Last Update : 26-July-2012, Thursday

 

ભારતના ૧૩મા રાષ્ટ્રપતિના શપથ
પ્રણવ સામે ચાર સળગતી સમસ્યા આસામ, અણ્ણા, એનસીપી, અછત

 

- રાજકારણમાં ધીરજ અને વફાદારીના પ્રતીક સમાન પ્રણવની ચોમેર પ્રસંસા

 

આજે ભારતના ૧૩મા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની શપથવિધિ હતી ત્યારે સાથે સાથે ચાર ઘટનાઓ એવી બની રહી હતી કે જે ભારતના સામાજિક સંગઠન સામે, ભારતના રાજકારણ સામે, ભારતના બંધારણ સામે અને ભારતની આર્થિક ડામાડોળ સ્થિતિ પડકારરૂપ બની હતી. મુદ્દા પ્રમાણેની ઘટનાઓમાં આસામમાં કોમી હુલ્લડો, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એન.સી.પી. વચ્ચે ડખા, અણ્ણા હજારેનું જંતરમંતર ખાતે આંદોલન અને વરસાદના ધાંધિયાના કારણે ઉભી થયેલી ડામાડોળ આર્થિક સ્થિતિનો સમાવેશ થાય છે. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાએ શપથ લેવડાવ્યા બાદ પ્રણવે રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ સંબોધનમાં જણાવ્યું હતું કે આઘુનિક ભારતમાં ‘ગરીબાઈ’ નામનો શબ્દ ભૂંસાય તેવો પ્રયાસ કરીશ. તેમણે ભારતના બંધારણને વળગી રહ્યાની પણ વાત કરી હતી.
દેશના તમામ નેતાઓ, વિપક્ષના નેતાઓએ શપથ દરમ્યાન સેન્ટ્રલ હોલ ખાતે હાજરી આપી હતી. રાજા- રજવાડાઓના સમયમાંના રાજ્યાભિષેક જેવો આ શપથ સમારોહ હતો.
સામાજિક સંગઠનો સામે ખતરા સમાન આસામની સ્થિતિ આઘાતજનક છે. હજારો લોકો જાન બચાવવા પોતાના ગામ છોડીને ભાગી ગયા છે. સરહદી ગામોમાં છેલ્લા પાંચ દિવસથી તંગ સ્થિતિ છે ત્યાં અચોક્કસ મુદતનો કરફ્‌યુ છે. આસામ ગયા મહિને કુદરતી પ્રકોપનો ભોગ બની ચૂક્યું છે હવે તે કોમી દાવાનળમાં ફસાયું છે. સરહદેથી ધૂસેલા નિરાશ્રિતોની સંખ્યા સ્થાનિક લોકોની સંખ્યા કરતા વધી ગઈ છે. આસામમાં કોંગ્રેસનું શાસન છ તે પણ અહીં ઉલ્લેખનીય છે. આસામના તોફાનગ્રસ્ત વિસ્તારો લશ્કરને હવાલે કરાયા છે.
ભારતના બંધારણ સામેની સ્થિતિ અણ્ણા હજારેએ ઉભી કરી છે. અણ્ણા હજારે ફરી પોતાની વિશ્વસનીયતા ઉભી કરવા કોઈ જાદુઈ લાકડીની શોધમાં છે. અણ્ણાના તમામ સાથીદારો અંદરો-અંદર આક્ષેપબાજી કરી રહ્યા છે. આઘાતની વાત તો એ છે કે જ્યારે પ્રણવ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે અરવંિદ કેજરીવાલે તેની ટીકા કરી હતી. જે ૧૩ પ્રધાનો સામે ભ્રષ્ટાચારનો આરોપ છે તેમાં પ્રણવ મુખરજીનો પણ સમાવેશ થાય છે એમ કહીને અણ્ણાની ટીમે પ્રજાની નાખુશી વહોરી લીધી છે. સમાચાર માઘ્યમો વારંવાર અણ્ણાની ટીમના સભ્યોનો દંભ ખુલ્લો પાડી રહ્યો છે.
રાજકીય સ્થિતિમાં મહારાષ્ટ્ર આવે છે. મહારાષ્ટ્રમાં ચાલતી કોંગ્રેસ- એનસીપીની સંયુક્ત સરકાર સામે ભ્રષ્ટાચારના અનેક આરોપો છે. બંને વચ્ચેના મતભેદો જગજાહેર હતા પરંતુ એનસીપીએ જ્યારે તેમના નેતા શરદ પવારની નંબર ટુ પોસ્ટ અંગે બળવો પોકાર્યો ત્યારે મહારાષ્ટ્રનું રાજકારણ ભડકી ઉઠ્યું હતું. રાજકીય નીરિક્ષકો કહે છે કે ઉદ્ધવ ઠાકરે પર હૃદયરોગના હુમલા પછી જે રીતે શિવસેનાના ભાઈઓ એક થઈ રહ્યા છે તે જોઈને એનસીપીએ મજબૂત થવાનો દાવ ખેલ્યો છે. કોંગ્રેસે રાહુલ ગાંધીને જવાબદારીભર્યો હોદ્દો સોંપવાની વાત કરતા જ નંબર-ટુનો મામલો વિવાદાસ્પદ બન્યો હતો. કોંગ્રેસ માટે મહારાષ્ટ્ર મહત્ત્વનું હતું.
કોંગ્રેસ માટે જેવી સ્થિતિ આંધ્રપ્રદેશમાં છે તેવી સ્થિતિ મહારાષ્ટ્રમાં ઉભી રહી છે. કોંગ્રેસની ક્રાઇસીસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા પ્રણવ મુખરજી હવે કોંગ્રેસની સેવામાં નહી રહે કેમ કે તેઓ દેશના રાષ્ટ્રપતિ બની ગયા છે.
હવે કોંગ્રેસે મહારાષ્ટ્રનો મુદ્દો ઉકેલવો પડશે.ભારતની આર્થિક ડામાડોળ સ્થિતિ વરસાદ બાબતે છે ભારતમાં વરસાદ વિલન બની રહ્યો છે. આર્થિક મંદીની સ્થિતિમાં નબળો વરસાદ મહતત્વનું પરિબળ બની ગયું છે. ભારત પાસે અનાજનો જથ્થો છે પરંતુ પીવાના પાણી અને સંિચાઈના પાણીની મોટી મુશ્કેલી ઉભી થશે. ભારત વિદેશી રોકાણ માટે તલપાપડ છે રીટેલમાં એફડીઆઇ લાવવા પ્રયાસ કરે છે પરંતુ વરસાદે આર્થિક સ્થિતિ ડામાડોળ બનાવી દીધી છે.
જ્યાં જ્યાં રાજ્યપાલ ભવનો છે તે કોંગ્રેસની ઓફિસ હોય છે એમ વિપક્ષો કહેતા આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં હવે કોંગ્રેસના પીઢ અનુભવી પ્રણવ સત્તા પર છે. ગણગણાટ એવો છે કે રાષ્ટ્રપતિ ભવન પણ રાજભવનની માફક કોંગ્રેસની ઓફિસ ન બની જાય. ઇન્ટરનેટ પર બ્લોગરો રાષ્ટ્રપતિની જાહોજલાલી અંગે ટીકાત્મક લખતા થયા છે, કેટલાકે લખ્યું છે કે અંગ્રેજોના શાસન દરમિયાન બ્રિટનમાં રાજાનું સામ્રાજ્ય હતું તે સિસ્ટમ ભારતમાં બંધારણીય બનાવાઈ હતી.
રાજકારણમાં પ્રવેશેલા નવોદિતોએ રાજકારણમાં ધીરજનો પાઠ પ્રણવદાની રાજકીય જંિદગીમાંથી લેવા જેવો છે. પક્ષ પ્રત્યેની વફાદારી અને જે કોઈ કામ મળે તેને ખંતથી વળગી રહેવાનું લાંબે ગાળે લાભદાયી પુરવાર થાય છે. પ્રણવના સમગ્ર જીવન, કારકીર્દિ, તેમનો સ્વભાવ વગેરે પ્રજા સમક્ષ સમાચાર માઘ્યમો દ્વારા આવ્યો છે.
૭૬ વર્ષના પ્રણવ મુખરજી બુધવારે તમામ ભૂતપૂર્વ રાજકીય નેતાઓની સમાધિ સ્થળે ગયા હતા. રાજઘાટ, વીરભૂમિ, શક્તિસ્થળ, શંાતિવન, જઈને તેમણે શપથનો રસ્તો અપનાવ્યો હતો.
પ્રણવ આજથી કોંગ્રેસના પીઢ નેતા નથી પણ મહાન દેશ ભારતના રાષ્ટ્રપતિ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 

 

 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved