Last Update : 26-July-2012, Thursday

 

શરદ પવારના દાવપેચ

‘સર્વગુણસંપન્ન’ ભારતીય નેતાઓના પ્રતીક તરીકે કોઇને દર્શાવવા હોય તો, કશા ખચકાટ વિના શરદ પવારની પસંદગી થઇ શકે. ચતુર, રીઢા, ગણતરીબાજ, મીંઢા, કોઇ પણ ભોગે પોતાનો ફાયદો જાળવી રાખનારા, વિચારધારાથી મુક્ત, ભ્રષ્ટાચારના સાબીત નહીં થયેલા આરોપો માટે કુખ્યાત, અક્ષયપાત્ર જેવી નાણાંકોથળી ધરાવતા, દીઠા ન ગમતા હોય તો પણ જેમને સાથે રાખવા પડે...
યુપીએ સરકારને શરદ પવારના આમાંથી ઘણાંખરાં લક્ષણનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા થોડા વખતથી પવારનો કોંગ્રેસ સાથેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. મૂળ કોંગ્રેસી એવા પવારનો મહારાષ્ટ્રના રાજકારણમાં જબરો દબદબો છે. પરંતુ રાષ્ટ્રિય રાજકારણમાં સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો આગળ કરીને તેમણે અલગ પક્ષ રચ્યો. પવારને વળી દેશી-વિદેશી મૂળ સાથે શી લેવાદેવા? એવો સવાલ કોઇને થઇ શકે, પણ કોંગ્રેસમાં રાજીવ ગાંધીના મૃત્યુના થોડાં વર્ષ પછી સોનિયા ગાંધી સક્રિય બન્યાં, એટલે સર્વોચ્ચ સ્થાને પહોંચવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા પવારને કદાચ ત્યાં ભવિષ્ય બહુ ઉજળું નહીં લાગ્યું હોય. એટલે તેમણે રાષ્ટ્રિયતાનો મહાન મુદ્દો આગળ કરીને જુદો ચોકો રચ્યો.
પરંતુ એ જ સોનિયા ગાંધીની આગેવાની તળે કોંગ્રેસને ટેકો આપતાં અને કોંગ્રેસ મુખ્ય પક્ષ હોય એવી યુપીએની સરકારમાં બેસતાં- મંત્રી બનતાં પવારને સોનિયા ગાંધીની રાષ્ટ્રિયતા નડતી નથી. આ રાજકારણ છે અને આ જ શરદ પવાર છે. છેલ્લા થોડા સમયથી જોકે કોંગ્રેસ સાથે તેમના સંબંધ વણસ્યા છે-અથવા એવી છાપ એનસીપીના બોલકા નેતા પ્રફુલ્લ પટેલનાં વિવિધ નિવેદનોમાંથી ઉભી કરવામાં આવી. પોતે મૂંગા રહીને, પોતાના માણસો દ્વારા આડાંઅવળાં નિવેદન કરાવીને, સમાચારભૂખ્યાં પ્રસાર માઘ્યમોને ગેરરસ્તે દોરીને, પડદા પાછળથી પોતાનુ ંધાર્યું કરાવી લેવામાં પવાર અત્યાર સુધી અનેક વાર કાબા પુરવાર થયા છે. આ વખતે પણ વિવાદની દેખીતી શરૂઆત સરકારમાં ‘નંબર ટુ’ના સ્થાનને લઇને થઇ. પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનતાં, શરદ પવાર નંબર ટુ બને એવી તેમની આકાંક્ષા હોઇ શકે.
લોકસભામાં મામૂલી સંખ્યાબળ ધરાવતા હોવા છતાં પવાર કયા જોરે સરકારમાં નંબર ટુ બનવાની અપેક્ષા રાખી શકે? એવા સવાલનો જવાબ એટલો જ હોઇ શકેઃ પવારની અત્યાર સુધીની રાજકીય કારકિર્દી અને તેમની ‘વહીવટી’- વહીવટો કરવાની- ક્ષમતા. તેમનું કોંગ્રેસ સાથેનું જોડાણ ફક્ત કેન્દ્ર પૂરતું મર્યાદિત નથી. મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસી મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણને પવારની એનસીપીનો ટેકો છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી સરકાર રચવાની પ્રક્રિયા ચાલતી હતી, ત્યારે પવારે છેવટ સુધી પોતાનાં પત્તાં છાતીએ ચાંપીને રાખ્યાં હતાં, પણ તેમના એક નેતા છગન ભૂજબળ ટીવી કેમેરા સામે બોલી ગયા કે કોંગ્રેસ-એનસીપીનું જોડાણ નહીં થાય તો ફરી એક વાર ભાજપ-શિવસેનાનું રાજ આવશે. પવાર આવું કદી ન બોલે, પણ ભૂજબળ બોલી ગયા. તેનું પરિણામ? શરદ પવારે એક રાજકીય સમીક્ષકને કહ્યું હતું તેમ, ‘ભૂજબળ બોલી ગયા એટલે એનસીપીને નાયબ મુખ્યમંત્રીપદું સ્વીકારીને સંતોષ માનવો પડ્યો, બાકી અમે મુખ્ય મંત્રીપદું જ લેત.’
ઠંડા કલેજે અને હસતા મોઢે રકઝક કરીને ધાર્યું કરાવવામાં પવાર પાવરધા છે. એટલે કેન્દ્ર સરકાર સાથેની તેમની લડાઇ નંબર બેના મુદ્દે નથી એવાં નિવેદનો પ્રફુલ્લ પટેલ સતત આપતા રહે છે. બીજી તરફ પવારનાં ઉત્તરાધિકારી અને દીકરી, બારામતીનાં સાંસદ સુપ્રિયા સૂલે પવાર અને વડાપ્રધાન ડો.સંિઘ વચ્ચે અંગત સંબંધો છે, તેની દુહાઇ આપ્યા કરે છે. ત્રીજી બાજુ પવાર મીંઢા મૌન સાથે સરકાર પર દબાણ વધારી રહ્યા છે. દેખીતી રીતે એવું કારણ આપવામાં આવે છે કે યુપીએ સરકાર તેમનાં રચનાત્મક સૂચનોને કાનસરો આપતી નથી કે તેની પર વિચાર કરતી નથી. તેમનો આ આરોપ સાચો હોય કે ન હોય, પણ માનવાજોગ એટલા માટે છે કે યુપીએના સાથીપક્ષો સાથેના વ્યવહારમાં કોંગ્રેસની મથરાવટી મેલી અને વર્તન આપખુદ રહ્યું છે. બધા સાથીપક્ષોને કોંગ્રેસ માટે એ મુદ્દે ફરિયાદ છે. સામે પક્ષે કોંગ્રેસ સાથીપક્ષો પર તેમની મહત્તા કરતાં વધારે માગણીઓ કરવાનો આરોપ મૂકી શકે છે. પરંતુ પવાર કોંગ્રેસ સાથેના સંઘર્ષને ટોચ પર લઇ ગયા છે.
છેલ્લા થોડા સમયથી કેન્દ્રીય કૃષિ મંત્રી તરીકે પણ પવાર માટે બહુ સુખદ સ્થિતિ ન કહેવાય. કારણ કે ચોમાસામાં અસાધારણ વિલંબ થતાં દેશના માથે દુષ્કાળના ઓળા ઘેરાઇ રહ્યા છે. પવારના મહારાષ્ટ્રમાં વિશેષ ખરાબ સ્થિતિ છે. એ સંજોગોમાં કૃષિમંત્રી વરસાદની કે ખેતીની ચંિતા કરવાને બદલે કોંગ્રેસનું નાક દબાવવામાં પડ્યા હોય એ પણ વાસ્તવિકતા છે. રાજીનામું આપતાં પહેલાં જ મંત્રાલયની ઓફિસે જવાનું બંધ કરી દેવું, ત્યાંના અફસરોના ફોનના જવાબ ન આપવા, સરકારી વાહન ન વાપરવું - આ પ્રકારના અસહકારને કારણે તે રાજીનામું આપે તેના પહેલાં જ વડાપ્રધાનને કૃષિમંત્રાલયમાં દખલ કરીને તેના અફસરને દુષ્કાળસજજતાની દિશામાં સક્રિય થવા કહેવું પડ્યું છે. સત્તાના દાવપેચોમાં દુષ્કાળની ચંિતા અને દેશહિતની શી વિસાત?
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved