Last Update : 26-July-2012, Thursday

 
દિલ્હીની વાત
 

૨૦૧૪માં પ્રણવની અગ્નિપરીક્ષા
નવી દિલ્હી, તા.૨૫
સંસદના સેન્ટ્રલ હોલે આજે ઘણી સિદ્ધીઓ નિહાળી હતી. ચાર દાયકાથી સક્રિય રાજકીય કારકિર્દી ધરાવતા પ્રણવ મુખરજીએ રાષ્ટ્રપતિ તરીકે નવો અવતાર જોયો હતો. પાંચ વર્ષ પહેલાં આ જગ્યાએ એક અન્ય ઐતિહાસિક ઘટના બની હતી. વિદાય લેતા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે ત્યારે દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. શપથ લીધા બાદ તેમના પ્રથમ સંબોધનમાં દાદાએ કહ્યું હતું કે હું રાજકારણથી પર રહીશ. બધું જ કરીશ પણ ભેદભાવભરી નીતિ નહીં રાખું એવું તેમના અનુગામીઓએ અપનાવેલા માર્ગને તે અપનાવશે. રાજકીય નીરીક્ષકો કહે છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં કોઇપણ પક્ષ બહુમતી મેળવવાની સ્થિતિમાં નહીં હોય ત્યારે તેમની અગ્નિપરીક્ષા થશે.
બંધગળાના કૉટની પરંપરા
પ્રણવની જીંદગીમાં આજનો દિવસ મહત્વનો હતો. દાદાએ સત્તાવાર મુલાકાતો દરમ્યાન બંધગળાનો કૉટ અને રાજકીય પ્રસંગોમાં સફેદ ધોતી અને કૂર્તા પહેરવાની પરંપરા આજે પણ જાળવી રાખી હતી. તેમણે બંધગળાવાળા કૉટમાં શપથ લીધા હતા અને તેમના પિતાએ ભેટમાં આપેલી જુની ઘડીયાળને પણ પહેરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રણવ પાસે બંધગાળાના બે કૉટ છે. એક તેમના પુત્ર ઈન્દ્રજીતે સીવ્યો છે. જ્યારે બીજા રાષ્ટ્રપતિપદના સમારોહ માટે લખનૌના એક ટૉપના ટેલરે સીવ્યો છે.
નવું ફર્નિચર ખરીદ્યું નહીં
ટોચના સૂત્રોએ જણાવ્યું છે કે નાણામંત્રાલયમાં તેમના છેલ્લા દિવસો દરમ્યાન દાદાએ વિવિધ મંત્રાલયોને સૂચના આપી હતી કે તેમના ખર્ચા ઘટાડે!! રાષ્ટ્રપતિ ભવનમાં પણ તે આ પરંપરા જાળવી રાખશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે પ્રણવે રાષ્ટ્રપતિ ભવનના સ્ટાફને સૂચના આપી છે કે કોઇ નવું ફર્નીચર ખરીદવું નહીં અને જરૃર પડે તો જૂનું રીપેર કરીને ચલાવવું. કેટલીક ફર્નીચર આઈટમ તેમના તાલકટોરા રોડના નિવાસેથી લવાયું છે જ્યારે કેટલુંક તેમના સાઉથ દિલ્હી ખાતેના પ્રાઇવેટ નિવાસેથી લવાયું છે.
એમ્બેસેડોર ગઈ; લીમોનીઝ આવી
દાદા ભલે કરકસરની વાતો કરતા હોય પરંતુ દાદાએ તેમની એમ્બેસેડોરને ભૂલવી પડશે. જેને તે કેટલાક દાયકાઓથી પ્રધાનપદા દરમ્યાન વાપરતા હતા. હવે લીમોઝીનનો યુગ છે તે માત્ર અંદર અને બહારથી આકર્ષક નથી પરંતુ સલામતીની પૂરતી સવલતો ધરાવે છે. મર્સીડીસ બૅન્ઝને પણ મદદ માટે ઉપલબ્ધ રખાશે. દાદાના કુટુંબના સભ્યો તેમની સ્વતંત્ર કાર વાપરશે.
કામગરા પ્રણવ હવે નવરાં..
રોજની ડઝન મુલાકાતો છતાં દાદા ૧૦થી ૧૫ કલાક કામ કરતા હતા. સરકારમાં તે સૌથી વધુ કામગરા પ્રધાન તરીકે જાણીતા હતા. ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે નાણા મંત્રાલયના છેલ્લા દિવસે તેમણે રાત્રે ૧ વાગ્યા સુધી કામ કર્યું હતું. ત્યારે તેમનો પર્સનલ સ્ટાફ પણ ઘેર જતો રહ્યો હતો. પરંતુ હવે કમનસીબી એવી થશે કે સૌથી બિઝી માણસ પાસે રાષ્ટ્રપતિ ભવનમાં ખૂબ ઓછું કામ રહેશે. પરંતુ તેમની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે હવે તેમને તેમની ડાયરી લખવાનો, પુસ્તકો વાંચવાનો અને ઓટોબાયોગ્રાફી પૂરી કરવાનો સમય મળશે.
પ્રણવનો '૧૩' તરફી પ્રેમ
પ્રોટોકોલ અનુસાર નવા રાષ્ટ્રપતિએ શપથ લીધા પછી રાષ્ટ્રપતિ ભવન ખાતે રહેવું પડે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યાં સુધી ફર્નીચરની ગોઠવણી ના થાય ત્યાં સુધી પ્રણવ રાષ્ટ્રપતિ એપાર્ટમેન્ટમાં રહેશે. સૂત્રો યાદ કરતાં કહે છે કે પ્રતિભા પાટીલ પણ શરૃઆતમાં ગેસ્ટ એપાર્ટમેન્ટમાં રહ્યા હતા. '૧૩'નો આંકડો કે જેને અનલકી માનવામાં આવે છે તેના પ્રત્યે પ્રણવનું વળગણ જોવા મળ્યું હતું. તેમનો શપથ સમારોહ ૯.૧૩ વાગે શરૃ થયો હતો.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved