Last Update : 26-July-2012, Thursday

 

અંધશ્રદ્ધાએ લીધો અઢી હજાર સ્ત્રીઓનો ભોગ

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

ભારતમાં નારી શક્તિસ્વરૂપે પુજાય છે, દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બનીને મહિલાઓ આગળ વધે છે અને રાષ્ટ્રપ્રમુખના સર્વોચ્ચ સ્થાને પણ બિરાજી ચૂકી છે. જયારે આ જ દેશમાં અંધશ્રદ્ધાની આડમાં સેંકડો નિર્દોષ સ્ત્રીઓનો ભોગ લેવાય ત્યારે કેવી કમકમાટી છૂટે? સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ મુજબ ૧૯૮૭થી ૨૦૦૩ દરમ્યાન ૨૫૫૬ મહિલાઓને ડાકણમાં ખપાવી હત્યા કરવામાં આવી હતી.
એકવીસમી સદીમાં પણ છત્તીસગઢ, મઘ્ય પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, અસમ, બિહાર, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં ડાકણ પ્રથા ચાલુ હોય ત્યારે કયા મોઢે કહીએ કે દેશ પ્રગતિને પંથે છે?
ગ્રામિણ વિસ્તારોમાં આ ડાકણ પ્રથા પાછળ દુષ્ટ અને સ્વાર્થી લોકો જવાબદાર હોય છે. મહિલાને સંપત્તિમાંથી બેદખલ કરવા માટે, કોઈ સ્ત્રી યૌન-શોષણનો વિરોધ કરે ત્યારે તેને પાઠ ભણાવવા અથવા તો પત્નીથી છુટકારો મેળવવા માટે તેને ડાકણમાં ખપાવીને અત્યારચારોનો ભોગ બનાવાય છે. ગામડાંઓમાં કયારેક દુષ્ટો દ્વારા ચલાવાતા દુષ્પ્રચારથી પણ નિર્દોષ સ્ત્રીઓએ જીવ ગુમાવવાની નોબત આવે છે. કોઈ ખેડૂતનો પાક બરબાદ થઈ જાય, બીમારી ફેલાય અથવા કોઈનું બાળક મૃત્યુ પામે ત્યારે આ ઘટનાઓને મહિલા સાથે જોડી તેને ડાકણ ગણાવી દેવામાં આવે છે. પછી તો આખું ગામ દુશ્મન થઈ જાય છે. ઢોરમાર મારવામાં આઅવે છે, માથું મુંડાવી નાખવામાં આવે છે, કયારેક ગામડામાં છડેચોક મહિલાને નિઃવસ્ત્ર કરી ફેરવવામાં આવે છે, ચહેરે કાળી મેશ ચોપડવામાં આવે છે. તાંત્રિકો અને ભુવાઓ પણ આ હેવાનિયત માટે જવાબદાર ગણાય. કારણ તેઓ કોઈ પણ સ્ત્રીને ગામનાં મોટાં માથાંના ઈશારે ડાકણ જાહેર કરી દે છે. કહેવત છે કે દયા ડાકણને ખાય, પરંતુ અંધશ્રદ્ધા ‘ડાકણ’ને ભરખી જાય એ કેવી કમનસીબી કહેવાય ? રાષ્ટ્રપ્રમુખ તરીકે પ્રતિભા પાટિલ સર્વોચ્ચ સ્થાને રહ્યાં એ દરમ્યાન કેવા કેવા ખતરનાક અપરાધીઓની દયા ખાઈને મોતની સજાથી બચાવ્યા. પણ અંધશ્રદ્ધાને કારણે મોતને ભેટતી મહિલાઓની કોઈએ દયા ખાવી જોઈએ એવો કોઈ દિ વિચાર ન આવ્યો. ?
બળાત્કારીઓથી અબળાને બચાવનારાનું બલિદાન
પશ્ચિમ બંગાળમાં અએક તરફ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે સ્થાપેલા શાંતિનિકેતનની વિશ્વભારતી વિશ્વ વિદ્યાલયની એક છાત્રાને રાત્રે પથારી ભીની કરવાની સજારૂપે સ્વમૂત્ર પીવાની સજાને પગલે ઉહાપોહ મચી ગયો તો બીજી તરફ અનેક અબળાઓને બળાત્કારીઓથી બચાવનારા ફક્ત ૨૬ વર્ષના યુવાન ‘માસ્ટર બાબુ’એ બલિદાન આપ્યું.
કલકત્તાથી એંસી કિલોમીટર દૂર આવેલા સૂતિયા ગામે દસેક વર્ષ પહેલાં છાશવારે બળાત્કારની ઘટના બનતી. પતિની ન જર સામે પત્ની ઉપર, માતાની નજર સામે સગીર પુત્રી ઉપર બળાત્કાર થતાં જો કોઈ ઘરની સ્ત્રી અવાજ ઉઠાવે તો બળાત્કારીઓની ગેન્ગ તેના ઘર ઉપર ત્રાટકી જેટલી મહિલાઓ હોય તેની ઉપર બળાત્કાર ગુજારી વેર લેતા. પોલીસ પણ કંઈ કરી નહોતી શકતી. આ રેપિસ્ટો સામે ગામડાની સ્કૂલના યુવાન માસ્તર બારૂન બિશ્વાસે અવાજ ઉઠાવ્યો. ગામડામાં ઘેર ઘેર ફરી સ્ત્રીઓને હંિમત આપી, બળાત્કારીઓનો સામનો કેમ કરવો એની તાલીમ આપી. આ ઝુંબેશની આગ એવી ફેલાઈ કે બળાત્કારીઓના ત્રાસમાંથી ગામડાને મુક્તિ મળી. થોેડા દિવસ પહેલાં આ માસ્ટર મોશાય ટ્રેનમાંથી ઊતરી ગોબોરડાંગા સ્ટેશનની બહાર નીકળ્યા એ જ વખતે મોટરસાઈકલ પર ત્રણ હત્યારા ધસી આવ્યા હતા અને રિવોલ્વરમાંથી ધડાધડ ગોળીબાર કરી નાસી છૂટયા હતા. ડચકાં ખાતા અને છેલ્લા શ્વાસ લેતી વખતે પણ આ માસ્ટર મોશાયે તેના કાકાને મોબાઈલ પર ફોન કરીા અજાણ્યા હત્યારાનું વર્ણન કર્યું અને પછી કાયમ માટે આંખો મીંચી દીધી. જયાં મહિલા મુખ્ય મંત્રીનું શાસન છે એ રાજ્યમાં મહિલાઓની હિફાઝત કરી બલિદાન આપનારા મરદનું રક્ષણ સરકાર કરી ન શકી?
પોલીસ સ્ટેશન કે લગ્નમંડપ?
હિન્દી ફિલ્મોમાં ઘણીવાર એક દ્રશ્ય જોવા મળે છે. લગ્નને માંડવે વર-કન્યાનાં લગ્નની વિધિ ચાલતી હોય, ફેરા ફરાતા હોય અને બડી ધામઘૂમ ચાલુ હોય ત્યાં પોલીસ વર અથવા કન્યાના સગા કે સગલીને લઈ આવી પહોંચે અને ત્રાડ પાડે ‘યહ શાદી નહીં હો શક્તી.’
કયારેક વળી કોઈ ભાગેડુ અપરાધીનું પગેરું શોધતી પોલીસ આવી પહોંચે ત્યારે પણ રંગમાં ભંગ પડે છે. શરણાઈઓ વાગતી બંધ થઈ જાય છે, પોલીસને જોઈને સહુ ટેન્શનમાં આવી જાય છે. આ તો ફિલ્મી પડદા પરના ચીલાચાલુ અને ચવાઈને ચૂથ્થો થઈ ગયેલા સીનની વાત થઈ. પણ મહારાષ્ટ્રના મિરજ શહેર અને તાલુકામાં પોલીસ લગ્ન અટકાવાની નહીં પણ ઘરેથી ભાગેલા પ્રેમી પંખીડાને લગ્ન ગ્રંથિથી જોડવાની ફરજ બજાવે છે. ફેબુ્રઆરીથી જૂન દરમ્યાન મિરજ શહેર અને તાલુકા પોલીસે આવી રીતે ૧૭ યુગલોને પરણાવવાનું સત્કર્મ કર્યું હતું. એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. પુખ્ત વયના યુવક-યુવતીને પરણાવવા માટે ઘરવાળા રાજી ન હોય ત્યારે તેઓ નાસી છૂટે છે અને પછી સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાય છે. મિરજ વિસ્તારમાં પ્રેમી યુગલ નાસી છૂટવાની સરેરાશ બે-ત્રણ ફરિયાદ નોંધાય છે એમ એક મરાઠી દૈનિકના અહેવાલમાં જણાવાયું છે. આ ભાગેડુ યુગલો થોડા દિવસ હરીફરીને પાછા આવી સીધા જ પોલીસ સ્ટેશનમાં જઈને ગાંધર્વ વિવાહ કરી લીધા છે એને લગતા પુરાવા રજૂ કરે છે. આમ પોલીસ સ્ટેશન મેરેજ રજિસ્ટ્રેશન કાર્યાલયમાં ફેરવાતાં જાય છે. જોર કરે લક તો પોલીસ બને પા-લક.
સફાઈ કર્મચારી ડૉકટર બન્યા
આજે ડૉકટર બનવું હોય એણે મેડિકલ એજ્યુકેશન પાછળ કેટકેટલી મહેનત કરવી પડે છે? કેટકેટલા પૈસાનું પાણી કરવું પડે છે? ત્યારે ડૉકટર બનાય છે. પરંતુ ઉત્તર પ્રદેશ કદાચ એક જ એવું રાજ્ય હશે જયાં સફાઈ કર્મચારીને ‘ડૉકટર’ બનાવી દેવાય છે. આ વાંચીને ચોંકી જવાય. પણ આ હકીકત છે યુપીના બુલદં શહેરની સરકારી હોસ્પિટલની આ હોસ્પિટલમાં જખમીઓને ટાંકા લેવાની, દવા અને ઈન્જેકશનો આપવા જેવી ડૉકટરની ફરજ સફાઈ કર્મચારીઓ અને વોર્ડ-બોય બજાવે છે. ઈલેક્ટ્રોનિક મિડિયાએ જયારે ડૉકટરના સ્વાંગમાં સફાઈ કર્મચારીઓને ફરજ બજાવતા નાના પડદા પર દેખાડયા ત્યારે હડકંપ મચી ગયો હતો. સફાળી જાગેલી સરકારે પણ જાંચનો આદેશ આપ્યો હતો. દરદીના જીવન સાથે આ કેવી જોખમી રમત કહેવાય ? ડૉકટર ડૉકટર રમતા રમતા... આ પંકિતમાં રમતા શબ્દમાં અક્ષરો આગળ-પાછળ કરીએ તો શું થાય ? મરતા... મરતા...
મમતાના રાજ્યમાં તાડની ત્રીજી બહેન
પુરુષ સમોવડી બનવા માટે અને ઊંચા સ્થાને પહોંચવા સ્ત્રીઓએ કેટકેટલી મહેનત કરવી પડે છે? ઘણાં હળવાશથી કહેતા હોય છે કે પુરુષની ઊંચાઈ માપવી અને સ્ત્રીની લુચ્ચાઈ. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીની ભલે ઊંચાઈ ઓછી હોય છતાં કેટલા ઊંચા સ્થાને પહોંચી ગયાં છે? આ જ મમતાદીદીના પશ્ચિમ બંગાળમાં તાડના ઝાડ સાથે ઊંચાઈ વધારવાની હરીફાઈમાં ઊતરી હોય એવી એક મહિલા છે. દક્ષિણ દિનાજપુરની આ મહિલાની ઊંચાઈ છે આઠ ફૂટ અને વજન છે ૧૬૦ કિલોગ્રામ. હોર્મોનને લગતી વિચિત્ર બીમારીને લીધે ૨૫ વર્ષની ઊંચાઈ અને વજન વધતું જ જાય છે. બેલૂરઘાટની સરકારી હોસ્પિટલમાં જયારે તેને સારવાર માટે લાવવામાં આવી ત્યારે તાડની આ ત્રીજી બહેનને જોવા ભીડ જામી હતી. સિદ્દિકા પરવીન નામની આ લાંબી લલનાની ભૂખ પણ એવી ઊઘડી છે કે થાળ ભરીને ખાવા જોઈએ છે. રોજ છ કિલો ભાત અને શાક ઝાપટી જાય છે. સામાન્ય મજૂર પરિવારની આ યુવતીને ખવડાવવા માટે બાપાએ વ્યાજે પૈસા લેવા પડયા છે. ડૉકટર કહે છે કે તેની પીયૂષ ગ્રંથિમાંથી સોમાટોટ્રોપિક હોર્મોનના અનિયમિત સ્ત્રાવને કારણે હાઈટ વધવા માંડી છે. ઈલાજ માટે તેને કલકત્તાની કોઈ મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે એવી શક્યતા છે. જે સ્ત્રીની હાઈટ ઓછી હોય એ જાતજાતની કસરત કરે છે કે પછી હાઈ-હિલવાળા સેન્ડલ પહેરીને નીકળે છે. જયારે આઠ ફૂટ સુધી પહોંચેલી આ યુવતીની હાઈટ વધતી અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આને કહેવાય હાઈટ ઓફ હાઈટ.
પંચ-વાણી
સ ઃ યુપીએ સરકાર અસ્તવ્યસ્ત કેમ લાગે છે ?
જ ઃ જેનો અસ્ત નજીક હોય એ જ વ્યસ્ત હોવાનો ડોળ કરે એને જ કહેવાય અસ્તવ્યસ્ત

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 

 

 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved