Last Update : 26-July-2012, Thursday

 

કઠિયારામાંથી મહામંત્રી બનેલા ભગવદ્‌ ભક્તની અનેરી પ્રાર્થના !

- વિચાર વીથિકા

 

એક દિવસ એક ભક્ત કઠિયારો જંગલમાં કાપવા ગયો. લાકડાં કાપતા પણ એ ભગવાનનું સ્મરણ કરે. લાકડાં કાપી લીધા પછી રોજની જેમ જમીન પર બેસી ભઘવાનને પ્રાર્તના કરવા લાગ્યો- ‘હે પ્રભુ ! તારી મારા પર ખૂબ કૃપા છે. લાકડાના રૂપમાં તું જ મારું પાલન-પોષણ કરનાર છે. તેં મને આ કામગીરી સોંપી છે તે હું નભાવી શકુ તે માટે મને શક્તિ આપ. હું તને કદી પણ ભૂલું નહીં એવું કરજે.’ તે પ્રાર્થના કરતો હતો તે વખતે મૃગયા ખેલવા નીકળેલો તે દેશનો રાજા પણ ત્યાં ઊભો હતો તેણે એ કઠિયારાને પ્રાર્થના કરતા જોયો અને એની બધી વાત સાંભળી. એણે વિચાર્યું કે આ કઠિયારો કેટલો બધો ભક્તિપરાયણ છે ? પ્રભુએ તેને જે કામ આપ્યું છે તેમાં પણ કેટલો બધો સંતોષ રાખે છે ! લાકડા કાપવા જેવું કામ પણ કેટલી બધી લગનથી કરે છે. આની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોત તો આવી કઠોર મહેનત કરવી પડે છે એ બદલ બળાપો કાઢતો હોત ! આવો ધર્મપરાયણ માનવી મારો મંત્રી હોય તો કેવું સારું ?
બીજા દિવસે રાજાએ તેને પોતાને ત્યાં બોલાવ્યો અને તેને પોતાનો મહામંત્રી બનાવી દીધો. કઠિયારાએ પણ તેને ભગવાનની ઈચ્છા માનીને સ્વીકારી લીઘું. તે ખૂબ નીતિમત્રાથી પોતાનું કર્તવ્ય નિભાવવા લાગ્યો. રાજ્યમાં લાંચ રુશ્વત, કાળા બજાર, છેતરપંિડીં વગેરે દૂષણો બંધ થઈ ગયા. પ્રજા પણ આ મંત્રીના કાર્યથી પ્રસન્ન થઈ. પરંતુ અન્ય જે મંત્રીઓ રુશ્વતખોર અને અપ્રમાણિક હતા તે એ મહામંત્રીનો દ્વેષ કરવા લાગ્યા.
રાજાના મહામૂલા ખજાનાની દેખભાળ કરવાનું કામ પણ મહામંત્રી જ કરતો. મહામંત્રી દરરોજ એ ખજાના ગૃહમાં એક પોટલી લઈને જતો અને એકાદ કલાક બાદ પાછો બહાર આવતો. પેલા દ્વેષિલા મંત્રીઓને આ અજૂગતું લાગ્યું. મહામંત્રી રોજ પોતાની પોટલી લઈને કેમ જતો હશે ? જરૂર અંદરથી એ કોઈ મોંઘા રત્નો કે સોનામહોરો ચોરી લાવતો હશે. આવો વિચાર કરીને તે બધા રાજા પાસે ગયા અને મહામંત્રીની ફરિયાદ કરી. રાજાએ આ વાત માની નહીં. છતાં તેને આ વિશે તપાસ કરવાનું મન થયું. તેણે એ મંત્રીઓને કહ્યું- ‘હું જરૂર આ વિશે જાતે તપાસ કરીશ અને અંગે ખાતરી કરીશ.’
બીજે દિવસે રાજા ફરિયાદ કરનારા મંત્રીઓને લઈને વહેલી સવારે એ ખજાનાગૃહમાં પહોંચી ગયો. મહામંત્રીને ખજાનાગૃહ પાસે આવતો જોઈ એ બધા છુપાઈ ગયા અને પેલો મહામંત્રી આવીને શું કરે છે અથવા શેની ચોરી કરે છે તે જોવા માટે તૈયાર થઈ ગયા. મહામંત્રી અંદર આવ્યો. તેણે પોતાના માથા પર રાખેલી પોટલી ખોલી. બધાને એમ હતું કે તેમાં સોના મહોરો કે રત્નો ભરવા માટેની કોથળીઓ હશે ! પણ તેમાં તો હતા જૂના થઈ ગયેલા ફાટેલા કપડા ! મહામંત્રીએ રેશમી ઝભ્ભો, ઉપરણો, શાલ વગેરે રાજવી વસ્ત્ર ઉતારી કાઢ્‌યા અને કઠિયારો હતો ત્યારે જે જૂનું ફાટેલું પહેરણ પહેરતો હતો તે પહેરી લીઘું.
પછી જમીન પર પલાઠી વાળીને બેસી ગયો અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. રાજાને યાદ આવ્યું- તેણે એ કઠિયારાને પહેલી વાર જોયો ત્યારે તે જે ભક્તિ ગીતો ગાતો હતો તે જ તે અત્યારે ગાઈ રહ્યો છે. તે ગાઈ લીધા બાદ બન્ને હાથ જોડી મસ્તક નમાવી પ્રાર્થના કરવા લાગ્યો- ‘હું ઈશ્વર ! તારી મારા પર અપાર કૃપા છે. જગતનો ક્યો માનવી એવો છે જેના પર તારી કૃપા ન વરસતી હોય ? માનવીએ તારી કૃપાને લાયક બનવું જોઈએ એટલી જ જરૂર છે. આ લક્ષ્મીના રૂપમાં તું અમારી પ્રજાનું ભરણ પોષણ કરે છે. તારી ઈચ્છાથી તેં મને આ મહામંત્રીનું પદ સોંપ્યું છે તે મેં સ્વીકાર્યું છે. જો કે આ જવાબદારી બહુ મોટી છે છતાં હું તારી કૃપાથી નિભાવું છું. અમારા રાજ્યમાં કોઈ ગરીબ ન રહે. સદ્‌લક્ષ્મી દરેકના ઘરમાં વસે. હે પ્રભુ ! હું કઠિયારો હતો ત્યારે પણ તને ભૂલ્યો ન હોતો અને અત્યારે મહામંત્રી છું ત્યારે પણ તને ભૂલ્યો નથી ! મને મારા પદ અન ેધનનું અભિમાન ન આવે એટલે જ હું મારા જૂના, કઠિયારો હતો તે વખતના વસ્ત્રો પહેરી તારી સ્તુતિ કરું છું. તારી ભક્તિ કરવાની અને સર્વનું ભલું કરવાની મને સદૈવ શક્તિ આપજે !’ પ્રાર્થના પૂરી થઈ ગયા પછી તેણે એ ફાટેલું પહેરણ કાઢી નાંખ્યું અને રેશમી ઝભ્ભો પાછો ફરી પહેરી લીધો. એ પહેરણ પોટલમાં મૂકી તે ખજાનાને પગે લાગી બહાર નીકળી ગયો.
મહામંત્રીની આવી ઉત્તમ ભક્તિ જોઈ રાજા તો આશ્ચર્યચકિત થઈ ગયો. પોલા દ્વેષિલા મંત્રીઓના મોં કાળા પડી ગયા. રાજા મહામંત્રીને ભેટી પડ્યો. મહામંત્રીને રાજકર્મમાં આવી નીતિમત્તા, પ્રામાણિકતા અને ભક્તિભાવના જાળવી રાખવા બદલ ખૂબ ધન્યવાદ આપ્યા.
-દેવેશ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

કોલેજમાં પ્રોફેસરને હેરાન કરવા ચાલુ લેકચરે મોરશીંગ વગાડતો
યે હોંસલા કૈસે ઝૂકે, યે આરઝૂ કૈસે રુકે...
મહુડીનો ઇતિહાસ રંગમંચ પર જીવંત થશે
પેરેન્ટ્‌સે બાળકની ખામી અને ખૂબી જાણવી જોઇએ
કોલેજમાં ટ્રાય એન્ગલ લવમાં ફસાયેલા યંગસ્ટર્સ
ફીટ રહેવા ઉંમર પ્રમાણે કસરત કરો
તીખો ખોરાક ચરબી ઘટાડે છે
બાળક વિડિયો ગેમ નહીં ખુલ્લું મેદાન આપો
 

Gujarat Samachar glamour

સોનાક્ષીને પ્રાઈવસી માટે અલગ જગ્યા આપી
અજય-સોનાક્ષીની ‘સન ઓફ સરદાર’નું ટ્રેલર રીલીઝ
ઐશ્વર્યા સ્લિમ બનતા હોલીવુડની ઓફરો શરૂ
એકતાનું અજમેરની પવિત્ર દરગાહમાં પુષ્પાર્પણ
રજનીકાન્ત ‘શિવાજી’માં ૩ડી વર્ઝન દેખાશે
પૂજા ભટ્ટની ‘જિસ્મ-૩’ને ૩ડી વર્ઝનમાં બનાવાશે
‘કાકા’ના જન્મ દિવસે જ ‘રિયાસત’ રીલીઝ થવાની હતી
 
 
   
   
   

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved