયેલા મુઘલ ગાર્ડનનાં વૃક્ષો ધીમે ધીમે ના ઊગે અને ઝડપથી ઊગે એ માટે કૃષિખાતું, વિજ્ઞાનખાતું, અવકાશ વિજ્ઞાન ખાતું અને જીવવિજ્ઞાનમાં, ‘રીસર્ચ’ કરતી તમામ સરકારી સંસ્થાઓનો એક ‘સેમિનાર’ યોજવાનું ‘આયોજન’ ચાલી રહ્યું છે!
- રાષ્ટ્રપતિને વરસમાં બે વાર જ્યારે લોકસભાને સંબોધિત કરવા માટે જવાનું હોય છે ત્યારે એમની ૧૨ કરોડની મર્સિડીઝ કારને ૨૫ કિલોમીટરની સ્પીડને બદલે ૧૨૫ કિલોમીટરની સ્પીડે શા માટે ના ચલાવી શકાય એના વિગતવાર ‘ખુલાસાઓ’ દિલ્હીની ટ્રાફીક પોલીસ પાસે મંગાઈ રહ્યા છે!
- ફાંસીની સજા પામેલા કેદીઓ જે દયાની અરજી કરે છે એનો નિર્ણય લેવામાં રાષ્ટ્રપતિ ભવનમાં આટઆટલાં વરસ કેમ લાગી જાય છે એની તપાસ કરવા માટે એક ‘તપાસપંચ’ નીમવામાં આવશે! એટલું જ નહિ, એ તપાસપંચ અગાઉના રાષ્ટ્રપતિઓને બોલાવીને તેમની ‘પૂછપરછ’ કરીને ‘સંપૂર્ણ’ અહેવાલ આપી શકે તે માટે એમને ત્રણ વરસની ‘મુદત’ આપવાની કાર્યવાહી ચાલી રહી છે!
...બિચારા પ્રણવબાબુ કંટાળી ગયા હશે. કંટાળો એટલો બધો વધી જશે કે તે જોરથી ટેબલ પરની ઘંટડી વગાડીને બૂમાબૂમ કરી મુકશે ઃ ‘‘કિધર હૈ સબ? કિધર હૈ?’’
‘ક્યા હુઆ સર?’ પટાવાળો આવીને પૂછશે.
‘‘આરે, થોડી દેર પહલે આમિ બોલે છે, આમાર જોલ ખાબે! જોલ ખાબે! તો પાની કિધોર આચ્છે?’’
‘‘સર એનો જ વહીવટ કરવા સેક્રેટરી ગયા છે!’’
‘ઉડીબાબા, ઓ તો તીન ઘન્ટે પહલે ગયા!’
‘‘હાં સર...’’ પટાવાળાએ માહિતી આપી ‘‘આપ બોલા થા ના, જલ ખાબે? જલ ખાના હૈ ના?’’
‘‘હાં, બોલે ચ્છે.’’
‘‘તો સર, ખાનેવાલા જલ કહાં મિલતા હૈ, કૈસા હોતા હૈ, જંતુમુક્ત હોતા હૈ યા નહીં... જલ ખાને કે સાથ સાથ ઔર ક્યા ખાના હોતા હૈ... વો સબ ચીજ કા પતા કરને ગયા હૈ આપ કા સેક્રેટરી!!’’
Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved