Last Update : 26-July-2012, Thursday

 
ડર કે અજ્ઞાત ભયમાંથી મુક્ત થવું છે ? આ રહી ગુરૂચાવી

મનુષ્ય જન્મજાત ડર અને ભયની પરિસ્થિતિમાં જીવતો હોય છે. દુનિયાનાં દરેક મનુષ્યમાં ઓછા અથવા તો વધારે અંશે ડર રહેલો જ હોય છે. ડર અને અજ્ઞાત ભય એ મનુષ્યનાં જીવનનું નિર્બળ પાસું છે. ડર અને અજ્ઞાત ભય અલગ અલગ પ્રકારનાં હોય છે.
ડિસેમ્બર, ૨૦૦૯ની એક સત્ય ઘટના આપની સામે રજૂ કરું છું. એક સજ્જન મારી પાસે આવ્યા. એ સજ્જને પોતાની સાથે અવાર-નવાર બનતી ઘટનાઓ વિશે અને કહેવાનું ચાલું કર્યું. ગુરૂજી હું આર્થિક સદ્ધર અને સંસ્કારી પરિવારનો સભ્ય છું. મારો સ્વભાવ છેલ્લા ૧૦ વર્ષથી ખૂબ જ ડરપોક બની ગયો છે. હું જીવનમાં થતી દરેક ઘટના જે નકારાત્મક છે તે મારી સાથે જ થશે એવું માનીને ચાલુ છું. જેમ કે ન્યુઝ પેપરમાં વાંચ્યું હોય કે કોઇ જગ્યાએ બોંબ ધડાકા થયા તો મારું મૃત્યુ બોંબ ધડાકાથી થશે તો ?
મારી ઉંમર અત્યારે ૪૦ વર્ષની હોવા છતાં ૬૦ થી ૭૦ વર્ષની અનુભવવા લાગ્યો છું. હું મનથી એટલો ડરપોક અને નિર્બળ બની ગયો છું કે ઘણીવાર લગ્નજીવનનાં ૧૫ વર્ષ પછી પણ મને એવું લાગ્યા કરે છે કે મારી પત્ની એક દિવસ મારી જોડે છૂટાછેડા લઈ લેશે. કેમ કે મેં ૧૦ વર્ષ પહેલાં એની જોડે ઝઘડો કર્યો હતો અને એ ઝઘડાનાં કારણે એ આજે કોઇ એક દિવસ મારે જોડે છૂટાછેડા લેશે એવો એક ડર રહે છે. જયારે હું વાહન ચલાવતો હોવું છું ત્યારે મારાથી કોઈ વ્યકિતને અકસ્માત થઇ જશે અને એ વ્યકિત મૃત્યુ પામશે અને મને ફાંસીની સજા થશે એવો ડર મને લાગે છે. આવા અનેક ડરનાં સકંજમાં હું સપડાયેલો છું.
મેં એ સજ્જનને કીઘું કે આપ ચંિતા ન કરો. આપ સુજિત્રાત્રાનાં દોષમાં સપડાયેલા છો. આ દોષ મનુષ્યને માનસિક રીતે નિર્બળ બનાવી દરેક નકારાત્મક ઘટનાઓ જે જુએ જે વાંચે કે જે સાંભળે એ બધી ઘટનાઓ એની જોડે થશે તેવું જડબેસલાક રીતે માની લે છે. હું તમને મંત્રશાસ્ત્રનાં સમુદ્રમાંથી મંત્રરૂપી એક એવું મોતી આપું છું કે જે મંત્ર કરવાથી તમારી પરિસ્થિતિમાં ૫ મહિનામાં સંપૂર્ણ સુધારો થઇ જશે.
બે મહિના પછી એ સજ્જન મને ફરીવાર મળવા આવ્યા. એ સજ્જને મને કીઘું કે ગુરુજી આ મંત્રથી મને ચમત્કારિક ફળ મળે છે. આ મંત્ર હું દિવસમાં એકવાર તો કરું જ છું પરંતુ જયારે મને ડર કે ભય લાગે ત્યારે પણ આ મંત્ર ગણુ છું. જેનાથી મને ઘણીબધી રાહત દેખાઇ છે. પાંચ મહિના પછી એ સજ્જન ડર નામનાં રોગમાંથી મુકત બની ગયા અને એમની માનસિક પરિસ્થિતિ સ્થિર થઇ ગઈ.
હવે આપને હું આપુ છું ડર અને અજ્ઞાત ભયને ભગાડવાનો ગુરૂચાવી રૂપી ચમત્કારિક મંત્ર.
મંત્ર ઃ
।। ૐ સુકવલ્ય સુકવલ્ય વૃજાંશુ વૃજાંશુ મુક્તિ નમઃ ।।
આ મંત્ર રોજ ૨૭ વખત ગણવો. આ મંત્ર ગણતી વખતે તુલસીનાં નવ પાન હાથમાં રાખવાના અને મંત્ર થઈ ગયા પછી એ ૯ પાન ચાવી જવાના. આ પ્રક્રિયા સવારે ૬ થી સાંજનાં ૫ વાગ્યા સુધી ગમે તે સમયે કરવી. આ મંત્ર ગણતી વખતે તુલસીનાં પાન જો ન મળે તો એના બદલે અભિમંત્રિત જળ પણ ચાલે. (અભિમંત્રિત જળ એટલે છેલ્લી ટચલી આંગળીની આગળની આંગળી એટલે કે પૂજાની જમણા હાથની આંગળી પાણીમાં મુકવી અને મંત્ર બોલવો. એનાથી મંત્ર બોલતા બોલતા જે જળ મંત્રિત થાય એને અભિમંત્રિત જળ કહેવાય) આ મંત્ર દિવસમાં એક વારથી વધારે પણ કરી શકાય.
આ મંત્રથી તમારા જીવનમાં એક નવો આનંદ અને એક નવો પ્રકાશ ફેલાશે. આપ ડરની પરિસ્થિતિમાંથી સંપૂર્ણપણે મુક્ત થઇ જશો.

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved