Last Update : 26-July-2012, Thursday

 

શ્રાવણમાસમાં સુખી થવાનું થવાનું સર્વોત્તમ સાધન - મંત્ર જાપ

- ભગવદ્‌ ગીતાના ૮ મા અઘ્યાયના ૧૪ માં શ્વ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને ઉદ્‌શીને કહે કે, તું એકચિત્તે સતત અને હંમેશાં મારું સ્મરણ કરે છે,તે ભક્તને હું સ્હેજે પ્રાપ્ત થાઉં છું. કારણ કે, તે ભક્ત મારા સ્મરણમાં નિરંતર પરોવાયેલો રહે છે

અષાઢ - શ્રાવણમાસ આવતા જ ઉનાળામાં ધોમધખતા તાપથી વ્યાકુળ બનેલી ધરતી મેહુલિયાને ભેટે છે. મેઘરાજાના આગમનની સાથે ૠતુ પરિવર્તન થાય છે. વર્ષાૠતુના ચાર મહિના એટલે પ્રકૃતિનો ખીલવાનો સમય. આ ચાતુર્માસ દરમ્યાન ભગવાનનો કરિશ્મા ખીલી ઉઠે છે. રળીયામણી ધરતીથી મનુષ્યોની સાથે - સાથે પશુ - પંખીઓ પણ નાચી ઉઠે છે. ચોમાસાના આ ચાર માસોનું ધાર્મિક મહત્વ પણ સવિશેષ છે.
દેવશયની (અષાઢ સુદ) એકાદશીથી દેવઊઠી (કારતક સુદ) એકાદશી સુધી સતત ચાર મહિનાને આપણા મહાન ૠષિવર્યો અને આચાર્યોએ પ્રેરક અને પવિત્ર પર્વો-ઉત્સવોથી ગૂંથી લીધા છે. આ ચાર મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે.
અષાઢ સુદ એકાદશી એ વિષ્ણુ પોઢે છે. તેથી તે એકાદશીને દેવપોઢી એકાદશી કહેવાય છે. ભાદરવા સુદ એકાદશીએ પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્વર્તીની એકાદશી કહેવાય છે. અને કારતક સુદ એકાદશી એ જાગે છે તેથી તે એકાદશીને દેવઉઠી એકાદશી કહેવાય છે.
આ ચાતુર્માસમાંય શ્રાવણમાસનું વઘુ મહત્વ છે. આ શ્રાવણમાસમાં અનેક તહેવારો અને વ્રતો આવે છે. શ્રાવણ માસ શિવજીનો પ્રિય માસ ગણાય છે. સાથો-સાથ શ્રી કૃષ્ણ માટે પણ તે માસ વિશેષ મહત્વ ધરાવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીમાં શ્રાવણ માસને મહત્વનો ગણાય છે. તે માસમાં વિશેષ નિયમો લેવાની આજ્ઞા પણ કરી છે. આ શ્રાવણ માસમાં હરિયાલી ત્રીજ, પુત્રદા એકાદશી, રક્ષાબંધન, કુલ્કાજલી વ્રત, બોળચોથ, નાગ પાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, જૈન પર્યુષણ વગેરે અનેક વિધ-વિધ તહેવારો આવે છે. શ્રાવણમાસમાં ભગવાનની પ્રસન્તા મેળવવા સૌ કોઈ ભાવિક-ભકતો પોત-પોતાના સમજણ અને શ્રદ્ધાને અનુસાર ભક્તિ કરે છે. મંદિરોમાં શ્રાવણ માસમાં ભક્તોની ભીડ જામે છે. ઠેર-ઠેર શ્રાવણ માસમાં કથા-પારાયણોનું આયોજન થાય છે. આમ, શ્રાવણમાસએ ભગવાનને પામવા માટેનો સર્વોત્તમ માસ ગણાય છે. અત્રે આપણે ભગવાનને પામવા માટે શ્રાવણમાસમાં મંત્ર જાપનું સુવિશેષ મહત્વ છે. તે અંગે જોઈશું.
મંત્ર એટલે ? મનનાત્‌ ત્રાયતે ઈતિ મન્ત્રઃ એટલે કે જેનું મનન કરવાથી આપણું રક્ષણ થાય તે મંત્ર.
મંત્રની બીજી વ્યાખ્યા આ પ્રમાણે પણ થાય છે મન્ત્રયતેડનેનેતિ મંત્રઃ જેના વડે મંત્રણા થાય તે મંત્ર. એટલે કે મહાપુરુષો કે ભગવાનના કલ્યાણકારી વિચારો અને ભાવનાઓ બીજા સુધી પહોંચી શકે તેને મંત્ર કહેવાય. ટૂંકમાં મંત્ર કે ભક્ત અને ભગવાન વચ્ચે સંબંધ સાધવાનું માઘ્યમ છે. જેથી તે વિશેષે કરીને તેનો અર્થ ભજન-આરાધનામાં રુઢ થયો છે.
હવે, આપણને જપ શબ્દનો શો અર્થ થાય છે તો? તે શબ્દની વ્યાખ્યા કરતાં ગુરુવર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપા કહે છે કે,


જકારો જન્મવિચ્છેદઃ પકારઃ પાપનાશકઃ ।
તસ્માજ્જપ ઇતિ પ્રોક્તો જન્મપાપવિનાશાકઃ ।।
‘જ’ એટલે જે જન્મનો નાશ કરે અને ‘પ’ એટલે જે પાપનો વિનાશ કરે તે. જે જન્મ અને પાપોનો વિનાશ કરે તેને જાપ કહેલ છે. ૠગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અર્થવવેદ ઉપરાંત અન્ય વૈદિક સાહિત્યની વિવિધ કંડિકાઓ માટે પણ મંત્ર શબ્દ પ્રયોજાયો છે. પુરાણકાળથી ભગવાનના નામરુપ મંત્રનો મહિમા સવિશેષ વઘ્યો છે. પૌરાણિક યુગ પછી જુદા-જુદા આચાર્યોએ પણ આઘ્યાત્મિક સાધનામાં નામમંત્ર પર વિશેષ ભાર મૂક્યો છે. રામાનુજાચાર્ય, મઘ્વાચાર્ય, નિમ્બાકાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે અચાર્યો એ પણ મંત્ર સાધના ને મહત્વ આપેલું છે. તુલસીદાસ, સુરદાસ, મીરાંબાઈ, જ્ઞાનેશ્વર, તુકારામ, નરસંિહ મહેતા વગેરે ભક્તકવિઓએ પણ નામજાપ અને મંત્ર-મહિમાને ખૂબ વિસ્તાર્યો છે.
માત્ર ભારતીયો ધર્મો જ નહીં, પરંતુ યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મો પર પણ આ મંત્ર પ્રભાવ છવાયેલો જોવા મળે છે. સૂફી ઈસ્લામિક પરંપરામાં અલ્લાહના ૯૯ નામોનો જપ પ્રચલિત છે. તો તસ્બી એટલે કે, જપમાળા અરબી મુસ્લીમોમાં ઘરોઘર આજેય સચવાઈ છે.
ભગવાનું નામ - મંત્રજાપ આધિ-વ્યાધિ અને ઉપાધિથી મુક્તિ અપાવે છે.
નામ્નોસ્તિ યાવતી શક્તિઃ પારનિર્દહને હરેઃ ।
તાવત્કર્તુ ન શક્‌નોતિ પાતકં પાતકી જનઃ ।।
પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પરમ પુણ્યકારી નામમાં જેટલાં પાપોને નાશ કરવાની શક્તિ છે, એટલા પાપ કે પાપી પુરુષ પોતાના સમગ્ર જીવન દરમ્યાન પણ કરી શકે તેમ નથી. (બૃહદ્‌ વિષ્ણુપુરાણ તથા સ્કંદપુરાણ વૈ. માર્ગ. મા. ૧૫/૫૩)
ભગવાનનું નામોચ્ચાર કરવા માત્રથી જ મનુષ્ય કળિયુગ તરી જાય છે. (કલિસંતરણોપનિષદ્‌)
વળી, મંત્રજાપનો મહિમા શ્રી રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે,
કૃતેજુગ ત્રેતા દ્વાપર પૂજા મખ અરુ જોગ ।
જો ગતિ હોઈ સો કલિ હરિ નામ તે પાવહંિ ભોગ ।।
સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં જે ગતિ પૂજા, યજ્ઞ અને યોગથી પ્રાપ્ત થાય છે એજ ગતિ કળિયુગમાં લોકો ફક્ત ભગવાનના નામજપથી પ્રાપ્ત કરી શકે છે. (શ્રી રામ ચ.મા.ઉ.દોહા. ૧૦૨-ખ)
મહાભારત શાંતિપર્વના ૧૯૬ થી ૨૦૦ અઘ્યાય સુધીમાં નામ જપનો ખૂબ મહિમા કહ્યો છે. તેમાં ભીષ્મપિતા યુધિષ્ઠિરને કહે છે. કોઈ કામનાથી કરવામાં આવતો જપ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. જ્યારે નિષ્કામભાવથી કરવામાં આવતા જપથી મોક્ષ મળે છે.
ભગવદ્‌ ગીતાના ૮ મા અઘ્યાયના ૧૪ માં શ્વ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને ઉદ્‌શીને કહે કે, તું એકચિત્તે સતત અને હંમેશાં મારું સ્મરણ કરે છે,તે ભક્તને હું સ્હેજે પ્રાપ્ત થાઉં છું. કારણ કે, તે ભક્ત મારા સ્મરણમાં નિરંતર પરોવાયેલો રહે છે.
તથા ૧૦ અઘ્યાયના ૨૫માં શ્વ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે કે, હે અર્જુન! યજ્ઞાનાં જપયજ્ઞોડસ્મિ હંમેશા જપ કરે છે તેઓને ધન ખર્ચીને યજ્ઞ કરવાથી જે ફળ મળે છે. તે ફળ કેવળ નામ સ્મરણ કરવાથી જ મળી જાય છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં નામ સ્મરણનો મહિમા વર્ણવતા સદ્‌ગુરુ શ્રી આધારાનંદ સ્વામી લખે છે કે, હરિના નામમાં હરિનું સ્થાન છે. નામ-સ્મરણ વિના હરિનું ઘ્યાન ન થાય અને હરિનાં દર્શન પણ ન થાય. (શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ-પુર-૮)
જેમ દિપનું પ્રાગટ્ય થવાથી અંધકાર નાશ પામે છે. તેમ મંત્ર જાપ કરવાથી હર્દયામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકર, ઈર્ષ્યા આદિ દોષો નિવૃત્તિને પામે છે.
સમાજને ઉર્ઘ્વ ગતિ આપવા જ જેમનું આ ભૂમિ ઉપર પ્રગાટ્ય થયું છે તેવા શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતોએ સદાચાર ને સંસ્કારના બીજ રોપવા માટે ગામડે-ગામડે ધૂમતા. દીવો ત્યાં દાતણ નહીં એ ન્યાયે તેમનું વિચરણ સતત ચાલુ ને ચાલુ જ રહેતું. શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે અનેક સંતોનો વિશાળ સમુદાય હતો. સંતોના અનેક મંડળો હતા. તેઓ જુદા જુદા પ્રદેશોમાં જતા ગામડે-ગામડે જુદી-જુદી ડેલીએ જઈને ઉતારો કરતા અને અનેકને માથે ચડેલી કર્મની કોટડીનો ભાર ઉતારતા.
એક વખત સદ્‌. શ્રી વ્યપકાનંદસ્વામી નામના સંતોના મંડળે ગઢપુરની નજીક આવેલા બોટાદ ગામના પાદરે ઉતારો કર્યો. સંતોને બીજું શું કામ હોય? બસ, ઘૂન-ભજનની કકડાટી વગાડી. ગામના મુમુક્ષો આવવા લાગ્યા. ગામના દરબાર દેહાખાચર પણ આવ્યા. સંતોના દર્શન કર્યા. તેમનો જોગ કર્યો. હૈયે ટાઢક વળી તેથી સંતોને પોતાના ઘેર લઈ ગયા. સંતોએ તેમને ત્યાં જઈને ઝોળી લટકાવી અને રાતવાસો કર્યો.
બીજા દિવસે વ્હેલી પરોઢિયે દેહાખાચરની પોક સંભળાય. સંતોએ પૂછ્‌યું કે, શું થયું દેહાખાતચર?... ત્યારે સંતોને વાત જાણવા મળી કે તેમની ઘોડી મરી ગઈ છે. દેહાખાચરને ઘોડી દીકરા કરતાયી સવાયી વ્હાલી હતી. સંતનું હૃદય તો માખણ કરતાંય કોમળ હોય છે. દેહાખાચરનું દુઃખ જોઈને સ્વામીને દયા આવી ગઈ. તેથી સદ્‌. શ્રી વ્યપકાનંદસ્વામી ઘોડી પાસે ગયા અને આર્તનાદે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી અને ‘સબ દર્દો કી એક દવા’ એટલે કે, સ્વામિનારાયણ મહામંત્રની ઘૂન ચાલુ કરી. સ્વામીએ તો ઘોડીના કાનમાં જઈને સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ આમ ત્રણ વખત મંત્ર જાપ કર્યો ત્યાં તો ઘોડી આળસ મરડીને બેઠી થઈ. સૌ ગામજનો અને દેહોખાચરતો આભા જ બની ગયા. તરત સંતોને પૂછ્‌યું કે, શું આવો પ્રતાપ છે આ સ્વામિનારાયણ મહામંત્રનો? ત્યારે સ્વામીએ કહ્યું કે, હા, આવો પ્રતાપ છે એ સ્વામિનારાયણ મંત્રનો. જે મંત્રના પ્રતાપે મરેલી ઘોડી તો શું ચિત્તા ઉપર સૂતેલા મડદાએ બેઠા થયેલા છે. અરે! આ મહામંત્રના પ્રતાપે તો આંધળા દેખતા થયા છે અને મૂંગા બોલતા થયા છે.
ટૂંકમાં સારમાં સારની સાર એક જ વાત છે કે, આપણે આલોક અને પરલોકમાં જો સુખી થવું હોય તો નિરંતર હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં ભગવાનનું નામ લીધા કરવું તો સદાય સુખ-સુખ ને સુખ રહે. એમાંય સવિશેષ આ ચાતુર્માસ દરમ્યાન અને પવિત્ર શ્રાવણમાસમાં આપણે સૌ કોઈ મંત્રજાપ કરીએ અને ભગવાનની પ્રસન્નતા મેળવીએ.
- સાઘુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved