Last Update : 26-July-2012, Thursday

 

સુખ-દુઃખ સિક્કાની બે બાજુ

 

‘‘સુખ-દુઃખ મનમાં ન આણીએ,
ઘટ સાથે રે ઘડિયા,
ટાળ્યા તે કોઈના નવ ટળે,
રધુનાથના જડિયાં.’’
સુખ અને દુઃખ સિક્કાની બે બાજુ છે, એકનો સ્વીકાર અને બીજાનો અસ્વીકાર એ શક્ય નથી. ફુલની સાથે કાંટાઓનો સ્વીકાર કરવો જ પડે. દુઃખ અને સુખ જીવનમાં આવતા મહેમાનો છે. સમયના અંતે તે વિદાય લે છે. સવાલ સમયની પ્રતિક્ષાનો છે. સુખ કે દુઃખના દિવસો કાયમી મુકામ કરવા આવતા નથી. સમયના કાળચક્રમાં સુખ-દુઃખના પાસા બદલાતા રહે છે. દુઃખના સમયમાં હંિમત હારતા માણસ માટે ભક્ત નરસૈયાના ઉપર શબ્દો ધીરજ રાખવા ઘણું મોટું આશ્વાસન બળ આપે છે. દુઃખની અપેક્ષા ન હોવા છતાં જીવનમાં દુઃખ આવે છે, જેને આપણે હસતાં કે રડતાં સ્વીકારવું પડે છે. દુઃખનો સ્વીકાર કરવાનો જ હોય તો સહર્ષ ઈશ્વર સ્મરણ સાથે કેમ ન સ્વીકારવું?
દુઃખના સમયે માણસ બીજાની આગળ દુઃખના રોદણાં રોતો હોય છે, પરંતુ જીવનની વાસ્તવિકતા એ છે કે, સાંભળનાર પણ દુઃખી હોય છે. ‘‘યહાઁ કીસકો ક્યા સૂનાયે, સબકે ચહેરે મુરઝાયે હૈં.’’ કોઈ જાહેરમાં વ્યક્ત કરે છે, કોઈ ખૂણે બેસી રડતો હોય છે. સકળ બ્રહ્માંડના રચયીતા ભગવાન પ્રભુ રામજીના પિતાજી એવા સમ્રાટ મહારાજા દશરથજીને પણ અંત સમયે પુત્ર વિયોગનું દુઃખ સહન કરવું પડ્યું હતું. જેમણે ધરતી પર પગ નથી મૂક્યો, જેની સેવા હજારો દાસીઓ હાજર રહેતી એવા મા ભગવતી જાનકીજીને પણ વનવાસનું દુઃખ સહન કરવું પડયું હતું. દુઃખ કોને નથી પડ્યું?
જીવનમાં આવતી સમસ્યાને હલ કરવા માણસે પ્રમાણિક પ્રયાસ કરવો જોઈએ, ત્યારબાદ પ્રભુ પ્રાર્થના કરવી જોઈએ અને અંતે સમયની પ્રતિક્ષા કરવી જોઈએ. આપણે પ્રયાસ અને પ્રાર્થના બન્ને કરીએ છીએ પરંતુ સમયની પ્રતિક્ષા કરતા નથી. કોઈપણ સમસ્યાનો ઉકેલ એનો આગામી સમય છે. કેરી પાકે નહીં ત્યાં સુધી આપમેળે નીચે પડતી નથી.
આપણી સમસ્યા એ છ ે કે, આપણને દુઃખ ગમતું નથી અને બીજાનું સુખ આપણે જોઈ શકતા નથી. પરિણામે નાહક દુઃખી થતા રહ્યા છીએ. જીવનમાં સુખના દિવસો આવે ત્યારે દુઃખી વ્યક્તિને આપણે કેવી રીતે સહાયક બનીએ એ માટે વિચારવું જોઈએ. આપણી મુશ્કેલી એ છે કે, આપણે સલાહકારને રસ્તે આગળ છીએ ત્યારે સહાયક માટે પાછળ છીએ. આપણે આપણા સુખ માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પરંતુ ‘‘સર્વે જનાઃ સુખીનઃ ભવન્તુ’’ આવી વિશાળ ભાવનાની પ્રાર્થના કરી શકતા નથી. આ તબક્કે યાર ‘મરીઝ’ને યાદ કરવા પડે. મરીઝ કહે છે,
‘‘બસ, એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.’’
આપણે પણ વિશ્વના સૌ જીવો સુખી થાય તેવી પ્રાર્થના કરવી જોઈએ.
અંતમાં આપણામાં પડેલો અસંતોષ આપણને દુઃખ આપી રહ્યો છે. અસંતોષ દુઃખની જનેતા છે. જીવનમાં આવતા સુખ-દુઃખ આપણા કર્મો અનુસાર પરમાત્માએ નિર્મિત કરેલા છે. સુખમાં છકી ન જવું અને દુઃખમાં નિરાશ ન થવું તેમાં જીવનની સાર્થકતા છે. ફરી એકવાર ભક્ત નરસૈયાના શબ્દોને યાદ કરી સુખ-દુઃખના સમયમાં સમ્યક દ્રષ્ટિ રાખી હરિસ્મરણ સાથે આપણે સૌ જીવનની ધન્યતા માણીએ.
- યશવંત આર. જોષી

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved