Last Update : 26-July-2012, Thursday

 
 

ઇડોવુ ટ્રીપલ જમ્પમાં ગોલ્ડ મેડલનો પ્રબળ દાવેદાર મનાય છે
બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

બોલ્ટ જમૈકાની પ્રેક્ટિસમાં ના દેખાતા ચાહકો નિરાશ ઃ ઈજીપ્તે તેના એથ્લીટોને જાણીતી બ્રાન્ડની બનાવટી કીટ આપી હોવાની ફરિયાદ

લંડન,તા.૨૫
લંડન ઓલિમ્પકના પ્રારંભને આડે ગણતરીના કલાકો બાકી બચ્યા છે ત્યારે યજમાન બ્રિટનની ગોલ્ડ મેડલની આશા સમાન એથ્લીટ ઇડોવુ ઇજાગ્રસ્ત બનીને રમતોના મહાકુંભમાં રમવા માટે અનિશ્ચિત બની ગયો છે. મીડિયામાં ઇડોવુના કોચના ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે તે લંડન ઓલિમ્પિકમાં રમી શકે તેમ નથી. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને ૨૦૦૮ના બેઇજિંગ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારા ઇડોવુને સ્થાનિક ચાહકો હોમગ્રાઉન્ડ પર ઓલિમ્પિક ગોલ્ડ જીતતો જોવા માટે આતુર હતા પણ હવે તે જમ્પીંગની ઇવેન્ટમાં ભાગ લે તેની શક્યતા નહીવત્ છે.
ઇડોવુને ઓલિમ્પિકમાં મેડલ જીતવાની આશા
વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ટ્રીપલ જમ્પનો સિલ્વર મેડલ જીતનારા ઇડોવુને ડાબા પગના ઘુંટણમાં ઇજા થતાં તે ઓલિમ્પિકમાં રમવા માટે અનિશ્ચિત બની ગયો છે. ઓલિમ્પિકના ૧૧ દિવસ અગાઉ રમાયેલી લંડન ગ્રા પ્રિમાંથી પણ તે ખસી ગયો હતો. ઇડોવુએ એક મુલાકાતમાં કબુલ્યું કે, તેના માટે હાલ તો દરેક દિવસ મહત્વનો છે અને તેની ફિટનેસમાં સુધારો થઇ રહ્યો છે. ઓલિમ્પિક એવો રમતોત્સવ છે કે જેના માટે હું છેલ્લી ઘડી સુધી રાહ જોવા માટે તૈયાર છું.
ઇડોવુ પાસે ફિટનેસ મેળવવાનો પુરતો સમય પણ છે કારણ કે ટ્રીપલ જમ્પની ઓલિમ્પિક ઇવેન્ટનો પ્રારંભ તો છેક ૭મી ઓગસ્ટથી થવાનો છે. ૩૩ વર્ષીય એથ્લીટે છેક જુનથી કોઇ ઇવેન્ટમાં ભાગ લીધો નથી. ઓલિમ્પિક માટેની ટીમમાં પસંદગી પામેલા ખેલાડીઓનો એક કેમ્પ પોર્ટુગલમાં રાખવામાં આવ્યો હતો પણ તેમાં ઇડોવું ઇજાના કારણે ગેરહાજર રહ્યો હતો.
તાજેતરમાં એક મુલાકાતમાં તેણે લંડન ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની પોતાની દાવેદારીને વધુ મજબુત ગણાવી હતી.
બોલ્ટ પ્રેક્ટિસમાં ગેરહાજર રહેતા સસ્પેન્સ વધુ ઘેરુ બન્યું
ટ્રેક એન્ડ ફિલ્ડના કિંગ તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા જમૈકાના સુપર એથ્લીટ યુસૈન બોલ્ટના લંડન ઓલિમ્પિકમાં ભાગ લેવા અંગેનું સસ્પેન્સ વધુ ઘેરૃ બન્યું છે. બોલ્ટે આજે જમૈકાની ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો નહતો. બર્મિંઘામ ખાતે જમૈકાના એથ્લીટ્સે મેદાન પર પરસેવો પાડયો હતો. તાજેતરમાં જમૈકન ટ્રાયલ્સમાં ૧૦૦ અને ૨૦૦ મીટરની રેસ યોહાન બ્લેક સામે હાર્યા બાદ બોલ્ટ જાણે ખોવાઇ ગયો છે.
જમૈકાના એથ્લીટ્સની સાથે બોલ્ટ ટ્રેક પર પ્રેક્ટિસ માટે ના આવતા તેને જોવા આવેલા ચાહકો ખુબ જ નિરાશ થયાં હતા. જો કે લેજન્ડરી એથ્લીટ માઇકલ જોહ્ન્સન માને છે કે, બોલ્ટની ફિટનેસની સમસ્યાને કારણે ૧૦૦ મીટરની રેસ વધુ રોમાંચક બની છે. જો તે ઇજાગ્રસ્ત હોય તો તે તેનો શ્રેષ્ઠ દેખાવ નહીં કરી શકે અને આવી સ્થિતીમાં કંઇ પણ પરિણાંમ આવી શકે છે.
ઇજીપ્તના ખેલાડીઓને તેમના જ દેશે છેતર્યા ?
ઇજીપ્તની ઓલિમ્પિક કમિટિએ તેમના એથ્લીટ્સને જે ડ્રેસ આપ્યો છે તે જાણીતી કંપનીની બનાવટી કીટ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ઈજીપ્તની સિક્રોનાઇઝ્ડ સ્વિમિંગ ઇવેન્ટની ખેલાડી યોમાન ખાલાફે દાવો કર્યો હતો કે, અમને જે કીટ આપવામાં આવી છે, તે જાણીતી કંપનીની બનાવટી કીટ છે. અમે અમારા ખર્ચે નવી કીટ ખરીદી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવી ૧૦ને ઘાયલ કર્યા
મચ્છુ હોનારતઃ પંચે જે તપાસ ન કરી તે હાવર્ડના બે વિદ્યાર્થીઓએ કરી બતાવી

યુવક સાથે પત્નીની બિભત્સ સીડી બનાવી પતિએ દહેજ માંગ્યું

પર પ્રાંતિય સિક્યુરીટી જવાનોને ઘૂસાડવાનું રાજયવ્યાપી કૌભાંડ
હિરાબજારનો વેપારી ૭૦ લાખનું ઉઠમણું કરી ફરાર
મેટલ શેરોમાં ધોવાણે સેન્સેક્ષ આરંભમાં ૧૮૧ પોઇન્ટ તૂટી ૧૬૭૩૭ બોલાયો ઃ અંતે ૭૨ પોઇન્ટ ઘટયો
સોનામાં તેજી વચ્ચે રૃ.૩૦૦૦૦ને આંબી ગયેલા ભાવો ઃ ચાંદીએ ૫૩ હજારની સપાટી પાર કરી
કૃષિ લોન્સની NPAમાં પાંચ ટકા સુધીનો ચિંતાજનક વધારો

બ્રિટનનો સ્ટાર એથ્લીટ ઇડોવુ ઓલિમ્પિકમાં રમવા અનિશ્ચિત

કલમાડી પર ઓલિમ્પિક પ્રતિબંધ મુકી દેવો જોઇએ ઃ મિલ્ખા સિંઘ
કપિલ દા કા જવાબ નહીં ઃ રૃ. દોઢ કરોડની લાલચમાં બોર્ડ જોડે શરણાગતિ?
પોલ વોલ્ટમાં ૩૬ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનો આત્મવિશ્વાસ છે
ધોનીનો આશ્ચર્યજનક બચાવ ઃ બીજી વન ડેમાં ખરાબ પીચને લીધે હાર્યા
સ્પર્ધાની સાથે શેરબજારોમાં કામકાજના કલાકો પણ વધવાની જોવાતી શકયતા

આવક વેરા વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાની સંખ્યામાં પાંચ વર્ષમાં ૬૦ ટકાનો વધારો

 
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved