Last Update : 26-July-2012, Thursday

 

હજુ હમણા સુધી કપિલ બોર્ડનો ઉગ્ર ટીકાકાર હતો
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?

બોર્ડની સામે બંડ છેડયો હતો, હવે IPLની કમાણીમાંથી બેનિફિટ મેળવવા તૈયાર

કપિલને દર મહિને રૃ. ૩૫૦૦૦નું પેન્શન પણ મળશે


અમદાવાદ, બુધવાર
'ભારતીય ક્રિકેટ બોર્ડ મારા માતા-પિતા સમાન છે અને અમે ક્રિકેટરો તેના સંતાનો છીએ.' આ શબ્દો છે હજુ ગઇકાલ સુધી ભારતીય ક્રિકેટ બોર્ડને જંગી કમાણીની લાલચમાં ક્રિકેટને ખતમ કરનાર વ્યાપારી સંસ્થા તરીકે ઓળખાવતા રહેતા ભારતના લેજન્ડરી ભૂતપૂર્વ ઓલ રાઉન્ડર કપિલ દેવના.
આજે ભારતીય ક્રિકેટ બોર્ડ જોડે સામે ચાલીને સમાધાન કરવા ગયા બાદ બહાર નીકળીને કપિલ દેવે પત્રકારોને નવી દિલ્હીમાં આ કોમેન્ટ કરી હતી.
કપિલ દેવ છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય ક્રિકેટ બોર્ડની પ્રશંસા કરવા માંડયો હતો. તે પછી તેણે ભારતીય ક્રિકેટ બોર્ડને તેની છેલ્લા વર્ષોની બોર્ડ વિરોધી હરકત બદલ રીતસરની માફી માગંતો પત્ર લખ્યો હતો. તેણે વિનંતી કરી હતી કે બોર્ડને હું મારૃ પરિવાર ગણું છું. મને બોર્ડે નાત બહાર કર્યો હોય તેમ તેમના પરિવાર અને મળતા ફાયદાથી વંચિત કર્યો છે તેપ્રતિબંધો પરત ખેંચો.
રૃપિયાની લાલચમાં કપિલ દેવ જેવો ખેલાડી પણ તેનું ખમીર વેચી શકે છે તે પૂરવાર થયું.
કપિલ દેવે બોર્ડના બેડામાં આવવાની શરણાગતિ સ્વીકારી તેનું એક માત્ર કારણ રૃ. દોઢ કરોડનો ચેક અને દર મહિને મળનાર રૃ. ૩૫૦૦૦નું પેન્શન જ છે તેમ ક્રિકેટ વર્તુળમાં ચર્ચા થાય છે.
ભારતીય ક્રિકેટ બોર્ડે તમામ નિવૃત્ત ક્રિકેટરોને આઇપીએલની પણ મબલખ કમાણી થતા વન ટાઇમ બેનિફિટનો ચેક આપવાનું નક્કી કર્યું હતું.
ખેલાડીઓની કારકિર્દીને વર્ગીકૃત કરીને તેના આધારે ચૂકવણી થઇ પણ ગઇ છે. કપિલ દેવે ભારતીય ક્રિકેટ બોર્ડ જોડે છેડો ફાડીને બંડ છેડતા ઝી કંપીનીની ઇન્ડિયન ક્રિકેટ લીગ (આઇસીએલ) ના ચેરમેન બનવાનું પસંદ કર્યું હતું. તે આટલા વર્ષો બોર્ડની જોહૂકમીની, ક્રિકેટરોને ગુલામ ગણતી નીતિ તેમજ ક્રિકેટનું કાસળ કાઢી નાંખનાર તંત્ર તરીકે ભરપુર ટીકા કરતો રહ્યો છે. બોર્ડ તેનાથી એ હદે નારાજ હતું કે તેના સમારંભોમાં કપિલ દેવને આમંત્રણ પણ નહોતું અપાતુ.
બોર્ડે તમામ ક્રિકેટરોને વન ટાઇમ બેનિફિટ તરીકે રકમ જાહેર કરી દેતાં કપિલ દેવના નામે રૃ. દોઢ કરોડનો ચેક બનાવ્યો પણ તે સમાધાન કરે તો જ મળી શકે તેવો સ્પષ્ટ ઇશારો પણ કર્યો. એટલું જ નહીં દર મહિને રૃ. ૩૫,૦૦૦ પેન્શન પણ મળશે તેમ સંકેત પાઠવ્યો.
કપિલ દેવે તરત જ સમાધાન માટેના ચક્રો ગતિમાન કરી દીધા. બોર્ડના વહિવટની પ્રશંસા પણ કરવા માંડી. એટલું જ નહીં ઝી કંપનીની એસ્સેલ' કે જેના નેજા હેઠળ 'આઈસીએલ' રમાતુ હતું તેમાંથી પણ રાજીનામું આપી દીધું. કપિલે બોર્ડની સેવા માટે ખડેપગે હાજર રહેશે તેવી ખાતરી આપી. આજે બોર્ડના પ્રમુખ શ્રીનિવાસન જોડે શરણાગતિ સ્વીકારતી મીટિંગ પણ યોજી હતી. બોર્ડે હવે કપિલ દેવને તેના પરિવારમાં પરત લઈ લીધો છે.
જો 'આઈસીએલ' ધમધમતી હોત તો કપિલની કમાણી કરોડોમાં હોત. જો એમ હોત તો કપિલ બોર્ડની સામે સમાંતર બંડખોર બોર્ડ ઉભુ કરવાનો હતો. તે ઉગ્ર ટીકાકાર તો છેક સુધી હતો. કદાચ આ દોઢ કરોડની સ્કીમ ના હોત તો બોર્ડ જોડે હાથ ના પણ મીલાવત.
હવે કપિલ દેવને અગાઉના પાંચ વર્ષના માસિક રૃ. ૩૫૦૦૦ પેટે કુલ બાકી રકમનું પેન્શન પણ ચુકવાશે.
કપિલ દા કા જવાબ નહીં !

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved