Last Update : 26-July-2012, Thursday

 

તોઇબા ૨૬/૧૧નો હુમલો હિન્દુ કટ્ટરપંથીઓના નામે ચડાવી દેવા માગતું હતું

મુંબઈ હુમલાના આતંકવાદીઓને હિન્દુ નામ આપવામાં આવ્યાં હતાં ઃ તેઓ પાસે જે સિમકાર્ડ હતાં તે પણ ભારતનાં હતાં ઃ શરમજનક ઘટના તો એ છે કે આપણા જ દેશના કેટલાક નેતાઓ અને અખબારોએ પણ હિન્દુ અંતિમવાદીઓ સામે આંગળી ચીંધી

યુપીએ સરકાર વોટબેન્ક માટે લઘુમતીઓને છાવરે છે અને હંમેશાથી આરએસએસની વિરોધી રહી છે ત્યારે પાકિસ્તાનમાં બેસીને આતંકવાદનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવતા લશ્કર એ તોઇબાના ટોચના નેતાઓએ આ વલણનો ખૂબજ ગંદીરીતે લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે મુંબઈ પર હુમલો કરવાનું ષડયંત્ર ઘડયું. આ ઉપરાંત બીજુ ષડયંત્ર પણ ઘડયું. બીજુ ષડયંત્ર મુંબઈ હુમલો ભારતના જ ત્રાસવાદીઓ અને હિન્દુ ત્રાસવાદીઓએ કરાવ્યો હોવાનું સાબિત કરવાનું ષડયંત્ર. હા, તેમણે આવું વિચિત્ર પ્રકારનું ષડયંત્ર ઘડયું હોવાનું તાજેતરની તપાસમાં બહાર આવ્યું છે. સિલસિલાવાર કેટલીક એવી ઘટનાઓ બનેલી કે જ મુંબઈ હુમલાનો આક્ષેપ ભારત પર ઠોકી બેસાડવાના સબળ પ્રયાસ તરફ અંગુલી-નિર્દેશ કરે છે. લશ્કર-એ-તોઇબા અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ(ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ) બંને આ પ્રકારની મેલી મુરાદ ધરાવતાં હતાં. આ ઉપરાંત મુંબઈ હુમલા બાદ ભારતના ઉર્દુ છાપાઓએ, સ્યુડો સેક્યુલરીસ્ટોએ તથા યુપીએ સરકારના લઘુમતી-તરફી નેતાઓએ પણ હિન્દુ કટ્ટરપંથીઓ તરફ આંગળી ચીંધી હતી. તેના લીધે આઇએસઆઇ અને તોઇબાની મેલી મુરાદ પુરી થવા માટેના સંજોગો વધુ સશક્ત બન્યા હતા, પરંતુ આપણા તપાસનિશોની નિષ્ઠાને લીધે સત્ય બહાર આવ્યા વિના ન રહ્યું.
૨૧ મે ૨૦૦૯ના રોજ પુછપરછ દરમિયાન અજમલ કસાબ એક નામ બોલ્યો હતો. આ નામ હતું, અબુ જુંદાલ. તેણે મુંબઈની આર્થર રોડ જેલમાં ગોઠવવામાં આવેલી કોર્ટમાં જસ્ટીસ એમ. એલ. તહાલિયાની સમક્ષ એક બયાનમાં જણાવ્યું હતું કે 'મુંબઈ હુમલાના ૬૦ કલાક સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન કરાચીના કંટ્રોલરૃમમાંથી અબુ જુંદાલ મુખ્ય માર્ગદર્શક રહ્યો હતો.'
ભારતમાં કોઇએ આ નામ ક્યારેય સાંભળ્યું પણ નહોતું. કેટલાક લોકો ગૂચવાયા. ફરિયાદ પક્ષના વકીલ ઉજ્જવલ નિકમે માન્યું કે આ ખોટી માહિતી છે. થોડા દિવસોમાં અબુ જુંદાલનું નામ હવામાં ઓગળી ગયું.
ત્રણ વર્ષ બાદ ૨૧ જૂન ૨૦૧૨ના રોજ સાઉદી અરેબિયાએ ભારતને સૈયદ ઝબીઉદ્દીન અંસારી નામનો લશ્કર એ તોઇબાનો ઓપરેટીવ ભારતને સોંેપ્યો. આ અંસારી એ જ અબુ જુંદાલ. અત્યાર સુધીમાં તે જુદા જુદા ૨૬ નામનો ઉપયોગ કરી ચૂક્યો છે.
આર્થર રોડ જેલના સુત્રોના જણાવ્યા અનુસાર અબુ જુંદાલની ધરપકડના સમાચાર સાંભળીને આતંકવાદી અજમલ કસાબ આજકાલ વિચારમગ્ન રહે છે અને ખૂબજ ઓછી વાતચીત કરે છે.
મૂળ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અબુ જુંદાલને લશ્કર એ તોઇબાએ મુંબઈ હુમલા માટેનો મુખ્ય હેન્ડલર બનાવ્યો એની પાછળના બે દેખીતા કારણો છે. એક કારણ એ કે અબુ જુંદાલ ભારત અને ખાસ કરીને મુંબઈના ભૂગોળથી સારીરીતે વાકેફ હતો અને બીજુ કારણ એ કે જો જુંદાલનું નામ બહાર આવે તો પણ હુમલો ભારતના જ આતંકવાદીએ કરાવ્યો હોવાનું ચિત્ર ઉભું કરી શકાય.
જુંદાલની ધરપકડ બાદ પાકિસ્તાનના ગૃહ પ્રધાન રહેમાન મલિકે પણ આ પ્રકારનો જ અર્થ સાધ્યો હતો અને કહ્યું હતું કે 'અબુ જુંદાલ ભારતીય છે. આથી ૨૬/૧૧ ેહુમલો ભારતીય ધરતી પર પાંગરેલા આતંકવાદનું પરિણામ છે.' જોકે મલિક ભારતના આ સવાલનો જવાબ નથી આપી શક્યા. ભારતે પાકિસ્તાનને પુછ્યું છે કે 'જુંદાલ પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ રાષ્ટ્રીય ઓળખપત્ર કઇરીતે આવ્યાં?'
પાકિસ્તાન અનેક મહોરાઓ પહેરે છે અને એને એનો અસલી ચ્હેરા વિશે સવાલ પુછવામાં આવે તો એની પાસે કોઇ જવાબ હોતો નથી.
પાકિસ્તાને એમ કહ્યું કે અબુ જુંદાલનું તેમણે ક્યારેય નામ પણ નથી સાંભળ્યું. એ કોણ છે એ તેમને ખબર નથી અને જો રહેમાન મલિક જો તેમને ભારતમાં પાંગરેલા ત્રાસવાદનું ફરજંદ ગણાવતા હોય તો પછી તેઓ પછી સાઉદી અરેબિયા પાસે અબુ જુંદાલ ભારતને ન સોંપતા તેમને(પાકિસ્તાનને)ે સોંપવામાં આવે એવી માગણી કેમ કરતા હતા? પાકિસ્તાનની આવી માગણી સાબિત કરે છે કે ખુદ પાકિસ્તાન સરકાર ક્યાંકને ક્યાંક લશ્કર એ તોઇબા અને તેના જેવા બીજા આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલી છે તથા આતંકવાદને છાવરી રહી છે. અમેરિકાના વિદેશ પ્રધાન હિલેરી ક્લીન્ટન ગયા વર્ષે પાકિસ્તાનની મુલાકાત વખતે એને મોઢામોઢ આવું કહી ચૂક્યાં છે. અબુ જુંદાલ સાઉદી અરેબિયામાં રિયાસત અલીનું નામ ધારણ કરીને રહેતો હતો. દમામ શહેરમાં તે ટેક્સીનો બિઝનેસ કરતો હતો. લશ્કર એ તોઇબા માટે યુવાનોને આતંકવાદમાં જોતરવા માટે તે અહીં આવ્યો હતો. અમેરિકાએ તેને ઓળખી લઈ સાઉદી અરેબિયાની સરકારને આ વિશે જાણ કરી હતી. પરિણામે તેની ધરપકડ થઈ. પાકિસ્તાને તેનો કબજો મેળવવા માટે ખણ કૂદકા માર્યા હતાં, પરંતુ અમેરિકાના કહેવાથી તથા ભારતે જુંદાલ વિરુદ્ધ પુરાવા આપતા આખરે સાઉદી અરેબિયાએ જુંદાલ ભારતને સોંપ્યો. પાકિસ્તાન માટે આ સૌથી મોટો ઝાટકો હતો. કારણ કે સાઉદી અરેબિયા એક ઇસ્લામીક રાષ્ટ્ર છે તથા પાકિસ્તાનનું દોસ્ત છે. તેમ છતાં તેણે પાકિસ્તાન પર વિશ્વાસ ન કરી જુંદાલ ભારતને સોંપ્યો. કદાચ આવું કરીને સાઉદી અરેબિયા આતંકવાદને પોષતા દેશોને સંદેશ આપવા માગતું હોય કે સાઉદી અરેબિયા હવે આતંકવાદીઓ માટે સેઇફ હેવન રહ્યું નથી.
૨૬/૧૧ ેહુમલાને ભારતય ભૂમિ પરથી જ થયેલો અટેક સાબિત કરવા માટે બીજી કઈ કઈ ચાલ ચાલવામાં આવી હતી એ જોઇએ.
૨૬/૧૧ના હુમલાખોરોને હૈદરાબાદની અરુણોદય કોલેજના આઇડેન્ટીટી કાર્ડ આપવામાં આવ્યાં હતાં. હૈદરાબાદમાં ખરેખર આ નામની કોલેજ છે, પરંતુ આઇ કાર્ડ નકલી હતાં. દસેય આતંકવાદીઓને હિન્દુ ધર્મના નામ આપવામાં આવ્યા હતા. કસાબનું નામ સમીર ચૌધરી રાખવામાં આવ્યું હતું.
મુંબઈ હુમલા માટે પહેલા રેકી કરવા ભારત આવેલા પાકિસ્તાની અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ મુંબઈના સિદ્ધિ વિનાયક મંદીરની બહારથી હાથે બાંધવાની રક્ષાપોટલી ખરીદી હતી. હિન્દુ ધર્મમાં આસ્થા હોવાનું ગુપ્તચરોના મગજમાં ઠસાવવા માટેનો આ એક આતંકી ડ્રામા હતો.
લશ્કર એ તોઇબાના કરાચીના કંટ્રોલરૃમમાં બેસીને ૧૦ આતંકવાદીઓને માર્ગદર્શન પુરુ પાડનારા હેન્ડલરોએ ૨૫૦ ડોલર ચૂકવીને અમેરિકાની એક કંપની પાસેથી ઇન્ટરનેટ કોલિંગ સર્વિસ ખરીદી હતી. આ સર્વિસ ભારતની ખડક સિંહ નામની એક ઉપજાવી કાઢેલી વ્યક્તિના નામે ખરીદવામાં આવી હતી. ૨૬/૧૧ના દસ આતંકવાદીઓમાંના એક ફહાદુલ્લાહ નામના ત્રાસવાદીએ એક ટીવી ચેનલને કહ્યું હતું કે 'અમે હૈદરાબાદના છીએ. હૈદરાબાદ ક્યાં આવ્યું એ તમને ખબર નથી? શું તમે તમારા દેશ વિશે નથી જાણતા?' તેનું આ બયાન સૂચવે છે કે તેમને ભારતીય હોવાનું બોલવાનું રટાવવામાં આવ્યું હતું.
લશ્કર એ તોઇબાના કોમ્યુનિકેશન ચીફ ઝરાર શાહે દસેય આતંકવાદીઓને સિમ કાર્ડ આપ્યાં હતાં. આ સિમ કાર્ડ ભારતનાં હતાં.
આ બધા મુદ્દાઓ સ્પષ્ટ કરે છે કે આઇએસઆઇ અન ેતોઇબા ભારતના હિન્દુ કટ્ટરપથીઓના નામ પર આ હુમલો ઠોકી બેસાડવા માગતા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે તેમની મુરાદ પુરી ભલે ન થઈ, પણ મુંબઈ હુમલા બાદ આપણી નેતાગીરી દ્વારા જે બયાનબાજી થઈ એ તોઇબાની ઇચ્છાપૂર્તિ માટે સહાયક હતી. ભલે આપણા નેતાઓનો ઇરાદો કદાચ આતંકવાદીઓને મદદરૃપ થવાનો ન હોય, પરંતુ તેમનું વોટબેન્ક પોલિટિક્સ આતંકવાદીઓ માટે મદદરૃપ નીવડી રહ્યું હતું. ઉર્દુ અખબારોએ પણ હિન્દુ કટ્ટરપંથીઓએ મુંબઈ હુમલો કરાવ્યો હોવાના દાવા કરતી સ્ટોરીઓ છાપી હતી. ફિલ્મમેકર મહેશ ભટ્ટે પણ આ પ્રકારના સ્ટેટમેન્ટ્સ આપ્યા હતા. તેમનો જ દિકરો રાહુલ ભટ્ટ ડેવિડ હેડલીનો દોસ્તાર હોવાનું તપાસ દરમિયાન ઘણા સમય પહેલા જ બહાર આવી ચૂક્યું છે. મહેશ ભટ્ટે હિન્દુ કટ્ટરપંથીઓ સામે સવાલ ઉઠાવ્યો તો તેમના પુત્ર સામે કેમ ન ઉઠાવ્યો? નો ડાઉટ, તેમનો પુત્ર હેડલી વિશે એ અરસામાં કશું જ નહોતો જાણતો અને તે સાવ નિર્દોશ જ છે, પણ જો શંકા કરવી હોય તો પછી પોતાના પુત્ર સામે પણ કરવી જોઇએ.
સંજોગો કઇક એવા બન્યા કે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મહારાષ્ટ્ર એટીએસ(એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ)એ ૨૦૦૮માં સાધ્વી પ્રજ્ઞાાસિંહ ઠાકુરની ધરપકડ કરી. એના થોડા જ દિવસોમાં મુંબઈ હુમલો થયો અને એટીએસના વડા હેમંત કરકરે આતંકવાદીઓ સાથેની લડતમાં શહિદ થઈ ગયા.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એ. આર. અંતુલેએ મુંબઈ અટેક બાદ બયાન આપ્યું હતું કે 'આંખોથી જે જોયું હોય તેના કરતા કશુંક જુદુ પણ હોઇ શકે છે. હેમંત કરકરેની હત્યાની તપાસ થવી જોઇએ. આ સવાલ ઉઠાવીને મેં દેશને ગર્વ થાય એવું કામ કર્યું છે.'
હવે અંતુલે પોતાની ભૂલ હોવાનું સ્વીકારી રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ દિગ્વીજય સિંહે એ સમયે બયાન આપ્યું હતું કે 'મુંબઈ એટીએસના વડા હેમંત કરકરેએ ૨૬/૧૧ હુમલાના કલાકો પહેલા જ મને કહ્યું હતું કે હિન્દુ કટ્ટરપંથીઓથી તેમને ડર લાગી રહ્યો હતોે અને તેમને ધમકીભર્યા ફોન કોલ્સ આવી રહ્યા હતા.' દિગ્વીજય પોતાની ભૂલ સ્વીકારે એવા ખેલદીલ ક્યારેય રહ્યા નથી.
ઉર્દુ અખભાર 'રોઝનામા રાષ્ટ્રીય સહારા'ના ગુ્રપ એડિટર અઝીઝ બર્નીએ ૧૨ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ તેમના અખબારમાં લખ્યું હતું કે 'મુંબઈ હુમલા માટે સીઆઇએ, મોસાદ, નરેન્દ્ર મોદી અને આરએસએસ જવાબદાર છે. મુંબઈ પોલીસે હેમંત કરકરેને આર્મીની મદદ વડે ઠાર કર્યો છે. કોન્સ્ટેબલોએ સીએસટી રેલવે સ્ટેશનો પર ફાયરિંગ કર્યું હતું.' જોકે આવું લખવા બદલ તેમણે ૨૯ જાન્યુઆરી ૨૦૧૦ના અખબારમાં માફીનામુ છાપીને માફી માગી હતી. તાજેતરમાં તેમણે આ વિશે કહ્યું હતું કે 'હું માફી માગી ચૂક્યો છું, પરંતુ આ માફી મેં રાષ્ટ્રીય હીતમાં માગી છે. મારા પ્રશ્નોનો જવાબ હજી સુધી આપી શકાયો નથી. મને હજી સુધી કરકરેની હત્યા વિશે શંકા છે.'
- કાંતિલાલ

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved