Last Update : 26-July-2012, Thursday

 
કોંગ્રેસની વધી રહેલી કઠણાઇઓ !

- અંધેર નગરી અને આંધળો રાજા !
- દર્દી પણ બિમાર અને ડૉકટર પણ બિમાર !
- એક બાજુ શરદ પવાર હાથ આંબળે છે તો બીજી બાજુ મમતા હાથ આંબળે છે
- એક બાજુ મુલાયમ સંિહ ‘‘બ્લેક મેઈલ’’ કરે છે તો બીજી બાજુ નીતીશકુમાર

- ગુનેગારો છેવટે છટકી જશે અને પોલિસ પણ છટકી જશે!

પાંચ પાંચ વર્ષથી ‘‘નેટવર્ક’’ ગુજરાત સમાચાર આપણા વડાપ્રધાન મનમોહનસંિહ વિષે જે કહેતું રહ્યું છે એ હમણાં અમેરિકાના ‘‘ટાઈમ’’ સાપ્તાહિકે અને પછી બ્રિટનના ‘‘ધ ઈકોનોમિસ્ટ’’ સાપ્તાહિકે પણ કહ્યું.
પેલી જે કહેવત વર્ષોથી સદીઓથી છે કે ‘‘અંધેરી નગરી’’ને જરાક ફેરવીને ‘‘આંધળો રાજા’’ કરીને જોઇએ તો આપણા દેશમાં જોકે મોંઘવારી ભાજપ અને એ પહેલાંથી વધતી હતી પણ છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારી જે રીતે વધી રહી છે એણે માઝા મૂકી છે. વળી એ મોંઘવારી વધવાનું કારણ કુદરતનો કોપ કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ નથી પરંતુ એક જ વ્યક્તિ છે... શરદ પવાર.
તો બીજી બાજુ, ભ્રષ્ટાચાર પણ માઝા મૂકી રહ્યો છે. ‘‘જ્યાં જ્યાં નજર પડે, ત્યાં ત્યાં ભ્રષ્ટાચાર’’. પહેલાં ભ્રષ્ટાચાર નહોતો એવું નથી પણ આવો અને આટલો બધો નહોતો!
ત્રીજી બાજુ, દેશનું ખાડે ગયેલું અર્થતંત્ર છે. આપણા તાતા જેવા તાતાએ પણ સીધો મનમોહનસંિહ ઉપર પ્રહાર કરીને દેશનું અર્થતંત્ર સુધારવાની ચીમકી આપી છે.
ચોથી બાજુ, દેશની નેતૃત્વવિહિન અવસ્થા. સત્તા પર છે એ કોંગ્રેસની આગેવાની વાળો યુપીએ મોરચો, વિરોધ પક્ષમાં છે પણ સત્તા મેળવવા ટાંપીને બેઠો છે એ ભાજપની આગેવાની વાળો એનડીએનો મોરચો અથવા અણ્ણા હજારે કે રામદેવ જેવા અથવા મુલાયમથી માંડી મમતા કે પટનાયક સુધીના કોઇનામાં દેશને નેતૃત્વ આપવાનું સામર્થ્ય દેખાતું નથી.
મજબૂત કેન્દ્ર અને આશ્રિત રાજ્યોના યુગનો આ અંત લાગે છે. ૧૯૪૭થી ૧૯૯૬ સુધી કેન્દ્ર પોતાના જોરે રાજ્યો ઉપર પ્રભુત્વ ધરાવતું હતું. હવે લાગે છે કે જમાનો ઉલટો થઇ ગયો છે. હવે રાજ્યોનો પ્રભાવ વઘ્યો છે અને કેન્દ્રનો પ્રભાવ ઘટ્યો છે. રાજ્યોના મુખ્યપ્રધાનો પેલી મોગલ સલ્તનત પછી સુબાઓનું સામ્રાજ્ય ફેલાયેલું એમ રાજ્યોના મુખ્યપ્રધાનો સુબાની જેમ વર્તી રહ્યા છે. કેન્દ્રની કે વડાપ્રધાનની કોઇ પરવા નથી રાખતું... પછી એ ઉત્તરપ્રદેશના અખિલેશકુમાર હોય કે બંગાળના મમતા બેનરજી હોય કે બિહારના નીતીશકુમાર હોય કે મહારાષ્ટ્રના ચૌહાણ હોય કે ગુજરાતના નરેન્દ્ર મદી હોય કે પંજાબના પ્રકાશસંિહ બાદલ હોય!
આપણા દેશ ઉપર જ્યારે ચક્રવર્તી રાજાનું રાજ્ય નબળું પડ્યું છે અને બિલાડીના ટોપ જેવા છૂટાછૂટા રાજ્યોએ માથું ઉચક્યું છે ત્યારે ત્યારે આપણા દેશની સ્થિતિ બગડી છે, આંતરિક કાયદો અને વ્યવસ્થા બગડ્યા છે અને એ સાથે પરદેશીઓની તાકાત વધી છે.
આજે આપણા દેશમાં આ જ સ્થિતિ છે. સત્તા દેશના આ નાના નાના રાજ્યોના ‘‘રાજાઓ’’ પાસે આવી રહી છે તો કેન્દ્રને અદાલતો, સરકાર વિરોધી આંદોલનો પડકારી રહ્યા છે.
કેન્દ્ર ચારો તરફથી ઘેરાયેલું છે અને વડાપ્રધાન મનમોહનસંિહ છેલ્લા મોગલ બાદશાહ બહાદુર શાહ ઝફર જેવા થઇ ગયા છે.
ડર તો એવો છે કે આપણા દેશની સોનાની ખાણો શોધવા અને લૂંટવા બ્રિટનની ઈસ્ટ ઈન્ડિયા કંપની જ નહીં પણ ચીન, અમેરિકા, ઈટલી, રશિયા, જર્મની, જાપાન, ગમે ત્યાંથી આવી જાય! નબળું કેન્દ્ર અને શક્તિશાળી રાજ્યોનો લાભ એ પરદેશીઓને એ છે કે એ કંપનીઓ રાજ્યોમાં પડાવ (કરાર) નાંખશે. આપણા દેશમાં વિભીષણોની ખોટ નથી. ચીન, જાપાન, રશિયા, જેવા દેશોના પ્રતિનિધિઓને અહીં એક રાજ્યમાં બોલાવવા અને અહંિના પ્રતિનિધિઓને ત્યાં રસાલા સાથે લઇ જવા એ વિભીષણના પડછાયા જેવું જ છે.
કેન્દ્ર નબળું છે ત્યારે રાજ્યો એ રીતે માથું ઊંચકે ને? વિભીષણોને ભરપૂર માન-સન્માન મળે છે! અમેરિકાની વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન મમતા બેનરજીને મળવા જાય કે બિલ ગેટ્‌સ ઉત્તર પ્રદેશના અખિલેશ યાદવની મુલાકાતે શું અમસ્તા જ... ‘‘કેમ છો... મજામાં?’’ કરવા ગયા હોય?
એક બાજુ નબળા કેન્દ્રનું, નબળા વડાપ્રધાનનું, નબળા નેતૃત્વનું, આ પરિણામ છે તો બીજી બાજુ દેશમાં દસ-વીસે નહીં પણ હજારોએ સરકારની કૃપા ઉપર અબજો રૂપિયાની કમાણી કરી છે. મોટા ઉદ્યોગો વઘુ મોટા થયા છે, જમીનો અને મકાનોના ભાવો આકાશને વીંધીને આગળ જઇ રહ્યા છે. ટેકનીકલ ક્રાંતિ થઇ છે પણ એનો લાભ પાંચ-દસ હાથોને જ મળ્યો છે.
જેમને સરકાર સાથે સંબંધ છે એમને ખાણો, સ્પેક્ટ્રમો, કોન્ટ્રાક્ટો, સરકારને માલ સપ્લાય કરવો, સરકારને નવા કોમ્પ્યુટર વેચવા, સરકારી કામનું કોમ્પ્યુટરીકરણ કરવું, મેટ્રો રેલવે બાંધવી, ફ્‌લાઇ-ઓવરો પૂલો કરવા, બી આર ટી એસ લાઇનો તાબડતોબ બાંધવી, વગેરે કામો કરવા કરાવવાના નામે નેતાઓએ, સત્તા પર બેઠેલાઓએ, વચેટીયાઓએ કરોડો જ નહીં પણ અબજો રૂપિયા બનાવ્યા છે.
તેઓ ફકીરમાંથી અમીર બની ગયા. એક ઓરડાના કારખાનામાંથી સેંકડો એકરમાં ફેલાયેલા કારખાનેદાર બની ગયા. આન્ધ્રના જગન મોહન રેડ્ડીથી માંડી કર્ણાટકના ભાજપના યેદિરપ્પા, કોમનવેલ્થ ખેલોના કલમાડી, મહારાષ્ટ્રના કોંગ્રેસના દેશમુખ, ઉત્તર પ્રદેશમાં માયાવતી અને મુલાયમે, ગુજરાતમાં ચાર પાંચ ઉદ્યોગપતિ સહિત પ્રધાનો અને મુખ્યપ્રધાન, બધા જ પાંચ જ વર્ષમાં ‘‘પ્રમાણિક’’ વડાપ્રધાનની કૃપાથી થઇ ગયા!
કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર, વડાપ્રધાન કે મુખ્યપ્રધાન આ રૂપિયા જાતે રળવા નથી ગયા પણ જુદા જુદા સેંકડો પ્રકારના ટેક્સો મારફત આપણા જનતાના પેટ ઉપર પાટુ મૂકીને છીનવેલા છે. આપણા જ પેટના ખર્ચે વિમાનો ભરી ભરીને જાપાન જવું કે ચીન જવું કે રશિયા જવું... કોઇની સાડીબાર નહીં, કોઇ પૂછનાર નહીં અને વિકાસના બ્યુગલો વગાડ્યા કરવાના!
છતાં દેશ ડૂબી રહ્યો છે. ચારે તરફ અવ્યવસ્થા અવ્યવસ્થા જ ડોકીયા કરે છે. રાજ્યો વિકાસ કરે છે જ્યારે કેન્દ્રનો વિકાસ થંભી ગયો છે. સરકારો (કેન્દ્ર અને રાજ્યો)ની ઉપરનું કરજ વધી ગયું છે, સરકાર છેલ્લા શ્વાસ લઇ રહી હોય એવું લાગે છે. ભાજપ, કોંગ્રેસ સહિતના બધા પક્ષો પોતાના જ માણસોના ધુમ્મા ખાઇને ચત્તા પડ્યા છે.
શું આપણા ખરાબ દિવસો આવી ગયા છે? શું અરાજકતા ભણી આપણે જઇ રહ્યા છીએ? આપણે શું અંધારી ઊંડી ગુફામાં પ્રવેશી ચુક્યા છીએ?
ના, એવું નથી.
આપણી નવી પેઢી, આપણો શિક્ષિત વર્ગ, આપણી સ્ત્રીશક્તિ વગેરેએ કરોડો કામ કરવાનેલાયક અબજો હાથ આપ્યા છે. દેશમાં લાખો ઉદ્યોગો છે અને કુશળ કર્મચારીઓ ઓછા નથી. દેશ એવો છે કે જ્યાં કામ જ કામ છે. કામ કરીશું તો આત્મવિશ્વાસ વધશે. કામ કરીશું તો આત્મવિશ્વાસ વધશે.
ગુણવંત છો. શાહ

 

રાડાર
પ્રતિભાબેન પાટીલનો ૩૦ ટ્રકો ભરીને સામાન
પાંચ વર્ષ સુધી આપણા દેશના રાષ્ટ્રપતિ રહેલા પ્રતિભાબહેન દેવીસંિહ પાટીલ પાંચ વર્ષ પછી હવે જ્યારે રાષ્ટ્રપતિભવન છોડીને જઇ રહ્યા છે ત્યારે એમનો સામાન લગભગ ૩૦ ટ્રકો ભરીને થાય એટલો છે.
પાંચ વર્ષ પહેલાં જ્યારે તેઓ રાષ્ટ્રપતિભવનમાં પ્રવેશેલા ત્યારે એમનો સામાન માંડ બે ટ્રક પણ નહોતો. તો પછી પાંચ વર્ષમાં બીજા ૨૮ ટ્રક સામાન ક્યાંથી વધી ગયો?
એવો અંદાજ કરવામાં આવે છે કે રાષ્ટ્રપદિપદ ઉપર હોવાના કારણે એમને ભેટસોગાદો, સાડીઓ અને ચપ્પલ વગેરેની ખરીદી, જ્વેલરી, વાસણો વગેરે હોવા જોઇએ.

 

પરિચય
ઉપરાષ્ટ્રપતિ પદના એક ઉમેદવાર હમીદ અંસારી
જન્મ અને કુટુંબ કુટુંબ ઉત્તર પ્રદેશનું પણ જન્મ કલકત્તામાં. શિમલામાં શાળાનું ભણતર કરીને કલકત્તામાં સેન્ટ ઝેવિયર્સમાં બી એ કરીને અલિગઢ મુસ્લિમ યુનિ.માંથી એમ એ કર્યું.
કારકીર્દિ ૧૯૬૧માં ઈન્ડીઅન ફોરેન સર્વિસમાં જોડાયા. આરબ દેશો, ઈરાન, અફઘાનિસ્તાન અને સાઉદી અરેબિયામાં એલચી તરીકે રહીને ૧૯૮૫-૮૬ સુધી ઓસ્ટ્રેલિયામાં એલચી થયા. ૧૯૯૩થી ૯૫ સુધી ન્યુયોર્ક યુનોમાં કાયમી પ્રતિનિધિ રહ્યા.
બીજા હોદ્દા ૨૦૦૪-૦૬ સુધી નેશનલ સિક્યોરીટી એડવાઇઝરી બોર્ડના સભ્ય રહ્યા. ૨૦૦૬-૦૭ સુધી લધુમતી કમીશનના ચેરમેન. ૨૦૦૭થી ઉપરાષ્ટ્રપતિ.
પ્રકાશિત પુસ્તકો ‘‘ટ્રાવેલીંગ થુ્ર કોન્ફ્‌લીક્ટ ઃ એસેજ ઓન પોલિટીક્સ ઓફ વેસ્ટ એશિયા.’’ ‘‘ઈરાન ટુ ડે ઃ ટ્‌વેન્ટી ફાઇવ ઈયર્સ આફટર ધ ઈસ્લામિક રીવોલ્યુશન.’’

અગડમ્‌ બમ્બ
મંદિરોમાં ભગવાનને સોના ચાંદી
ચઢાવવાના બદલે રોકડ રકમ
છેલ્લા કેટલાક મહિનાઓથી દેશના પ્રસિઘ્ધ મંદિરોમાં સોના ચાંદીના ઘરેણાં ચઢાવવાનું બંધ થઇ ગયું છે. દા.ત. આન્ધ્રના તિરુપતિ, કેરળના શ્રી પદ્મનાભ સ્વામી, ગુરૂવાયુર મંદિર, મુંબઇનું સિઘ્ધિ વિનાયક મંદિર વગેરેમાં સોનાના ચઢાવા ઘટવા લાગ્યા છે. એનું કારણ સોના ચાંદીના વધી રહેલા ભાવો છે.
તિરુપતિનું શ્રી વેંકટેશ્વર મંદિર ચલાવનાર ટ્રસ્ટ તિરુમાલા દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખના જણાવ્યા પ્રમાણે છ મહિનામાં સોનાનો ચઢાવો ઘટી રહ્યો છે. આ મંદિરમાં દર મહિને ૮૦થી ૧૦૦ કીલો સોનું અને ૧૦૦થી ૧૫૦ કીલો ચાંદી ચઢતા હતા... (દર મહિને હં!) હવે એના બદલે રોકડ રકમના ચઢાવા વઘ્યા છે.
એ જ રીતે મુંબઇના સિઘ્ધિ વિનાયકમાં પણ રોકડ રકમની આવક ૩૦ ટકા વધી છે. મંદિરના વડાના જણાવ્યા પ્રમાણે રોકડ રકમ દર મહિને રૂપિયા બે કરોડ થઇ ગઇ છે. ગયા વર્ષે એ રકમ લગભગ રૂપિયા ૧।। કરોડ હતી.
પદ્મનાભ સ્વામી મંદિરના વડા હરિકુમારના કહેવા પ્રમાણે, ત્રાવણકોરનો રાજકુટુંબ પણ સોનું નથી ચઢાવતો.

 

સલામ!
નેતાજી સુભાષ બાબુને ૧૯૪૪માં આઝાદ હંિદ ફોજ માટે રૂપિયા ૧ કરોડ આપનાર ધોરાજીના મેમણ અબ્દુલ હબીબ
જેમ દેશમાં હિન્દુત્વની જાગૃતિ માટે આર એસ એસ કે બીજા કોઇ કરતાં વઘુ ફાળો અને બલિદાન આપનાર વીર સાવરકરનો છે એમ દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી જેટલો જ ફાળો અને બલિદાન આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ અને એમની આઝાદ હંિદ ફોજ છે.
અંગ્રેજો પાસેથી આઝાદી અહંિસાના રસ્તે નહીં પણ લડાઇ લડીને લઇ શકાશે એેમ માનીને કોંગ્રેસથી અલગ થઇ જનાર સુભાષચન્દ્ર બોઝે ૧૯૪૪માં ૯ જુલાઇએ રંગુનમાં આઝાદ હંિદ ફોજ ઈન્ડીયન નેશનલ આર્મીની સ્થાપના કરેલી.
નેતાજીએ એ સાથે આઝાદ હંિદ બેન્કની પણ રંગુનમાં સ્થાપના કરેલી. એમાં દેશની આઝાદી ખાતર સૌથી પ્રથમ રૂપિયાનો ફાળો આપનાર ધોરાજીના મેમણે અબ્દુલ હબીબ યુસુફ મારફાની હતા. ત્યારે તેઓ હજારો ગુજરાતીઓની જેમ રંગુન (બર્મા, બ્રહ્મદેશ, મ્યાંમાર)માં રહેતા હતા. (આપણા લેખક ઝવેરચંદ મેઘાણી પણ ત્યાં રહેવા ગયેલા... એમના કાકા ત્યાં રહેતા)
નેતાજીને એ મેમણ બંઘુએ ફાળો આપ્યો પછી તો રંગુન અને સંિગાપુરમાં રહેતા હજારો ભારતીયોએ નેતાજીની ઝોળી છલકાવી દીધેલી. સેવક-એ-હિન્દ નામનો ઈલ્કાબ આપવાનું પણ શરૂ કરેલું. એ સેવક-એ-હિન્દ ઈલ્કાબ નેતાજી તરફથી મેળવનાર ધોરાજીના એ મેમણ પહેલાં હતાં. સુભાષ બાબુએ એ રીતે એમનું બહુમાન કરીને આભાર માનેલો.
‘‘નેતાજી, આઝાદ હંિદ ફૌજ એન્ડ આફટર’’ નામના પુસ્તકમાં લેખક રાજમલ કસલીવાલ લખે છે કે... ‘‘એક મુસ્લિમ વેપારીએ દેશપ્રેમથી પ્રેરાઇને નેતાજીના ચરણોમાં ૧ કરોડ રૂપિયા રોકડા અને ટોપલા ભરીને ઘરેણાં ધરી દીધેલા.’’
આવા જે સેંકડો ગુજરાતી મુસ્લિમો નેતાજી સાથે જોડાયેલા એમાં સુરતના ગુલામ હુસેન મુસ્તાક રાંદેરી નામના એક હતા જેઓ આઝાદ હંિદ ફૌજમાં સૈનિકોની ભરતી કરવાનું કામ કરતા હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved